સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પુલમાં ગોગલ્સ – એક અવલોકન

        પુલમાં હું બાજુમાં ઉભો હતો. નીચેની ફર્શ પર નજર પડી. સતત તરંગો વાળી પાણીની સપાટીને કારણે નીચની ફર્શ પરની ડીઝાઈન હાલમડોલમ થતી હતી. સ્પશ્ટ દેખાતી ન હતી. મેં ડુબકી મારી. હવે ડીઝાઈન સારી દેખાતી હતી; હાલતી ન હતી. પણ આકૃતી તો ધુંધળી જ દેખાતી હતી.

       પાછા બહાર નીકળીને તરવાના ગોગલ્સ ચઢાવ્યા. ફરી ડુબકી મારી. હવે ડીઝાઈન સ્પશ્ટ દેખાતી હતી. થોડી વાર તો આમ સારું ચાલ્યું, પણ થોડીવારે ગોગલ્સની અંદર પાણી જમા થવા માંડ્યું. ફરી દ્રશ્ય અસ્પશ્ટ થવા માંડ્યું. મને તરત મોતી લેવા ડુબકી મારતા મરજીવા યાદ આવ્યા. કેટલી સતેજ આંખો તેમણે રાખવી પડતી હશે? અને જુના જમાનામાં તો શ્વાસ લેવા માટેના કોઈ સાધન પણ ન હતા. જાનને જોખમમાં નાંખીને મરજીવા ડુબકી મારે અને મોતી પામે.

——————————

       જ્ઞાનની બાબતમાંય આમ જ હોય છે ને? કોઈપણ વીશયની ચોક્કસ માહીતી મેળવવી હોય તો તેના ઉંડાણમાં ડુબકી મારવી પડે. ચોક્ખા દર્શન માટે આપણી નજરને કુશાગ્ર રાખે, તેવાં સાધનો વાપરવાં પડે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, પુર્વગ્રહ, માન્યતા વી.ના પડળ આપણી દ્રશ્ટીને અવરોધે નહીં; તે માટે ખાસ તકેદારી રાખવી પડે. વીચારની સ્પશ્ટતા, આચારની શુદ્ધી, ડુબકી લગાવવાનું સામર્થ્ય….

        તો જ કોઈ પણ ચીજનું વાસ્તવીક દર્શન થઈ શકે , તેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે. બાકી તો બધું ધુંધળું, અસ્પશ્ટ જ રહે.

    હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.
    પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

2 responses to “પુલમાં ગોગલ્સ – એક અવલોકન

  1. pragnaju ઓક્ટોબર 23, 2007 પર 10:14 એ એમ (am)

    વચન, કર્મ, મન મેરી ગતી, કરહું ભક્તિ નીષ્કામ
    તો જ કોઈ પણ ચીજનું વાસ્તવીક દર્શન થઈ શકે ,
    તેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે.

  2. Pingback: સ્વીમીંગ પુલમાં | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?