‘ખાલી ઘર’ ના ચાર ચાર ભાગ લખાયા . છેલ્લો લખાયો છેક ૩, જાન્યુઆરી – ૨૦૧૨ ના રોજ – અહીં……. પણ તે વખતે અંતરયાત્રામાં આગળ ધપવાનો ઉન્માદ હતો અને ખાલીપો સાવ ભરાઈ જઈને આનંદના ઓઘ ઊભરાઈ જતા હતા.
પછી તો એક નવી જ દિશા સાંપડી અને લખ’વા’ ધીમે ધીમે ઓસરવા લાગ્યો. એ ચોથા ઘરમાંથી એક અવતરણ ….
જ્યારે આપણે અંતરયાત્રામાં સાવ અલ્લડ આનંદનો અનુભવ કરીએ ત્યારે પણ એ જૂનું ઘર આમ નવપલ્લવિત થઈ જતું હોય છે !
તો પછી આ પાંચમો ભાગ શીદ? સકારણ નીચેનું ચિત્ર જુઓ
આમ તો આ ઘર કોઈકનું છે – નેટ પરથી મળેલું છે. પણ એ ફોટો મેળવનાર જણના અદભૂત કામના પ્રતાપે આ પાંચમું ઘર વસી / શ્વસી રહ્યું છે ! વાતમાં બહુ મોણ લાગે છે ને? લો ! પહેલાં આ વિડિયો જોઈ લો
બોસ્ટનનાં પણ મૂળ આ જણનાં ગામબહેન શ્રીમતિ રાજુલ કૌશિકને એ ખાલી ઘરની જૂની વાતને એમના અવાજમાં ઢાળવા ઉમંગ જાગ્યો. એમના જીવનસાથી કૌશિક ભાઈએ એ ઉમંગનો પડઘો પાડ્યો અને એ ખાલી ઘર – એ કિલકારીઓ અને એ ડૂમા વાદળમાં મ્હાલતા થઈ ગયા !
અને હવે ઘણા વખત પછી, એક નાનકડું અવલોકન …..
ઘર ખાલી હોય કે, ભરેલું – કિલકારીઓ હોય કે ડૂમા – બધું સતત બદલાયા જ કરતું હોય છે. કોઈ અવસ્થા , કદી, ક્યાંય , કોઈને પણ માટે કાયમી નથી હોતી. જે ઘડીએ જે શ્વાસ ચાલતો હોય – એ જ શ્વાસ – તે ઘડીના આનંદ કે શોકનું હાજરાહજૂર પ્રમાણ હોય છે.
આ તો માત્ર આપણા પોતાનાં જ મનનાં ગતકડાં!
સમય સીધી લાઈનમાં નથી વહેતો, ભૂત,વર્તમાન ને ભવિષ્ય ક્રમસર નથી હોતા, *આવા કિસ્સાઓમાં* અતીત ની ક્ષણો *”સંતાપો/આનંદ”* ના ભાવ આપી જાય, જે વર્તમાન ભાવ/ભાવો હોય. સ્થિતિ, પરિસ્થિતિ, ભીતરનું તંત્ર,પાકટતા,એવા અનેક તત્ત્વો પણ ભાગ ભજવે
બોલો બાપુ હાચૂં કે ખોટું?!
લવ યુ..
વાહ
આ રીતે ઓડીયો પોસ્ટ ઘણી ગંમી
હવે બને તો બધી પોસ્ટ આ રીતે મુકો તો અમે મૅક્યુલામા હોલ વાળાને આશીસ રુપ થાય
બાકીનું તો મા શ્રી La’ Kant ” કંઈક “Mumbai,INDIA વાળા ” હું નિરંતર વહેતો સમય-પ્રવાહ છું હું અનંત અવિનાશી શુધ્ધ આત્મા છું.”(चेतना छुं) વાળાએ અમારા મનની વાત કહી દીધી.
ધન્યવાદ
સરસ સંદેશો !!