સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આવા ગુજરાતીઓ પણ હોય – રવજીભાઈ સાવલિયા

       વલોણાવાળા રવજીભાઈ ક્યાં રહે છે? તો જવાબ મળે પવનચક્કીવાળા બંગલામાં.

        મુલાકાતો જેમ જેમ વધતી ગઈ તેમ “વાળા રવજીભાઈ સાવલીયા” ગયું પણ આગળના શબ્દો નવા નવા પ્રકારના ભરતી થતા રહ્યા, ને વળી જૂનાને હટાવ્યા વગર જ. એ ચીજ નવાઈ પમાડનારી હતી. ઘરઘંટીવાળા…… વીજળી બચાવનારી ઈલેક્ટ્રિક મોટરવાળા, હીરાઉદ્યોગ માટે સગવડ ભરી ઓછી ગરમી પેદા કરીને હીરાઘસુઓને ભઠ્ઠી જેવા તાપમાંથી ઉગારનારી ઈલેક્ટ્રિક સગડીવાળા, ફૂટપંપવાળા, બેટરીથી ચાલતી સાઈકલવાળા, કુત્રિમ વરસાદ વરસાવવાવાળા, જળસંચયવાળા, ગુજરાત સરકારને ભોગવવી પડતી વીજ કટોકટીનું નિવારણ શોધવાવાળા, કીર્તિ સુવર્ણચંદ્રક પ્રદાન કરવાવાળા, રેશનાલિસ્ટોને મદદ કરનારા, તો સાગમટે અનેકોને ખગોળ દર્શન કરાવીને એની ભલભલાને છક્કડ ખવડાવી દે તેવી સરળ સમજૂતી આપવાવાળા રવજીભાઈ, શાળા-કોલેજો સંસ્થાઓમાં ગાંઠને ખર્ચે ફરી ફરીને (છેક મુંબઈ લગી જઈને) વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દેનારા વિજ્ઞાનના રહસ્યો ખોલતાં ભાષણો આપવાવાળા, મોટરકારના આંતરિક દહનયંત્ર ( ઈન્ટર્નલ કમ્બશન એન્જિન)માં પેદા થતી અફાટ ગરમીનું ગતિ-શક્તિમાં રૂપાંતરિત કરી આપવાવાળા રવજીભાઈ……

–  રજનીકુમાર પંડ્યા.

વાંચતાં મન મહોરી ઊઠે તેવો પરિચય…

આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

થોડીક શરૂઆતની જે લીટીઓમાં આ માણસને ‘ઓશો’ રજનીશ ગમતા હતા – તે જાણીને આનંદ આનંદ થઈ ગયો.

2 responses to “આવા ગુજરાતીઓ પણ હોય – રવજીભાઈ સાવલિયા

 1. pragnaju ઓગસ્ટ 3, 2015 પર 11:32 એ એમ (am)

  ઉદ્યોગરત્ન રવજીભાઇના યાંત્રિક વલોણાં અને ફૂટપંપ થી શરુ કરી મોનોબ્લોક ઘરઘંટી, હીરા ઉદ્યોગ માટેની ઇલેક્ટ્રિક સગડી, ડાયમંડ પોલિશિંગ લેથ, અકીક ગ્રાઇન્ડિંગ મશીન, ઓઇલરહિત ઍર કોમ્પ્રેસર વગેરે સાધનો ની શોધ અને કૃત્રિમ વરસાદના સફળ પ્રયોગ અને ૫૦% પેટ્રોલથી અને ૫૦% પાણીથી ચાલતું ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિન રવજીભાઇના ફળદ્રુપ મગજની ઉપજ વિષે તો તેમના અકાળ અવસાન સમયે. ઘણું ચર્ચાયુ હતુ. અને . જીવનના આખરી દિવસોમાં તેમનું એક ક્રાંતિકારી વૈજ્ઞાનિક સંશોધન વાસ્તવિક આકાર પામવાની કાર્યવાહી હેઠળ હતું. સંશોધન હતું ૫૦% પેટ્રોલથી અને ૫૦% પાણીથી ચાલતું ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિન ! રવજીભાઇની એ શોધ તેમને માત્ર દેશમાં નહિ, વિદેશોમાં પણ ખ્યાતિ અપાવી શકે તેમ હતી.
  આવા પ્રખર રવજીભાઇ ને પોતાની મેધામાં ઢબુરેલા રહસ્યો, સપનાં, મનોરથો અને આકાંક્ષાઓ સાથે જ વિદાયના સમાચાર જાણી અમારી આંખ પણ નમ થઇ હતી.આજે ફરી શ્રધ્ધાંજલી આપતા અમારા વંદન

 2. pragnaju ઓગસ્ટ 3, 2015 પર 8:39 પી એમ(pm)

  ૫૦% પેટ્રોલથી અને ૫૦% પાણીથી ચાલતું ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિન !
  આ વળી નવું લાવ્યા. વિગત છે ? પાવર હાઉસના માણસ તરીકે જાણવું પડશે.
  મારા પ્રોજેક્ટ પર એન્જિનનું એનિમેશન તો જુઓ…
  ……………………….
  ખૂબ મઝાનું
  અમારો અનુભવ યાદ આવ્યો.રાજદૂત પર હું પીલીયન હતી અને નહેર પર રાજદૂત સરકવા માંડ્યુ અને અમે કૂદી પડ્યા અને રાજદૂત પાણીમા બૂડ બૂડ.ત્યાં એક ભાઇએ આ જોયું અને એન્જીન સ્ટાર્ટ કરવા પ્રયત્ન કર્યો અને તે ચાલુ થયું અને અમને કહ્યું હવે એન્જીન બંધ કર્યા વગર ઘેર પહોંચો અમે પહોંચ્યા રીપેર કારીગર પાસે તેણે જોયું તો કાર્બ્યુરેટર મા પાણી…તેને સમજતા વાર ન લાગી કે પેટ્રોલ પાણી પર તરે ઍટલે તમે આવ્યા…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: