સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લીંબું વધારે પડી જાય તો?

શરબતમાં લીંબું વધારે પડી જાય તો?

વિચારતા કરી દે તેવો પ્રશ્ન.
વિચારતા કરી દે તેવો વિચાર.

lemon

આ ચિત્ર પર ક્લિક કરો.

       ઘણા બધા સુવિચારો, જીવનને કલ્યાણમય બનાવવાના નૂસખાઓ, ઉપદેશો, સલાહો … અત્ર, તત્ર, સર્વત્ર દૃષ્ટિગોચર થતા હોય છે! ( આ બ્લોગ પણ એમાંથી બાકાત નથી ! આખે આખી એક ઈ-બુક મળી જશે !)

પણ… જીવન જીવવાની એક રીત છે –

આપણે જેવા છીએ ,
તેનો પૂર્ણ રીતે સ્વીકાર.
——
જો આપણી જાતને જ
આપણે સ્વીકારી ન શકીએ,
તો બીજાને
શી રીતે સ્વીકારી શકવાના? 

       આ જ વાત ૨૦૧૪ માં માધવપુર, ઘેડમાં આવેલા ઓશો આશ્રમમાં ભગવાન શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીએ કહી, અને સિત્તેર સિત્તેર વર્ષના રઝળપાટનો અંત આવ્યો ( ફાઈનલ અંતની તો હજુ વાર લાગે છે !)

આ રીતમાં એક  નાનકડા આચારનો ઉમેરો કરવા મન થયું …….

પદ્મમુદ્રા

      યોગાસન પતી જાય પછી અને પ્રાણાયમ શરૂ કરતાં પહેલાં આ મુદ્રા કરવાની હોય છે. બન્ને હાથના અંગૂઠા અને તર્જનિ (સૌથી નાની આગળી) ભેગાં કરીને હાથનો આકાર પદ્મ ( કમળ) જેવો બનાવવાનો અને હૃદયની આગળ અડકાડીને રાખવાનો. પછી આંખો મીંચીને જેમનો ઉપકાર આપણી ઉપર હોય તેમનો આભાર માનવાનો.

  • પરમ તત્વ જે આપણા કોશે કોશમાં શ્વસી રહ્યું છે.
  • માતા અને પિતા ; જેમણે જન્મ આપ્યો, પાળ્યા, પોષ્યા, સંસ્કાર અને શિક્ષણ આપ્યાં.
  • ભાઈ  બહેન જેમણે જીવનના સૌથી સભર ભાગમાં સાથ આપ્યો.
  • કુટુમ્બીજનો – પતિ/ પત્ની અને સંતાનો જે  જીવનભર સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા.
  • મિત્રો જેમના સાથ અને પ્રેરણા જીવનમાં અમૃત સિંચન કરતા રહ્યા.
  • દુશ્મનો જેમના પ્રતાપે   જીવન સંઘર્ષો સર્જાયા અને જે અંતર યાત્રા કરવા પરિબળ  બન્યા
  • નામી અનામી અનેક વ્યક્તિઓ , જેમના પ્રદાન થકી જીવન જરૂરિયાતની, સગવડની અને મોજશોખની ચીજો આપણને હાથવગી થઈ શકે છે.
  • કુદરતી તત્વો –  હવા, પાણી, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, ફળ, ફૂલ, ઝાડ  વિ. જેમના વિના આપણે જીવી જ ન શકીએ.

      આ ભાવ મનમાં સેવતા રહેવાનો. કદી એની વિસ્મૃતિ ન થાય કે, આપણે એકલા કાંઈ પણ કરવા સમર્થ નથી. કેટકેટલાંનો આપણી ઉપર અનુગ્રહ છે.

2 responses to “લીંબું વધારે પડી જાય તો?

  1. Atulkumar Vyas ફેબ્રુવારી 10, 2017 પર 1:08 પી એમ(pm)

    Padma mudra Interesting

    Sent from Yahoo Mail on Android

તમારા વિચારો જણાવશો?