સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: Thought

આજનો સુવીચાર

ક્યારે, ક્યાં, કેવી રીતે
એન્ટર થવું
અને
ક્યારે, ક્યાંથી, કેવી રીતે
એસ્કેપ થવું
એ નક્કી કરે છે  કે
તમે બહાદુર છો કે ડરપોક.

 

સાભાર – શ્રી. અખિલ સુતરીયા

આજનો સુવીચાર

ખરાબ પરીસ્થીતી”
એ શબ્દ
પરીણામની જવાબદારીમાથી
છટકવા માટે ઉપયોગી છે.
બાકી
બધી જ પરીસ્થીતી
હંમેશા કાબુમાં જ હોય છે.

આજનો સુવીચાર

મારે માટે
ગાવા કરતાં
વધારે સારી ચીજ છે
– વધારે ગાવું.

– એલા  ફીટઝીરાલ્ડ

આજનો સુવીચાર

હોલમાં દસ માણસ હોય
કે હજારો,
હું હમ્મેશ
મારી શ્રેષ્ઠ રીતે જ નાચું છું.

– બીલ રોબીન્સન

આજનો સુવીચાર

કદી ન લખાઈ હોય
તેવી ચોપડી તમારે વાંચવી હોય;
તો તમારે તે જાતે લખવી પડે.

– ટોની મોરીસન

આજનો સુવીચાર

હું નીષ્ફળતા સ્વીકારી શકું.
દરેક વ્યક્તી ક્યાંક તો
નીષ્ફળ જતી જ હોય છે.
પણ હું અકર્મણ્યતા તો
ક્દી ન જ સ્વીકારું.

– માઈકલ જોર્ડન ( અમેરીકી બાસ્કેટબોલ ખેલાડી)

આજનો સુવીચાર

ઝઝુમવામાં ઓછો સમય વીતાવું તો,
હું વધારે કામ કરાવી શકું છું.

આજનો સુવીચાર

દરેક જણને
પર્વતની ટોચ ઉપર
પહોંચવું હોય છે;
પણ
બધું જ સુખ
અને બધો વીકાસ
તો તમે જ્યારે ચઢતા હો છો
ત્યારે હાજર હોય જ છે.

આજનો સુવીચાર

જ્યારે તમારા
પુત્ર કે પુત્રીનું
નવજાત બાળક
તેની નાજુક મુઠ્ઠી વડે
તમારી આંગળી પકડી લે છે
ત્યારે;
તમારું સમગ્ર જીવન પણ
પકડાઈ જાય છે.   

આજનો સુવીચાર

તમારો દેખાવ
સુધારવા માટેનો
સૌથી સહેલો
અને
કોઈ ખર્ચ વીનાનો  રસ્તો
સ્મીત છે.