ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
અડસઠ વરસના આ ખોળિયામાં મશીનરી જૂની થઈ છે. ક્યાંક ચડચડાટી, બોલે છે; ક્યાંક શ્વાસની ધમણ હાંફે છે. દબાણ વધી જાય છે. ચાલતાં ચાર વાર અટકવું પડે છે – બેસવાની જગ્યા શોધવી પડે છે. દાદરા ચઢતાં કે ઉતરતાં એક પગ પર જ વજન લેવાની કાળજી રાખવી પડે છે; અને સહેજ ચૂક્યો તો ઘુંટણે સોજા આવી જાય છે. સહેજ વજન ઊંચકાઈ જાય તો અંગૂઠો મચકોડાઈ જાય છે. ક્યારેક કમર ઝલાઈ જાય છે; તો ક્યારેક ખભા. રાતે ઉંઘ આવતી નથી; અને દહાડે ગમે ત્યારે આંખો ઘેરાઈ જાય છે. કાને ઓછું સંભળાય છે; ચશ્માં ચઢાવ્યા વિના વંચાતું નથી. વિગેરે… વિગેરે..
ઘડપણની જમાનાજૂની વ્યથાઓ.
અને મનની હાલત તો એનાથીય નાજૂક છે. સહેજમાં માઠું લાગી જાય છે. નાની નાની વાતો ભૂલી જવાય છે. અને કોઈક સહેજ જ વાંકું બોલે તો ક્યાંય સુધી ભુલાતું નથી! પોતાના વિચાર અને મન્તવ્યની વિરુદ્ધ કોઈ કહે, તો ચર્ચાનો કેડો મેલાતો નથી.
‘હવે ગલઢા થયા.’ એ ખયાલ આથમતો જ નથી!
ઘણી બધી ગનાનની વાત્યું વાંચી, સાંભળી, વિડિયો જોયા, ગલઢાઓ હારે ચર્ચાઓ કરી. પણ.. કશું જીવનમાં ઉતરતું નથી.
‘બની આઝાદ’ના લેખો લખ્યા – પણ આઝાદી ન મળી.
‘અંતરની વાણી’ લખી; પણ પ્રગટી નહીં.
કશો ઈલાજ?
થોડો પ્રકાશ ‘એખાર્ટ ટોલ’ની ‘આજની ઘડી રળિયામણી’ – ‘Power of Now’ વાંચતાં પડ્યો. દાદા ભગવાનની પ્રતિક્રમણની વાતને અમલમાં મૂકતાં બહુ રાહત થઈ. પણ આ તો બધું માનસિક.
શરીરના ઘસાયેલા પૂર્જાઓનું શું? આંખનો લેન્સ કાઢી ‘નેત્રમણિ’ મૂકાવ્યો અને કાને કર્ણનાં કુંડળ જેવાં હિયરિંગ એડ ચઢાવ્યાં. દાંતના નર્વ કપાવી ઉપર કેપ્યું ચઢાવી. પણ ચઈડ ચઈડ બોલતાં ઘૂંટણનું શું? શ્વાસ ભરાઈ જાય તે ફેફસાં બદલાતાં હશે?! અને પ્રેશરની ગોળીઓ ક્યાં સુધી લીધા કરવાની?
અમદાવાદ ગયો ત્યારે ભત્રીજી કૌમુદીએ ‘આર્ટ ઓફ લિવિંગ’ની વાત કરી. એ વળી શું નવતર છે, એ જાણવા એના ક્લાસ ભર્યા- પણ કુતૂહલ સંતોષવા પૂરતા જ. અડાલજ જઈ જૂના મિત્ર રામભાઈના પ્રતાપે, દિપકભાઈ સાથે જાહેરમાં ગોઠડી પણ કરી. પરમ મિત્ર શરદ ભાઈએ ઓશોવાણી આગળ ધરી, અને શ્વાસની કસરતો પણ શિખવાડી.
પણ અમલીકરણમાં મીંડું.
પણ આ બધી નીરાશામાં આશાનું એક કિરણ ૮મી જુલાઈએ પડ્યું. અહીં અરવિનમાં ‘આર્ટ ઓફ લિવિંગ’નો રિપીટર કોર્સ થતો હતો; એમાં જિંદગીમાં પહેલી વખત રિપીટર બન્યો! એનો એકડો ફરી ઘૂંટ્યો. આવી દરેક તાલીમ વખતે લેવાતો સંકલ્પ પણ કર્યો,” આ તાલીમ ચાલુ રાખીશ.”
અને આ શું?
न भूतो न भविष्यति॥
જેવું કાંઈક થઈ ગયું.
ત્રણ દિવસની તાલીમ પછી રોજ પ્રેક્ટિસ ચાલુ રહી! ખાસી ૪૫ મિનીટ, અને તેય આજ દિન લગણ.
કેવી પ્રેક્ટિસ?
અને સાથે ઉમેરાયાં …
શા ફાયદા થયા આ એક મહિનાની સાધનાથી?
બોલો આને કહેશો ને? અફલાતૂન તબીબ?
પણ કોણ છે એ તબીબ?
ઘણા બધા ..
ગોએન્કાજી, શ્રી. શ્રીરવિશંકર, દાદા ભગવાન, નીરૂમા, દિપકભાઈ, ઓશો, એખાર્ટ ટોલ,
અને
પથપ્રદર્શકો શ્રી. હેમન્ત પંડ્યા, રામભાઈ( બોડીવાલા), કૌમુદી જાની, શરદ શાહ, પ્રજ્ઞાબેન વ્યાસ, પ્રવીણ/ મીનાબેન ઠક્કરનો ખાસ આભાર.
આ ઉપરાંત ઉત્સાહ વધારનારા અનેક મિત્રો અને અલબત્ત ……..વ્હાલાં કુટુમ્બીજનો તો ખરાં જ.
એ સૌનો આ અદભૂત અને
કદી મૂકવા મન ન થાય તેવા
અનુભવ માટે
હૃદયપૂર્વક આભાર.
——————————————————————————
સંદર્ભ …..
‘ઓશોવાણી’
દાદા ભગવાન – અક્રમ વિજ્ઞાન
યુવાનો અને યુવતિઓને…..
એમ ન બને કે,
– કદાચ આ તબીબી ૬૦+ ની જેમ ૧૬+ કે ૬+ ને પણ રામબાણ પૂરવાર થાય?
– ૬૦+ બધા થવાના તો છે જ. પણ એ સમો આજીવન ઢૂંકડો જ ન આવે?
એમ પણ બને!
‘મેથીપાક’ લખ્યા બાદ અઠવાડીયામાં માત્ર બે જ દિવસ, સવારે નયણા કોઠે મેથી લેવાનું રાખ્યું. પણ આથી એ બે દિવસ સિવાય ઢીંચણનો દુખાવો ચાલુ જ રહ્યો. વળી મારા ફેમિલી ડોક્ટર પ્રેશરની ગોળી દર મહિને બદલ્યા કરતા હતા; પણ પ્રેશરમાં ખાસ ફરક પડતો ન હતો.
આથી ત્રણ અઠવાડીયા પહેલાં, અહીં અમારા સ્થાનિક ભજન ગ્રુપમાં જતાં પહેલાં નિર્ણય કર્યો કે, આ બધી જફાનો એક જ રામબાણ ઈલાજ અજમાવવા દે…..
જો કે, એ કતલની સાંજે તો આ બામણ ભાઈ બરાબર દાબીને જમ્યા! અને બીજા દિવસથી હું તો આદુ ખઈને મચી પડ્યો ! અરે! ભૂલ્યો … ઉપવાસથી શરૂઆત કરી.
પહેલે દિવસે ભીમભાઈએ કર્યો હતો, એવો નકોરડો અપવાસ. હા! એક ફરક; પાણી પ્યાલે પ્યાલા ભરીને પીધે રાખ્યા. માથું તો એવું દૂખે કે, ન પૂછો વાત. અશક્તિ તો રહે જ ને? અને થોડોક તાવ પણ ખરો. ભૂખ્યા પેટે, રાતે તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
અને બીજા દિવસથી ચાર દિવસ ફળાહાર. સવાર અને બપોરે એ જ મોસંબી. જો કે, અહીં મળતી મોસંબી દેશ જેવી ફિકી નથી હોતી. અને મોટી પણ વધારે. ત્રણ મોસંબીમાં તો પેટ ફાટ ફાટ થઈ જાય. બબે કલાકે જુદાં જુદાં ફળ તો ખરાં જ. હા! એક સાથે એક જ જાતનું ફળ – કોઈ ભેળસેળ નહીં.
અને પછી, ધીરે ધીરે રોજના ખોરાક પર ચઢવા માંડ્યો. એક મહાન ફરક સાથે – ખાંડ અને મીઠું બને તેટલાં ઓછાં કરી દીધાં. ચામાં અઢી ચમચી ખાંડ લેતો હતો; તેની એક જ કરી નાંખી.
અને આ શું?
પ્રેશરની ગોળી લીધા વિના ધીરે ધીરે પ્રેશર નીચું આવવા માંડ્યું. અને સાતમા દિવસે તો મેથી, બામ કે કોઈ પેઈન કીલર વિના ઘરડો ઢીંચણ જવાન થવા લાગ્યો! માંડ ૩૦ % જેટલો જ દુખાવો રહ્યો.
તમે નહીં માનો; સાવ બેઠાડુ થઈ ગયો હતો; એની જગ્યાએ રોજ વીસેક મિનિટ ચાલવાનું શરૂ કરી શક્યો.
——————————————————-
અગાઉ લખેલી અફલાતૂની ……
મારા દોહિત્રોને ચર્ચમાં ચાલતા ‘સર્જનાત્મક કળા’ ના કેમ્પમાંથી પાછા લાવવા હું ઘેરથી નીકળ્યો. હું થોડોક મોડો તો આમેય હતો જ. છ માઈલ દૂર આવેલા થાનકે પહોંચવાની ઊતાવળમાં હતો. થોડેક આગળ જતાં ચાર રસ્તા પર સિગ્નલની લાલ લાઈટ થઈ ગઈ. હું થોડો કચવાયો.
દુકાળમાં અધિક માસ!
થોડીક વારે લીલી લાઈટ થઈ. મેં બ્રેક પરથી પગ ઊઠાવ્યો, ન ઊઠાવ્યો – અને ત્યાં જ ક્રોસ દિશામાંથી પૂરઝડપે લાલ, પીળી, વાદળી…. ઝબકતી લાઈટો વાળી મોટર સાઈકલ પર સવાર, એક પોલિસ મેન આવીને ચાર રસ્તાની વચ્ચે આવીને અટક્યો. ડાબા પગ પર મોટર સાઈકલ ટેકવી, ડાબો હાથ ઊંચો કરી, તેણે અમારી બન્ને દિશામાંના ટ્રાફિકને રોકાવા ઈશારો કર્યો. એની પાછળ આવીજ ઝબૂકતી બે મોટર સાઈકલોની આગેવાની હેઠળ મોટરોનો એક કાફલો પૂરઝડપે લાલ સિગ્નલ હોવા છતાં પસાર થવા માંડ્યો.
નક્કી કોઈ વી.આઈ.પી.
દસેક કાર પસાર થઈ હશે; ત્યાં ફરી ઝબૂકતી લાઈટોવાળી એક મોટર સાઈકલ આગળ અને એક પાછળ રાખીને વી.આઈ.પી. મહાશયની કાર વટભેર પસાર થઈ ગઈ. વળી બીજી દસેક કારો અને છેલ્લો ઝબૂકતી લાઈટોવાળો વળાવિયો. કાફલો અમને બધાંને મોં વકાસતા રાખી, દોર દમામ સાથે ક્યાંક વિદાય થઈ ગયો.
ગ્રહણ પૂરું થયું હતું!
અને મારા કમનસીબે અમારી દિશામાં ફરી લાલ લાઈટ થઈ ગઈ!
આ સંકટ વિતાવી છેવટે હું ચર્ચ પર પહોંચી ગયો., બાળકો આતૂરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યા હતા. એમના ગાઈડે મોં બગાડી મને જણાવ્યું કે, મોડું થવાના કારણે એમણે ઘેર ફોન કર્યો હતો. મેં દિલગીરી વ્યક્ત કરી અને અમે ઘર ભણી જવા નીકળ્યા.
સાંજે ઘેરથી દિકરાને ફોન કરી મારી કરમકઠણાઈ જણાવી. તેણે ઈંટરનેટ પર તપાસ કરી કહ્યું કે, અમારા ગામમાં ટેક્સાસના ગવર્નર પધાર્યા હતા; એને કારણે આ પળોજણ થઈ હતી.
————–
અને મને નેટ મિત્ર શ્રી. અરવિંદ અડાલજાનો લેખ યાદ આવી ગયો.
પણ એમની જેમ દુઃખી થવાને બદલે મન વાળ્યું કે, એ તો આમ જ હોય. શું ભારત કે શું અમેરિકા. વી.આઈ.પી. એટલે વી.આઈ.પી.
આપણે ઘણી હૈયાવરાળ કાઢીએ; પણ અતિ અગત્યની, આવી વિશેષાધિકાર વાળી વ્યક્તિઓ માટે આવી વ્યવસ્થા તો રાખવી જ પડે ને? આપણે એ સ્થાને હોઈએ ; એમના જેટલા કારોબાર સંભાળતા હોઈએ; તો જ એ સ્થાન પરના પ્રશ્નો સમજી શકીએ ને?
અને બીજી વાત ..
હું ઘેરથી સહેજ જ વહેલો નીકળ્યો હોત તો?
‘ હું તો સાત ચોપડી પાસ છું.’ – મેજર બોલ્યા.
અમે એમને મેજર તરીકે જ ઓળખતા હતા. એમનું નામ તો ***** પટેલ હતું. પણ એ વખતે પણ અમને એ નામ ખબર ન હતી. ઘણે મોડે એમનું અસલી નામ જાણવા મળ્યું હતું; પણ અત્યારે એ સ્વાભાવિક રીતે યાદ નથી.
મેજર અને સાત જ ચોપડી પાસ?
હા! પણ કેવી ચોપડી?
વાત જાણે એમ છે કે, સાબરમતી ખાતે આવેલા, મ્યુનિ. પૂલના સ્વિમિંગ કોચે મારું વાર્ષિક સભ્યપદ રિન્યુ કરવા, મારી તરણ પરીક્ષા લીધી હતી; અને એમાં હું નાપાસ થયો હતો. દર સાલ તો બધા કોચ મારી ઓછી શક્તિ જાણીને મને પૂલની એક જ લંબાઈ તરાવી પાસ કરી દેતા હતા. પણ નવા આવેલા આ કોચ, મેજરે તો બધાની પરીક્ષા લેતા હતા તેમ, મને પણ પૂલની લંબાઈ પાર કરી, વચ્ચે અટક્યા વિના પાછા આવવા કહ્યું હતું. આ મારી તાકાત બહારની વાત હતી. એટલે પાછા વળતાં પા ભાગની લંબાઈ જ પાર કર્યા બાદ, મેં પૂલની કિનાર પકડી લીધી હતી.
અને મેજરે મને ત્રણ દિવસ પ્રેક્ટિસ કરી, ચોથા દિવસે ફરીથી પરીક્ષા આપવા કહ્યું હતું.
મને કાંઈ તરતાં નહોતું આવડતું એમ નહીં. સાત વર્ષથી હું એ પૂલમાં સભ્ય હતો. પણ આ નવી નવાઈના કોચ – મેજર સાહેબને મારી આ નબળાઈ સ્વીકાર્ય ન હતી. મારી ઉમ્મર એ વખતે બાવન વર્ષની હતી; અને આ તાકાત મારામાં હોવી જોઈએ, એવી એમની અપેક્ષા પણ અસ્થાને ન હતી.
પણ કાંઈ ચાર જ દિવસમાં મારાં પાતળાં સોટી જેવાં બાવડાં અને દમિયલ ફેફસાં ઓલિમ્પિકના ખેલાડી જેવાં થોડાં જ બની જવાનાં હતાં? ચોથે દિવસે પણ મારા હાલ હવાલ તો એવા ને એવા જ રહ્યા. હું ફરી નપાસ થયો. પણ ઓણી મેર એ મને પૂલના છીછરા ભાગમાં લઈ ગયા; અને મારી તરવાની રીતનું બારિકીથી નિરીક્ષણ કર્યું.
પછી મેજર જિંદગીભર યાદ રહી ગયેલું, એ અમર વાક્ય વદ્યા ,
” જુઓ સુરેશ ભાઈ! હું તમારી જેમ બહુ ભણ્યો નથી. માત્ર સાત જ ચોપડી ભણેલો છું. પણ તરવાની બાબત આ ત્રણ વસ્તુ યાદ રાખી લો.
સુરેશભાઈ! તમારા તરવામાં આ ત્રણે ચોપડી તમે ભણ્યા જ નથી. પછી મારી પરીક્ષા દસ વખત આપશો તો પણ નાપાસ જ થશો. તમને આત્મવિશ્વાસ આવે; ત્યારે મને કહેજો. પણ પાસ થવા તમારે સામે કાંઠે જઈ, રોકાયા વગર પાછું આવવું તો પડશે જ. ”
પાણીમાં આજુબાજુ પંદરેક જણ હતા. બધાની વચ્ચે મને આ શિખામણ આપી; તે મને બહુ કડવી તો લાગી; પણ વાત સાવ સાચી હતી. કોઈએ હજુ સુધી મને આ શિખવ્યું જ ન હતું. હું તો બાપુ! એ જ ઘડીથી મચી પડ્યો. આ ત્રણે વાતનું બરાબર ધ્યાન રાખી તરવા મંડ્યો.
અને આ શું? કદી બન્યું ન હતું એવું , પહેલે જ ધડાકે બન્યું. હું સામે કાંઠે તરીને, અટક્યા વિના પાછો આવી ગયો. અને મારો શ્વાસ પણ ચઢેલો ન હતો અને બાવડાં પણ સાતતાળી રમતા ન હતા.
મેજર બાજુમાં ઊભા ઊભા મારો ખેલ નિહાળી રહ્યા હતા. હું પાછો આવી ગયો, એટલે એમણે તાળીઓ પાડી અને કહ્યું,” ચાલો! ત્રણ ચોપડી પાસ. બહાર જઈ, નહાઈ, કપડાં પહેરી તમારી અરજી લઈને આવો.“
મેજરની સહી થઈ ગઈ; અને મારું સભ્યપદ એક વર્ષ માટે રિન્યુ થઈ ગયું.
પણ ખરી વાત તો હવે આવે છે !
આ ઘટના બન્યા બાદ, મેજર મારા દોસ્ત બની ગયા. રોજ પાણીમાં અવનવી કળાઓ તેઓ અમને શિખવતા. સંબંધ અંગત વાતો કરવા સુધી વિકસ્યો. આથી મારા મનમાં રહેલી શંકાનું સમાધાન કરવા , મેં પૂછી જ નાંખ્યું,” મેજર! તમે આ બધું અમને શિખવાડો છો; એ માટે તમારો આભાર માનીએ એટલો ઓછો. પણ. તમે સાત ચોપડી ભણ્યા છો, છતાં તમને કોચની આ નોકરી મળી શી રીતે?”
મેજરે હસીને કહ્યું,” એમ તો હું બી.કોમ. પાસ છું. પણ કારકૂનીની નોકરીઓ મને ના ફાવી એટલે, ગામડાંના તળાવમાં શિખેલા આ તરવાને વરી ગયો.”
અમારા બીજા સાથીએ મારી વાતમાં હવે ટાપશી પૂરી ,” પણ સાત ચોપડીનો ભેદ?”
મેજર જાતે પટેલ – એટલે આખાબોલા – પણ સાવ સરળ જીવ. એમણે તરત સમજાવ્યું ,
” સાતેય ચોપડીઓ મારી આ નોકરી માટે કામની છે. ત્રણ ચોપડી તો આ સુરેશ ભાઈને શિખવી તે.
ચોથી – ગમે તેટલો જોરાવર તરવૈયો ન હોય; પાણીમાં એ ત્રણ મિનીટથી વધારે સમય ન રહી શકે. એ પહેલાં શ્વાસ ભરવા સપાટી પર આવી જ જવાનું. આપણી મર્યાદા કદી ન ઓળંગવી. ઓવર કોં ન્ફિડન્સમાં ભલભલા તારા ડૂબી જાય છે.
પાંચમી – તમે હાથ કે પગ એકલા ચલાવતા રહીને પણ તરી શકો. ( એમણે માત્ર હાથ કે પગ ચલાવીને જ જૂદી જૂદી રીતે તરી બતાવ્યું.) શરત માત્ર એટલી જ કે પાયાની ત્રણ ચોપડી પર માસ્ટરી હોવી જોઈએ ; અને મનને નવી નવી રીતો શિખવા તૈયાર રાખવું જોઈએ.
છઠ્ઠી – ડૂબતાને બચાવવા જતાં જાતે ડૂબી ન જવાય; એનું ખાસ ધ્યાન રાખવું. બને તો લાકડું કે એવી કોઈ વસ્તુ હાથમાં રાખીને જ પાણીમાં પડવું. ધરમ કરતાં ધાડ પડતી હોય છે.
સાતમી – સાહેબની સામે કદી તરવાની હોંશિયારી ન બતાવવી. એમના ઈગોને આંચ ન આવવી જોઈએ! “
અમે બધા આ સાત ચોપડી ભણેલા મેજર પર ઓવારી ગયા. મેજર એટલે મેજર – એમનો કોઈ જવાબ નહીં!
“ મિ. જાની ! આ ઘડિયાળને તમારે ખોલવાની છે.” – આલ્ફોન્સો સાહેબે મને કામ સોંપતાં કહ્યું.
1967ની સાલની આ વાત છે. એક મહિના માટે, મને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ખાતામાં તાલીમ લેવાનું કહેવામાં આવ્યું હતું. મોટે ભાગે તો હું કોક ને કોક ટેક્નિશિયન કામ કરતા હોય, તે જોતો. પણ તે દિવસે ખાતાના વડા સ્વ. શ્રી. આલ્ફોન્સો સાહેબે મને જાતે કામ કરવા કહ્યું.
સવારના પહોરમાં જ કોલ યાર્ડના સુપરવાઈઝરની ઓફિસની ઉપર આવેલી , પણ ખોટકાઈ ગયેલી, ત્રણેક ફૂટ વ્યાસ વાળી અને એક ફૂટ પહોળી, ઘડિયાળ ત્યાંનો સ્ટાફ અમારા ખાતામાં સમારકામ માટે મૂકી ગયો હતો. એને ખોલવા સાહેબે મને કહ્યું હતું.
હું તો સ્ક્રૂ ડ્રાઈવર લઈને મચી પડ્યો. બહાર ખુલ્લામાં રહેવાને કારણે એના સ્ક્રૂ એકદમ કટાઈ ગયેલા હતા. મેં એક સ્ક્રૂ ખોલવા પ્રયત્ન કર્યો; પણ તે તો બહુ જ ટાઈટ હતો. એનું માથું મારા સ્ક્રૂ ડ્રાઈવરથી મરી ગયું, મેં બીજા સ્ક્રૂ પર હાથ અજમાવ્યો. પણ એની પણ એ જ હાલત. હવે ત્રીજા તરફ હું વળ્યો.
બાજુમાં ઊભેલા અને મારી હિલચાલ નિહાળી રહેલા, આલ્ફોન્સો સાહેબે મને રોક્યો અને કહ્યું, “ આમ તો તું બધા સ્ક્રૂને મારી નાંખીશ..આ સ્ક્રૂ કેમ ખૂલતા નથી?”
મેં કહ્યું,” એ તો કટાઈ ગયા છે.”
આલ્ફોન્સો સાહેબ – “ તો પહેલું કામ શું? સ્ક્રૂ ખોલવાનું કે કાટ દૂર કરવાનું?”
મને તરત મારી ભૂલ સમજાઈ. હું એક કારીગર પાસેથી રસ્ટોલિનની કૂપી લઈ આવ્યો. બધા સ્ક્રૂ પર તેનો છંટકાવ કર્યો.
આલ્ફોન્સો સાહેબે કહ્યું,” હવે વીસેક મિનીટ પછી સ્ક્રૂ ખોલવા આવીશું.” થોડીક વારે એમણે મને કામ શરૂ કરવા કહ્યું.
પહેલો સ્ક્રૂ થોડોક ચસક્યો, પણ એનું માથું તો મારાથી ટિચાઈ જ ગયું. હું બીજા સ્ક્રૂ તરફ વળતો હતો , ત્યાં સાહેબે મને રોક્યો. “ આમ તો તું બધા સ્ક્રૂ બગાડી નાંખીશ. તને ખબર પડે છે કે, તારી રીતમાં શું ખામી છે?”
મને તો કશી સમજ ન પડી. મેં મારું અજ્ઞાન વ્યક્ત કર્યું, એમણે મને સ્ક્રૂ ખોલીને બતાવ્યો; અને સમજાવ્યું કે, ‘ સ્ક્રૂ ડ્રાઈવરને સ્ક્રૂના ખાંચામાં બરાબર સીધું રાખી, તેની પકડ બરાબર આવી છે કે, નહીં તેની ખાતરી કરીને હાથ ધ્રૂજે નહીં તેમ સ્ક્રૂ ડ્રાઈવરને ફેરવવું જોઈએ.”
હવે મેં તેમણે કહ્યું હતું તેમ કર્યું અને સ્ક્રૂ બરાબર ખૂલી ગયો. આ જ રીતે કામ કરતાં ચોવીસે ચોવીસ સ્ક્રૂ ખૂલી ગયા. પેલા ત્રણેક સ્ક્રૂ , જેમના માથાં મારી અણઆવડતના કારણે મરી ગયા હતા ; તે પણ ચીઝલ ( ટાંકણું?) અને હથોડી વાપરી ખોલવાનું એમણે મને શિખવ્યું.
હવે આલ્ફોન્સો સાહેબે મને પૂછ્યું ,” બોલ! આજે તું શું શિખ્યો?”
મેં કહ્યું ,” કાટ લાગેલા સ્ક્રૂ ખોલવાનું.”
આલ્ફોન્સો સાહેબે કહ્યું,” ના! તને ચાર વાત જાણવા મળી; જે બીજા ઘણા કામોમાં પણ ઉપયોગી થશે.
આવા હતા અમારા આલ્ફોન્સો સાહેબ. એ દિવસે એમણે આપેલી શિખ આખી જિંદગી યાદ રહી ગઈ છે.
અમે ગરદીથી ઊભરાતા અમદાવાદના ગાંધી માર્ગ પર ખરીદી કરવા નીકળ્યાં હતાં – મારી પત્ની અને હું જ તો. આમ તો બધી ખરીદી પતી ગઈ હતી : શાકભાજી, ચંપલો, દિકરાઓના શર્ટ અને પેન્ટ પીસ, વિગેરે વિગેરે. પાછા સાબરમતી તરફ પ્રયાણ કરવાની વેળા આવી ગઈ હતી. ત્યાં જ મારી ઈવડી ઈએ ગાડી બાલાહનુમાન તરફ લેવડાવી. સાવ સાંકડો, એકમાર્ગી રસ્તો હતો.
મેં પૂછ્યું ,” કેમ હજુ કાંઈ ખરીદી બાકી છે?”
તેણે અકળ મૌન સેવ્યું. આમ ઘણી વખત બનતું આવ્યું હતું; એટલે મને ખાસ નવાઈ ન લાગી. ‘એ તો એમ જ હોય!’ મેં વિચાર્યું.
તેઓશ્રીએ ગાડી એક પોળના ચોગાનમાં પાર્ક કરવાની ડ્રાઈવરને સૂચના આપી. અમે ઉતર્યા અને હું ઢસડાતો, થોડો અકળાતો તેની સાથે આગળ વધ્યો. એક દરજીની દુકાન આગળ અમારી જોડી આવી પહોંચી. મારા આશ્ચર્ય વચ્ચે એ લેડીઝ ટેલરની દુકાન ન હતી. જભ્ભાવાળા સ્પેશિયાલિસ્ટની દુકાન હતી. મને થયું ,” આ ઉમ્મરે આને મોડર્ન ડ્રેસ પહેરવાનો શોખ ક્યાંથી થયો? કદાચ છોકરાઓ માટે જભ્ભા સીવડાવવાના હશે. પણ એમનાં માપ? ‘
અમે ઉપર ચઢ્યા અને શ્રીમતિજીએ દરજીને કહ્યું, “ આમનું જભ્ભાનું માપ લઈ લો.”
મેં આશ્ચર્યથી કહ્યું ,”પણ કાપડ તો લીધું નથી.”
સાથેની થેલીમાંથી સરસ મજાના ત્રણ પીસ દરજી ભાઈના ટેબલ પર મૂકાઈ ગયા. ત્રણે ત્રણ મારી પસંદગીના રંગો જ.
હવે મને તે દિવસનું કાવતરું સમજાયું. અને હું મારી વહાલી પર ઓવારી ગયો. ઓફિસના કામમાં યુનિફોર્મ અને બીજે પેન્ટ શર્ટ પહેરનાર મને જભ્ભા/પાયજામા પહેરવા બહુ જ ગમતા – હજુ પણ ગમે છે. તેણે યાદ રાખીને, મારાથી છાના આ પીસ ખરીદ્યા હતા; અને તે દિવસે એમાંથી જભ્ભા બનાવવાનું મુરત પાકી ગયું હતું. આવી નારીના ભરથાર થવા માટે ગર્વ અનુભવતો, મહિના બાદ એ જભ્ભા લેવા હું જ ગયો હતો.
મને ખાતરી છે કે, ભારતીય નારીની આ ખાસિયત મોટા ભાગના પુરુષોએ જરૂર અનુભવી હશે; અને પ્રસન્ન દામ્પત્યનો સ્વાનુભવ અવશ્ય કર્યો હશે.
દરેકના માતાપિતા કહેતા હોય છે કે, મારો દીકરો ડોકટર બનશે, મારો દીકરો એન્જીનીયર બનશે પણ કોઈ એમ કહે છે કે ‘ મારો દીકરો કોલ સેન્ટરમાં કામ કરશે? ‘
તો આજે જરા કોલ સેન્ટરમાં કામ કરનારાની જિંદગી કેવી હોય ; તેના ઉપર આછી નજર મારી લઈએ.
હુંજ્યારેકોલસેન્ટરમાંકામકરતોત્યારે જિંદગીતોએવીકે, જાણેકુવામાંયનાદેડકાજેવી. એવૂંએમાટેકારણકેકોલસેન્ટરમાંછોકરાઓનીશીફ્ટ(નોકરીનોસમય) બપોરે૩.૦૦થીપછીનોજહોયઅનેતેમાંપણ૯કલાકનીનોકરીઅને૧ કલાકની જજેને રિસેસ – અથવા ઓક્સ (Aux, બળદ નહીં ! ) કહેવામાંઆવે છે. તેમાંયપણઅલગઅલગઓકસહોયજે નીચેમુજબછે –
જ્યારેશીફ્ટશરુથાયતેની૨૦મિનીટપહેલાપહોચીજઈ Briefing લેવુંપડે; જેમાંઆજના દિવસમાકોઈનવીઓફરઆવીહોયકે, કોઈઅગત્યનીમાહિતીહોયતેઆપવામાંઆવે . પછીપોતાનાશીફ્ટ ટાઈમમુજબ Pc ગોતીનેઠેકાણેબેસી જવુંપડેજેને Login કહેવામાંઆવે. જોસમયસરનબેસીએ તો Schedule adherenceનામાર્કકપાઈજાય. અનેછેવટે PLBS ના૫૦૦રૂપીયાકપાઈજાય. એટલેગગો કે ગગી ટાઈમસરકામતોકરે!
એમાંયટેલીકોમકંપનીમાંતોજાતજાતનાકોલરકોલકરતાહોય. એમાંતોરોજેરોજે૨૦થી૪૦નવીનક્કોરનોટોમળે. જેમાંએજન્ટઅનેગ્રાહકવચ્ચેકેવાસંવાદોથાયતેતોજોવાજેવીથાય! કેટલાંક ઉદાહરણએટલેકેસેમ્પલજુઓ.-
પ્રશ્ન – “સાહેબ, કોઈનવીઓફરઆઈસે?”
જવાબ – “જીહાં, બીલકુલઆવીછે૧૦૨રુપીયામાંરોજના૫૦૦મેસેજલોકલઅનેનેશનલવપરાશપાટેમાટેમળશેજેનીમર્યાદા૩૦દીવસનીરહેશે.”
પ્રશ્ન – “પણસાહેબ, મેસેજકરતો ચ્યોં આવડેસં મનં ? “
——————————
લોઆવાયમળેઅનેએમાંયપાછોબનાસકાંઠાનોઘરાકહોયતોઆવીબન્યું.(કોઈબંધબેસતીપાઘડીનપહેરીલેતા- હુંપણમુળબનાસકાંઠાનો જછું) એનીસાથેકેવીચર્ચાથાયતેજુઓ.-
પ્રશ્ન – “નમસ્કારસાહેબ, કોઈનવીઈસ્કીમ?”
જવાબ – “જી હાં! ચોક્કસછે, પરંતુતેનીવિગતચેકકરતાંમનેએકમિનીટજેટલોસમયલાગશેત્યાંશુધીહુંઆપનાકોલનેએકમિનીટમાટેહોલ્ડપરરાખીશકું?”
પશ્ન – “પણ, સાહેબચેટલીવારલાગશે?”
જવાબ – “માત્રએકમિનીટ, ધન્યવાદ“
——————————-
હવેઆસાહેબગ્રાહકનેહોલ્ડપરરાખીઆજુબાજુમાંબેઠેલીઅપસરાઓસાથેબિન્દાસ વાતોકરતાહોયઅને ‘ ગ્રાહકનોકોલઉપાડે, એનાબાપબે ‘ એવીહાલતહોય. અનેએમાંજો ઘરાકનુંબેલેન્સ કપાઈગયુંહોયતોતોગયોજસમજો . કોલઉપાડવાકરતાંઊડાડીજલ્દીનાખે.
કેટલાકતોટાઈમપાસકોલરપણઆવે. એવળીકેવીવાતકરેતેજોઈએ.
પશ્ન – “ તમારુંનામશું? “
જવાબ – “ — “
પશ્ન – “ તમેકયાગામના?”
જવાબ – “માફીચાહુંછું. તમારેમાહિતીશુંમેળવવીછે?, તેજણાવો.”
પશ્ન – “ આતોતમારીબોલીપરથીતમેજામનગરનાછો; એમલાગ્યુંમાટેપૂછ્યું. બેઘડીમજાનીવાતોકરીલોનેયાર? “
————————————–
લોબોસ! આવીપણઆઈટમોમળીજાય. અનેકેટલીકવારતોજવાબઆપવોપણભારેપડીજાય; એવુંથાય. એમાંએવુંછેકેરાત્રે૧૨.૦૦વાગ્યાપછીતોપ્રેમીપંખીડાઓનાકોલજવધારેહોય અને વધારામાં પૂરું કોક’ દીકોલગર્લપણભટકાઈજાય.. એમાંકેવીવાતથાયતેજુઓ. ( દાદાએતોલખતાંલખીદીધુંપણવાસ્તવમાંઆહકીકતછેએમાંયમારાજભાગમાંઘટી )
————————————————
પશ્ન – “ તમારોઅવાજબહુસ્વીટછેહોં.. તમેપરણેલાછો? “
જવાબ – “ આભાર! પરંતુક્ષમાચાહીશઅમેઅહીથીકોઈપણપ્રકારનીઅંગતમાહિતીનથીઆપીશકતા”
પશ્ન – “ કાલેમારીજોડેસિનેમાજોવાઆવશો?”
જવાબ – “ અમારીકમ્પનીનાકામઅંગેવાતકરો.”
પશ્ન – “ આવુંશુંકરોછો? ”
જવાબ – “જાણકારીમળીગઈહોયતોફોનમુકીશકોછો“
પશ્ન – ” એકવાર ‘ આઈલવયુ’ કહોતોફોનમુકું. “
————————————
આવીયેફાટેલીનોટોમળીજાયઅને ” માફીચાહુંછું ” તથા “ક્ષમાચાહુંછુ” આશબ્દો દિવસમાંહજારોવારઉચ્ચારાઈજાય. સાચીવાતકહુંતોએકવારમારીગર્લફ્રેન્ડસાથેવાતકરતાંકરતાંમારાથીબોલાઈગયેલુંકે ” માફીચાહુંછું, રવિવારે પિક્ચરજોવાનહીઆવીશકાય“.
પછીતોહેભગવાન!
————————————
એકવારમારાદોસ્તનીપ્રેમીકાનોફોનમારાપરઆવીગયેલતેનીવાતકરવાનીસ્ટાઈલજુઓ.
પ્રશ્ન – “પ્રણવ ! કાલેબગીચામાંબહુમજાઆવીહતીહોં.”
જવાબ – “ પણહુંપ્રણવનથી. માનવછું! “
પશ્ન – ” પ્રણવનેટ્રાન્સફરકરીઆપશો? પ્લીઝ “
જવાબ – ” માફીચાહુંછું “
————————————-
જ્યારેપ્રણવ Aux 2 પરમળેછેત્યારેજુઓ….
માનવ – “ અલ્યાપ્રણવ, તારીપ્રેમિકાનોફોનહતો. હવેતોતું બગીચાસુધી પહોંચીગયો. હવેઆગળક્યારેવધેછે? લગનકરવાનોછેકે, રામરામ? “
પ્રણવ – “ મેંકેટલીવારએનેકહ્યુંકે, અહીંફોનનહીંકરવાનો. પણએનાથીરહેવાતુંજનથી. ચાલલન્ચપતીગયું. પાછાકબીમાંઘુસીજઈએ. નહીંતર Schedule જશે. “
માનવ – “ બેસનેયાર! આવીમજેનીવાતજામીછે; ત્યાંઊઠવાનીક્યાંવાતકરેછે? “
પ્રણવ – “ અલ્યા! દસમાર્કકપાઈજશે. કાલેયકપાયા ‘તા. “
માનવ – “ એતોહુંમનીશનેકહુંછુંએ Aux 5 નાખીદે‘સે “
પ્રણવ – “ તુંયગુરુછેયાર! મનેહવેખબરપડીતારા TL કાંડીકેમકહેછે?“
————————————
હવેજ્યારેપ્રણવપાછોઓફીસમાંપહોચે છે કેતરતજતેના TC કહેછેકે Aux 4 નાખ TL બોલાવેછે. આગળજોઈએકેકેવુંબંબુસેસનથાયછે.
બોસ(TL)નીકેબિનમાં,-
—————————————
બોસ : “ પ્રણવ! આજકાલતારુંધ્યાનકામમાંનથીરિસેસમાંટાઈમવધારેલેછે. ઘરાકનીફરિયાદોપણવધીગઈછે. ‘ સીસેટ’ માંયતુંલોચામારેછે. ગયામહિનેતારાપાંચસોરૂપિયાકપાયાહતા. આ મહિનેઆઠસોકાપવાપડશે. કંઈલફરામાંફસાયોછે? આમચાલશેતોતુંજેકમ્પનીનાકોલહેન્ડલકરેછે; તેનોકોન્ટ્રાક્ટબંધથઈજશે.”
પ્રણવ – “ સાહેબ! આટલીવારજવાદો! “
બોસ – “ મારેડિરેક્ટરનેશુંજવાબઆપવો?
—————————–
આવીછેકોલસેન્ટરમાંકામકરનારાઓની જિંદગી – જેનેપોતાની કરીઅરમાંકોઈપણતહેવારપોતાનાઘરેશાંતિથી માણ્યો નહોયઅનેજોરજામેળવવીહોયતોતેનામાટેપંદરદીવસઅગાઉથીનોંધાવવી પડે. જોકેમેંકોલસેન્ટરની જિંદગીવધારેજોઈન હતી કારણકે, પરફોર્મન્સસારુંહોવાનાકારણેમાત્રત્રણજમહીનામાંસેલ્સટીમમાંમારી ટ્રાન્સફરથઈગઈ હતી.
————————————————
હવે જુઓ – દાદાની ઈન્ટરનેશનલ કલ્પના …
સ. “ ગુણ્ટ, ગુરુરુ ગુણ્ટ. એમન્ડી! મીરુ — કમ્પનીલા ચપન્ડી? “
જ. “ વીચ લેંગ્વેજ?”
સ. “ નેનુ વિજયવાડાલો ઉન્નાનુ. ઇદી તેલુગુ માટલાડુચુન્નાનુ.”
જ. “ વેઈટ. ટ્રાન્સફરીંગ ટુ હૈદ્રાબાદ.”
…
સ. “ દ માયો દ પ્રેગુન્તાસ ?
જ. “ સ્પેનિશ? ગ્રાસિયાસ. ટ્રાન્સફરીન્ગ ટુ મેડ્રીડ.”
– માનવ પારેખ : એની વેબ સાઈટ [ વીણેલાં મોતી }
– સુરેશ જાની
આમ તો આ સેલફોનની નહીં પણ, તાજેતરમાં બનેલા એક અકસ્માતની વાત છે. તે દિવસે સવારના દસેક વાગ્યે મારે પગના ઘુંટણનો એક્સ રે પડાવવા લેબોરેટરીમાં જવાનું હતું. આ માટે અમારા ઘરની નજીક પહેલા ખાંચા આગળ ડાબી બાજુ વળવું પડે. ત્યાં એક સ્ટોપ સાઇનનું પાટીયું છે.
હું ત્યાં રસ્તાના નિયમ મૂજબ અટકી, ડાબી બાજુ વળ્યો, અને અમારા રહેણાંક વિસ્તારના એક લાંબા રસ્તે થઈ, મૂખ્ય રસ્તા પર પહોંચવા નિકળ્યો. માંડ ત્રણસો એક ફૂટ પછી એક નાના રસ્તા સાથેનું ક્રોસીંગ આવે છે. તે રસ્તો નાનો હોવાને કારણે, તેની પરથી આવતાં વાહનોને અટકી, ચકાસી મોટા રસ્તા પર આવવા માટે સ્ટોપ સાઇન છે. હું કલાકના આશરે વીસેક માઇલની ઝડપે જઇ રહ્યો હતો.
મેં એ ક્રોસીંગ માંડ ઓળંગ્યું હશે; અને એક વાન મારી કારના પાછલા જમણા પૈડાના ભાગ સાથે અથડાઇ.
એક મોટા ઝટકા સાથે, મારી કાર જમણી તરફ ફંટાઇ ગઇ. આ આઘાત એટલો સખત હતો કે, હું મારી કારને રોકી ન શક્યો. રસ્તાને અડીને એક ઘરનું ઈંટોથી બનાવેલું મેલ બોક્સ હતું. મારી કાર તેની સાથે અથડાઇ અને તેને જમીનદોસ્ત કરી દીધું. તેની ઉપરનો અર્ધ ગોળાકાર ભાગ તૂટીને કારના આગળના હૂડ ઉપર ધસી આવ્યો. જો મારી કારની ઝડપ વધારે હોત, અને તે હજુ આગળ વધી શકી હોત, તો ઈંટના એ મોટા જથ્થાએ કારના આગળના હૂડને તોડી નાંખ્યું હોત. કાર અટકી ગઈ. મારી ડાબી તરફના આગલા પૈડાંની ઉપર કારના બોડીનો કૂચ્ચો વળી ગયો હતો.
માંડ માંડ બારણું ખોલી હું બહાર આવ્યો. પેલી વાનમાંથી એક બાઈ નીચે ઊતરી અને મને ગુસ્સામાં એલ ફેલ બોલવા લાગી. “ આટલી ઝડપથી, સહેજ પણ અટક્યા વિના, તું આમ ગાડી ચલાવે છે; તેથી આ અકસ્માત થયો.”
મેં તેને કહ્યું,” બહેન તમે સ્ટોપ સાઇન હોવા છતાં રોકાયાં નથી. હું તો મૂખ્ય રસ્તા ઉપર હતો. તમે મારા પસાર થયા બાદ મારી સાથે અથડાયાં છો. તમારી પાસે સેલ ફોન છે, તે મને આપો તો હું પોલિસને બોલાવું. “
તેણે સેલફોન તો મને ન આપ્યો , પણ તેના પતિને આ અકસ્માતની જાણ કરવા માંડી. થોડીવારે તેની સાથે વાત કરવા તેણે મને ફોન આપ્યો. પેલા ભાઈએ પણ મારી સાથે ગરમ મિજાજમાં વાત કરવા માંડી અને જે કરવું હોય તેમ કરવા મને કહ્યું.
હું પોલિસને જણાવવા 911 ફોન જોડવા જતો હતો, તેમ કરતો મને અટકાવી, પેલી બાઈએ મારા હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. હું હતપ્રભ બની ગયો. રસ્તા પર અમે બે જણ જ હતાં. બીજા કોઈ આ અકસ્માતના સાક્ષી તરીકે અથવા મને મદદ કરવા હાજર ન હતા. હું થોડુંક ચાલીને મારે ઘેર જઈ પોલિસને ખબર આપું; ત્યાં સુધીમાં તો પેલી ભાગી જાય. રસ્તાના નિયમ મૂજબ, મેં તેને તેના વિમાની વિગત મને આપવા જણાવ્યું; પણ તેણી તો શૂરવીર વીરાંગનાની જેમ લડાયક મૂડમાં જ હતી.
મારી જાતને સાવ નિઃસહાય બનેલી જોઈ હું અકળાવા માંડ્યો. મારો કશો વાંક ન હોવા છતાં હું કાંઈ કરી શકું તેમ ન હતું. હવે તો ઊપરવાળાની કૃપા થાય તો જ મારી વહારે કોઈ આવે! મેં પેલીની વાનની પાછળ જઈ, તેની નંબર પ્લેટ પરથી તેનો નંબર તો નોંધ્યો, પણ તેના વિમાની વિગત મને મળે તેમ ન હતું.
આ ક્ષણે ‘ મારી પાસે સેલફોન હોત તો કેવું સારું?’ એવા વિચાર મારા મનમાં આવવા લાગ્યા.
અને ત્યાંજ ફિલ્મોમાં બને છે, તેમ, પોલિસની એક કાર લાલ, વાદળી લાઈટો ઝબકાવતી અકસ્માતના સ્થળે આવી પહોંચી. ઊપરવાળામાં મારી શ્રદ્ધા દૃઢ બની ગઈ! ચોક્કસ આજૂબાજુ વાળા અથવા રસ્તા પરથી પસાર થઈ ગયેલા, બીજા કોઈએ પોલિસને ખબર આપી હશે.
પોલિસમેને આવીને બધી કાર્યવાહી કરવા માંડી. પેલી બાઈના તો હોશ કોશ ઊડી ગયા. બધી વિધી પતાવી, પોલિસે મને જવાની પરવાનગી આપી. પણ મારી કારનું સ્ટીયરીંગ ખોટકાઇ ગયું હતું. અડબડીયાં ખાતી મારી ગાડી આગળ જઈ શકે તેમ ન હતું. માંડ હું તેને રસ્તાની બાજુએ, કોઈને ન નડે તેમ પાર્ક કરી શક્યો.
પોલિસે મને કશી ચિંતા ન કરવા જણાવ્યું. ગાદી વગરની તેની પાછલી સીટ મોટે ભાગે ગુનેગારોને બેડી પહેરાવી બેસાડવા માટે વપરાતી હોય છે. તેની પર બેસવાનો અમૂલ્ય લાભ મને મળ્યો! તે મને ઘેર મૂકી ગયો. હું હાશ કરીને બેઠો; અને ઘરનાં બધાંને આ આપત્તિની જાણ કરી.
પછી તો સમયના જવા સાથે બધી વિધી થવા માંડી. વિમા કમ્પની તરફથી સારી એવી રકમનું વળતર અમને મળ્યું, જન્કવાળા મારી કાર લઈ ગયા, અને મને વધારે સારી કાર પણ મળી ગઈ.
પણ તે દિવસે મારી પાસે સેલફોન ન હતો, તે વસવસો મને રહી ગયો. અને ત્યાર પછીના બીજા દિવસે એક્સ રે પડાવ્યો ત્યારે મારી ઘુંટણની જૂની હરકત સિવાય, નવી કોઈ વિપદ ઊમેરાઈ ન હતી, તેનો મને આનંદ હતો.
જો કે, બરાબર તારીખ યાદ રહી નથી; પણ એ દિવસ મને બરાબર યાદ છે.
પેપર મિલમાં તાલીમ શરૂ કર્યે મને ત્રણેક મહિના વીતી ગયા હતા. નવી પેપર મિલના પ્રોજેક્ટ માટે કામ કરતા, એક કાયમી ઇજનેર શ્રી. ચન્ડક સાથે, હું એક ટ્રકમાં બેસી, મિલની મશીનરીનો એક ભાગ લેવા માટે મિલથી દસેક કિલોમીટર દૂર આવેલ સ્ટોરેજ યાર્ડમાં, તાલીમના એક ભાગ રૂપે, ગયો હતો. કાગળનો માવો બનાવવાની પ્રોસેસ માટે જરૂરી એક વેસલ એકાદ અઠવાડિયામાં ઊભું કરવાનું હતું. તે અને તેની સાથેની પાઈપો અમારે લઈ આવવાનાં હતાં. બહુ મુશ્કેલી બાદ અમે જરૂરી બધા દાગીના શોધી કાઢયા. આવો સામાન સાઈટ સુધી લાવી આપનાર કોન્ટ્રાક્ટરના મુકરદમ અને મજૂરોએ એ બધો સામાન ટ્રકમાં ચઢવી દીધો. શ્રી.ચન્ડક, મુકરદમ અને હું ડ્રાઇવરની સાથે આગળ બેઠા અને મજૂરો એ બધા સામાન સાથે ટ્રકમાં પાછળ બેઠા.
આ બધું હાઉસન જાઉસન મિલની સાઈટ તરફ જવા નીકળ્યું. અમે બે ચાર કિલોમીટર ગયા હોઈશું. શહેરની બહારનો વિસ્તાર હતો. રસ્તાઓ પર ખાસ કોઈ ટ્રાફિક ન હતો. મુખ્ય રસ્તા પર ટ્રક પૂર ઝડપે આગળ ધપતી હતી. એક ચાર રસ્તા આગળ અમે પહોંચવામાં હતા; ત્યાં જ બાજુના નાના રસ્તા પરથી એક કાર પૂર ઝડપે મુખ્ય રસ્તાને ઓળંગી પસાર થઈ ગઈ. ખરેખર તો તેની ઝડપ ઓછી હોવી જોઈતી હતી અને તેણે મુખ્ય રસ્તો ઓળંગતા પહેલાં કોઈ વાહન આવે છે કે નહીં; તેની ચકાસણી કર્યા બાદ જ રસ્તો ઓળંગવો જોઈતો હતો.
અમારી ટ્રકના ડ્રાઈવરે એકદમ બ્રેક મારી. ટ્રક અટકી તો ગઈ; જીવલેણ અકસ્માત થતો બચી તો ગયો; પણ ટ્રકની પાછળથી દર્દભરી ચીસો આવતી અમે સાંભળી. અમે નીચે ઊતર્યા અને ત્યાં નજર નાંખી.
એ દૃશ્ય હું જીવનભર ભૂલી શક્યો નથી.
એક મજૂરના બન્ને પગ ઉપર પેલું વેસલ ફરી વળ્યું હતું. બન્ને પગની ઊપરનું માંસ ચીરાઈ ગયું હતું. લોહીની ધારો વહેતી હતી; અને હાડકાં ખૂલાં થઈ ગયાં હતાં. તેના પગ પરથી મહા મુશ્કેલીએ તે વેસલ ખસેડી, એક મજૂરે ઓઢેલી પછેડીને બે ભાગમાં ચીરી બીજા મજૂરોએ એના બન્ને પગ પર કામ ચલાઉ પાટા બાંધી દીધા. સદ્ભાગ્યે એક હોસ્પિટલ નજીકમાં જ હતી. એ મજૂર, મુકરદમ અને બીજા બે જણને ત્યાં ઉતારી અમે મિલમાં પરત આવ્યા.
શ્રી. ચન્ડકઅને હું સાંજે હોસ્પિટલમાં એ દુર્ભાગી મજૂરની ખબર કાઢવા ગયા હતા. તેનાં સગાં સંબંધીઓ તેના ખાટલા આગળ સોગીયા મુખે બેઠાં હતાં. તેની પત્ની જેવી જણાતી એક સ્ત્રી રોકકળ કરી રહી હતી; અને બીજી બે સ્ત્રીઓ તેને સાંત્વન આપી રહી હતી. અમે થોડુંક ખાવાનું અને ફળો એમને આપી, હૈયાધારણ આપી વિદાય લીધી.
પણ ત્યાર બાદ મને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી; કે આ પ્રસંગને વિસારી મારા કામમાં મારે ધ્યાન આપવું. ત્યાર બાદ એ મજૂરને મેં કદી સાઈટ પર આવેલો જોયો ન હતો. એને માટે પૂછપરછ કરતાં મને કશો જવાબ મળ્યો ન હતો. જાણે કે, એ કમભાગી મજૂર પાતાળમાં ગરક થઈ ગયો હતો. એને પૂરી સારવાર મળી કે નહીં; એના બન્ને પગ સાજા નરવા થઈ ગયા કે નહીં; એ હેન્ડીકેપ થઈ ગયો હોય કે ગુજરી ગયો હોય તો તેને અથવા તેના કુટુંબ અને વારસોને યોગ્ય વળતર આપવામાં આવ્યું હતું કે નહીં – આ બધા સવાલો મારે માટે આજની તારીખ સુધી; જેનો કશો જવાબ નથી; તેવા સવાલો જ રહ્યા છે.
બીજાને તો શું દોષ દઉં? પણ મારા કામની ધમાલમાં હું પણ તેને ભૂલી ગયો છું. તે મજૂરનું નામ, ઠામ કશું જ મને ખબર નથી. પણ તેની દર્દભરી ચીસો અને કરુણતાથી ભરેલી, તગતગતી આંખો હજુ પણ ઘણી વખત મારી નજર સમક્ષ ખડાં થઈ જાય છે. બાવીસ વર્ષની ઉમ્મરે જોયેલો, એ મારા જીવનનો પહેલો અકસ્માત હતો.
————————
આનુષંગિક વાંચન : –
એ પેપર મિલમાં જવા માટેની ‘ પહેલી ટ્રેન મુસાફરી ‘
ગુજરાતી લેક્સિકોનના ‘ સરસ’ સ્પેલ ચેકર પર જોડણી ચકાસેલી છે.
વાચકોના પ્રતિભાવ