સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુજરાતની બહાર દીવાળી

એ ય બાપુ! રામરામ… સાલમુબારક ..

      ગુજરાતની બહાર રહેતા કયા ગુજરાતીને ગુજરાતની દીવાળી અને બેસતા વરસની મજા યાદ ન આવે? એ જાતજાતની વાનગીઓ; નવાંનકોર કપડાં પહેરી એ એકબીજાને મળવા જવાનું; એ ફટાકડા; રસ્તા પરની એ વાહનો અને માનવ મહેરામણની, હૈયે હૈયું ભીંસાય એવી, હકડેઠઠ ભીડ..    અને એય સવારના પહોરમાં ચાર વાગતામાં જ .. 

“ અમાસની રાતે, પડવેનું વહાણું , સબરસ .. સબરસ.. “

– ની અહાલેક ગજાવી, શુકનનું મીઠું પીરસતા, અને બોણી માંગતા, તરવરીયા તોખાર જેવા કીશોરો … .

     પણ એ યાદો તાજી કરીને આ સપ્પરમા દીવસને ખારો અને ખાટો નથી બનાવવો!

     આ વાત છે, મારી ગુજરાતની બહાર પહેલી દીવાળીની. મારી પહેલી ટ્રેન મુસાફરીની વાત તો અગાઉ કરેલી છે. ( એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. )  એના પરીપાક રુપે મને રાજામન્દ્રી- આન્ધ્ર પ્રદેશમાં નોકરી મળી ગઈ હતી. હું ભાઈને ત્યાં રહેવા ગયો; ત્યારે ભાઈ ભાભી મીલની કોલોનીમાં રહેતાં હતાં. ઘણા વખતથી તેમનો વીચાર એ ક્વાર્ટર છોડીને દુરના શાંત વીસ્તારમાં રહેવા જવાનો હતો. આથી મારા ત્યાં ગયા પછી, એકાદ મહીના બાદ એમણે એક સારા અને શાંત વીસ્તારમાં મકાન ભાડે રાખ્યું. ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં ગુજરાતીઓની વસ્તી પણ હતી.

   એકાદ મહીનો ઠરીઠામ થયા હોઈશું; ત્યાં દીવાળીના તહેવાર આવી ગયા. અમને બાતમી મળી કે, બેસતા વરસને દીવસે બધા ગુજરાતીઓ એકબીજાને ઘેર સાગમટે મળવા જવાનો રીવાજ છે. અમારા ઘરની નજીક જ મીલના ચીફ ઈલેક્ટ્રીકલ  એન્જીનીયર શ્રી. દેસાઈ સાહેબ રહેતા હતા. એમને ઘેર દસ વાગે બધા આવવાના છે; એવા વાવડ પણ મળ્યા. મારા ભાઈ અને હું ત્યાં પહોંચી ગયા. બેસતા વરસના દીવસે માત્ર પુરુષો જ આ ઔપચારીકતામાં જોડાતા હોય છે; એવી ખબર પડી હતી. આથી ભાભી સાથે આવ્યાં ન હતાં.

     અમે બે દેસાઈ સાહેબને ઘેર પહોંચ્યા; ત્યારે અમે પહેલા હતા. થોડી વારમાં એક જુવાન છોકરો ખબર લઈને આવ્યો કે, બધા આવે છે. અને થોડીક વારમાં તો બધું હાઉસન જાઉસન ત્યાં આવી પુગ્યું. અમે તો એ વગર લગનની જાન જોઈને ‘જાની’ હોવા છતાં હેબતાઈ જ ગયા. ચાલીસેક માણસોનો કાફલો હતો. આવતાંની સાથે કાફલાએ સર્વ સમ્મતીથી નક્કી કર્યું કે, દેસાઈ સાહેબ બાદ અમારે ઘેર પડાવ રાખવાનો છે !

     ભાઈએ સંકેત કરી, મને બાજુએ બોલાવ્યો અમે કહ્યું ,” ઘેર જઈને તારી ભાભીને આ માહીતી આપી આવ. આપણા ઘરમાં આ બધાંની આગતા સ્વાગતા શી રીતે કરીશું? “

     હું તો બાપુ! હાંફળો ફાંફળો ધોડ્યો. ઘેર જઈ ભાભીને આ શુભ આપત્તીના સમાચાર પહોંચાડ્યા. ભાભી પણ મુંઝાઈ ગયા. અમે બે જણાએ થઈ, તાબડતોબ ગાદલાં નીચે પાથરી દીધાં. બધાંને બેસાડાય એટલી ખુરશીઓ અમારે ત્યાં ક્યાં હતી? આ કામ પતાવી, બધાંને નાસ્તા માટે શું બનાવવું, તેનો ભાભી વીચાર કરતાં હતાં, ત્યાં તો એ ‘જાન’ આવવાના વાવડ ઓલ્યો છોકરો આપી ગયો. એને અમારી મુંઝવણનો પણ ખ્યાલ આવી ગયો. એણે કહ્યું, “ ભાભી! ગભરાશો નહીં. કશું ગરમ બનાવવાની જરુર નથી. ચા પણ નહીં. ઘરમાં જે હાજર હોય તે જ ધરજો. “

    આટલી વાત ચાલતી હતી; એટલામાં તો બધા આવી ગયા. ફટાફટ જુવાનીયાઓ રસોડામાં પહોંચી ડબ્બાઓમાંથી દીવાળીની મીઠાઈ અને ફરસાણ થાળીઓમાં કાઢવા લાગી ગયા.

     ભાભીએ ગલવાઈને કહ્યું, “: અરે! આ તો રોજના વપરાશની થાળીઓ છે. કાચની ડીશો કબાટમાંથી કાઢું છું.” પેલા તો સાંભળે જ શાના? એક જણ બોલ્યો, “ બહેન! બધા ઘરના જ તો છે. તમારે મુંઝાવાનું નહીં. તમ તમારે શાંતીથી બાજુમાં ઉભા રહો. ”

     અને ઘરમાં તો બાપુ! ધમાચકડી મચી ગઈ. અમે તો આ વાવાઝોડાં માટે સહેજ પણ તૈયાર ન હતા. બધા ગુજરાતી ભાઈઓએ અમને ‘ સાલમુબારક ‘ કહ્યા ન કહ્યા; મગસ અને મઠીયાંના બે ટુકડા ગલોફામાં ઘાલ્યા ન ઘાલ્યા, અને તરત લશ્કરે તો વીદાયની આલબેલ પુકારી.

    ભાઈ ભાભી તકલીફ પડવા બદલ બધાંની માફી માંગવા લાગ્યા. ત્યાં સૌથી વડીલ બુધ્ધીલાલભાઈ બોલ્યા, “જોની(!) ભાઈ, ઈ તો હંધું ઈમ જ હાલે. તમતમારે સેજે’ય મુંઝાવાનું નંઈ. ન્યાં કણે કુણ પારકું સે?”

    અમે ત્રણે તો આ ગુજરાતી બીરાદરી જોઈ અવાચક જ બની ગયા. અને બધું લશ્કર અમને બેને સંગાથે લઈ આગલા મુકામ તરફ રવાના થયું.

     અનેક દીવાળીઓ દેશ અને દેશની બહાર જોઈ છે. પણ એ દીવાળી અને એ બીરાદરી આજે પણ યાદ આવી જાય છે.

     અહીં અમેરીકામાં તો એવું કાંઈ ખાસ એકબીજાને મળવા જવાનું હોતું નથી. પણ અહીંની દીવાળીની વાત તો ફરી કો’ક વાર.

    આંબે આવ્યા મો’ર. વાત કેશું પોર… 

17 responses to “ગુજરાતની બહાર દીવાળી

 1. Nirlep Bhatt ઓક્ટોબર 28, 2008 પર 8:25 એ એમ (am)

  nice & interesting explanation…now-a-days (mostly businessmeb & professional) have a tedency to go out of station during diwali.

 2. pragnaju ઓક્ટોબર 28, 2008 પર 8:35 એ એમ (am)

  ખૂબ સરસ અભિવ્યક્તી

 3. ratilal Chandaria ઓક્ટોબર 28, 2008 પર 9:00 એ એમ (am)

  તમે વર્ષ સુધારી દીધો

  રતીભાઈ

 4. Mahendra Shah ઓક્ટોબર 28, 2008 પર 12:07 પી એમ(pm)

  Yes, I remember good old days of my small hometown. There was lot excitement. Good story.

 5. Vishnudas ઓક્ટોબર 28, 2008 પર 1:20 પી એમ(pm)

  I have attended many diwali celebrations in Kenya and now for last 40 years in uk but all in different way as your. it was interesting.

 6. યશવંત ઠક્કર ઓક્ટોબર 28, 2008 પર 1:48 પી એમ(pm)

  મજા પડી ગઈ.

 7. અક્ષયપાત્ર ઓક્ટોબર 28, 2008 પર 3:41 પી એમ(pm)

  આ આનંદ વહેંચવાની કળાનો આનંદ વહેંચવા બદલ આભાર !

 8. hemant doshi ઓક્ટોબર 29, 2008 પર 12:22 એ એમ (am)

  it is very true and i have seen this in my native mahuva bunder in gujarat and also in houston last week when i was in houston u.s.a. for my family tour thank you
  hemant doshi at mumbai

 9. Nishant Bhatt ઓક્ટોબર 30, 2008 પર 7:10 પી એમ(pm)

  Dada, AAA to great varta chhe. Aaj sudhi mane khabar nahoti hati ke tame andra maan aatli badhi majha kari hati. Kharekhar jyare ghar ni bahar ghar jevo anubhav thay tyarni majha j kaink judi chhe.

 10. nilam doshi નવેમ્બર 2, 2008 પર 3:04 એ એમ (am)

  divali mubarak…dada…nice to read this experience..

 11. ગાંડાભાઈ વલ્લભ નવેમ્બર 14, 2008 પર 12:22 એ એમ (am)

  સરસ.
  આ વાંચીને દેશમાં વર્ષો પહેલાં અમે દીવાળી-નવા વર્ષના તહેવારો ઉજવતા તેની યાદ અપાવી. અમે આટલા મોટા ટોળામાં નહીં પણ ઘણા જણા ભેગા મળી દરેક ઘરે સાલમુબારક માટે જતા, મોં મીઠું કરી તરત જ બીજા ઘરે જતા, બેસવા માટે રોકાવાનો સમય નો’તો રહેતો. બધાં જ ઘરે જાતે બનાવેલી કોઈ ને કોઈ મીઠાઈ રાખેલી જ હોય, કેમ કે આ રીતે બધા (માત્ર ભાઈઓ જ) મળવા આવશે, એ રીવાજ હતો, અને એવી અપેક્ષા રહેતી.
  આજે શું હશે તેની મને ખબર નથી. આ લગભગ ૩૪ વર્ષ પહેલાંની વાત છે.

 12. પ્રવિણ શ્રીમાળી ઓક્ટોબર 15, 2009 પર 8:29 એ એમ (am)

  દાદા, ખુબ જ સરસ ભાવનાસભર લેખ અને યાદો, મને તો મારા મમ્મઈ લીંપણ વાળા ઘરમાં નવું લીંપણ લીંપતા અને જે આંકળિયોની અવનવી ડિઝાઈન પાડતાં તે હજુ પણ યાદ આવે છે તો જૂનાં ઘરની આકૃતિની યાદ થી મન ભરાઈ આવે છે. અને અમદાવાદના લાલદરવાજા ની ભીડ!…

 13. Kartik Mistry ઓક્ટોબર 20, 2009 પર 7:47 એ એમ (am)

  અમે છોકરાઓ ઊંમર પ્રમાણે અલગ ટોળી બનાવીને જતા. નાનાં છોકરાઓની ટોળી મોટાભાગે મુખવાસ ઉપર આક્રમણ કરતી અને બાતમી મળે કે ફલાણાનાં ઘરે ‘સારો’ મુખવાસ છે તો ત્યાં પહેલા પહોંચી જતા. અમારે મોટાભાગે રાત્રે જવાનું થતું – હજી પણ એ દિવસો ભૂલાયા નથી અને ભૂલાશે પણ નહીં 🙂

 14. Harnish Jani ઓક્ટોબર 20, 2009 પર 8:16 એ એમ (am)

  Your experience has inspired me to write about my old experiences in India and new in USA-Thanks.

 15. pravinash1 ઓક્ટોબર 20, 2009 પર 7:07 પી એમ(pm)

  Same way we used to celebrate when I was in Detroit group of friends used to take day off on New Year’s day and visit to the friends house one by one.
  visit http://www.pravinash.wordpress.com

 16. Pingback: ગુજરાત બહાર દિવાળી | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: