સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરીવર્તન – 10 : ખગ્રાસ સુર્યગ્રહણ

ખગ્રાસ સુર્યગ્રહણ- 22 જુલાઈ : સાભાર - નહેરુ પ્લેનેટરીયમના વૈજ્ઞાનીકો

ખગ્રાસ સુર્યગ્રહણ- 22 જુલાઈ : સાભાર - નહેરુ પ્લેનેટરીયમના વૈજ્ઞાનીકો

ખગ્રાસ સુર્યગ્રહણ … અને ગદ્યસુર પર?

હા! સુર્યને રાહુ અને કેતુ ગ્રસી ગયા! સુર્યને અને ચન્દ્રને તો સૌએ જોયા છે. પણ આ રાહુ અને કેતુ જોવા દુરબીનમાંથી આંખો ફાડી ફાડીને પ્રયત્નો કર્યા, પણ કાંઈ ભળાયું નહીં. કદાચ જુના જમાનામાં વરાહ મીહીરને ઈશ્વરે દીવ્યચક્ષુ આપ્યા હશે અને તેના થકી કોઈ સાધન વગર તેઓ આ ઉપદ્રવી આકાશી પદાર્થો જોઈ શક્યા હશે!

હળવી મજાક બાજુએ મુકી દઈએ તો એક વાત નીર્વીવાદ છે કે, જ્યારે બાકીનું વીશ્વ અજ્ઞાનના ગર્તામાં ગરકાવ હતું; ત્યારે ભારતના વીચારકો અને વૈજ્ઞાનીકોનો  સુવર્ણયુગ હતો.કશા કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ગણીતીય લોગેરીધમ ટેબલ પણ વાપર્યા વગર જે ચોકસાઈથી આકાશી પદાર્થોની ગતીની ચોક્કસ ગણતરી  કરવાની પધ્ધતી આપણા એ મહાન વ્યક્તીઓએ શોધી કાઢી હતી; તે જોઈ આપણે આશ્ચર્ય ચકીત થઈ જઈએ છીએ.

ગ્રહણ થાય ત્યારે આખા સમાજમાં શોક અને ભયનું વાતાવરણ વ્યાપી જતું; અને બધાં ગ્રહણ છુટે ત્યારે હાશકારો અનુભવતા’ અને સ્નાન કરતા. અમે ભાઈ બહેનો નાનાં હતાં ત્યારે આ અંધશ્રધ્ધાને ભારોભાર તીરસ્કારથી હસી કાઢતા.

પણ આ એકવીસમી સદીમાં અને તે પણ અતી આધુનીક ઉપકરણો અને જ્ઞાનનો ઉપયોગ કરનાર, અમેરીકાની નાસા સંસ્થાએ પણ ત્સુનામી, વાવાઝોડા, અભુતપુર્વ ભરતી વી. થવાની આશંકા વ્યક્ત કરી; આગોતરી ચીમકીઓ આપી હતી. સુર્ય અને ચન્દ્રના એક જ દીશામાં કાર્યરત થતા ગુરુત્વાકર્ષણના બળને પ્રતાપે આમ થવાની શક્યતા એમને પુર્ણ વેજ્ઞાનીક રીતે જણાઈ હતી.

આ બાબત મારું જ્ઞાન તો બહુ જ સીમીત છે. પણ નવસારીના શ્રી. ગોવીંદ મારુના બ્લોગ’ અભીવ્યક્તી’ પર આ વીષય પર બે અભ્યાસ પુર્ણ લેખ વાંચવાનું સૌ વાચકોને જરુર ગમશે.

–  1  – :  –  2   –

અને આ બાબત અંધશ્રધ્ધા અંગે એક લેખ પણ

વીશેષ અભ્યાસ માટે ‘ નાસા’ ની આ વેબ સાઈટ પણ જોવી ગમશે.

અને

એક સરસ, માહીતીપુર્ણ વીજ્ઞાન લેખ

હવે એક ગદ્યસુરી વાત!

ગ્રહણ થાય એ તો કુદરતી ઘટના છે. પણ વ્યક્તીગત અને સામાજીક જીવનમાં પણ ગ્રહણો થતાં હોય છે. ક્યાંક કશુંક બને છે અને કશુંક ગ્રસાઈ જાય છે. ઘોર અંધકાર વ્યાપી જાય છે. પૃથ્વી રસાતાળ જવાની હોય, સેંકડો જ્વાળામુખી ફાટી જતા હોય, ધરતીકંપોના આંચકાથી બધું ઉપરતળે થઈ ગયું હોય; તેવો નીર્વેદ અને ગમગીની જીવનને ક્ષુબ્ધ કરી નાંખે છે. અંધારા બોગદાનો કોઈ છેડો જ ન હોય તેવી, શોકમય અનુભુતીમાં આપણે અથવા સમાજ ગરકી જતાં હોઈએ છીએ.

પણ..

જેમ દરેક ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સુર્ય  નીર્વીઘ્ને તેની ગતી ચાલુ રાખે છે ; તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલીન જ હોય છે.

કશું શાશ્વત નથી. સુખ પણ નહીં અને દુખ પણ નહીં.

‘ આનંદમયી મા ‘ એ કહ્યું હતું તેમ,

‘ वो भी चला जायगा ‘

અને આ ક્ષણે ન. ભો. દિવેટીયા યાદ આવી ગયા …

‘ કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બીંબ ઢંકાયું , તે ચિત્ર દીસે અગમ્ય.

પરંતુ તે છાંયની પેલી પારે, જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.’

પરીવર્તન…પરીવર્તન…પરીવર્તન…

સઘળું અનીત્ય છે.

કેવળ વર્તમાન જ સતત છે.

19 responses to “પરીવર્તન – 10 : ખગ્રાસ સુર્યગ્રહણ

 1. Maheshchandra Naik જુલાઇ 26, 2009 પર 7:53 એ એમ (am)

  CHANGE is only CONSTANT, and we all have to accept CHANGE in LIFE, Thanks Shri Sureshbhai,

 2. અખિલ સુતરીઆ જુલાઇ 26, 2009 પર 8:03 એ એમ (am)

  વિચારોના આંદોલન ક્યારે સ્થિરતા પામે ? સૃષ્ટીમાં બનતી કે આકાર લેતી ઘટનાના ગર્ભમાં રહેલા જ્ઞાનને પામવાની વિજ્ઞાનની ગતિ વધારી રહેલો માનવી કેટકટલા નિયમો બનાવી, અપનાવીને અંતે તો ગુંચવાયેલો જ જણાય છે ને ?? સાક્ષીભાવે જોતા રહો .. માણતા રહો .. અનુભૂતી કરતા રહો એ જ જ્ઞાનાર્જન ના કહેવાય ???

 3. હેમંત પુણેકર જુલાઇ 26, 2009 પર 8:49 એ એમ (am)

  ગોવિંદ મારુના જ બ્લૉગ પર રાહુ કેતુ વિશે મૂકેલી કમેન્ટઃ
  ————–
  ગોવિંદભાઈ,

  રૅશનાલિસમ આધારીત આ બ્લૉગ હું ઘણી વાર વાંચતો હોંઉ છું.

  આ લેખમાં આપે રાહુ-કેતુની વાત લખી એ અંગે થોડીક સ્પષ્ટતા કરવાની ઈચ્છા છે.

  પરંપરાગત જ્યોતિષના વિરોધીઓ એ રાહુ-કેતુ ને ગાળ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. જ્યોતિષ સામે કોઈનો વિરોધ હોઈ શકે, એ વિશે મારે કશું કહેવું નથી.

  પણ જ્યોતિષના બે ભાગ છે. એક ખગોળશાસ્ત્ર અને બીજુ ફલકથન.
  રાહુ-કેતુ એ માત્ર ફલકથનના ભાગ નથી, પણ ખગોળશાસ્ત્રની એક મહાન ગાણિતીક સિદ્ધી છે.

  પૃથ્વીની સૂર્ય ફરતેની ભ્રમણકક્ષા અને ચંદ્રની પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષાઓ જ્યાં છેદાય, એ કાલ્પનીક બિન્દુઓને રાહુ અને કેતુ કહેવાયા છે.
  આ કાલ્પનીક બિન્દુઓની ગતિના અભ્યાસથી સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણની ચોક્કસ ગણતરી કરી શકાય છે.
  વરાહમિહિરે આવનારા વર્ષોમાં થનારા ગ્રહણોની મિનિટ્સની ચોક્સાઈ સાથે ગણતરી રાહુ-કેતુના ઉપયોગથી જ કરી હતી.
  તો રાહુ-કેતુ માત્ર દુષ્ટ ગ્રહો નથી પણ Mathematical models છે, જે લગભગ પંદરસો વર્ષ પહેલા (કે એથી પણ પૂર્વે) ગ્રહણની ચોક્સાઈપૂર્વક ગણતરી કરવા વપરાયા.
  ભલે એમના ફલકથનને ગાળ આપીએ, રાહુ-કેતુ ફક્ત તેમના ગાણિતીક સૌંદર્ય માટે સન્માનનીય છે.

  અંધશ્રદ્ધાને ભાંડવાના પ્રયાસમાં ક્યાંક પાપડી ભેગી ઇયળ બફાઈના જાય એ ઈરાદાથી આ સ્પષ્ટતા કરી.

 4. Chirag Patel જુલાઇ 26, 2009 પર 9:22 એ એમ (am)

  દાદા, ગ્રહણ વીશેનો મારો એક નાનકડો લેખ: http://rutmandal.info/parimiti/2008/12/20/grahan/

  આપણા શાસ્ત્રોમાં રાહુ-કેતુ વીશે એવો ઉલ્લેખ છે (દેવી ભાગવત સ્કન્ધ 8, અધ્યાય 18) કે, આ ગ્રહોને બીજા ગ્રહોની જેમ નક્ષત્રમાં દેહ પ્રાપ્ય નથી, તેઓ કાલ્પનીક શરીર ધરાવે છે! આથી વીશેષ આજનુ વીજ્ઞાન પણ નથી જાણતું!

 5. Harnish Jani જુલાઇ 26, 2009 પર 9:45 એ એમ (am)

  As far as I know-It was a belief that earth is flat untill Galeleo come up with the theory 16th century (Copernicus before him)- How these Hindu Astrological theories fit with-Sun revolving around Flat earth?

 6. મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar) જુલાઇ 26, 2009 પર 11:00 એ એમ (am)

  કોઈ નિયમ શાશ્વત નથી, શ્રદ્ધા, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા પણ શાશ્વત નથી. અજ્ઞાન શાશ્વત નથી, વિજ્ઞાન શાશ્વત નથી, ઇવન જ્ઞાન પણ શાશ્વત નથી! માણસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની ચિંતા કરવાના બદલે આ ધરતીની ચિંતા કરતો હોત તો કેવું સારૂં હતું. સ્વર્ગના ખ્યાલોમાં સ્વર્ગ જેવી પૃથ્વીનું નરકમાં રૂપાન્તર થઈ રહ્યું છે એ અંગે કોઈ વિચારે તો કેવું સારૂં!

  હજારો કિલોમિટર દૂર થતા ગ્રહણની ચર્ચામાં હજારો પાનાં જેટલું લખાયું. એક માણસ રોજેરોજ બીજા માણસનું ગ્રહણ કરે છે, એક લુચ્ચો ધર્મગુરુ ભોળા શ્રદ્ધાળુનું ગ્રહણ કરે છે, એક બદમાશ ધર્મગુરુ બીજા સવાયા બદમાશ ધર્મગુરુને ટેકો આપીને રોજેરોજ જનતાનું ગ્રહણ કરે છે ત્યારે દસ પાનાં યે લખાતાં નથી!

  નેતા પ્રજાનું ગ્રહણ કરે છે. બોસ કર્મચારીનું ગ્રહણ કરે છે. ટ્રાફિક પોલિસ રાહદારીનું ગ્રહણ કરે છે. તંત્રી રિપોર્ટરનું ગ્રહણ કરે છે. વહીવટદારો વહીવટવિહીનોનું ગ્રહણ કરે છે! અહીં ધરતી ઉપર રોજેરોજ, ચોવીસે કલાક, નિયમિત રીતે ગ્રહણો થયાં જ કરે છે.

  આકાશીય નજારાની જેમ ધરતીકીય નજારો પણ રોજેરોજ જોતા આવ્યા છીએ, જોતા જ રહીએ છીએ અને કદાચ જોતા જ રહીશું! અરણ્યમાં રુદન કરતા જ રહીશું.

  યુગોથી કથિત શ્રદ્ધા અને કથિત અંધશ્રદ્ધાની લડાઈ ચાલુ જ છે અને આવનારી સદીમાં ફરીથી પૂર્ણ ખગ્રાસ ગ્રહણ થશે ત્યારે પણ આ ચર્ચાઓ ચાલુ જ રહેશે.

  ‘બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા’ છે કે નહીં તે તો બ્રહ્મ (જો એવું કશું હોય તો!) જ જાણે પણ ‘ગ્રહણ સત્ય અને સમજણ મિથ્યા’ છે એ વાત તો નક્કી જ છે.

  થોડું લખ્યું ઝાઝું કરી માનજો. કેમ કે ઇરાદો માત્ર ઇશારો કરવાનો છે.

 7. Ramesh Patel જુલાઇ 26, 2009 પર 12:45 પી એમ(pm)

  ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સુર્ય નીર્વીઘ્ને તેની ગતી ચાલુ રાખે છે ; તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલીન જ હોય છે.

  આકાશીય નજારાની જેમ ધરતીકીય નજારો પણ રોજેરોજ જોતા આવ્યા છીએ, જોતા જ રહીએ છીએ અને કદાચ જોતા જ રહીશું! અરણ્યમાં રુદન કરતા જ રહીશું.

  Enjoyed the views of all.

  Ramesh Patel(Aakashdeep)

 8. Dhavalrajgeera જુલાઇ 26, 2009 પર 1:24 પી એમ(pm)

  To know the truth you need to live and learn from the truth.
  It starts when vedas end.

  “કોઈ નિયમ શાશ્વત નથી,
  શ્રદ્ધા, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા પણ શાશ્વત નથી.
  અજ્ઞાન શાશ્વત નથી, વિજ્ઞાન શાશ્વત નથી,
  જ્ઞાન પણ શાશ્વત નથી!
  માણસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની ચિંતા કરવાના બદલે આ ધરતીની ચિંતા કરતો હોત તો કેવું સારૂં હતું!
  સ્વર્ગના ખ્યાલોમાં સ્વર્ગ જેવી પૃથ્વીનું નરકમાં રૂપાન્તર થઈ રહ્યું છે એ અંગે કોઈ વિચારે તો કેવું સારૂં!”
  I like views of ‘મુનિ મિત્રાનંદસાગર’

 9. સુરેશ જાની જુલાઇ 26, 2009 પર 3:06 પી એમ(pm)

  આપની ઉપર ખુવાર થવા તૈયાર મિત્રાનંદજી!
  બહોત ખુબ કહી.
  આજના સમાજને તમારા જેવા આદ્યાત્મીક માર્ગદર્શકોની જરુર છે. ( નેતા શબ્દ ગાળ બની ગયો હોવાથી નથી વાપરતો!! )
  એ વૈચારીક અને વૈજ્ઞાનીક મહાનતા આપણા દેશમાં પાછી આવવાની હશે, તો આવું વીચારનાર સૌએ અત્યંત પાતળી લઘુમતીની લઘુતા ત્યજી, સત્ય , સત્વ અને નીષ્ઠા માટે ગેલીલીયોની જેમ પ્રાણ ન્યોછાવર કરવા કમર કસવી પડશે. શુભ અને સર્વ જન કલ્યાણકારી પરીવર્તનનો ભેખ ધારણ કરવો પડશે.
  નહીં તો માત્ર વાતોનાં વડાં જ.
  પણ વેપારી, તકવાદી, દંભી, ગુજરાતી પ્રજામાં એ કૌવત ક્યાં ?

 10. Dr.Ashok Mody જુલાઇ 26, 2009 પર 5:21 પી એમ(pm)

  પણ વેપારી, તકવાદી, દંભી, ગુજરાતી પ્રજામાં એ કૌવત ક્યાં ? Rather than writing for Gujarati, we all indian are like that will be better. No further comments !

 11. Patel Popatbhai જુલાઇ 26, 2009 પર 8:27 પી એમ(pm)

  Dear Jani Saheb

  Param Pujya mitranandji tika (vivechan) vanchi, apne badha grahnmaj jivi rhya chhie.Pujyani vat sachi chhe.

 12. Patel Popatbhai જુલાઇ 26, 2009 પર 8:42 પી એમ(pm)

  Dear Jani saheb

  Lakhvaman mari bhul chhe.

  Param Pujya Mitranand Sagarji ni tika ( Vivechan ) Vanchava vinanti.

 13. પ્રવિણ શ્રીમાળી જુલાઇ 26, 2009 પર 11:41 પી એમ(pm)

  બહુત ખુબ..!!
  પૃથ્વી તો શું, પરંતુ આખું બ્રહ્માંડ નાશવંત છે?!
  જે શાશ્વત છે તેને આપણે કદી નરી આંખે જોયું નથી, કે નથી ધર્મ નો ઉપદેશ આપનારા ધર્મગુરુ અને મહાત્માએ જોયું !! જે નથી જોયું તે જોવડાવવાની લાલચ આપી પોતાની પબ્લિસીટી કરી અને ખિસ્સાં ભરે છે, કહેવાતા સાધુઓ, ભૂવાઓ અને તાંત્રિકો !! હિન્દુસ્તાની પ્રજા ની શ્રદ્ધા નો લાભ લઈ, શ્રદ્ધા ને ચાલાકી થી અંધશ્રદ્ધા તરફ લઈ જવાનું કામ આ ધૂતારાઓ કરે છે!!
  જયારે-જયારે કોઈ કમજોર પડે ત્યારે-ત્યારે હમેંશા તેનાથી થોદી વધુ તાકાત ધરાવતાં લોકો તેનું ગ્રહણ કરતાં હોય છે. આ હકીકત છે. જે આજે બળવાન હોય તે કાલે કમજોર થઈ શકે!! બળવાન માત્ર સમય હોય છે?!

 14. Govind Maru જુલાઇ 27, 2009 પર 3:54 એ એમ (am)

  મારો બ્લોગ “અભીવ્યક્તી” પરના અભ્યાસ પુર્ણ લેખ વાચકમીત્રોને પ્રોત્સાહીત કરી આપશ્રીએ મને ઉપકૃત કર્યો છે. હું આપશ્રીનો ઋણી- આભારી છું

 15. pragnaju જુલાઇ 27, 2009 પર 4:56 એ એમ (am)

  અમાસનાં અંધારાંની ભરતીઓ ચડે છે. ત્યારે જ ખબર પડી કે આવી કોઈ સ્થિતિ હોઈ શકે છે. ભૂતકાળના જીવનમાં કે કલ્પનામાં આ વસ્તુ અનુભૂતિની સીમામાં કદી આવેલી નહીં. અર્થાત્ મન શાંત થઈ જઈને આખું સ્વરૂપતંત્ર એક નવી અનુભૂતિ માટે તૈયાર બને છે, ત્યારે જે અનાગત ને નિરાકાર છે, અવ્યક્ત ને પરાત્પર છે, તેને નીચે આવીને આકાર લેવા માટેની તક આપે છે અને પેલું પરાપારનું તત્વ પોતે બધું સંભાળી લે છે.આ નીત્ય

  .

 16. હેમંત પુણેકર જુલાઇ 28, 2009 પર 4:12 એ એમ (am)

  Want to add clarification to following. However this is my understanding and can be wrong.

  As far as I know-It was a belief that earth is flat untill Galeleo come up with the theory 16th century (Copernicus before him)- How these Hindu Astrological theories fit with-Sun revolving around Flat earth?

  –> Astronomy developed much much before Galeleo and Copernicus. It developed based on observation. For astronomers of that time, it must have taken efforts of hundreds of years to observe the eclipse, to understand its periodicity and to define the motions of rahu-ketu, two imaginery points in the sky causing this phenomenon of Solar eclipse. Since their model was based purely on observed data, they did not know that these two points represented the cuts of lunar orbits with the earth’s orbital plane. The realization has come only after understanding the solar-centric model of the planet-system.

  Also, one more thing to add about old astronomy. It is not only about Hindu or India. It was a collective effort from various civilizations, e.g. Greek, Arebic etc.

  However, when we doubt everything that existed in ancient India (and that too due to our own ignorance), its an overdose and consequent blind belief in modern science that leads us to make mockery of something as beautiful as mathematical-rahu-ketu.

 17. ASHWEEN PARIKH જુલાઇ 28, 2009 પર 6:21 એ એમ (am)

  This reminds me of ‘Vedik Astronomy’ written by late Anakchand Bhayawala. Therein he has mentioned that before the invention of spectroscope, western scientists pointed centre of our universe at a point that turnrd out to be deviated about 35 degrees from the actual position. This was corrected and admitted by astronomers after arrival of spectrometer. But to our great surprize, our ancient sages identified that spot as ‘Mul Nakshatra’ tenthousand years ago…! Yes we certainly were highly advanced in every field of science in the grand era of our past. But we have lost it b’cause of sily senseless scholars and leaders of that gone era. Surprizingly, even today our headless chickens are trying to do the same….!

 18. Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: