સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્રમ – બ્રહ્મવેદાંતજી

      શ્રમ અને મજુરીમાં ફરક છે. શ્રમ એ તો પૂજા છે. શ્રમ શબ્દમાંથી ‘આશ્રમ’ શબ્દ બન્યો. આપણુ શરીર છે, તે ધર્મનું સાધન છે. આ સાધન બહુ રહસ્યમય છે. સાધનનો ઉપયોગ થવો જોઇએ. જો તેમ ન થાય તો સાધન કટાઇ જાય. શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. આપણે સ્થૂળ આહાર લઈએ છીએ, હવાનો આહાર લઈએ છીએ અને જ્ઞાનેન્દ્રિયો વડે છાપોનો ( Images)  ખોરાક લઈએ છીએ.

     ઊર્જાને સ્થિર રાખી શકાતી નથી. તે ફરતી રહેવી જોઇએ. સ્થૂળ ખોરાકમાંથી મળતી ઊર્જા કર્મેન્દ્રિયો દ્વારા યોગ્ય ઉપયોગમાં ન લેવાય તો તે વિચારોના રૂપમાં વપરાશે. એટલે એ ઊર્જાનો શરીરની કર્મેન્દ્રિયો મારફત ઉપયોગ થવો જરૂરી છે. આશ્રમમાં એટલા માટે વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. આ પ્રવૃતિઓ કોઇ કામનાને પોષવા માટે  નથી, પણ એ અસ્તિત્વની માંગ છે. તે એક કર્મયોગ છે.

      કામ સભાનતાથી થવું જોઇએ. કામ કરતાં જો કામના જાગે, વિચારો અને કલ્પના આવે, નેગેટિવિટી આવે તો તરત જ સાવધાન થઈને દ્રષ્ટાભાવથી તેને જોઇ લેવું. ઇચ્છા જાગે, ક્રોધ આવે, આળસ આવે તો તેનાથી થતી ભીતરની પ્રતિક્રિયાને સાક્ષીભાવે જોઇ લેવી. સાધનાનું આ પહેલું પગથિયું છે. શ્રમકાર્યમાં કર્તાભાવ આવે, તેના વળતરની અપેક્ષા જાગે તો એ કામ શ્રમ નહીં પણ કામ્ય કર્મ થઈ જાય છે.

     જૂના વખતમાં કૃષ્ણ પોતે ગાયો ચરાવવા જતા. શ્રી રમણ મહર્ષિ વહેલી સવારે ત્રણ વાગે ઊઠીને કામે લાગતા. કહે છે કે ઓશો રોજ ૧૧ કિલોમિટર ચાલીને નદીમાં સ્નાન કરવા જતા. શરીરના માધ્યમથી સાધનાની કમાણી કરતા.

     શ્રમ કરતાં કરતાં સંવેદના કેટલી અનુભવી ? જોતાં રહેવું. શ્રમ ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે કરો – પણ એક જ ખ્યાલ રાખવાનો છે કે , શ્રમ દરમ્યાન પૂરેપૂરા વર્તમાનમાં રહેવું. કોઇ કામના કે અપેક્ષા સિવાય, શ્રમ કરતાં એવો ભાવ સેવવો કે કામ ઇષ્ટદેવનું છે, ગુરુનું છે. તેમ કરવાથી સાધકના ભાવપ્રદેશનો વિકાસ થશે. શ્રમ વિનાનું શરીર ધ્યાનમાં ન જઈ શકે. તે  દિવાસ્વપ્નોને સેવશે. જીવનનો એક અર્થ છે પુરુષાર્થ, જેમાં પોતાના હોવાપણાની અનુભૂતિ થાય છે.

      આ રીતે શ્રમયજ્ઞ એ સાધનાનુ મહત્વનુ અંગ છે.

~ બ્રહ્મવેદાંતજી <

14 responses to “શ્રમ – બ્રહ્મવેદાંતજી

 1. Sharad Shah નવેમ્બર 14, 2016 પર 4:21 એ એમ (am)

  દુર્ભાગ્ય છે ભારતનુ કે જ્યાં ભારતિય મનિષીઓએ શ્રમને શાધનાનુ મહત્વનુ અંગ સમજેલ છે ત્યાં આજે સ્કુલમાં ભણતા બાળકો પાસે કોઈ નાનો મોટો શ્રમ કરવાનુ શિખવવામાં આવે તો વાલીઓ, છાપાઓ, અને કહેવાતા બુધ્ધીમાનો એટલો બધો કકળાટ કરી નાખે છે કે જાણે બાળકો ઊપર સ્કુલ મેનેજમેન્ટે કોઈ જુલ્મ કરી નાખ્યો હોય જાપાનમાં સ્કુલની સફાઈ રાખવાનુ કામ સ્કુલના બાળકો જ કરે છે. કોઈ સફાઈ કર્મચારીઓ રાખવામાં આવતા નથી. પણ આપણા ઊપર પાશ્ચાત સંસ્કૃતિનુ છે ભુત સવાર થયેલ છે. બાળકોને ઘરમાં પણ શ્રમથી વંચિત રાખવામાં આવે છે અને બેવકુફ મા-બાપ સમજતા હોય છે કે તેઓ તેમના બાળકોને સુખ અને સંસ્કાર આપી રહ્યા છે. ધન્ય છે આવા મા-બાપો.
  અહીં આશ્રમમાં આવી નાના બાળકો શ્રમ કરવામાં જે આનંદ ઊઠાવે છે તે જોઊં છું ત્યારે થાય છે કે આવો આનંદ આ બાળકોને મળતો બંધ કરી આપણે કેટલું બધું અહિત નવીપેઢીનુ કરી રહ્યા છીએ અને તેની ખબર પણ આપણને પડતી નથી. હું તો ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલ અને મારા પિતા ચુસ્ત ગાંધીવાદી હતા એટલે શ્રમના સંસ્કાર બાળપણથી પડેલ અને જીવનમાં તે ખુબ ઊપયોગી નિવડ્યા છે.

  • સુરેશ નવેમ્બર 14, 2016 પર 8:51 એ એમ (am)

   મારું સદ ભાગ્ય છે કે, અમારા બાપુજી અંતર સૂઝથી જ આ રીતે જીવેલા અને અમને બધાંને એ રીતે ઉછેરેલા. અમારી મા અડચણમાં હોય, ત્યારે બાપુજી ખાવાનું બનાવે, અમે એમને મદદ કરીએ. રોજનાં કામ પણ વહેંચેલા. અમે બે ભાઈઓએ એક એક માળ પર કચરો વાળવાનો અને બે બહેનોએ પોતાં કરવાનાં.
   પાણી ગરમ કરવાના બંબામાં બાળવાના લાકડાં મારે ફાડવાના. મઠિયાં / પાપડ બનાવવાની હોય ત્યારે ખાંડવામાં સાંબેલું મા નીચેથી પકડે અને તાકાત અમારે ઊભા ઊભા આપવાની.
   આવાં ઘણાં બધાં કામ કરવાની નાનપણથી જ આદત પડેલી અને આથી જ દોમ દોમ સાહ્યબી વાળી સાબરમતી પાવર હાઉસના જનરલ મેનેજર તરીકેની નોકરીમાંથી અહીં આવીને ઘરનાં કામ કરવાં પડ્યાં, ત્યારે કશી નાનમ કે કંટાળો લાગ્યાં ન હતાં.

   શરદ ભાઈની વાતમાં બહુ જ તથ્ય છે. આશા રાખીએ કે આ ‘ગનાન’ નો પણ વ્યાપ થાય.

   • hirals નવેમ્બર 14, 2016 પર 10:40 એ એમ (am)

    Very nice article. Salute to your parents.

    ‘નાના બાળકો શ્રમ કરવામાં જે આનંદ ઊઠાવે છે તે જોઊં છું ત્યારે થાય છે કે આવો આનંદ આ બાળકોને મળતો બંધ કરી આપણે કેટલું બધું અહિત નવીપેઢીનુ કરી રહ્યા છીએ અને તેની ખબર પણ આપણને પડતી નથી.’

    Agree. My 4.5 year old daughter enjoy
    1. making chapati dough. (weekly once or twice)
    2. putting cloths in washing machine (sort on the basis of color)
    3. daily tidy things.
    4. collect dry cloths from hanger.
    5. fold couple of cloths.
    6. sort her and brother’s cloth and put them in cupboard
    7. keep dirty cloths in bucket.
    8. making chapati. (weekly once or twice)
    9. helping in cookies/cup cake.
    10. hang her uniform in place.

    etc. sometimes she is moody but she enjoys and i am feeling proud.

    all these small small things is a matter of respect and sense of responsibility.

 2. pragnaju નવેમ્બર 14, 2016 પર 7:30 એ એમ (am)

  શ્રમ દરમ્યાન પૂરેપૂરા વર્તમાનમાં રહેવું. કોઇ કામના કે અપેક્ષા સિવાય, શ્રમ કરતાં એવો ભાવ સેવવો કે કામ ઇષ્ટદેવનું છે, ગુરુનું છે. તેમ કરવાથી સાધકના ભાવપ્રદેશનો વિકાસ થશે. શ્રમ વિનાનું શરીર ધ્યાનમાં ન જઈ શકે. તે દિવાસ્વપ્નોને સેવશે. જીવનનો એક અર્થ છે પુરુષાર્થ, જેમાં પોતાના હોવાપણાની અનુભૂતિ થાય છે.અમારા અનુભવની વાત અને મા શ્રી શરદભાઇ-‘હું તો ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલ અને મારા પિતા ચુસ્ત ગાંધીવાદી હતા એટલે શ્રમના સંસ્કાર બાળપણથી પડેલ અને જીવનમાં તે ખુબ ઊપયોગી નિવડ્યા છે.’ પ્રેરણાદાયી

 3. La' Kant " કંઈક " નવેમ્બર 14, 2016 પર 9:38 એ એમ (am)

  આ કોમેન્ટ કોઈ વિરોધના અનુસંધાને નથી .એક મારી અંદર ઘટેલી સ્વંત્ર વિચાર-પ્રક્રિયાગત અભિવ્યક્તિ છે.

  જરૂરી શ્રમથી મૂળ સેહત જળવાય .એ તો મૂળ ઉદેશ્ય . સેવાભાવ કેળવાય . આત્મ-સંતોષન ઉપલબ્ધ થવાય.
  વધુ કામ કરીને કોઈ મરી જાય એ પણ ભાગ્યેજ બને ,બાકી, ” અતિ સર્વત્ર વર્જયેત” ની રુએ વગર વિચાર્યે આવેશમય અ-પ્રમાણસર ( કોઈ કારણસર યથા-શક્તિ નહીં,પણ બિયોન્ડ કેપેસીટી/ ક્ષમતા બહાર નું -“અતિ”) થાય તો કવચિત નૂકસાન થવાની શક્યતા ખરી !

  ‘શ્રમનું મહત્વ ‘ખરુંજ .ચોક્કસ ! બધા ઉક્ત વિચારો -ટીપ્પણીઓ , એની જગાએ સહી જ છે . નિષ્ઠાપૂર્ણ ‘કર્તવ્ય્બધ્ધ્તા એ સર્વ પ્રથમ જરૂરત’ એ ય સાચું. પુરુષાર્થ પહેલો . પણ, જ્યારે વાત ‘સ્વ’-ઉન્નતિ,આધ્યાત્મિક દૃષ્ટિની સાપેક્ષતાએ એક લેવલ-સ્તર સુધી પ્રગતિ-એક ડગલું આગળ ચાલવાની /વધવાની વાત છે, કોઈ એક યા વધુ સાધનાપદ્ધતિ માર્ગ/માન્યતા/આસ્થા[ સ્કૂલ ઓફ બિલીફ] નું અનુસરણ કરવાની વાત છે , જાહેર છે કે, “ચાલવું તો પોતે જ પડે” અને તેમાં ….. મૂળ પહેલી પૂર્વ-શરત કર્મગત-દત્ત’ઈશ-કૃપા “. એ હોય તો જ બને અને એમાંય, (કારણ કે, ઈશ્વરે મનુષ્ય માટે ” ચોઈસ”/પસંદગીનો અવકાશ રાખ્યો છે( યોગ્ય તે નિર્ણય-નિશ્ચય લેવાની સ્વતંત્રતા બુદ્ધિ,અહંકાર,આવડત સંચિત સંસ્કારગત જ્ઞાન વ્યક્તિગત,અંગત “શ્રધ્ધા,અને કર્મયોગ,ભક્તિયોગ, જ્ઞાનયોગના સમન્વય સાથે કરાયેલ સમતોલ બેલેન્સ્ડ ‘કૃતિ’ પણ એટલીજ જરૂરી છે.) માત્ર એક કોઈ સાધન ….. કારગત ન એ નીવડે . સાચું કહું તો, ” હર એક નો “માર્ગ” પણ પૂર્વ-નિશ્ચિત ! માત્ર “ઈ”નાં ઇશારા ,દોરવણી મળતી રહે તેની ‘પાત્રતા કેળવવા , પોતાની અંતરતમ સાથે અનુસંધાન ઘટતું રહે એ ખાતર આપણે જાતે ખુદ “હાજર/ઉપલબ્ધ રે’વું તે ” વાત મહાવરો કેળવવાની ( તપ-તાપ-સાધનાની) જ છે ને? આ આંતરિક શ્રમ-પુરુષાર્થ-પોતાની ભીતર કામ કરવાની વાત જ ! નહીં?

  • સુરેશ નવેમ્બર 14, 2016 પર 10:08 એ એમ (am)

   અવશ્ય. ભીતરની યાત્રા તો સૌથી વધારે શ્રમ માંગી લે છે ! પણ ઘરનાં રોજિંદા કામ કરવાથી જેટલો સંતોષ મળે છે – એટલો જ સંતોષ અને આનંદ એ શ્રમમાં પણ રાખવાનો મહાવરો પાડવાનો હોય છે. એને ચીલાચાલુ સમજમાં ‘તપ’ કહે છે.
   પણ તમે સાચું જ કહ્યું તેમ ‘કઠોર તપ’ ની અત્યંતતા પણ counter productive બની રહેતી હોય છે . ( આ બહુ કડવા અનુભવોથી સમજાયું છે!)

   બહારી કે ભીતરી કોઈ પણ યાત્રા હોય – એ સહજ, અંદરથી પ્રગટેલી, કોઈ ‘દેખાદેખી’ વિનાની હોય તો યાત્રા આનંદ, કલ્યાણ અને મંગળ બની જાય છે.

   જીવન જીવવાનો આનંદ.


   ભાઈને બોલા હૈ ‘કુચ બી ટેન્શન નહીં રખનેકા !!!

 4. Sharad Shah નવેમ્બર 14, 2016 પર 11:04 એ એમ (am)

  Sureshabhai’
  હમણા દાદાજી ગાવંડની (એક બુધ્ધ પુરુષ હતા જેમને શરીર ૨૦૧૨માં શરીર છોડી દીધું) એક નાની પુસ્તિકા વાંચવામાં આવી. જેમાં સાધક માટેની સુંદર ગાઈડ લાઈન આપેલ છે. જેમા તેઓ લખે છે કે,
  “ભારે એવા અન્નનો ત્યાગ કરી, શરીરને માફક આવે એવો ખોરાક ખાવો, અતિ શ્રમ ટાળો, તેમજ અતિ નિંદ્રા, અનાવશ્યક વિચારો અને ખોટી વાણીનો બબડાટ ટાળો. શરીર સ્વસ્થ રહે તે પ્રમાણે તેની કાળજી લો”
  આ આખી ગાઈડ લાઈન સાધકો માટે અતિ ઉપયોગી છે. હું આપને પર્શનલ પોસ્ટથી મોકલીશ. આપને યોગ્ય લાગે અને આપના બ્લોગમાં મુકવા જેવી લાગે તો મુકશો. મને ખુબ જ ગમી છે.

  • mhthaker નવેમ્બર 15, 2016 પર 7:15 એ એમ (am)

   Awareness is the Key by Dada Gavand – दादा गावण्ड

   Language: मराठी
   0 Reviews | Write a review

   Authors: दादाजी गावंड
   Category: निबंध
   Publication: मॅजेस्टिक प्रकाशन
   Pages: 397
   Binding: Hard Cover
   Add to My Wishlist
   Hard Copy Price: R 350 R 332 / $ 5.11
   (Inclusive of all taxes) + FREE Shipping* BUY BOOK Add to Cart
   pl do send copy to me also..as book is in marathi– you may have in gujarati..

   • Sharad Shah નવેમ્બર 15, 2016 પર 8:09 એ એમ (am)

    I have small booklet namely “ANTRANGNI YATRAA” . The hard copy, I got from my neighbour (KundanMa) and I have to return it to her. The most interesting part of the booklet, I found is the tips for the inner journey. I am going to type and shall send to all the readers here. I also received a request from Hiral so I decided to send every body here. It is very useful for all, who wants to make good use of this life.

 5. Vinod R. Patel નવેમ્બર 14, 2016 પર 12:43 પી એમ(pm)

  શ્રમ એ જીવનનું એક અગત્યનું અંગ છે.શ્રમ કરવામાં શરમ ના ચાલે. આપણે ત્યાં જેમ પૈસા વધતા જાય એમ શ્રમ ઘટતો જાય છે. ગરીબ માણસને ખાવા માટે શ્રમ કરવો પડે છે જ્યારે તવંગરને ખાધેલું પચાવવા ચાલવા જવાનો શ્રમ કરવો પડે છે.
  મહિલાઓની શ્રમ શક્તિ પુરુષો કરતાં વધુ હોય છે.

  કડી હાઈસ્કુલમાં વિદ્યાર્થી આશ્રમમાં રહીને ભણતો હતો ત્યારે અવાર નવાર બાજુના ગામોમાં શ્રમ યજ્ઞ કરી ગામ સફાઈ કરવા ટુકડીઓમાં શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ જતા હતા. આજના શિક્ષણમાં હવે વિદ્યાર્થીઓ બેઠાડું મનોવૃતિના થઇ ગયા હોય એમ લાગે છે .શ્રમ કરવામાં જાણે કે શરમ અનુભતા ના હોય ! ગાંધીજી એમના આશ્રમમાં પોતે શ્રમ કરી બીજાને દાખલો બેસાડતા હતા.

  શ્રમ શબ્દમાંથી ‘આશ્રમ’ શબ્દ બન્યો છે એ સ્વામીજીની વાત તદ્દન સાચી છે..

 6. mhthaker નવેમ્બર 15, 2016 પર 7:39 એ એમ (am)

  i think i said earlier i had opportunity to join in shram yagna with swami brahma vedantaji- so i value this concept perfectly…and as said by few of our friends in our time we were taught to do this home work of shram in different capacity as per cluster of family..i have undergone in short all household work which ladies were doing in those days..
  let me list for new generation– kachara- pota- vasan udakawa- gothavava- shagadi salgavvi- milk-lavavu- shak bhaji- bazar – lot dalavavo- kolsa gadheda uper aave te bharawa- pani bahar nal thi bharwa-rasoi 3 diwas karawi- diwali ke beeja war tehavar- mate rasoi ma madad– khas to vada vi banavava mate watavi- patthar uper– dev nee divet banavavi- ful ni mala banavavi- bal ucher ma badhi reete bhag levo– ked ma khosi ne feravava thi dr pase lai jawa…ha batan tankava- kapada valawa vi vi ghanu badhu– koi pan kaam ma na nahoti kahi..to pachi hostel ma raheva- desha ane videsh ma ekala raheva koi-j takalif nahoti thai– ane aaje 73 varshe pan ugamdasti che..koi kaam ma nanam nathi..

 7. નિરવ નવેમ્બર 19, 2016 પર 4:58 એ એમ (am)

  શ્રમંમ શરણમ ગચ્છામી . . .

  અમો પણ નાનપણથી જ ઘરકામના હેવાયા છીયે 🙂

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: