મલાલા : એકને મારતાં બીજી સાત પેદા થઇ!
શી વાત છે? કોણ મલાલા?
મલાલા… પાકિસ્તાની કિશોરી.

ગત ૧૨ જુલાઈના રોજ ન્યૂ યોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે મલાલાના ૧૬મા જન્મ દિવસની અને પહેલા મલાલા દિનની ઉજવણી કરવામાં આવી. મલાલા દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણના માટે યુવા સાહસિક એવોર્ડ, જેને મલાલા એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ એનાયત થયો. મલાલા એવોર્ડ એવી સાત બાળાઓને એનાયત કરાયો, જેણે બાળાઓના શિક્ષણ માટે સંઘર્ષ કરેલો છે ને કરી રહી છે.
વધારે વિગતો વાંચવા અહીં લટાર મારવી પડશે!
પણ…
‘કન્યા કેળવણી’ વિનાનો
સમાજ પાંગળો છે.
વ્યક્તિના જન્મનો એકમાત્ર
અને ઘડતરનો પહેલો ઉમરો
‘મા’ જ છે.
Like this:
Like Loading...
Related
પાકિસ્તાનની બહાદુર કિશોરી મલાલા વિષે ઘણા બધા વિડીયો આ લીંક ઉપર —–
https://www.youtube.com/channel/HCM2SS2I7X3kQ
સુરેશભાઈ, આ વાંચીને આનંદ સાથે થોડી મારી વાત કરવાનું મન થયુ છે. જો કે મને મળેલી કેળવણી મુજબ આપણી વાત આપણે કરવાની જ ન હોય. બીજા આપણી વાત કરે તે સાચી! મલાલાની જેમ જ સ્તો ! જો કે પોતાની ઓળખ ઊભી કર્યા પછી કીર્તિની ઝંખના કે પછી કોઈ પોતાને સમજે તે અભિલાષા કે પછી આત્મસંતોષનો અભાવ એવા કોઈક અકળ કારણસર આપણને આપણી વાત કરવાનુ મન થાય છે જે ક્યારેક કલાનું સ્વરૂપ લઈને પ્રગટે છે તો ક્યારેક વરવી રીતે વિકરાળ થઈ પિસ્તોલની અણીએ દુનિયાને પોતાની હસ્તીને નોંધ લેવા મનુષ્યને મજબૂરીથી મજબૂર કરે છે. ખેર, પોતાના મનનો તાગ પામવાના પ્રયત્ન પણ ઘણીવાર નિષ્ફળ જતાં હોય છે કારણ કે મન વિચાર પર આધારિત છે અને વિચાર એ બદલાતી પ્રક્રિયા હોવાથી જો જાગૃતિ ન હોય તો મન પરનો ભરોસો પણ છેતરનારો પુરવાર થાય.
હવે મારી વાત સંક્ષિપ્તમાંઃ
નુનારડા( કે જેનું નામ પણ દુનિયાના નકશામાં જોવા માટે મથવું પડે) તેવા ગામડામાં ગાય દોહતી એક સ્ત્રીનું સંતાન જ્યારે વેન્ડરબીલ્ટ યુનીવર્સીટી જેવા અમેરીકાના એક પ્રખ્યાત મેડિકલ સેન્ટરના રીસર્ચ ડીપાર્ટમેન્ટમાં DNA cloning કરવાની સાથે સાથે ઘરે આવીને કાઠીયાવાડી રોટલા પણ ઘડે તો એ સિધ્ધિ નાનીસૂની ન ગણાય. અને પણ એથી ય વધુ ગૌરવની વાત એ છે કે અમારી શૈક્ષણીક પછાત જ્ઞાતિમાં મને ઉદાહરણ તરીકે મૂકીને કેટલાય કન્યાઓએ આગળ અભ્યાસ માટેની મંજૂરી મેળવી છે. આ માટેની શરત એટલી કે પતિ કે પિતાની આજ્ઞાની બહાર ન જવું. મારા પતિ-પરિવારથી જો હું વિખૂટી પડી હોત તો ય એ કારણે ય કેટલીય કન્યાઓને સહન કરવું પડતે. દિકરીઓ ભણીને આઝાદ થઈ જાય એ ડરથી તો તેને ભણાવતા નથી હોતા એટલે જ ભૂતકાળમાં ક્યારેક યુવાનીના આવેશમાં તડફડ પર પહોંચવાની વૃતિ જાગે તે પહેલાં જ મારી બા મને ચેતવે કે જો જે હોં એમ કરવાથી નાતમાં દિકરીઓને ભણાવવા પર તારે કારણે પાબંદી આવી ન જાય. કેળવણી માટે કન્યાને બહારગામ હોસ્ટેલમાં મૂકવાની શરૂઆત અમારી જ્ઞાતીમાં ચાલીશ વર્ષ પહેલાં મારાથી થઈ. હવે તો જુવાળ જાગ્યો છે પણ શરૂઆતમાં કન્યાઓ માબાપનો વિશ્વાસ મેળાવવા મારો દાખલો આપતી થઈ એ વિશ્વાસ ન તૂટે તે માટે મારા માબાપે સતત જાગૃતિ રાખી છે અને રખાવી છે.
સફળ સ્ત્રીઓના ઉદાહરણો વાંચુ ત્યારે એના કૌટુંબિક જીવન પર પહેલાં નજર નાંખવાનું મન થાય. આથી જ મને ઈન્દીરા ગાંધી કરતા હીલેરી ક્લીન્ટન માટે વધારે માન છે. ઈન્દીરા ગાંધી લોખંડી મહીલા હતા પણ દાંપત્યજીવનમાં નિષ્ફળ હતા. નામ, કિર્તી કે કેરિયર માટે સ્ત્રીઓ ઘરસંસારને બીજા ક્રમે મૂકે ત્યારે તેની દૂરોગામી અસરથી સમાજ છીન્નભિન્ન થવા લાગે તો નવાઈ નહી! રોઝા પાર્ક્સ માટે પણ મને એટલે જ વધારે માન છે. તેણે પતિ સાથે વિસંવાદ ન થાય માટે માર્ટિન લ્યૂથર કિંગને યોગ્ય માનીને આગેવાની સોંપી દીધી હતી. પ્રેમ હોવાને કારણે ત્યાગ કરવો અને પરાણે ત્યાગ કરવો તે ફર્ક જ ન્યાય અને અન્યાયની વચ્ચે આવે છે.
કેળવણીની સાથે સાથે સ્ત્રીઓમાં પરિવાર માટેના પ્રેમમાં ઉણપ ન આવે તે શુભેચ્છાઓ સાથે મલાલાને ધન્યવાદ!
sundar lekh
________________________________
મલાલા… પાકિસ્તાની કિશોરી.
Salutation for what she had done !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !
ખૂબ જાણીતી સારી વાતનો પ્રચાર થવો જોઇએ
ખૂબ જાણીતી સારી વાતનો પ્રચાર થવો જોઇએ.