“ મિ. જાની ! આ ઘડિયાળને તમારે ખોલવાની છે.” – આલ્ફોન્સો સાહેબે મને કામ સોંપતાં કહ્યું.
1967ની સાલની આ વાત છે. એક મહિના માટે, મને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ખાતામાં તાલીમ લેવાનું કહેવામાં આવ્યું હતું. મોટે ભાગે તો હું કોક ને કોક ટેક્નિશિયન કામ કરતા હોય, તે જોતો. પણ તે દિવસે ખાતાના વડા સ્વ. શ્રી. આલ્ફોન્સો સાહેબે મને જાતે કામ કરવા કહ્યું.
સવારના પહોરમાં જ કોલ યાર્ડના સુપરવાઈઝરની ઓફિસની ઉપર આવેલી , પણ ખોટકાઈ ગયેલી, ત્રણેક ફૂટ વ્યાસ વાળી અને એક ફૂટ પહોળી, ઘડિયાળ ત્યાંનો સ્ટાફ અમારા ખાતામાં સમારકામ માટે મૂકી ગયો હતો. એને ખોલવા સાહેબે મને કહ્યું હતું.
હું તો સ્ક્રૂ ડ્રાઈવર લઈને મચી પડ્યો. બહાર ખુલ્લામાં રહેવાને કારણે એના સ્ક્રૂ એકદમ કટાઈ ગયેલા હતા. મેં એક સ્ક્રૂ ખોલવા પ્રયત્ન કર્યો; પણ તે તો બહુ જ ટાઈટ હતો. એનું માથું મારા સ્ક્રૂ ડ્રાઈવરથી મરી ગયું, મેં બીજા સ્ક્રૂ પર હાથ અજમાવ્યો. પણ એની પણ એ જ હાલત. હવે ત્રીજા તરફ હું વળ્યો.
બાજુમાં ઊભેલા અને મારી હિલચાલ નિહાળી રહેલા, આલ્ફોન્સો સાહેબે મને રોક્યો અને કહ્યું, “ આમ તો તું બધા સ્ક્રૂને મારી નાંખીશ..આ સ્ક્રૂ કેમ ખૂલતા નથી?”
મેં કહ્યું,” એ તો કટાઈ ગયા છે.”
આલ્ફોન્સો સાહેબ – “ તો પહેલું કામ શું? સ્ક્રૂ ખોલવાનું કે કાટ દૂર કરવાનું?”
મને તરત મારી ભૂલ સમજાઈ. હું એક કારીગર પાસેથી રસ્ટોલિનની કૂપી લઈ આવ્યો. બધા સ્ક્રૂ પર તેનો છંટકાવ કર્યો.
આલ્ફોન્સો સાહેબે કહ્યું,” હવે વીસેક મિનીટ પછી સ્ક્રૂ ખોલવા આવીશું.” થોડીક વારે એમણે મને કામ શરૂ કરવા કહ્યું.
પહેલો સ્ક્રૂ થોડોક ચસક્યો, પણ એનું માથું તો મારાથી ટિચાઈ જ ગયું. હું બીજા સ્ક્રૂ તરફ વળતો હતો , ત્યાં સાહેબે મને રોક્યો. “ આમ તો તું બધા સ્ક્રૂ બગાડી નાંખીશ. તને ખબર પડે છે કે, તારી રીતમાં શું ખામી છે?”
મને તો કશી સમજ ન પડી. મેં મારું અજ્ઞાન વ્યક્ત કર્યું, એમણે મને સ્ક્રૂ ખોલીને બતાવ્યો; અને સમજાવ્યું કે, ‘ સ્ક્રૂ ડ્રાઈવરને સ્ક્રૂના ખાંચામાં બરાબર સીધું રાખી, તેની પકડ બરાબર આવી છે કે, નહીં તેની ખાતરી કરીને હાથ ધ્રૂજે નહીં તેમ સ્ક્રૂ ડ્રાઈવરને ફેરવવું જોઈએ.”
હવે મેં તેમણે કહ્યું હતું તેમ કર્યું અને સ્ક્રૂ બરાબર ખૂલી ગયો. આ જ રીતે કામ કરતાં ચોવીસે ચોવીસ સ્ક્રૂ ખૂલી ગયા. પેલા ત્રણેક સ્ક્રૂ , જેમના માથાં મારી અણઆવડતના કારણે મરી ગયા હતા ; તે પણ ચીઝલ ( ટાંકણું?) અને હથોડી વાપરી ખોલવાનું એમણે મને શિખવ્યું.
હવે આલ્ફોન્સો સાહેબે મને પૂછ્યું ,” બોલ! આજે તું શું શિખ્યો?”
મેં કહ્યું ,” કાટ લાગેલા સ્ક્રૂ ખોલવાનું.”
આલ્ફોન્સો સાહેબે કહ્યું,” ના! તને ચાર વાત જાણવા મળી; જે બીજા ઘણા કામોમાં પણ ઉપયોગી થશે.
1. મૂળ પ્રશ્ન કે તકલિફ શું છે; તે આપણે શોધી કાઢવું જોઈએ.
2. કામ કરવા માટે શાં શાં સાધન જરૂરી છે; તે જાણી લેવું જોઈએ.
3. કામ કરવાની રીત બરાબર હોવી જોઈએ.
4. કામ કરવામાં બહુ ધીરજ રાખવી જરૂરી હોય છે. ખોટી ઉતાવળ કામને બગાડી નાંખે છે.
આવા હતા અમારા આલ્ફોન્સો સાહેબ. એ દિવસે એમણે આપેલી શિખ આખી જિંદગી યાદ રહી ગઈ છે.
Like this:
Like Loading...
Related
ઍક નાની વાતમાંથી કેટલુ શીખવા મળે છે તેનુ તદ્રશ્ય વર્ણન !
જિંદગીના ઘણા પાઠો આવા નાના અનુભવોમાંથી ભેગા થાય છે.
Dear Jaani Saheb
Alfanso Saheb ni aa vaat hu pan jindgi bhar yaad rakhis k jethi maru kaam na bagde.
Thanks.
Patience and persistence are the key words of
any work. (job)
Nicely Alfanso saheb taught,
A lesson learnt…now that lesson taught to the others via this Post is a moment of Happiness for you.
Now how you can digest this is another issue. ….You Thank God for you given the opportunity to learn this from Mr.Alfanso(& I am sure you must have thanked Mr. Alfonso himself)..and now you thank God for giving you a thought to “paas on ” to others !
Nice short Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sureshbhai…Thanks for you recent visit/comment on Chandrapukar..& our Email-exchanges !
સુરેશ દાદા સરસ પ્રેરણાત્મક વાત જાણવા મળી . આવા બીજા વધુ આપના અનુભવો લખતા રહેજો જેથી અમોને નવું જાણવા અને પ્રેરણા મળશે .
http://rupen007.feedcluster.com/
સુંદર..પ્રેરણાદાયી પ્રસંગ.
સુંદર…..જિંદગીના પાઠ આવા અનુભવથી ભેગા થાય છે.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
દરેક કામ ખેતીવાડી,મશીનરી કે પ્રયોગશાળાના, આપે
બતાવેલા ચાર નિયમોથી સફળતાના પથે દોરી જાય છે.
નાનો પણ સરસ અનુભવ.કોઈની ભૂલો સુપરવિઝનમાં
કાઢવી સહેલી છે પણ પાણીમાં પડ્યા પછી તરવામાટે
કેટલા હાથપગ હલાવવા પડે,જાત અનુભવે જ ખબર પડે.
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ બોધકથા.
આ ઉપરાંત એક બાબત શીખવા મળી – અનુભવ એ મોટો શિક્ષક છે. વળી, દરેક અનુભવી શિક્ષક બની શકતો નથી.
શ્રી. આલ્ફોન્સો ગોવાના, ચુસ્ત રોમન કેથોલિક ખ્રિસ્તી બુઝુર્ગ હતા. 1967માં એમની ઉમ્મર 58 વર્ષની હતી. તેમને દમનો વ્યાધિ હતો અને છતાં આખા પાવર હાઉસમાં તેઓ ફરતા રહેતા –
ખીસ્સામાં શ્વાસ સાથે લેવાતી દવાનો પમ્પ હમ્મેશ એમની પાસે રહેતો. એમનો એ પમ્પ જોઈ, દમના વ્યાધિ વાળી મારી માને મેં લાવી આપ્યો હતો; જે તેને મરતાં સુધી બહુ આશિર્વાદરૂપ નિવડ્યો હતો.
જિંદગીની શરૂઆત એમણે અદના મજૂર તરીકે કરી હતી; અને મહેનત અને હોંશિયારીના પ્રતાપે સુપ્રિન્ટેન્ડન્ટના પદ સુધી પહોંચ્યા હતા.એમની ભલમનસાઈ અને પ્રેમ લાજવાબ હતા.
Perfect. Some rotten screws need special care else they will screw your life!
હા! આ સત્ય મને આલ્ફોન્સો સાહેબે કહ્યું ન હતું.
તમે આ સત્ય સમજાવ્યું , તે માટે તમારો દિલી આભાર.
પણ…
એમાં શત્રુત્વ કે તિરસ્કારની ની ભાવના ન લાવીએ તો?
આ ઘટનાના અંતમાં ઘડીયાળ તૈયાર થઈ, ત્યાર બાદ બધા સ્ક્રૂ નવા અને સ્તે. સ્ટીલના નાંખ્યા હતા.
નવી પેઢીનું એ કર્તુત્વ હોવું ઘટે કે, તેને કાટ ન લાગે. સદા ઝળહળતા રહે; એમને કાઢવા રસ્ટોલિન ન જોઈએ, કે એમનાં માથાં ટિચાઈ ન જાય.
દરેક ઘટનામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ –
મુક્ત મનથી અવલોકન , ચિંતન અને અમલીકરણ કરીએ તો.
Jo hoi Satguru no saath ane matha per haath , to Siddhi malase j malase.
If I recall my memory, Mr.Alfanso is the same boss of yours ,who gave you some difficult calculatoins and when you did it very correctly, he was very pleased!
ના , એ વળી બીજા સાહેબ. શ્રી. વી.બેન્જામિન શાહ . એ પણ ખ્રિસ્તી . એમની યાદ પણ તાજી થઈ ગઈ. હવે મુડ આવે ત્યારે એમની વાત.
આખા આયખાની આવી કેટકેટલી ઘટનાઓ અને યાદો? આપણે જે પણ કાંઈ છીએ; તે કેટંકેટલાના આપણા જીવનમાં પ્રદાનને કારણે છીએ?
અને આપણે માનીએ છીએ કે,’ હું કાંઈક છું! આખી દુનિયા મારી આજુબાજુ ઘૂમે છે ! ‘
નાની વાતમાંથી મોટી સમજણ જીવનને સમજવા જેવી આપી દીધી આમજ જીવનનું ઘડતર અને ચણતર થતુ રહે છે. શાંતિ અને ધીરજ બહુ જ મહત્ત્વના પરિબળો છે. યુવાન વયમાં તેમ છતાં આ જ ખુટતુ હોય છે અને ઉમર વધતા સમજાતું જાય છે !