સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃત્તિઓની લીલા – સુંદરમ્

       ખાવું નથી હોતું, અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે. બોલવું નથી હોતું અને કંઇક બોલી જવાય છે – અણધાર્યું, અણચિંત્યું, અણમાંગ્યું. કરવું નથી હોતું અને કંઇક કરી બેસાય છે… ખવાઇ જાય છે, બોલાઇ જાય છે, કરી બેસાય છે.
      આપણી જાગૃત સંકલ્પશક્તિ જાણે કે, એકાદ ક્ષણ માટે ગુમ થઇ જાય છે. અંને કો’ક બીજું તત્વ આપણા પર સવાર થઇ જાય છે.
       આ રીતે જ ધણી – ધણિયાણી લડી પડે છે, મિત્રો શત્રુ બની જાય છે, હુલ્લડો ફાટી નીકળે છે, બંદૂકની ગોળી છૂટી જાય છે.
        આ છે માણસના ભીતરના ભાગમાં રહેતી વૃત્તિની લીલા – અવિચારી વૃત્તિની. વાયરો વાય અને વહાણ ખેંચાઇ જાય તેમ માણસની સ્થિતિ બને છે. આ તો વિવશતા છે, લાચારી છે, એક રીતે તો પોતાની બેઆબરૂ છે.
         આ સમજાય ત્યારે માણસમાં બીજું કાંઇક જાગે છે. માણસમાં રહેતો આબરૂદાર ભાગ જાગે છે, ધૂણી ઊઠે છે, સિંહની પેઠે હુંકાર કરે છે – પીઠ પરથી પાણી ખંખેરતો હોય તેમ વૃત્તિઓને ખંખેરી નાંખે છે.
          જેવી રીતે અવિચારિણી વૃત્તિ છે, એવીજ ર્રીતે સવિચારિણી વૃત્તિ – ઊર્ધ્વ વૃત્તિ પણ માણસમાં છે. નિર્બળ ભાવોની સામે પ્રબળ સંકલ્પશક્તિ પણ માણસમાં છે. એમાંથી ગોપીચંદ, ભર્તૃહરિ, જનકવિદેહી, ગૌતમ બુધ્ધ જન્મ્યા છે.

સુંદરમ્

One response to “વૃત્તિઓની લીલા – સુંદરમ્

  1. Pingback: સુંદરમ્ « ગુજરાતી સારસ્વત પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: