સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બીજમાં વૃક્ષ તું…૨

અગાઉ આ જ મત્લાનો લેખ અહીં રજુ કર્યો હતો…

menderbrot

આ ચિત્ર પર ક્લિક કરો..

આજે એવી બીજી વાત કરવાની છે –

ગોસ્પરનો સાપ

આમ તો આ કોઈ સાપ નથી! પણ મેન્ડર બ્રોટ જેવી જ એક ગણિતીય ‘માયા’ છે!

આ ચિત્રો જુઓ..

એની પાછળનું ગણિત અહીં ….

આ મૂળ વાપરીને બનાવેલો પ્રોજેક્ટ આ રહ્યો…

અને એવી કશી તરખડ ન કરવી હોય તો માત્ર આ વિડિયો જ જુઓ અને એ ડિઝાઈનોનું સૌંદર્ય માણો.

અને હવે ચપટીક ફિલસૂફી…એ ઠસાવવું પડે એમ છે?  કે, કદાચ…

જિન્સનું પણ આવું જ બહુ જટિલ ગણિત હશે? 

2 responses to “બીજમાં વૃક્ષ તું…૨

 1. pragnaju જાન્યુઆરી 14, 2017 પર 9:33 પી એમ(pm)

  જિન્સનું કાવ્ય
  મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
  સાંભળીને તેં મને આપેલ
  કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
  એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક

  મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
  ચાખીને તેં મને આપેલ
  કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
  એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક

  રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
  પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
  ડેનિમ આકાશ
  જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ કરી
  લેઘરના દોરાથી ડબ્બલ સીલ્વેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

  પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ
  ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ
  અને દુનિયા આખી એવી નરવસ થયેલ
  પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ
  એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ
  લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ

  મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
  દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
  એમ માની તેં દરિયો ઉલેચેલ
  કે દરિયાને તારો અવતાર એક ધારી
  હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક

  મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
  કે એવું કંઇક
  મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
  કે એવું કંઇક
  મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
  કે એવું કંઇક

  ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
  એક દૂર દૂર લંબાતો રસ્તો
  ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
  અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં
  બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
  પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

  કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
  ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી
  ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
  રોજ તને રફટફ ચાહવું
  કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
  એ બધું તો મારે સ્વભાવગત
  ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
  પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું

  મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
  ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું
  કે એગમાર્ગ છાપ
  મને ફિટોફિટ થાય
  તને અપટુડેટ લાગે
  બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું

  વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
  એમાંથી યાદ હોય જેટલું તને
  કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
  મેં જે ચોરી લીધેલ હોય એ બધું

  પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
  કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
  એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
  એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક

  મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
  કે એવું કંઈક
  મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
  કે એવું કંઇક
  મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
  કે એવું કંઇક
  મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
  કે એવું કંઇક

  મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
  વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ
  ડિઝાઇનર લેબલનાં બિલ્સ
  થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ
  ફિલ્લમની અડધી ટિકીટો
  ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ
  આવું કંઇક

  – ચંદ્રકાન્ત શાહ કાવ્ય …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: