માણસ એક સામાજિક પ્રાણી છે.
અને માટે જ એને જૂથ વગર ચાલ્યું નથી. પ્રાગૈતિહાસિક કાળથી ટોળીઓ, જાતિઓ, સમાજો, પરિવારો, ક્લબો, દેશો, ધર્મો, સમ્પ્રદાયો વિ.વિ. જાતજાતનાં અને ભાતભાતભાતનાં જૂથો રચાયાં છે; રચાતાં જ રહે છે . અને રચાતાં જ રહેશે.
રેશનાલિસ્ટો આનો વિરોધ કરે છે; અને….
એમનો પણ અલગ ચોકો. એક નવું જૂથ!
આના મૂળમાં છે –
માનવીની પાયાની ઓળખ –
એનું મન-
એના રાગ અને દ્વેષ.
આપણને ગમતું હોય ; તેવા જૂથમાં ભળીએ. ન ગમતું હોય, તેનો વિરોધ કરીએ.
આપણા વિચારને મળતા આવે, તે આપણા મિત્ર – બીજા સામેની છાવણીમાં.
જૂથની પાછળ પાછળ આવે …. તકરાર, વાદ, વિવાદ, યુદ્ધ, તારાજી, વ્યથાઓ, વિટંબણાઓ.
અને છતાં જૂથ વિના ચાલે જ નૈ
વાચકોના પ્રતિભાવ