સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફુવારો – એક અવલોકન

      અમારા સ્વીમીંગ પુલમાં એક સરસ મજાનો ફુવારો છે. તે કલાકે કલાકે પંદરેક મીનીટ માટે ચાલુ કરવામાં આવે છે. જેવો તે ચાલુ થાય કે તરત જ આનંદની એક લ્હેરખી ફરી વળે. બાળકો કીલકારીઓ કરતાં તે તરફ દોડે. બધાંને તેની સીકરો ઝીલી ન્હાવાની ઉતાવળ હોય.   પણ આ ખેલ માંડ પાંચેક મીનીટ જ ચાલે. પછી સૌ સૌની રમતમાં વળે. ફુવારો બીચારો નીસાસા નાંખતો એકલો ટળવળે! રોજનો આ જ ક્રમ.

      મને ઘણી વાર વીચાર આવે…

      આ ફુવારાની જેમ જીવનનાં આકર્શણોનુંય આમ જ હોય છે ને? આપણને જે પ્રાપ્ત કરવાની બહુ જ અપેક્ષા, ઉત્કંઠા, આશાયેશ હોય, તે મળતાં આપણે હરખથી પુલકીત થઈ જઈએ. આપણો આનંદ સમાવાય નહીં તેટલો છલકે.

      અને ક્ષણ પછી? નવી આકાંક્ષાઓ, નવી અપેક્ષાઓ, પેલા પ્રાપ્ત થયેલા લક્ષ્યનું બધું આકર્શણ ઓસરી જાય.

” જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું ફરે, એમ પણ બને.”

મનોજ ખંડેરિયા  ( આખી ગઝલ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો )

       આ જ તો આપણા જીવનની કરુણ વાસ્તવીકતા છે ને?

2 responses to “ફુવારો – એક અવલોકન

  1. pragnaju ઓક્ટોબર 17, 2007 પર 8:31 એ એમ (am)

    ” આપણને જે પ્રાપ્ત કરવાની બહુ જ અપેક્ષા, ઉત્કંઠા, આશાયેશ હોય, તે મળતાં આપણે હરખથી પુલકીત થઈ જઈએ. આપણો આનંદ સમાવાય નહીં તેટલો છલકે.
    અને ક્ષણ પછી? નવી આકાંક્ષાઓ, નવી અપેક્ષાઓ, પેલા પ્રાપ્ત થયેલા લક્ષ્યનું બધું આકર્શણ ઓસરી જાય.”
    આજ ક્ષણિક આનંદમાંથી પરમાનંદમાં જવાનો માર્ગ તે ભક્તિ

  2. Pingback: સ્વીમીંગ પુલમાં | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?