સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચતુર્થ – એક અવલોકન

     ત્રણ ત્રણ વાયુઓ પર અહીં કલ્પનાઓ કરી હતી. ઓક્સિજન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન.  એમને અવલોકન તો શીદ કહેવાય? દેખાતાં હોય એમને અવલોકી શકાય! પણ કલ્પનામાં તો મન ફાવે તેમ અવલોકનો કરાય ને? આ અવલોકનકારે ‘ત્રિવાયુ’ ને આવું એક અવલોકન ગણ્યું હતું. ‘ઓપિનિયન’ના સંચાલક માનનીય શ્રી. વિપુલ કલ્યાણીને જોવાની એ નજર ગમેલી અને એમના થાનકે પ્રસિદ્ધ કરી હતી. આ રહી  –

opinion_trigas

આ લોગો પર ક્લિક કરો.

     એ જૂની યાદ આજે તાજી થઈ ગઈ. વાત એમ છે કે, વિવિધતા સભર અને આ લખનારની માનીતી વેબ ‘Baba Mail’ પર આજે એક ચોથા ‘હાઈડ્રોજન પેરોક્સાઈડ’  વિશે ઘણું નવું જાણવા મળ્યું.

baba

આ લોગો પર ક્લિક કરો.

     આમ તો ‘બાબાશ્રી’નો એ લેખ વિજ્ઞાન અને રોજબરોજના ઉપયોગ અંગે ઘણી બધી માહિતી આપે છે. એ માહિતી  બહુ સરસ અને કામની પણ છે. પણ… અહીં તો એના પરથી ઉભી થયેલી કલ્પનાના ગુબ્બારા માણવાના છે !


      હાઈડ્રોજન પેરોક્સાઈડ – ત્રિવાયુમાંના બે હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી બનેલું સંયોજન છે. એને વાયુ તો ન જ કહેવાય. આમ તો એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પણ પાણી કરતાં વધારે ઝડપથી તેનું બાષ્પીભવન થઈ જાય છે. પાણીના અણુમાં  હાઈડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ  હોય, જ્યારે આ જનાબ પાસે  ઓક્સિજનનો એક  પરમાણુ  લટકામાં વધારે હોય.  બન્નેના રાસાયણિક સૂત્રમાં થોડો અમથો જ ફરક –

h2o

      આમ તો એનામાં ‘પ્રાણ વાયુ’ ની એક માત્રા વિશેષ. પણ એના ગુણ પાણીથી સાવ અળગા. પાણી એટલે જીવન. એના વિના કોઈ સજીવ જીવી જ ન શકે. તલાતલ પાતાળમાં ( abyss ) માં ઓક્સિજન ન હોય પણ પાણી તો ભરપૂર હોય, ત્યાં પણ સજીવ સૃષ્ટિ મળી આવી છે.

     પણ આ મહાશય તો ઓક્સિજન જેવા સજ્જનનો વિશેષ સંગ કરીને દુર્જન બની ગયા! એમનું મહાન કામ –

ચામડી પર થયેલા ઘા ને ચોખ્ખા કરી,
એમાં મ્હાલવા માંગતા બેક્ટેરિયાનો
સંહાર કરવાનું!

    એવા જ બીજા દુર્જન છે – ઓઝોન બાબુ. વાતાવરણની ઉપરના સ્તર ‘Ionosphere’ માં એમનું કામ છે –  સૂર્ય અને બહારના અવકાશમાંથી આવતાં સંહારક  કિરણોને શોષી લેવાનું અને આપણને એની હાનિથી બચાવવાનું.  હાઈ વોલ્ટેજ વાળી સપાટીઓને અડતી હવામાંના ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થઈ જતું હોય છે. એવી જગ્યાઓએ એમની દુર્જનતા એમની દુર્ગંધથી છતી થઈ જતી હોય છે!  અને ત્યાં તો એ મહાશય પણ સંહારક જ. એમની આજુબાજુ  કોઈ બેક્ટેરિયા જીવી શકતો નથી. એમની  પાસે તો પચાસ ટકા ઓક્સિજન વધારે !

ozone

આપણે એમ ન પુછી શકીએ કે, આમ કેમ ? એ તો એમ જ હોય. અથવા એમ બને કે,

અતિશય લાભકારક ચીજ
વધારે માત્રામાં મળે તો
હાનિકારક બની જાય? 

आपका क्या खयाल है?

5 responses to “ચતુર્થ – એક અવલોકન

 1. readsetu નવેમ્બર 14, 2017 પર 11:31 પી એમ(pm)

  ભઇ, તમારી સર્જનાત્મકતાને સો સો સલામ !

 2. pragnaju નવેમ્બર 15, 2017 પર 6:53 એ એમ (am)

  અતિશય લાભકારક
  વધારે માત્રામાં મળે તો
  હાનિકારક બની જાય……………………………………………….

 3. Vinod Bhatt નવેમ્બર 15, 2017 પર 7:29 એ એમ (am)

  ​વડીલ શ્રી સુરેશ ભાઈ

  તમારી સુંદર પોષ્ટ ને ત્રિવાયુ વિશે વ્યંગાત્મક ને હળવી, પરંતુ સચોટ નિબંધીકા માં, મારું હથોડા ભણતર (મગજ નું ભયંકર કળતર) ઉમેરું છું. પૃથ્વીના વાતાવરણમાં ગ્રીનહાઉસ અસર.
  પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધારે જોવા મળતાં ગ્રીનહાઉસ વાયુઓ —>
  १) જળ બાષ્પ, જે ગ્રીનહાઉસ અસરમાં 36થી 72 ટકા પ્રદાન આપે છે.
  २) કાર્બન ડાયોકસાઇડ, જે ગ્રીનહાઉસ અસરમાં 9 થી 26 ટકા પ્રદાન કરે છે.
  3) મિથેન, જે ગ્રીનહાઉસ અસરમાં 4 થી 9 ટકા પ્રદાન કરે છે.
  ४) ઓઝોન, જે ગ્રીનહાઉસ અસરમાં 3 થી 7ટકા પ્રદાન કરે છે.
  પૃથ્વીની ગ્રીનહાઉસ અસરમાં મુખ્યત્વેથ પ્રદાન કરનાર બિનવાયુ પદાર્થ વાદળો છે, જે ઇન્ફ્રારેડ વિકિરણોનું શોષણ કરે છે અને બહાર ફેંકે પણ છે. એટલે ગ્રીનહાઉસ વાયુઓના વિકિરણ ગુણધર્મો પર અસર થાય છે.
  વિજ્ઞાનીઓને ચિંતા છે કે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના પ્રમાણમાં વધારો થતાં વિશ્વના તાપમાનમાં અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે, જે વાતાવરણ અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અસરો કરવાની સંભવિતતા ધરાવે છે. ઉપરોક્ત મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ ઉપરાંત અન્ય ગ્રીનહાઉસ વાયુઓમાં સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોફ્લોરાકાર્બન્સ પર્ફ્લુરોકાર્બન્સ અને કેટલાંક ગ્રીનહાઉસ વાયુઓ યાદીમાં અવારનવાર સામેલ થતાં નથી.

  વિનોદ ભટ્ટ. vnbhatt@gmail.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: