સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: short story

નવી પેઢી – 5 : અરવિંદ અડાલજા – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રે ચોપડા જોયા સાથે મુનીમજીની ધંધા તરફની રીતભાત જોઈ તે સ્તબ્ધ બની ગયો અને વિચારોમાં ગરકાવ થઈ ગયો કે એક ઓછું ભણેલી વ્યક્તિ ધંધાનું આટલી હદ સુધી વૈવિધ્યકરણ કઈ રીતે કરી શકી હશે ? એટલું જ નહિ એકલે હાથે તમામ વહિવટ પ્રમાણિકતાથી સંભાળી સહેજ પણ વિશ્વાસ ભંગ કર્યા સીવાય આજના આ સમયમાં ધંધાને એક નવી ઉંચાઈએ પહોંચાડી દીધો છે તે હું સંભાળી શકીશ કે કેમ તે વિષે દ્વિધા અનુભવવા લાગ્યો અને મુનીમ સૂર્યપ્રસાદના ચરણોમાં વંદન કરી રહ્યો !

= અરવિંદ અડાલજા , જામનગર

નવી પેઢી – 4 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રયે ચોપડા ઉપર નજર ફેરવી અને તરતજ લાગ્યું  કે. તેમનાધંધામાં બે નંબરી ધંધો વધુ છે જેની જ કમાણી છે. તરતજ ગુસ્સે થઈને મુનીમજી ને કહ્યું ..” શું મુનીમજીઆવો બેનંબરી ધંધો કરીને ૩૦ કરોડ કમાવીને તમે તો મારા બાપ નું નામ મીટ્ટીમાં મેળવી દીધું?.. ધિક્કાર છે તમને.  અમે તમને આવા નહોતા ધાર્યા.. અત્યારે ને અત્યારે જ પેઢીના પગથીયા ઉતારી જાવ.” સ્વમાની સુર્યપ્રસાદ તરતજ પેઢી છોડી ને ચાલી નીકળ્યા એટલે સત્યેદ્રયે મોબાઇલ પર  નંબર લગાવ્યો..”ડાર્લિંગ સાવિત્રી..ગ્રાઉન્ડ ખાલી છે.  ૩૦ કરોડની પીચ પર પ્રેમની ક્રિકેટ મેચ રમવા આવી જા..”

બાબુલ શાહ

નવી પેઢી – 3 : ભજમન નાણાવટી – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

સત્યેંદ્રે મુનિમ સૂર્યપ્રસાદને પોતાની કેબીનમાં બોલાવ્યા અને એક કવર આપ્યું.

“કાકા, આવો. આ અજય મહેતાને મળો. તે હવે મારફતિયા ગ્રુપના કંપની સેક્રેટરી છે. આપણે હવે કંપનીના માળખામાં ફેરફાર કરીને લીમિટેડ કંપની બનાવીએ છીએ. એક સલાહકાર મંડળ (બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સ ) ની રચના થશે. તમે તેમાં એક ડાયરેક્ટર તરીકે હવેથી ફરજ બજાવશો. છ મહિના પછી આપણે મારફતિયા ગ્રુપને પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવવાના છીએ. જર્મનીમાં જે કંપનીમાં તમારો રાજેશ એંજિનીયર છે તે જ કંપનીના ટેકનિકલ સહયોગથી સાણંદ પાસે નવો પ્લાંટ નાખવાના છીએ અને આ પ્લાંટના જનરલ મેનેજર તરીકે રાજેશ કાર્યભાર સંભાળવાનો છે. અને હા, કવરમાં તમારી આજ સુધીની સેવાની કદર રૂપે એક નાનકડો ચેક અને નવી કંપનીના તમારા નામના શેર છે.”

– ભજમન નાણાવટી

નવી પેઢી – 2 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો  વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્ર ૩ લાખની capital માંથી  ૩૦ કરોડનું capital કરી આપનાર મુનીમ દાદાને વિસ્મિત નજરે જોઈ રહ્યો અને પગે પડી વંદન કરી રહ્યા પછી બોલ્યો..”દાદાજી, જે કામ ૧૩ લાખ ખર્ચીને MBA પાસે થી ના શીખી શક્યો તે કામ આજે પ્રત્યક્ષ કરી દેખાડ્યું છે. તમારી કલ્પના શક્તિને ધન્યવાદ..

આજેજ હું અમારી MBA  faculty માં જઈને બતાવવા માંગું છુ કે

“જીવન માં ભણતર ફક્ત કામ નથી આવતું, ગણતર પણ જોઈએ.”

હું તેમને તમારા lecture  ગોઠવવા માટે વિનંતી કરું છુ.

——————-

બાબુલ શાહ : અમદાવાદ

( બાબુલ ભાઈ સૌથી ઉત્સાહી રહ્યા છે. એમણે તો ત્રણ જુદા જુદા અંત ગોતી કાઢ્યા છે ! ક્ર્મશઃ ત્રણેય અંત રજૂ કરવામાં આવશે. બાબુલ ભાઈનો આ માટે આભાર માનીએ એટલો ઓછો છે. )

નવી પેઢી -1 : રેખા સિંધલ – લઘુકથા અભિયાન

જૂની પેઢી આથમતી હોય અને નવી ઊભરી રહી હોય; તેવી પાર્શ્વભૂવાળી કથાવસ્તુ ઉપરથી વાર્તાને આગળ ધપાવવાનું ઈજન શ્રી. દિનેશ વકીલે આપણને આપ્યું હતું. આ આમંત્રણનો વાચકોએ ઉમળકાભેર પડઘો પાડ્યો છે. આજથી અહીં રોજના એક પ્રમાણે મળેલા પ્રતિસાદ રજૂ કરવામાં આવે છે.

પહેલો પડઘો અમેરિકાના ટેનેસી  રાજ્યમાં રહેતાં શ્રીમતિ રેખાબેન સિંધલની લઘુકથા સાથે રજૂ કરતાં મને આનંદ થાય છે.

જે વાચકોએ હજુ  આ રસિક અભિયાન પર હાથ ન અજમાવ્યો હોય, તેમને કમર કસવા આમંત્રણ છે. સૌની વાર્તા અહીં એક પછી એક રજૂ કરવામાં આવશે.

——————————————-

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો એક શક્ય અંત….

સત્યેન્દ્રે મુનિમ સૂર્યપ્રસાદને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને દરવાજો બંધ કરી મસલત શરૂ કરી. લગભગ બે કલાકની મસલત બાદ પડેલા ચહેરે સુર્યપ્રસાદ બહાર આવ્યા. તેમના મોઢા પર દુ:ખની સ્પષ્ટ છાયા જોઈને કર્મચારીઓના મોઢા પણ સહેજ ઝંખવાણા થઈ ગયા. તેમના આસીસ્ટંટથી પૂછ્યા વગર ન રહેવાયુ “સાહેબે આપને બરતરફ કર્યા કે શું?” મ્લાન હાસ્ય સાથે મુનિમજી કહે,”મને તો તેણે ભાગીદાર બનાવ્યો પણ…..” સહેજે અટકીને તાત્કાલિક બધા કર્મચારીઓની મિટિંગ માટે સૂચના આપી કારણ કે સત્યેન્દ્ર આ કંપની વેચીને નવા ધંધામાં મૂડીરોકાણ કરવા માંગતો હતો.

કૂતરા – એક લઘુકથા

તે દિવસે, મોર્નીંગ વોક દરમિયાન, હું રસ્તાની બાજુમાં, મકાનોની વાડની નજીકથી  પસાર થઈ રહ્યો હતો. બે ત્રણ ઘરના બેક યાર્ડમાં કૂતરા ભસવા માંડ્યા. કોઈ એક વાડ જેવી પસાર કરી દઉં કે તરત જ, તેમાંનો કૂતરો ભસતો બંધ થઈ જતો. પાછા વળતાં હું રસ્તાની સામી બાજુએ ચાલતો હતો. એ વખતે કોઈ કૂતરા ન ભસ્યા. એમના સામ્રાજ્યની બોર્ડરથી હું ઘણો દૂર હતો.

આગળ જતાં મારા મિત્રના એક ઘર આગળ હું અટક્યો. એની અંદરનો કૂતરો ભસવા માંડ્યો.

મિત્રે બારણું ખોલ્યું. કૂતરાના ભસવાનો અવાજ પ્રદિપ્ત બન્યો.

મિત્રે એને કહ્યું ,” ટોમી! ચૂપ. “ અને ટોમી શાંત પડી ગયો.

મને મિત્રના ઘરમાં જવાનો વિસા મળી ગયો હતો.

ભટકતો માણસ – અતુલ જાની

એક દિવસ એક ભાઈ ફરવા નીકળ્યા. રસ્તામાં ભૂલા પડ્યા.

હવે રસ્તો મળતો નથી.  જેને પુછે તે કોઈક એવો રસ્તો બતાવે છે કે, વધુ ભૂલા પડી જાય છે.

હવે તેણે પાછું ઘરે જવા શું કરવું; તે ભટકતાં ભટકતાં વિચાર્યા કરે છે.

– અતુલ જાની ( આગંતુક)

વહેમ -રેખા સિંધલ

એક છોકરીનું નામ દિવ્યા હતું. તેનો જન્મ ભારત દેશમાં થયો હતો. મોટી થતાં તે સાયકલ ચલાવતા શીખી.

પછી તેને દુનિયાની સફર કરવાની ઈચ્છા થઈ અને નીકળી પડી. એમાં એ ખોવાઈ ગઈ.

આ કરુણ બનાવ પછી તે કુંટુંબમાં દીકરીને સાયકલ ચલાવતા ન શીખડાવવાની પ્રણાલી શરૂ થઈ; જે હજુ ય અમલમાં છે.

-રેખા સિંધલ

બે લઘુકથાઓ – સ્વ. દેશળજી પરમાર

 1. એક રાજા અટપટ,
  તેની બહુ ખટ પટ,
  મરી ગયો ઝટ પટ
 2. પિપુડીવાળાનો તનમનિયો,
  ચોરી ગયો દાડમનો  કંડીયો.
  દાડમ ખવાય છે,
  તનમનિયો મનમાં મલકાય છે.
  ચોરી પકડાય છે,
  તનમનિયો શરમાય છે.

– સ્વ. દેશળજી પરમાર

સાભાર – ‘કુમાર’

સુડોકુ – 2 : એક અવલોકનીય લઘુકથા

મુળ કોયડો

*******

*

*

*

સુડોકુની રમત.

મુળ કોયડામાં કુલ 81 ખાનાંઓમાંથી માત્ર 28 ખાનાં જ તમને આપેલાં છે. બાકીના 53  ખાનાં સાવ ખાલી છે. તમારે તે ગોતી કાઢવાના છે.

અત્યંત મથામણ અને દાવપેચ બાદ તમે રમતના અંતીમ ચરણમાં પહોંચી ગયા છો. હવે માત્ર ત્રણ જ ખાનાં ભરી દેવાના બાકી છે.

એમાં

‘ક’ની જેમ 1,2 કે 3 બાકી હોય …

અથવા

‘ખ’ની જેમ 4,5, કે 6 બાકી હોય

અથવા

‘ગ’ની જેમ 7,8 કે 9 બાકી હોય.

કશો ફરક પડતો નથી. હવે રમત સાવ સરળ બની ગઈ છે. તમે રમત જીતી જવાની લગોલગ છો.

કાશ … જીવનના અંતીમ ચરણમાં પણ આમ જ કશો બોજો  ન હોય તો ?

સુડોકુ વીશે અવલોકન વાંચવા અહીં ‘ક્લીક’ કરો

એક  પ્રયોગ
બ્લોગરો માટે ખાસ

ટેબલનો ઉપયોગ …… બ્લોગમાં