સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જિંદગી – ગઝલાવલોકન

life33

    ઘણી બધી પદ્ય અને ગદ્ય રચનાઓનો માનીતો અને બહુ જ લોકપ્રિય વિષય. આજે મહેન્દ્ર ભાઈ ઠાકરે (મુંબાઈ) સ્વ. આદિલ મન્સુરીની એક સરસ ગઝલ મોકલી. આ રહી….

life11

        આમાંના એક પણ શેરનું રસદર્શન કરાવવાની જરૂર છે ખરી? સીધાં, સોંસરવાં હૃદયમાં ઊતરી જાય તેવાં -ક્યાંક સાવ ગામઠી ભાષામાં – વાત, કવિત અને ઉપમાઓ.

      પણ ગઝલાવલોકન માટે બહુ મજાનો વિષય મળી ગયો!

     અબજો લોકોને જન્મથી જિંદગીનું સ્ટેજ તો એક સરખું જ મળ્યું છે. એ જ હાથ, પગ, ધડ, મગજ અને માણસના જિન્સ! પણ કશુંક એવું છે, જે એક માણસને અને એના માનસને બીજાથી જૂદા પાડી દે છે. એટલા બધા જૂદા કે, એકમેક સામે તલવારો, ભાલાઓ, તીરકામઠાં, બંદૂકો, બોમ્બો અને એનાથી ય ભયાનક … વાગ્બાણો અને વિચાર શસ્ત્રો લઈને સૌ જિંદગીની લડાઈમાં મહાવીર યોદ્ધા બની, રણહાક લલકારતા ધોડી જાય છે.

       કેમ કાંઈક પ્લેટોનિક ચમત્કાર નથી સર્જાતો કે, ‘મૂળ એક જ છે.’ – એ સત્ય આત્મસાત બની જાય?

      કદાચ એમ બને તો?

આવી ગઝલો લખાય જ નહીં !

 

4 responses to “જિંદગી – ગઝલાવલોકન

 1. pragnaju એપ્રિલ 5, 2018 પર 12:25 પી એમ(pm)

  વાહ
  આદિલ સાહેબની દરેક કૃતિમાં એક કટાક્ષ, એક વ્યથા છે.

  બનાવનારે તો કોઈને જુદા નથી કર્યા
  પણ આ માણસે માણસને જુદા કર્યા.
  તારા અવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું,
  આજે બધા પ્રકારનાં પડઘાં શમી ગયાં.

  સાથે આ માણો -કૃષ્ણ દવે ને બાકસ નામે ધરમ

  બાકસ નામે ધરમ ધરમમાં દીવાસળીનાં ટોળાં જી
  એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી

  પીંછાં બાળ્યાં પાંખો બાળી બાળી એની ચાંચો જી
  પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને વાંચો જી

  બાકસજી ઉપદેશ કરે ને આપે સૌને અગ્નિ જી
  ફૂલેફાલે ધરમ આપણો એ જ અમારી લગની જી

  નાતજાતનો ભેદ નથી આ ધરમ એટલો સારો જી
  એક વાત ને એક આચરણ પકડો કાપો મારો જી

  વાત સાંભળી ગલી ગલીથી ઊમટી આવ્યા ચેલા જી
  ત્યારે અમને ખબર પડી કે હતા કેટલા ઘેલા જી

  ઘણો કઠિન આ ધર્મ હતો ને હોંશે હોંશે પાળ્યો જી
  વ્યર્થ બધી એ વાતો છે ભૈ કોણે કોને બાળ્યો જી

  દીવાસળીનાં ટોળેટોળાં ફરી વળ્યાં ચિક્કાર જી
  બાકસ નામે ધરમ ધરમનો થઈ ગ્યો જયજયકાર જી

 2. Vinod R. Patel એપ્રિલ 5, 2018 પર 1:08 પી એમ(pm)

  હ્રદય સાંસરવા ઉતરી જાય એવા છે ગઝલના શબ્દો

  આદિલ સમા ગઝલકારો ક્યારે લખશે આવી ગઝલો

 3. Vinod R. Patel એપ્રિલ 5, 2018 પર 1:17 પી એમ(pm)

  જિંદગી તો મારો પણ પ્રિય વિષય છે.

  જિંદગી વિષય ઉપર મારો એક નમ્ર પ્રયાસ – આ અછાંદસ રૂપે

  શું છે આ જિંદગી ?

  રેતયંત્રની રેતી જેમ સતત સરતી રહે આ જિંદગી,
  હરેક પળે એના રંગ બદલતી રહે છે આ જિંદગી,

  કોઈ સમયે છાંય તો કોઈ સમયે તાપ આ જિંદગી,
  એક મનહર નાટકનો મજાનો ખેલ આ જિંદગી,

  જીવનમાં ફક્ત એક જ વાર મળે છે આ જિંદગી,
  પડદો પડે એ પહેલાં,મજા માણવા માટે આ જિંદગી,

  જે કંઈ મળે એનાથી જીવાઈ જાય છે આ જિંદગી,
  જીવનમાં આપ્યું એનાથી બની જાય આ જિંદગી,

  બે હાથે સદા ભેગું કરી વેડફી ન નાખો આ જિંદગી,
  એક હાથ દુખી તરફ પણ લંબાવવા છે આ જિંદગી,

  રોદણા રડી સમય ગુમાવવા બહુ ટૂંકી છે આ જિંદગી,
  ચિંતા છોડી હર પળને હસીને જીવવા છે આ જિંદગી,

  આ પ્રશ્નનો જવાબ બહુ સહેલો નથી,’’શું છે આ જિંદગી?’’
  એનો જવાબ ટૂંકમાં સમજાવું તો, “ શું નથી આ જિંદગી!”

  વિનોદ પટેલ ,સાન ડીએગો

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: