સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: Thought

આજનો સુવીચાર

માણસે પોતાના શબ્દો
નરમ અને મીઠા
રાખવા જોઈએ.
એમ બને કે,
આવતીકાલે
તેણે તે ખાઈ જવા પડે.

આજનો સુવીચાર

કાશ!
મારી મા મૃત્યુ પામી
તે પહેલાં એક વધુ વખત
તે મને બહુ ગમે છે
તેમ હું કહી શક્યો હોત.

આજનો સુવીચાર

તક કદી
જતી રહેતી હોતી નથી.
તમે જે ગુમાવતા હો છો;
તે બીજું કોઈ
ઝડપી લેતું હોય છે.

આજનો સુવીચાર

જ્યારે
તમે કડવાશને સંઘરો છો;
ત્યારે
સુખ બીજે ક્યાંક
સહારો લઈ લેતું હોય છે.

આજનો સુવીચાર

મને વરસાદમાં
ચાલવું ગમે છે;
જેથી
કોઈ મારાં આંસુ
જોઈ ન શકે.  

– ચાર્લી ચેપ્લીન

 

 

સાભાર– શ્રી. વિજય પ્રકાશ જાની

રમુજની પાછળ કેવી કરુણતા હોઈ શકે છે?  આ લખતાં ‘ મેરા નામ જોકર ‘ યાદ આવી ગયું.

આજનો સુવીચાર

જીવન કઠોર છે
પણ
હું તેનાથી પણ વધારે
કઠોર બની શકું છું.

આજનો સુવીચાર

તમે જ્યાં સુધી
કોઈના પ્રેમમાં ન પડો,
ત્યાં સુધી
તે વ્યક્તી પુર્ણ નથી હોતી.

આજનો સુવીચાર

 તમે જેને પણ  મળો
તેનું તમે નીર્મળ સ્મીતથી
અભીવાદન જરુર કરી શકો.

આજનો સુવીચાર

હું એ શીખ્યો છું કે –

એક વ્યક્તી તરીકે
વીકાસ કરવા માટે
સૌથી સહેલો રસ્તો એ છે કે, 
 
મારાથી હોંશીયાર માણસોની
સોબતમાં જ રહું. 
 

આજનો સુવીચાર

સંજોગો આપણી ઉપર
સ્વામીત્વ કરતા જ રહે
તેમ આપણે વર્તી શકીએ;

અથવા

તેમની અને
આપણા જીવન ઉપર
આપણે
આધીપત્ય જમાવી શકીએ.