સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સોયનો જન્મ

મનુ થરથરતો એની ગુફામાં બેઠો હતો અને હાડ સુધી ઊંડે ઊતરી ગયેલી ટાઢને તાપણાંના તાપથી દૂર કરવા વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. હમણાં જ તે હરણનો શિકાર ખભે ચઢાવીને લાવ્યો હતો. હરણની પાછળ દોડતાં છાતી અને પેટ પર બાંધેલા, જીર્ણ શિર્ણ બની ગયેલા ચામડાના બે ય પટ્ટા ટૂટી ગયા હતા. શિયાળાની સૂસવાટા ભરેલા, ઠંડાગાર પવન એને તીરની જેમ ભોંકાઈ રહ્યા હતા. મનુને મનમાં થતું કે, આના કરતાં એના તીરે જેમ હરણને મરણ શરણ કરી દીધું હતું, તેમ પોતે પણ અવલધામ પહોંચી જાય તો વધારે સારું.

    મનુ આવો બધો બડબડાટ કરતો તાપણે શેક લઈ રહ્યો હતો. ત્યાં તેની પત્નીને હરણના શબને સાફ કરતાં, એના શિંગડામાં ભરાયેલી ડાળી પરનો લાંબો કાંટો નજરે ચઢ્યો. કાંટાની તીણી અણી જોતાં એકાએક એને મનમાં ઝબકાર થયો.  તેણે શિંગડામાંથી એ ડાળી છૂટી કરી અને સાચવીને એ કાંટાને ડાળીના સાવ નાના ભાગની સાથે પથ્થરની છરીથી કાપીને જૂદો કર્યો. બાજુમાં સૂકવેલા આંતરડામાંથી ભેગી કરેલી મજબૂત દોરીઓ લટકી રહી હતી. તેણે કાંટા સાથે કસીને એ દોરી બાંધી દીધી. પછી ચામડાના ઢગલામાંથી એક મોટો ટૂકડો લઈ આઠ દસ જગ્યાએ પથ્થરની છરી વડે કાપા પાડ્યા. એ કાપામાંથી કાંટા વડે તેણે દોરી પરોવીને ગાંઠ મારી દોરીના ટૂકડા બાંધી દીધા.

     મૂળ બે જ દોરડાની જગ્યાએ ચામડાને બાંધવાની પાંચ મજબૂત કસો તેણે બનાવી દીધી હતી. મનુ આ જોઈ રહ્યો હતો. હવે તેની ટાઢ પણ ઊડી ગઈ હતી. તેણે ઊભા થઈને વ્હાલસોયી પત્નીને આલિંગનમાં જકડી લીધી.

  માનવસમાજનું પહેલું સીવેલું વસ્ત્ર જન્મી ચૂક્યું હતું.

  એનાથી સહેજ જ પહેલાં  સોય પણ જન્મી ચૂકી હતી.

    અને એનાથી અગત્યની અને અપરંપાર ખુશીની વાત તો એ હતી કે, મુશ્કેલીને તકમાં પરિવર્તિત કરવાની માનવની મૂળભૂત ખૂબીમાં યશકલગીનું એક ઓર પીંછું પણ ઉમેરાઈ ગયું  હતું .  

One response to “સોયનો જન્મ

 1. pragnaju સપ્ટેમ્બર 15, 2020 પર 10:53 એ એમ (am)

  આદી સોયની મજાની વાત સાથે વિચાર તર્ંગમા……….
  સોયની શોધ અંગે આ વાત ત્યાં વાંચી કે સૂઈ એટલે સીવવાવું પાતળી સળી જેવું દોરા નાંખવાના નાકાવાળું ઓજાર; સીવવાનું નાકાવાળું, પાતળું અણીદાર સાધન. સીવવાની સોયની શોધ સૌથી પહેલાં હિંદુસ્તાનમાં થઈ હતી. આજથી ૨૭૦૦ વર્ષ પહેલા જે શોધાઈ હતી; તે સોય હાડકામાંથી બનાવવામાં આવી હતી. લોહચુંબકવાળી સોયનો વપરાશ સાધન તરીકે ઉપયોગ ૩,૦૦૦ વર્ષથી થાય છે એમ કહેવાય છે. અને એ પરથી એક વધુ વાત શે’ર કરૂ કે અહિં ગાંધીધામમાં પણ સોયની મોટી ફેકટરી છે. પહેલા JARK NEEDLE નામ હતું , હવે જર્મની સાથે જોડાણ કરીને બની ગઈ છે SCHMETZ, અહીં સોય બનીને જર્મની એક્સ્પોર્ટ થાય અને પછી ત્યાંથી દૂનિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય.
  યાદ આવે તલવાર અને સોય
  એક નગરમાં સુદોદન નામનો રાજા રહેતો.ધણા સમય પછી તેના નગરમાં તેમના ગુરુજી પધાર્યા.રાજાએ ગુરુજીનુંબહુમાન કર્યું. બહુમાનમાં તેમણે ગુરુજીને પોતોનું રક્ષણ કરવાં મોંઘી તલવાર આપી.ગુરુજીએ કહ્યું, “ રાજન,તમે આટલીમોંઘી તલવાર મારા માટે લાવ્યા એ બદલ આપનો ખૂબખૂબ આભાર”.પરતું આ તલવાર મારા માટે કંઇજ કામનીનથી.જો તમારે મારું બહુમાન કરવું જ હોયતો સોય આપશોતો પણ ચાલશે. સુદોદને કહ્યું,”ગુરુજી સોય કરતાં તલવારથીઆપનું રક્ષણ અને સામનો કરી શકશો.”ગુરુજીએ કહ્યું રાજન,તલવાર તો કાપવાનું કામ કરે,જ્યારે સોય સાંધવાનું કામકરે છે.આ બન્નેમાં સૌથીમહાન કોણ તલવાર કે સોય.બહુમાનમાં મળેલી વસ્તુની કિંમત જોવામાં નથી અવતી પણ તેનીઉપીયોગીતાકેટલી મહત્વની છે તે જોવામાં આવે છે. ઉપીયોગીતા પરથી તેનીકિંમત અંકાય છે.રાજાને ગુરુજીનીવાતસમજાઇ ગઇ.ગુરુજીના ચરણસ્પર્શ કરી બોલ્યા,ગુરુજી તમે મારા જીવનની દિશા બદલી નાખી.આજથી હું લોકોનેજોડવાનું કામ કરીશ. સુદોદને સાચા હ્રદયથી પ્રજાની સેવા કરવાની શરૂકરી અને પ્રજામાં પ્રિય બન્યો.
  સાર જીભને સંયમ રાખીને જીભ પાસે કાતરનું કામ કરાવવાના બદલે સોયનું કામ કરતાં શીખવું જોઈએ.
  સાંપ્રત સમયે ઇન્જેકશનની સોય
  અમેરીકાની સ્વાસ્થ્ય એજન્સી સીડીસી અનુસાર આ સૌથી વધુ સુરક્ષિત અને સરળ પધ્ધતિ છે. દુનિયા સૌથી વધુ વેકિસન આ રીતે જ આપવામાં આવે છે. માંસપેશીઓમાં ઇન્જેકશન મારફતે દવા દાખલ કરવામાં આવે છે. જે શરીરને બિમારી સામે રક્ષા પુરી પાડે છે. જો કે કયારેક તેનાથી ત્વચા પર અસર જોવા મળે છેે. જો કે આ પધ્ધતિ એટલી બધી જોેખમી પણ નથી. કોરોનાની જેટલી રસી હાલ બનાવવામાં આવી છે. તેમાં આ જ પધ્ધતિનો ઉપયોગ થશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: