સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવલકથા ઉપસંહાર

વાર્તામાં આવેલ અણધાર્યા અને અચાનક અંતથી વાચક ‘આગળ શું થયું?’ તેમ વીચારતો થઈ જાય; તે સ્વાભાવીક છે. ગોવો, રુપલી, કાનો, વીહો, પાંચો, ભુલો, જગ્ગો, ખાન, જુન્નો, જીતમલ્લ .. આ બધાનાં જીવન મહા શમનની ઘટના પછી શી રીતે વ્યતીત થયાં એ હું વાચકની કલ્પના પર છોડું છું.

આમેય જીવનની કોઈ કથા કદાપી, ક્યાંય સમાપ્ત થતી જ નથી.સમાજનો, સંસ્કૃતીનો, જીવનનો પ્રવાહ તો એક યા બીજા સ્વરુપે ચાલુ જ રહે છે. એને કોઈ અંત ન જ હોય. આ કથામાં ‘પહેલા ગોવાળીયા’ ગોવાના જીવનમાં આવેલ વીવીધ પરીવર્તનો આલેખવાનો પ્રયત્ન થયો છે. ગાયોના પહેલા પાલક બનવા ઉપરાંત ‘ ગો’ એટલે ઈન્દ્રીયોના પ્રથમ વીજેતા બનનાર ગોવાની જીવનયાત્રાનો આ આલેખ  છે.

એ આલેખને વાચક પોતાની કલ્પના અનુસાર વળાંકો આપી; અનેક, અંતહીન અને નવાં પ્રકરણો કલ્પી શકે છે.

પણ યુગો વીતી જાય; પાયાનાં માનવ મુલ્યો, શક્તીઓ, અને પ્રયત્નો એમના એમ અક્ષુણ્ણ રહ્યાં છે- રહેવાનાં જ છે.

———————-

25, ડીસેમ્બર 2009 ના રોજ  આખી નવલકથા ઈ-પુસ્તકના આકારે પ્રકાશીત કરવામાં આવશે. જે કોઈ વાચકને પોતાના પ્રતીભાવ એમાં સમાવેશ કરાવવાની ઈચ્છા હોય તે 22 તારીખ સુધીમાં મને ઈમેલ મારફત જણાવશે તો તેનો ઈ=પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે.

5 responses to “નવલકથા ઉપસંહાર

 1. Ramesh Patel ડિસેમ્બર 19, 2009 પર 12:58 પી એમ(pm)

  આમેય જીવનની કોઈ કથા કદાપી, ક્યાંય સમાપ્ત થતી જ નથી.સમાજનો, સંસ્કૃતીનો, જીવનનો પ્રવાહ તો એક યા બીજા સ્વરુપે ચાલુ જ રહે છે. એને કોઈ અંત ન જ હોય. આ કથામાં ‘પહેલા ગોવાળીયા’ ગોવાના જીવનમાં આવેલ વીવીધ પરીવર્તનો આલેખવાનો પ્રયત્ન થયો છે. ગાયોના પહેલા પાલક બનવા ઉપરાંત ‘ ગો’ એટલે ઈન્દ્રીયોના પ્રથમ વીજેતા બનનાર ગોવાની જીવનયાત્રાનો આ આલેખ છે.

  શ્રી સુરેશભાઈ જાનીના મનો જગતમાંથી વહેલી આ

  નવલ કથાની પૄષ્ઠ ભૂમિકા ધરતી પર સંજોગોને

  આધીન વિકસેલી ગાથા છે.સતત વિચારોથી

  અવલોકનને ગૂંથવાની તેમની શક્તિ એક સુંદર

  ભાવ ભરી કૄતિ સાહિત્ય જગતને ધરશે એવો

  મનને વિશ્વાસછે.તેમને મારા ખળખળ વહેતા

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. pragnaju ડિસેમ્બર 21, 2009 પર 1:26 પી એમ(pm)

  યાદ આ્વી સંતની વાત–

  રાવણ મરતો નથી; મરવાનોય નથી; એને ખુદ ભગવાનનું વરદાન હતું, ….
  આવતાં સુખદુઃખોના કારણે દેહ અને બુદ્ધિને પોતાના વિવેક અને જ્ઞાન વડે સમાપ્ત કરે છે….
  મારા પ્રવચનમા ઘણીવાર અંતમા જણાવુ-
  શેષં આચારેણ પૂરયેત્…

 3. dhavalrajgeera ડિસેમ્બર 21, 2009 પર 5:27 પી એમ(pm)

  How True!
  Action speeks louder than words.
  ” શેષં આચારેણ પૂરયેત્ ”

  Rajendra

 4. nilam doshi ડિસેમ્બર 23, 2009 પર 6:36 એ એમ (am)

  mane to gami gayo navalano subject… thoda hapta vanchya che. sanjjogone lidhe akhi vanchi shaki nathi..sorry for that. but no point of telling lie.

  but now will surely read it.

  hats off dada

  more than half i have already read..and that just fantastic. totally new subject.

 5. vijay vanecha જાન્યુઆરી 19, 2010 પર 8:04 એ એમ (am)

  Dada…
  Mara 26 varash na jivan ma vancheli aa paheli NAVALKATHA 6. vanchan ma mane ras nathi pan PAHELO GOVALIYO ek j bethak ma vanchi lidhi….
  Bahu maja aavi….
  Thanks…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: