સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પરીવર્તન -2

પ્રચંડ ધડાકો – બીગ બેન્ગ

આશરે 1,370 કરોડ વર્ષ પહેલાં

e0aaace0aabfe0aa97-e0aaace0ab87e0aaa8e0ab8de0aa97

બીગ -બેન્ગ વિશે હ્યુસ્ટનના ઈજનેર- કળાકાર શ્રી. દિલીપ પરીખની ચિત્ર કલ્પના. — આ ચિત્ર પર ક્લિક કરી, એ ચિત્રનું રસદર્શન માણો…

    એ કોઈ ગુઢ, ન સમજી શકાય તેવી સ્થીતી હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બીંદુ ઉપર કેન્દ્રીત થયેલું હતું. તેમાં દ્રવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. અને એ બીંદુની બહાર કેવળ શુન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું. તેનું ઉષ્ણતામાન શુન્ય અંશ કેલ્વીન હતું – જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું. અને આ બન્ને, સાવ વીભીન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદ્રશ્ય, અને જડ આવરણ પણ હતું જ.

     અથવા આનાથી સાવ વીપરીત કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દ્રવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શુન્ય હતું – કોઈ કદ વીનાનું, ઉષ્ણાતીઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તીત્વ.

     એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ હાજર ન હતું.

     પણ આવું કશુંક, અનાદી કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને, સુતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાંય, તે સમયે કે તે પહેલાંના સમયે કશું બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરીવર્તન વીનાની એ કેવળ જડતા હતી.

    અને ત્યાં કશુંક થયું.

    શું થયું? શા માટે થયું? કોણે કર્યું? ક્યારે કર્યું? કઈ રીતે કર્યું? આવા કોઈ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકે તેવું પણ કોઈ ન હતું.

    પણ કશુંક થયું તો ખરું જ.

    અને ક્ષણાર્ધમાં એ સમગ્ર હોવાપણું, કે ન હોવાપણું પરીવર્તનના ન થંભી શકે તેવા ચકરાવે ચઢી ગયું. કોઈ અજ્ઞાત તત્વની પ્રચ્છન્ન અભીપ્સાના બળે આમ થયું. અને જ્યાં કશું જ ન હતું એમાંથી સતત, પ્રચંડ માત્રામાં, બળબળતા દ્રવ્ય રાશીઓ ફેંકાવા માંડ્યા. હવે એ જડ હોવાપણું અપરીવર્તનશીલ સ્થીતીને ક્ષણાર્ધ માટે પણ ટકાવી શકે તેમ ન હતું.

    પ્રત્યેક ક્ષણે, પ્રચંડકાય, બળબળતા વાયુની બનેલી, નીહારીકાઓ, ચકરાવા ખાતી ખાતી, તીવ્ર વેગે, એ બીંદુમાંથી બહાર ફેંકાઈ રહી હતી અને દુર ને દુર સરતી જતી હતી. હવે તેમને એકમેક સાથે આકર્ષાતી રાખનાર, ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મ લઈ ચુક્યું હતું. આ ભેગા રાખનાર બળને અતીક્રમીને એમની પ્રચંડ ગતીને કાયમી કરતું – હર ક્ષણ એ બહીર્મુખ ગતીને વધારતું – કોઈ અજ્ઞાત બળ પણ સર્જાઈ ચુક્યું હતું.

સોમ્બેરો નીહારીકા

સોમ્બેરો નીહારીકા

     સોમ્બેરો નીહારીકા . પૃથ્વીથી 2.8  કરોડ પ્રકાશવર્ષ દુર, વ્યાસ – 50,000 પ્રકાશ વર્ષ , તારાઓની સંખ્યા આશરે 80,000 કરોડ !!! [  હબલ દુરબીન વડે લેવાયેલ ફોટો.  ] 

    અસ્તીત્વ વાળા બ્રહ્માંડનો જન્મ થઈ ચુક્યો હતો.

    પતીવર્તનની ન રોકી શકાય તેવી ઘટના આકાર લઈ ચુકી હતી.

————————–

આ મારી પોતાની, મારા અત્યંત સીમીત જ્ઞાનના આધાર પર રચાયેલી કેવળ પરીકલ્પના છે.

વૈજ્ઞાનીક, આધારભુત માહીતી માટે અહીં ‘ક્લીક’  કરો 

17 responses to “પરીવર્તન -2

  1. અખિલ સુતરીઆ જાન્યુઆરી 9, 2009 પર 8:17 એ એમ (am)

    બ્રહ્માંડ કેવીરીતે અસ્તિત્વમાં આવ્યું હશે ? જેવા સવાલ જેમને પણ થયા હશે તે સૌએ પોતપોતાની રીતે કલ્પના કરી હશે. પોતાના જ્ઞાન.. જાણકારી .. ભણતર .. નો આધાર લઇને .. વર્તમાનમાં રહીને ભૂતકાળમાં શું.. કેમ.. કેવીરીતે.. ક્યારે .. ક્યાં .. કોણે .. કર્યુંથી માંડીને ભવિષ્યકાળમાં શું.. કેમ.. કેવીરીતે.. ક્યારે .. ક્યાં .. કોણ .. કરશે કે કરી શકશે સુધીના અવલોકન અને અનુમાન .. કરવામાં ઇજનેરી ભણતર આગવો ભાગ ભજવતું જ હોય છે.

  2. pragnaju જાન્યુઆરી 9, 2009 પર 8:50 એ એમ (am)

    એન્ટિમેટરને સ્‍પેર કરવા માટે ખૂબ જ ઓછા તાપમાન તેમજ વિદ્યુત-ચુંબકીય તંત્ર જરૂરી છે પરંતુ આ એન્ટિમેટરનો ઉપયોગ માનવ જાતને સુખ-સુવિધાઓ માટે થઇ શકે છે.
    તબીબીઓ અત્‍યારે પોઝીટ્રોન ઇમિશન ટોમોગ્રાફી-પીઇટી તરીકે ઓળખાય છે. તેમાં રેડિયો એકટિવ પદાર્થોના ક્ષયથી આવા એન્ટિ પાર્ટીકલ કણો ઉત્‍પન્‍ન કરીને દર્દોની જાણકારી મેળવી શકાય છે.
    ઉપરાંત રોકેટના બળતણ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એક ગ્રામ એન્ટિમેટરમાંથી ર૩ સ્‍પેસ સટલને બળતણ પુરુ પાડી શકાય છે. તેના ગામાકિરણો પેદા કરી શકાય છે.

  3. amittparikh જાન્યુઆરી 9, 2009 પર 8:53 એ એમ (am)

    શૂન્યાવકાશમાં જાણે ચેતના સ્ફૂરી… સ્વના અસ્તિત્વની. એકાંત. ન સ્થળ. ન સમય. સર્વત્ર માત્ર એક.. સ્વયં. સ્વને જાણવો પણ શી રીતે? શૂન્ય = સર્જન + વિસર્જન. 0 = +1 + -1. શૂન્યાવકાશમાં કંપનો લાવી સર્જન. સકારાત્મક અને નકારાત્મક પરિબળોને સમાન રાખી… કોઇ પણ સર્જન માટે પ્રથમ એની કલ્પના કરવી અનિવાર્ય છે. એ ચૈતન્યએ કલ્પના કરી અવિરત સર્જન શરૂ કર્યું.. એકમાંથી બે થયા – ચૈતન્ય અને શક્તિ.. પરિવર્તનશીલ શક્તિ અને અટલ દ્રષ્ટા. સ્વયં રચયિતા. સ્વયં રચના. સ્વયં દ્રષ્ટા. સંપૂર્ણ દ્વારા સ્વયંના અસંખ્ય અપૂર્ણ ભાગોનો જન્મ. ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના. બ્રહ્માંડ – દરેકે દરેક અંડમાં એક જ બ્રહ્મનો વાસ – પણ બહાર સપાટી પર દરેકે દરેક ભાગ અજોડ. આમ ઐક્ય અને વિવિધતાનું અસ્તિત્વ એકીસાથે. એ ક્ષણથી ચાલ્યું આવતું અવિરત પરિવર્તન. એને જોનાર અચલ દ્રષ્ટા. શિવ અને શક્તિનો આ અવિરત ખેલ. અસ્તિત્વ – અનુભવ – અભિવ્યક્તિ – ઉત્ક્રાંતિ.
    અમિત પરીખ
    http://amittparikh.wordpress.com
    http://silenceblogs.wordpress.com

  4. Rajendra Trivedi જાન્યુઆરી 9, 2009 પર 9:40 એ એમ (am)

    Dear bhai Suresh,
    Good thinking…This is just Begining!
    PET and SPECT…
    Big Bang ….
    Bramand and A nek Bramands…..
    Zeo to dot. and many wooks and thinkers and Physicisit,Philosophers and scholers are working day and night to try to understand.

  5. Junagadh Tourist Info. જાન્યુઆરી 9, 2009 પર 9:43 એ એમ (am)

    It’s so good to see you weaved science & philosophy amazingly with your writing skills, also, nice to see the link at the end. Science & good command on english is need of times for the new generation for progress of our nation…

  6. Maheshchandra Naik જાન્યુઆરી 9, 2009 પર 2:15 પી એમ(pm)

    CHANGE is linked with SCIENCE, GREAT Shri Sureshbhai,

  7. neetakotecha જાન્યુઆરી 9, 2009 પર 7:04 પી એમ(pm)

    mane pan aavaa vicharo aavta hoy..pan vadhare vichar karu to mathu farva lage..sachche dadaji kai ketla savalo eva hoy che ke je vicharva besiye ne to magaj na kad karta ketketla mota hoy..ane pachi shu thay?ekdam em thay ke jo have vicharish to magaj fati ne be tukda thai jashe..
    pan mane gamiyu ke aap mara karta pan vadhare yuvan cho karan aa vichari to sakiya..ane kahi to sakiya..
    gr88888 dadaji…

  8. Prabhulal Tataria"dhufari" જાન્યુઆરી 10, 2009 પર 1:06 એ એમ (am)

    ભાઇશ્રી જાની
    આપનો લેખ બીગબેન્ગવાળો વાંચ્યો.મારા મતે એ કોઇ સાયન્સ ફ્રિકવન્સ નથી પણ તેથી પણ કંઇક વિશેષ છે.માફ કરજો તમારા જેવા ભારેખમ અને અલંકારી શબ્દો વાપરતા મને નથી આવળતા ને સાદા શબ્દોમાં પણ હું મારા મનોભાવ વ્યક્ત નથી કરી શકતો. હા આ બાબત અમારા કચ્છના ભક્ત કવિશ્રી ચંદુભા જાડેજાના શબ્દો ટાંકવાનો વિચાર નથી રોકી શક્તો કદાચ તેમાંથી મારા મનોભાવ વ્યક્ત થાય તેમણે કહ્યું છેઃ
    શુન્યમાંથી શબ્દ બ્રહ્મની સાથે નાદ બિન્દુ ઓંકાર
    આદ્યભવાની ઉપન્યા તેદી મહી તણાં મંડાણ
    પાણીમાંથી પેદા કીધા માયાના પડદા દીધા.
    રજમાંથી શ્રી બ્રહ્મ બનાવ્યા સત્વમાંથી શ્રી શ્યામ
    તમમાંથી ત્રિપુરી પોતે પ્રગટ્યા આપો આપ… …
    આ વાંચીને તમે મારા વિષે શું ધારશો એ આપ્ની વિચાર સરણી પર આધારિત છે
    અસ્તું,
    -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  9. bhumit shah જાન્યુઆરી 12, 2009 પર 2:32 એ એમ (am)

    Nice PariKalpana……I agree with you that there is no answer to many question for Big Bang theory or any other for the creation of Bramhand……….But according to Jainism we strongly believe that this Bramhand WAS, IS and WILL BE there, There is no starting and No ending for the universe. Just it keeps on Changing.

  10. la'kant માર્ચ 8, 2011 પર 4:50 એ એમ (am)

    Everybody has his/her/its way of thinking according to FAITH OR SCHOOL OF BELIEF one follows… ‘Right? or Wrong? ‘ is again “SAPEKSH” [Depending on theory of Relativity]. However, ‘What U have imagined or say Extended based on Some Material/Literature already available is a Routine Standard desire to Express the feeling of Understanding one has…
    Eventually it’s all a part of the game of LIFE… i.e. The EVOLUTION…..[Self Emerging Process of Growth and expantion of The “LIFE/EXIATANCE”.]- Presently to cut it short this what comes to my Mind NOW!-La’Kant.’KAINK’

  11. la'kant માર્ચ 8, 2011 પર 4:55 એ એમ (am)

    Please Read…”LIFE/Existance,…This is what comes to my Mind” in the last sentence in my Post some minutes ago here!

  12. Pingback: પ્રચંડ ધડાકો | સૂરસાધના

  13. Pingback: પરિવર્તનનો શહેનશાહ | સૂરસાધના

  14. pragnaju જૂન 13, 2017 પર 6:53 પી એમ(pm)

    Sadhguru at Kantisarovar: Nada Brahma Chant – YouTube
    Video for youtube sadhguru naad▶ 9:14

    Sep 20, 2015 – Uploaded by Sadhguru
    Sadhguru speaks about his experience at Kanti Sarovar, the glacial lake … and the divinity in your melodious …
    Brahmananda Swaroopa Chant – Sadhguru – YouTube
    Video for youtube sadhguru naad▶ 3:07

    Nov 23, 2010 – Uploaded by Isha Foundation
    Sadhguru chants Brahmananda Swaroopa at the Isha Yoga Center, darshan with participants. … Ananda …
    What is Anhad Naad? – YouTube
    Video for youtube sadhguru naad▶ 2:05

    Apr 18, 2016 – Uploaded by Gurumaa Ashram
    I’ll tel you whats anahat naad sit in a quiet place put a earphones inside your ears you will hear a thin sound …

  15. Pingback: પરિવર્તન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?