સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વીપશ્યના – અનુભવો : 3

       અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી કરવામાં આવી છે. સમુહ સાધના ખંડ ઉપરાંત ઈગતપુરીમાં છે તેવી એકાંતમાં સાધના કરવાની કુટીરો પણ છે.

     અહીં પણ હું માનસીક અને શારીરીક પુર્વ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનુભવો કરતાં અહીં સાધના વધારે વ્યવસ્થીત ચાલી. અલબત્ત રોલર કોસ્ટરની જેમ એકાગ્રતાનો આલેખ પણ ઉંચો નીચો જતો હતો. પણ હવે તેનાથી વીચલીત ન થવાની સમતા અને પુખ્તતા આવી હતી. આમ કરતાં કરતાં એક જ દીવસ બાકી રહ્યો હતો. ખાસ કોઈ ઘટના કે નવી અનુભુતીની અપેક્ષા પણ ન હતી.

      આવા સમયે ધ્યાનના એક તાસમાં ટેપ પરથી સાધનાની આગલી મંજીલોની ઝલક અપાઈ રહી હતી. આ પથમાં આગળ વધેલા સાધકો માત્ર શરીરના બાહ્ય અવયવો જ નહીં પણ શરીરને સોંસરું કોરીને છેક અંદર થતી સંવેદનાઓનું પ્રેક્ષણ પણ કરી શકતા હોય છે, તેવી વાત સાંભળવા મળી. મેં આમ કરવા સભાન પ્રયત્ન કરી જોયો, ‘પણ અંદર સ્નાયુઓમાં, હાડકાંમાં, ફેફસામાં, આંતરડામાં શું થઈ રહ્યું છે, તે તો શી રીતે ખબર પડે? ત્યાં ક્યાં ચેતા તંત્ર ફેલાયેલું હોય છે?’ આવા વીચાર મનમાં ચાલી રહ્યા હતા.

      ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.

      ‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘

      આ રટણ સતત અને આપોઆપ થતું જ રહ્યું. જાણે કે મારી અંદરથી કોઈ બીજું જણ આવા આદેશો આપી રહ્યું હતું. એવો અણસાર લાગી રહ્યો હતો. મારી જાત ઉપર, મારા વીચારો ઉપર મારું કોઈ નીયંત્રણ જાણે રહ્યું જ ન હતું. હું સાવ સમર્પીત બનીને આ વહેણમાં ખેંચાતો હોઉં, તેમ લાગવા માંડ્યું. અને એકાએક કોઈક અજાણી ચેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોચ પરથી આખા શરીરમાં ઉતરી આવ્યો. આ ધારામાં તરબોળ મારા શરીરના અણુએ અણુમાં બુદબુદા જ બુદબુદા ખદબદી રહ્યા હોય, આખું શરીર સાવ તરલ બની ગયું હોય, તેવી એક સાવ નવી જ અનુભુતી થઈ. આ ધોધ ઉપરથી નીચે, નીચેથી ઉપર,આગળથી પાછળ, એક બાજુએથી બીજી બાજુએ, તીવ્ર વેગથી, ગતી કરી રહ્યો હતો. ધારાપ્રવાહોનો જાણે કે એક સાગર ઉમટ્યો હતો.

      બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને  મારું ધ્યાન કમને તુટ્યું. હું ઉભો થયો. પણ આ શું ? એ પ્રવાહ, એ અનુભુતી કોઈ સાધના વગર, કે કોઈ પ્રેક્ષણ વીના સભાન સ્થીતીમાં પણ ચાલુ જ રહ્યાં. મારા ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જાણે કે પગની નીચે અનેક સ્પ્રીંગો લાગી ગઈ હતી. સાધનાખંડની બહાર આવ્યો. થોડેક દુર આવેલા, પણ દેખાતા ન હતા, એવા દરીયાકીનારેથી મંદ મંદ પવનની સતત લહેરખી વાઈ રહી હતી. એનો સ્પર્શ મારા હાથ અને ચહેરા ઉપર એક જુદો જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. આ સ્થીતી લગભગ પંદરેક મીનીટ ચાલુ રહી. અને પછી ધીમે ધીમે તે ઓસરી ગઈ. એ પણ અનીત્ય હતી. તરત જ મનમાં આ અનીત્યભાવ જાગી ગયો. અને સામાન્ય વીચારોની વણઝાર પાછી ચાલુ થઈ ગઈ.  પણ ચેતનાના એક નવા પ્રદેશની મુલાકાત આકસ્મીક યોજાઈ ગઈ હતી.

      બીજા દીવસે મંગલમૈત્રીમીલનના કાર્યક્રમમાં આ ભાવ થોડીક જ માત્રામાં ફરીથી જાગ્યો. આંખો એ મૈત્રીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાન્ય વ્યવહારમાં હું પરોવાઈ ગયો, પણ એક વીશ્વાસ થઈ ગયો કે,  આપણને ખબર ન હોય તેવા ચેતનાના અનેક સ્તરો હોઈ શકે છે.

      પણ આપણા રામ તો પાછા હતા એના એ જ.  બસ એક ચમકારો મળી ગયો હતો એટલું જ.

=============================

– આવતા અંકે ….   મારા વીચારો

17 responses to “વીપશ્યના – અનુભવો : 3

 1. Chirag Patel ફેબ્રુવારી 15, 2008 પર 8:26 એ એમ (am)

  દાદા, તમારી ઈર્શ્યા થઈ આવી.

 2. nilam doshi ફેબ્રુવારી 15, 2008 પર 9:50 પી એમ(pm)

  દાદા, તમારો અનુભવ જાણ્યો..અને માણ્યો…નશીબદાર ને જ આવો અનુભવ થાય. આવા અનુભવ..નો એકાદ ચમકારો જ પણ ઘણીવાર જીવનને બદલાવી નાખતા હોય છે….બરાબર ને ?

 3. નીલા ફેબ્રુવારી 20, 2008 પર 10:25 પી એમ(pm)

  આપના અનુભવથી એમ લાગે છે કે આ અનુભવ કરવો રહ્યો.

 4. pragnaju ફેબ્રુવારી 24, 2008 પર 12:44 પી એમ(pm)

  સાદી સીધી વાત હ્રુદયને સ્પર્શી ગઈ…
  આમેય આપણે તેજ માંગીએ છીએ કે-
  તારો અણસાર થાય અને હું ગાફેલ ન રહું…
  આગળ વાંચવા અધીરી થઈ છું
  ઉતાવળ રાખશો

 5. Pinki ફેબ્રુવારી 25, 2008 પર 11:44 એ એમ (am)

  દાદા,આ વિપશ્યના શિબિરને અને મારે થોડું
  છેટું રહી જતું પણ તમે તમારો અનુભવ કહ્યો
  તે પરથી હવે આજે થોડો અફસોસ ઓછો થશે.
  હું Pranic Healing શીખી તે વખતે મને
  તમારા જેવો જ અનુભવ થયેલો અને

  આજે પણ મારા મન અને શરીરની સંવેદના
  ખૂબ જ જાગૃત જ રહી છે ….તેનું મને પણ
  સાનંદાશ્ચાર્ય…….!!

  ચિરાગભાઈના બ્લૉગ પર મેં કહેલું કે
  છુપાવા પાછળ કોઈ દેખીતું કારણ તો નથી
  નિજાનંદ વહેંચવાનો અનેરો આનંદ પણ પામી લઈએ…!!

 6. Chirag Patel ફેબ્રુવારી 29, 2008 પર 10:06 એ એમ (am)

  દાદા,

  ઘણાંની પ્રકૃતી ‘સાકાર’ માટે યોગ્ય હોય છે, એટલે વીપશ્યના સાકારનો સાક્ષાત્કાર કર્યા પછી યોગ્ય રહે, એવું મારું માનવું છે.

 7. Pinki માર્ચ 2, 2008 પર 12:08 એ એમ (am)

  chiragbhaini vat mahad anshe sachi chhe
  pan sakar sathe ekakaar thai gaya pachhi
  eni anubhuti pan naa raheti hoi ane vali
  aapne nirakar svarupe pamvani ichchha kariye chhiye…..!!

 8. j4jules માર્ચ 4, 2008 પર 11:00 એ એમ (am)

  I have been at BADA – Mandvi for Vipassana , truely aswome experience. I must say it given me totaly different direction of life.

  But my point is when we are suppose to fee the ‘feeling’ inside and through our body – we visualize it depending on our knowledge and our understanding of our body functions… as far as ‘ekagrata’ and dhyan concernted – hats of to vipassana, it gives totaly different aproach towards life, I m happy that i happend to be there and learn it at very early age in life.

 9. dhavalrajgeera માર્ચ 25, 2008 પર 10:43 એ એમ (am)

  Dear Bhai Suresh,

  I am reading all you are giving to us.
  Gujarati blogers and surfers.
  Readers and lovers of Gujarati.
  ‘Antarni Vani’ some thing Special.
  Pujya goyankaji and Ramayani- manasmarmgyan pujya Kapindraji of New Delhi-Foundre of Ramayan Vidyapith and Sanmelan were connected and during 1975 We had learned Pujya Goyankaji and His love of Life and teaching “VIPSYANA”
  You have done a great service to us and put three parts of vipsyana.
  Keep serving Gujarat and Gujarati world.
  regards

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 10. Pingback: તુલસીદલ

 11. Pingback: સમ્મોહન – એક વીચાર « ગદ્યસુર

 12. Pingback: બની આઝાદ – ધ્યાન | ગદ્યસુર

 13. Pingback: ૐ કાર અને સોSહમ્ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 14. mhthaker ઓક્ટોબર 1, 2016 પર 7:29 એ એમ (am)

  i had opportunity to learn at Igatpuri under Goyankaji’s presence..
  and i too undergone such sudden breeze of experience–so real-and profound paints our being with divine perfume and as you said..makes us aware of existance of other dimension also.

 15. La' Kant " કંઈક " માર્ચ 10, 2017 પર 8:32 એ એમ (am)

  સુ.જા. જી ,
  મને યાદ છે ત્યાં સુધી આપણે આ વાતો “પ્રત્યક્ષ” વિગતે થઇ છે ! ૧૯૮૫મા સાતમે /આઠમે દિવસે , બે-એક કલાક સરસ ‘અનુભવ’ થયેલો . બેઠકમાં “સતત ચોકડી મારીને બેસવાની આદત” ના હોઈ થોડોક સમય પગ “જડ’ થઇ ગયેલા …. પણ એકંદરે એ લીંક હજીયે ચાલે છે .”રેકી”ની પ્રેક્ટીસ સાથે ….. આહ્લાદક [બ્લિસફૂલ] પ્રતિતીજંક અનુભૂતિ કરાવે છે કવચિત … માત્ર શાંત થઇ બેસવાથી ઘણો ફરક પડે છે … આનંદ ..આનદ અને ક્યારેક તો ” પરમ- આનંદ ” પણ ……. એક અનુપમ મહાણ…. હોતી હોય છે …. પોરબંદર-માધોપુરમાં “રામદુલારે બાપુ “ની સમાધી પર વીસેક મિનીટ વારા-ન્યારા થઇ ગયા’તા… એ પણ યાદ આવે છે,,,, એનું વર્ણન અઘરું ,પણ એ વાત જ એવી છે ,… કે, લાલચ રોકી શકાય નહીં …. [” અવ્યક્તને “અભિવ્યક્તિ કરવાનું મન થયું ,ત્યારેજ તો આ “દ્વંદ્વ”મયતા ગ્રસ્ત ‘સૃષ્ટિ ‘ઉભી થઇ ને ? ( હકીકતે તો, ત્રયોદશી,૩ પરીમાણી જ)]…. પરમની કૃપા-પ્રસાદ અને એનો વારસો જ કે’વાય ને?

 16. La' Kant " કંઈક " મે 26, 2018 પર 8:28 એ એમ (am)

  સુ.જા.:- { ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.
  ‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘}
  <>

  તમે ફરીથી ઇજન આપ્યું, આજે નવું પરિમાણ, નવું દૃષ્ટિબિંદુ .. સામે !
  સંશોધન કરી જોજો … ભીતર, અંત: કરણમાં , જે અનુભવ+ અનુભૂતિ અંકે થયા ,ક્યારેક એના આવા ભાવ સેવાયા હશે ! સ્મૃતિમાં તાત્કાલિક ન પણ ઉપસે યા ઉજાગર ન થાય , કુદરતનું તંત્ર કવચિત અકળ પણ … હોય/ લાગે !
  ” લાઈક એટ્રેક્ટસ લાઈક ” / {“સ-ગોત્ર વિચારો-ભાવો પારસ્પરિક આકર્ષણગ્રસ્ત અવિનાભાવી રીતે હોય જ છે } નો નિયમ મૂળમાં કામ કરે જ છે! એવો મારો અનુ-ષાન્ગિક ભાવ વર્તે છે, માન્યતા દૃઢતર થતી રહી છે .
  અને “અનુભૂતિ” તો અંગત ,અતિ વ્યક્તિગત હોય ,તેને ચેલેન્જ કેમ કરી શકાય ? ! હા, “આપણા PK” ની “અભાસ”
  વાળી વાતમાં પણ એટલું જ ” વજૂદ-તથ્ય ” !

  ” …આમેય આપણે તેજ માંગીએ છીએ કે- / તારો અણસાર થાય અને હું ગાફેલ ન રહું…” { પ્રજ્ઞાજુ }
  સ-જાગતા, ‘એલર્ટટનેસ ‘ જાગરૂકતાની આહલેક જગાવે છે .

  “ચિરાગ પટેલ”- ની વાતનો પણ તાળો મળે છે ! કુદરતની વ્યવસ્થા સમગ્ર ,’સર્વાંગીણ દૃષ્ટિથી ચોફકસ’ – અંતત: એના નિયમોને આધીન અનુવરતે છે … એના કર્માધીન યંત્રણા અંતર્ગત “જે ડ્યૂ હોય તે” તમારા સુધી પહોંચી આવે જ છે !?”
  આ મારી પાકી શ્રદ્ધા છે !

  જોનાર -અનુભવનાર હાજર ન હોય ,તે ….. ‘અ-મન’ દશા , ” અહલાદક આનંદ ” શબ્દો ગેરહાજર માત્ર ” મૌન” ને સાંભળવાનું !
  ***
  {“… બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને મારું ધ્યાન કમને તુટ્યું. … ” } આ વાક્યો-લખાણ તપાસી જોવા જેવા લગે છે ,કરી જોવા જેવું કામ !
  ( કમને તુટ્યું. ??? “મન” હાજર ?)
  થવાનું એની રીતે ” થાય જ છે ” … અને પોતાની મેળે જ થાય છે !
  { આ વાત-મુદો ,આપણા બુઝૂર્ગ ઋષિકવિ “રાજેન્દ્ર શુકલ” (જેમની સાથે મુલાકાત તમેજ કરાવેલી ) કહે છે :-
  ” …. અહીં આ આટલે સુધી પહોંચ્યા પછી સમજાય છે : … આ તો બધું ‘થાય છે !’

  તમે એક તણખો-ચિનગારી આપી એની ‘પ્રેરણાવશ ‘ આ ! આભાર .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: