સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભૂક્કા નાસ્તો! – ૨ 

ભૂક્કા નાસ્તો બનાવ્યા પછી શાળાજીવન બાદ છૂટા પડેલા અને એક વરસથી ફરી સ્નેહગાંઠે ફરી બંધાયેલા સુધીરને સૂઝ્યું કે, આ મસ્ત નાસ્તામાં ચટણી ઉમેરવામાં આવે તો બેવડો મસ્ત નાસ્તો બની જાય. અને આજે એ સૂચન અમલમાં મૂકી દીધું અને આરોગ્યું ! આ રહ્યો એનો ફોટો-

અને જે મજા આવી છે ! આંગળી કરડી ખાવાની જ બાકી હતી!

હવે કોઈને પણ આ મજા જાતે માણવી હોય તો ‘ Free franchise’   છે !

આભાર – જીવનની સાંજે ફરીથી મળેલા સુધીરનો અને એને મેળવી આપનાર સ્વજન જેવા એવા જ બીજા શાળા સાથી રોહિત બોડીવાળાનો.

મળવા જેવા માણસ – સુધીર ગાંધી

2 responses to “ભૂક્કા નાસ્તો! – ૨ 

  1. pragnaju નવેમ્બર 4, 2023 પર 8:10 પી એમ(pm)

    ચટણી સીગદાણા, તલ, આદુ, મરચાં, દ્રાક્ષ, ફુદીનો, ધાણાજીરૂં, મીઠો લીમડો, લસણ, કેરી, લીંબુ, તીખાં મરચાં, ગરમ મસાલો, મીઠું, કોથમીર, કોપરૂં વગેરેને જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી જાતની ચટણી બનાવવાને બારીક વાટીને અથવા ખાંડીને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી સુકા પદાર્થોમાંથી બનાવેલી હોય તો લાંબા સમય સુધી ખાવામાં વાપરી શકાય છે, જ્યારે તાજા શાકભાજી કે ફળમાંથી તૈયાર કરેલી લીલી ચટણી તાજી બનાવવી પડે છે. પાણી ઉમેરીને બનાવેલી પ્રવાહી ચટણી પણ તાજી બનાવવામાં આવે છે
    મસ્ત નાસ્તામાં ચટણી ઉમેરવામાં આવે તો બેવડો મસ્ત નાસ્તો બની જાય.
    મસ્તમસ્તમસ્તમસ્તમસ્તમસ્તમસ્તમસ્તમસ્તમસ્તમસ્ત

તમારા વિચારો જણાવશો?