સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અગડમ – બગડમ – હર્ષિદા દીપક ત્રિવેદી

રમત મંડાણી પાંચીકાની દાણા કેવા મોટા
પાંચ વાંભના પંડે ભર્યા દાણા કેવા ખોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

કોરી પાટી મોટું મીંડું,
ઇચ્છા ભરવા કર્યું છીંડું
અહમ-બહમને આડાં રાખી ચીતરે છે લીસોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

ચમકારો  વીજળીનો થાતો,
મોતી દોરો પ્રોવા જાતો
ભીતર ભીનો નાદ ઘૂઘવતો સમજે છે પરપોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

દુઃખમાં એ સખણો ન હાલે
સુખમાં છલકી છલકી મ્હાલે
ખુદને કાપે ડાળે બેસી જગમાં જડે ન જોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

રસ્તામાં અજવાસ કરી લે
અંતરમાં જઈ વાસ કરી લે
પ્રેમનગર તો ધમ્માચકડી જીવી લે ને મોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?


સાભાર -‘વેગુ’ … મૂળ પ્રકાશન આ રહ્યું.

2 responses to “અગડમ – બગડમ – હર્ષિદા દીપક ત્રિવેદી

 1. pragnaju સપ્ટેમ્બર 4, 2016 પર 11:10 એ એમ (am)

  રસ્તામાં અજવાસ કરી લે
  અંતરમાં જઈ વાસ કરી લે
  પ્રેમનગર તો ધમ્માચકડી જીવી લે ને મોટા
  શું છે બાપુ …Inspiring

 2. Vimala Gohil સપ્ટેમ્બર 4, 2016 પર 1:43 પી એમ(pm)

  “રસ્તામાં અજવાસ કરી લે
  અંતરમાં જઈ વાસ કરી લે
  પ્રેમનગર તો ધમ્માચકડી જીવી લે ને મોટા
  શું છે બાપુ …અગડમ બગડમ ?”

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: