‘ગદ્યસુર’ અને ‘કાવ્યસુર’ પર મોટે ભાગે મારા જ ભાષણો ઝૂડ્યા; રાગડા તાણ્યા.
આજે એક નવો પ્રયોગ – શ્રી. દિનેશ વકીલ તરફથી …
નીચેના પૂર્વાર્ધ પરથી તમારે … હા! તમારે જાતે
કલ્પનાના ઘોડા દોડાવવાના છે. અને 5 થી 7 લીટીની લઘુકથા લખવાની છે. કોમેન્ટમાં નહીં – ઈમેલથી મોકલવાની છે. જેમ જેમ વાર્તાઓ મળતી જશે; તેમ તેમ અહીં પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઈમેલ મોકલવાનાં સરનામાં –
સુરેશ જાની
દિનેશ વકીલ
“ચંપકલાલ મારફતિયા” ધીરધાર પેઢીના માલિક ચંપકલાલ યુવાન વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.
ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા” ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.
બરાબર ત્રેવીસ વર્ષ પછી સત્યેન્દ્રે MBA( Finance) કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.
———————————
ચાલો વાચક મિત્રો હવે તમારી કલમ ચલાવો, કલ્પનાશક્તિ દોડાવો અને આ વાર્તાને તદ્દન નવો જ અંત આપો…
તમારા e – mail દ્વારા જવાબો રવિવાર તા. 25 એપ્રિલ -2010 , સાંજના ૬ વાગ્યા સુધીમાં મળવા જોઈએ.
હા, તમારે ફક્ત ૫ થી ૭ લીટીમાં વાર્તા પૂરી કરવાની છે. એ યાદ રહે
તો મિત્રો……
ચલ શુરુ હો જા
– દિનેશ વકીલ વતી : સુરેશ જાની
વાચકોના પ્રતિભાવ