નાનકડું ઝરણું વહી રહ્યું છે. તેની નાનીશી મુસાફરી પાણીના એક સ્રોત આગળથી શરુ થાય છે; અને બીજા મોટા ઝરણામાં તે મળી જાય, ત્યાં પુરી થાય છે. એક જગ્યાએ ઝરણું કુદકો મારીને નીચે ઉતરે છે અને માટીની ભેખડો કાપીને નાનકડી કેન્યન બનાવી દે છે. જ્યાં એ કુદકો મારે છે, તે જગ્યા ચાલવાના રસ્તાની બાજુમાં છે. ત્યાં ઝરણાંના માર્ગમાં ઘણા બધા પથ્થર મુકેલા છે. એ પથ્થરો વચ્ચે ઝરણાંએ ઘસડી આણેલ માટી, ઝાડની ડાળીઓ, પાંદડાં વીગેરે જમા થતાં જાય છે. ઝરણું આ બધી સંપદા લાવતું રહે છે; અને પડવાની જગાએ માટી પણ કાપતું રહે છે.
પથ્થર ન મુક્યા હોત તો ઝરણું માટી કાપતું જ રહ્યું હોત. અને રસ્તાની બાજુમાં પણ કેન્યન બનવા માંડત. કદાચ રસ્તો પણ ધોવાઈ જાત. પથ્થર ઝરણાંને અવરોધવા મુક્યા છે; એની વીનાશક શક્તીને નીયંત્રીત કરવા મુક્યા છે.
…..
રચનાત્મક અવરોધ કે વીરોધ કલ્યાણકારી અને મંગલદાયક હોઈ શકે છે, નહીં વારુ? વીનાશક, નીરંકુશ, ધસમસતા પ્રવાહને કાબુમાં લેવા જોરદાર અને મસ મોટા પથરા જોઈએ.
Like this:
Like Loading...
Related
ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા પાણીથી થશે નો’તી ખબર.
સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર
saachi vat