કોરી નાંખે તેવી એકલતા
શ્રીમતિ લતા હીરાણી લેખિત આ ત્રણ રચનાઓ આસ્વાદો…..
અંતરલક્ષી સહુ જણનો આ પોતિકો અનુભવ. વતનથી દૂર વસેલું આ જણ જેવું કોઈ હોય કે, લતાબહેનની જેમ આત્મીય જીવનસાથી ગુમાવ્યું હોય, કે અન્ય કારણો સર એકલતા અનુભવતા હોય તેવા સૌની આ એકસરખી વેદના.
લતાબહેનના અછાંદસ કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વાંચવાની શરૂઆત કર્યા બાદ, એકલતાની વ્યથાને પડઘાવતી આ ત્રણ રચનાઓ ગમી ગઈ.
ઉપર દર્શાવેલ કારણોમાંનું કોઈ કારણ હોય અને એકલતા સહેવી પડતી હોય, તો તો તે સમજી શકાય તેવી વાત છે. પણ……
સાંપ્રત સમાજમાં, હકડેઠઠ ભીડની વચ્ચે, જોર શોરથી ગર્જતા સોશિયલ મિડિયાની ભીંસની મધ્યમાં પણ માણસ એકલો પડી ગયો છે; ખોવાઈ ગયો છે – એનું શું? આધુનિક સમાજની આ બહુ શોચનીય કરૂણતા છે. માહીતિ અને મનોરંજનની ફેંકાફેકમાં એકમેક સાથેની આત્મીયતાની હૂંફ કેમ ગઈકાલની જણસ બની ગઈ છે?
‘કોણ બોલે ને કોણ સાંભળે?’ – એ જૂના ગઝલાવલોકનની યાદ આવી ગઈ. [ આ રહ્યું એ …… ]
એને માટે આપણી એકલતામાં ઝળઝળિયાં ખેરવીને વીરમીશું?
કે પછી…..
બીજા કોઈ વિકલ્પની શોધ કરીશુ?
Like this:
Like Loading...
Related
સુ શ્રી લતા હીરાણીનાં અછાંદસનું કદ અતિ દીર્ઘ નથી અને તેથી જ એના અર્થનો બોધ ભાવકને આંખ લંબાવ્યા વિના જ લાધે છે. એ ગૂંચવી નાખતો નથી. ક્યારેક તો સુંદર કણિકાઓ રૂપે કવિનું અદભૂત લાઘવ વધુ ભવ્ય અને પ્રભાવશાળી બનીને ઉભર્યું છે. ભાવકોના મનની શાતા માટે કવયિત્રી ખુબ સજાગ છે.