સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નૂતન ભારત

‘વેગુ’ પર પ્રાસ્તાવિક…

પ્રવેશક

       પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.

      પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.

     એવા અનામી અદના વીરો, વીરાંગનાઓ, બાળક બાલિકાઓની વાતો લઈને ‘સમિધ’ વેબ ગુર્જરી પર આવ્યા છે. એમની નેમ છે – આ યજ્ઞથી અને એમાં હોમેલ આ વાર્તાઓ રૂપી સમિધથી વાચકનો સૂતેલો પ્રાણ જાગી ઊઠશે અને એમના નાનકડા વિશ્વમાં પણ ક્યાંક આવા દીવડા પેટાવવા એમને પ્રેરણા મળશે. એ કલ્યાણ-આતશ પ્રગટે, પ્રજ્વલિત થતો રહે, દીવડે દીવડો પેટાતો રહે, અને એ પ્રકાશ પૂંજ આપણી પગદંડી ઉજાળતો રહે એવી અભિપ્સા આપણે સેવીએ.

     અહીં રજૂ થનાર ઘટનાઓ બધી સત્યકથાઓ છે. મૂળ વેબ સાઈટ પર પ્રસિદ્ધ થયેલ સામગ્રી વાપરેલી છે અને કોઈ નામ પણ બદલ્યાં નથી. પણ કલ્પનાના થોડાક રંગો જરૂર પૂર્યા છે. આથી વાર્તામાંનાં બધાં પાસાં સાચાં ન જ હોય.  સુજ્ઞ વાચક આ બાબત ઘ્યાનમાં રાખે તેવી વિનંતી.

 1. અરૂણાચલમાં સૂર્યોદય  – આદિત્ય ત્યાગી
 2. અલગારી રખડપટ્ટીનીરૂ ગાંધી
 3. આ પણ પ્લાસ્ટિક  – અશ્વત્થ હેગડે
 4. આંખે પાટા  – જેનેટ ઓરલિન
 5. ઊતરાણનું બખ્તર  – મનોજ ભાવસા
 6. એક રૂપિયામાં ભોજન  – વેન્કટરામન
 7. કક્કાનો કારીગર –  સત્ય રાજપુરોહિત
 8. ગટર અને ગુલાલ  – સૈયદ ઈશાક
 9. દિલ્હીથી સોડા – વાયા કેપટાઉન  – લાવણ્યા ગર્ગ
 10. દુકાળમાં અધિક પાણી  – ડેવિડ રાજા
 11. નવી દિશા તરફરેહાના અદીબ
 12. નેત્ર  – અંકિત મહેતા
 13. પગ નથી તો શું?   – કલ્પેશ ચૌધરી
 14. પાગલ પ્રોફેસર   – આલોક સાગર
 15. પાણીની ખેતી   – જયવંત ભારદ્વાજ 
 16. પ્રવાસિની  – મહેર મુસ
 17. બાલિકાઓના બેલી  – શ્યામસુંદર પાલીવાલ
 18. ભોપાળનો ઓસ્ટ્રેલિયન ચાવાળો  – મધુર મલહોત્રા
 19. મડદા મિયાં  – અય્યુબ અહમદ
 20. મસાણમાં મહિલા  – કલ્પના ઉપાધ્યાય
 21. માની શિક્ષિકા – બેબી અને બીજી ૧૯ છોકરીઓ
 22. રસ્તાનો વીમો  – મૃત્યુંજય સિંધુર
 23. રોકડને રામ રામ – શ્રીકાન્ત નાદમુનિ
 24. લડાયક દંપતી – સીમા અને દિપક રાવ 
 25. વેશ્યાઓની વ્હાલી મા  – ત્રિવેણી આચાર્ય
 26. શ્વઃ કાર્ય  – જસજિતકૌર પુરેવાલ
 27. સપનાંનો સોદાગર  – ડો. ચેન્ના રાજુ
 28. સેનાપતિની સલામસોમનાથ ઝા
 29. હવાઈ સાયકલ  – તેજસ્વિની પ્રિયદર્શિની

——————————————-

અને આવી જ સત્યકથાઓ ‘અક્ષરનાદ’ પર પણ…

 1. ગામડે પાછી વળી  – દિવ્યા રાવત
 2. લશ્કરી ફસલ  – ‘માધવરામ’ ગામ – આન્ધ્ર પ્રદેશ

ભારતની પાડોશમાં  પણ આવાં છુપાં રત્નો છે –

 1. આગાજ઼ે દોસ્તી  – આલિયા હરીર 
 2. ઇસ્લામિક અમન  – મહમ્મદ અબ્દુસ સબૂર 

One response to “નૂતન ભારત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: