ઘણા લાંબા સમય પછી અહીં આ અવલોકન – સ્નેપ અને સ્નિપ.
આમ તો આ બન્ને કોમ્પ્યુટરના ઉપયોગ સાથે સંકળાયેલા શબ્દો છે. એમાં સ્નેપ અંગે બધા વપરાશકાર માહિતગાર છે. સ્નિપ અમુક જ વાપરનાર જાણે છે.
‘સ્નેપ’ એટલે કોઈ પણ ‘ઓબ્જેક્ટ’ કોમ્પ્યુટરના સ્ક્રીનની પૂર્વ નિર્ધારિત જગ્યાએ જ રહી શકે તેવી સવલત. એને સવલત કહો તો સવલત અને મર્યાદા કહો તો મર્યાદા. મારા કોમ્યુટરના ડેસ્કટોપ પરના થોડાક થમ્બનેલ (લઘુચિત્ર?) શોર્ટ કટ બતાવતું આ ચિત્ર જુઓ – એમને બે રીતે ગોઠવ્યા છે.

પણ સ્ક્રીનની અમુક જગ્યાઓએ જ આવી થમ્બનેલ આવી શકે છે. એમને ખસેડી જોઈએ ત્યારે આપણને આ સવલત કે મર્યાદાની ખબર પડે છે. એ સવલતનો ફાયદો એ છે કે, કોમ્પ્યુટરનો સ્ક્રીનને આપણે વ્યવસ્થિત ગોઠવેલો રાખી શકીએ છે. બધી થમ્બનેલો આપણે જાતે બરાબર ગોઠવવી હોય તો ધ્યાનથી એમને ગોઠવવી પડે. આ તો સહેજ જ માઉસ વડે એમને ફેરવી અને ‘ટપ્પ’ કરતીકને કોઈક અદીઠ ગ્રીડમાં ચીપકાઈ જાય છે.
હવે સ્નિપ અંગે.
જે લોકો કોમ્પ્યુટરના વપરાશ અંગે વધારે જાણે છે, તેમને ખબર છે કે, કોમ્યુટરના સ્ક્રીન પરની કોઈ પણ ચીજને ‘સ્નિપિંગ ટૂલ’વડે આપણે ‘કોપી’ કરીને એ ચિત્ર તરીકે વાપરી શકીએ છીએ. કાતરના ચિત્ર વાળું એ ટૂલ વાપરતાં શીખી લઈએ તો, મજા આવી જાય એવી એ સવલત છે.

ઉપરના ચિત્રમાં જમણી બાજુએ એ ટૂલની, કાતર જેવી થમ્બનેલ છે અને ડાબી બાજુએ એ વાપરવા ક્લિક કરીએ ત્યારે મળતી બારી (!) છે – વિન્ડો. અગાઉના ‘સ્નેપ’ અંગેના બે સ્ક્રીન શોટ આ ટૂલ વડે જ ઝીલી લીધેલા છે.
અલબત્ત અહીં આશય કોમ્પ્યુટરના વપરાશ અંગેની જાણકારી આપવાનો નથી, માટે હવે ગમતીલો અવલોકન કાળ !
આપણા જીવનની સમસ્યાઓ અંગે આપણા મનમાં જાતજાતના વિચારોની હારમાળાઓ સતત ચાલતી રહેતી હોય છે. ‘આમ કેમ થયું? કોના કારણે, કોની ભુલના કારણે એ થયું? અથવા મળેલા આ વિજય પાછળ મારું, બીજા કોઈનું શું પ્રદાન હતું? હવે પછી મારે શું કરવું જોઈએ? આ વ્યક્તિ સારી છે, અને પેલી ખરાબ. આ મને ગમે છે, પણ પેલું નથી ગમતું.’ – જાતજાતના વિચારો, પૃથક્કરણો, તર્ક વિતર્ક અને એવું ઘણું બધું. એ જરૂરી છે અને ઘણી વખત બિન જરૂરી જફા પણ છે. જો એ કોઈ નિર્ણય લેવા આપણને કામમાં આવે તો જરૂરી અને અનિર્ણયાત્મકતામાં જ ફસાવી રાખે તો જફા. આથી આવા અસમંજસ પછી કોઈક ‘સ્નેપ એક્શન’ જરૂરી બની રહે છે. એ સ્નેપ કદાચ હિમાલય જેવી ભુલ પણ હોઈ શકે, અથવા આપણને વિજયશ્રી હારતોરા કરી દે તેવો અલાઉદ્દિનનો ચિરાગ પણ !
ચપટી વાગાડીને કરાતું કામ
– સ્નેપ!
જે લોકો કોપ્યુટરની ‘મ્હાલીપા’થી જાણકાર છે – તેમને ખબર છે કે, આવી ‘સ્નેપ’ સવલતની પાછળ સંતાડી રાખેલી એક ગ્રીડ હોય છે – આવી.

આમાંનું દરેક ટપકું એક નાનકડું વર્તુળ હોય છે, સ્ક્રીન પર એમના સ્થાન વિશેની માહિતી કોમ્પ્યુટરમાં સાચવી રાખેલી હોય છે. એ આપણને દેખાતાં નથી, પણ એ હોય જ છે – કોઈક અદીઠ, અણજાણી, પરમ શક્તિની કની! આપણું બધું એવા કોઈ ને કોઈ બિંદુ સાથે ચિપકાયેલું જ હોઈ શકે છે. આપણા આખાયે આયખાની બધી પ્રવૃત્તિઓ અને ઘટનાઓ પણ બહુ વિશાળ અને ચાર ચાર પરિમાણો વાળી આવી જ કોઈક ‘ગ્રીડ’માં, આમ જ કે તેમ જ, ચસોચસ ‘ફીટ’ હોય છે. માછલી પાણીની બહાર નથી આવી શકતી, એમ આપણે આ ‘ગ્રીડ’ની જંજીરોમાં કેદ હોઈએ છીએ. આપણે અમુક રીતે જ વિચારતા હોઈએ છીએ, અમુક રીતે જ કામ કરતા હોઈએ છીએ. આપણી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને કોઈ આઝાદી હોતી નથી.
અને હવે સ્નિપિંગ ટૂલ પર અવલોકન…
વિચાર કરવાની આપણી પ્રક્રિયા આ ટૂલ જેવી હોય છે. વીતેલા કાળની કતરણો! અથવા કલ્પનાના ભવિષ્યના સુંદર કે બિહામણા ચિત્રમાંથી કતરણો જ કતરણો. નવું કશુંય નહીં. આ ઘડીની પેદાશ તો જવલ્લે જ. અને કદાચ ‘પેઇન્ટ’ કરીએ તો પણ એ ગ્રીડમાથી દેખાતાં જ દૃષ્યો. એ ‘ગ્રીડ’ની બહાર કશું હોય જ નહીં
કે પછી …
સ્નેપ અને સ્નિપથી
અલગ
જીવવાની રીત
પણ શું
હોતી હશે?
‘સ્ક્રેચ’ પર ‘સ્નેપ’ પ્રોજેક્ટ…
//scratch.mit.edu/projects/embed/135781405/?autostart=true
Like this:
Like Loading...
Related
સ્ને પ અને સ્નિપ ની પચાત છોડ …
તારે મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે ?
જીવવાની રીત
પણ શું
હોતી હશે?
અમને તો ચિત્તમા આ રીત જડાવી દીધેલી
માણસ જ માણસ નો રસ્તો કાપે છે આજકાલ !! ……
જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો,
દરજી અને સુથાર ના નિયમ ની જેમ
“માપવું બે વાર, કાપવું એક જ વાર”.
Ama jara mahenat karine unda utarvu padshe, haju to shikhau chhu,
Pan avu kaik navu navu shikhvadata rahesho to gamshe. Shikavani intejari to chhe pan guru bin gnyan kahase pau?
પણ કેટલીક વખત પોતાને વધુ પડતા શાણા સમજતા લોકો પોતાનો અનુભવ બીજાના ઉપર ઠોકી બેડસાડવા મરણિયો પ્રયાસ કરે છે તેનું શું ?