સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 6 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

સત્યેન્દ્રની નજર  બધીજ બુક્સ જોતા જોતા એક નજર bank account ની signing  authority ઉપર પડી.. માતાએ સહી કરી હતી. .”ચંપાબેન સુર્યપ્રસાદ” ના નામે..ઓહ.. નો.. માં તમે આ શું કર્યું?

સત્યેન્દ્ર માથા ઉપર હાથ મુકીને વિચારોમાં મગ્ન થઇ ગયો? તેની સામે એક મોટો પડકાર ઉભો હતો..

“શું આ સંબંધ મારે accept કરવા કે નહિ?”

વાચક મિત્રો, તમે મને સલાહ આપી શકશો?

બાબુલ શાહ : અમદાવાદ


3 responses to “નવી પેઢી – 6 : બાબુલ શાહ – લઘુકથા અભિયાન

 1. Devendra Desai એપ્રિલ 29, 2010 પર 1:26 એ એમ (am)

  Satyendra should accept the relationship of
  his mother with Suryaprasad because she was
  alone in this cruel world and she needed male
  companionship to face the world and business rivals.
  Devendra Desai

 2. arvind adalja એપ્રિલ 30, 2010 પર 1:43 એ એમ (am)

  હું દેવેન્દ્ર દેસાઈના મત સાથે સહમત છું. સત્યેન્દ્રે આ સંબંધ સ્વીકારી સુર્યપ્રસાદને પોતાની સાથે ઘેર તેડી જઈ માતા ચંપાબેનને અને સુર્યપ્રસાદને આશ્ચર્ય મુગ્ધ કરી દેવા જોઈએ !

 3. dinesh vakil મે 1, 2010 પર 9:38 એ એમ (am)

  મને લાગે છે કે બંને મિત્રોના મંતવ્યો ભાવનાની દ્રષ્ટીએ
  કદાચ બરાબર છે પરંતુ સત્યેન્દ્ર મનમાં એવી લાગણીથી દુભાતો હશે કે ત્રેવીસ વર્ષમાં માતાએ જો એક વાર પણ આ
  વાત કરી હોત, અરે એક વાર જરા સરખો ઈશારો પણ કર્યો હોત તો મુનીમજી માટેનો એનો દ્રષ્ટિકોણ બદલાઈ
  ગયો હોત, જે તેને પિતાની હુંફની જરૂરિયાત તે ઉમરે હતી તે મળી શકી હોત.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: