સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અક્ષયપાત્ર

અક્ષયપાત્ર

[ અક્ષયપાત્ર મેળવવા ઉપર ‘ક્લીક’ કરો ! ]

માનનીય શ્રીમતી રેખાબેન સિંધલના બ્લોગનું નામ – ‘અક્ષયપાત્ર’. જ્યારે જ્યારે એમની કોઈ નવી રચના વાંચવા આ બ્લોગની મુલાકાત લઉં ત્યારે,અચુક વીચાર આવે ,” એમણે બ્લોગ માટે શીદ આ નામ પસંદ કર્યું હશે?’ કદીક વીચાર થાય, ‘એમને પુછી તો જોઉં.’ પણ પછી એમ પુછવાનું ભુલી જવાય. કદીક થાય, ‘નામમાં શું? કામ મહત્વનું છે!’

પણ આજની સોમવારી સવારે આ વીચાર મનમાં ઘુમરાયા જ કર્યો. અને એમાં મારા તુક્કાઓ ઉમેરાતા ગયા!

તો એ તુક્કાઓનું  અવતરણ આ લેખ મારફત કરી રહ્યો છું. રેખાબેનને વીનંતી કે એમના મુળ વીચાર પ્રતીભાવ રુપે જરુર વ્યક્ત કરે.

બ્લોગ એટલે મનના વીચારોની જાહેર અભીવ્યક્તી માટેની, એકવીસમી સદીની પીઠીકા, પ્લેટફોર્મ. આપણા વીચારો, આપણા સંગ્રહો હવે ખાનગી ન રાખવા હોય તો; ‘મફત(!)‘ મળતી સગવડ. અલબત્ત ટાઈપ કરવાની થોડીક અગવડ સાથે જ સ્તો.

પણ એના ફાયદા?

“ ગણ્યા ગણાય નહીં,
વીણ્યાં વીણાય નહીં,
તો ય મારા કોમ્યુટરમાં માય!”

અરે મારા જ નહીં, જગતના કોઈ પણ કોમ્યુટરમાં એક જ ક્લીકે હાજર !

હું નાનો હતો, ત્યારે કાવ્ય/ ગીત રસીક મારા મોટા ભાઈ, ભરતભાઈએ ગમતાં ગીતો/કાવ્યો સંઘરવા એક નાનકડી નોટ બનાવેલી. એમાં કોઈ નવી રચના ઉમેરાઈ હોય તો તે બધાં ભાંડુ રસપુર્વક વાંચી નાંખતા. ઘણી કવીતાઓ અને ગીતો તો મોંઢે પણ  કરી નાંખતા. એ નોટ ભરતભાઈની પોતીકી નહીં, પણ આખા કુટુમ્બની મજીયારી મીલ્કત, અમુલ્ય ઘરેણું બની ગઈ હતી. એ ભરાવા માંડી એટલે ભાઈ બહુ મોટા ખર્ચે(!) , પાકા પુંઠાની , કદાચ 360 પાનાંની, જાડી, પાડી, તગડી નોટ લઈ આવ્યા. ભેગો થયેલો સંગ્રહ એમાં સહીયારી મહેનત કરી, તબદીલ પણ કરેલો.

હું અને મારું કુટુમ્બ જુદા રહેવા ગયાં (પહેલાં  ક્યાં એવી કશી ભાવના જ હતી?); પછી મેં પણ મારી બે આગવી નોટો શરુ કરી હતી – એક ગુજરાતી માટે અને એક અંગ્રેજી માટે.

ભરતભાઈની નોટ હજુ અસ્તીત્વ ધરાવે છે કે કેમ, એ ખબર નથી; પણ મારી બેય નોટો તો કામના ભારણમાં અને વીસરાયેલી સાહીત્યરસીકતામાં ક્યાં ગુમ થઈ ગઈ; તે  ખબર જ ન રહી. એક મીત્રે ગાંધીજીના ચીત્ર વાળી એક ડાયરી ભેટ આપી હતી, તેમાં ફરીથી ઘણાં ગીતો, ભજનો , કવીતાઓ ભેગાં   કરવાં માંડ્યાં – તે મારાં દીકરી / દીકરાઓ હજુ કદીક વાંચે છે. પણ એ ડાયરીનો ઉપયોગ હવે બહુ ઓછો થઈ ગયો છે. કાળક્રમે એ પણ અસ્તીત્વ ગુમાવી દે, તો નવાઈ નહીં.

પણ આ બ્લોગોએ આવી નોટોને, ડાયરીઓને બાય બાય કરી દીધી છે.

હવે એ નોટો જાહેર બની ગઈ છે. જાત , કુટુમ્બ કે અંગત મીત્રો જ નહીં , આખા જગતની કોઈ પણ વ્યક્તી એ  રોક ટોક વીના, વાંચી, માણી શકે છે. ખાલી ગીતો, કવીતા કે લેખ જ નહીં – આખાંને આખાં મલ્ટી મીડીયા- ચીત્રો, ફોટા, ગવાયેલાં ગીતો, વાંચન પાઠ અરે આખી ને આખી વીડીયો ક્લીપો – આ નવા જમાનાની ડાયરીમાં મુકી દો ને. બીજા ગમતા લેખો કે આનુષંગીક વેબ સાઈટો કે આપણી પોતાની કોઈ સામગ્રીની લીન્કો   ( લો ! અહીં જ ‘ક્લીક’ કરી દ્યો બાપુ!) પણ આપી દો ને. પોતાની રચનાઓની કે સંકલનોનાં ઈ-પુસ્તક બનાવી ‘ડાઉન લોડ’ કરવાની સવલત પણ આપી દ્યો ને.

બસ, સ્કાય ઈઝ ધ લીમીટ !!

અને આ તો ખોવાય નહીં; એને ઉધાઈ ન લાગે; એને આગની કે પાણીની કશી અસર ન થાય. અને  કોને કેટલી ગમી, ના ગમી; તેના પ્રતીભાવો પણ એમાં ઉમેરાતા જાય. કદીક એમ લાગે કે, લેખ લખ્યા બાદ , સુધારાને અવકાશ છે, તો તે પણ કરી દો – નવા રુપ, રંગ અને સામગ્રી સાથે.

અને આ હંધુંય હાવ અમદાવાદી – મફત !! ઈવડી એ 360 પાનાંની નોટ માટે કરેલા ગંજાવર ખર્ચ તો શું ? એક નવો પૈસો કે સેન્ટ પણ નહીં !!

છે ને અદ્દલ   અક્ષયપાત્ર?

29 responses to “અક્ષયપાત્ર

  1. Harnish Jani ફેબ્રુવારી 15, 2010 પર 12:38 પી એમ(pm)

    બહુ સુમ્દર વિચારો-ગમ્યા-

  2. કાસીમ અબ્બાસ ફેબ્રુવારી 15, 2010 પર 12:50 પી એમ(pm)

    વાંચન સામ્રગી એ એક બહુજ ઉંડા સમુદ્ર સમાન છે. બાળપણમાં અંગ્રેજી માં વાંચેલ એક poetry યાદ આવે છે.

    My days among the dead are past
    Around me I behold, mighty minds of old.

    આ એક એવા વિધ્યાર્થી વિષે કાવ્ય હતું, જે રાત દિવસ પુસ્તકોમાં જ ખોવાયેલો રહેતો હતો.

    શું અત્યારે પુસ્તકો નુ મુલ્ય આ કાવ્ય માં છે એવું હોય શકે?

  3. Chiman Patel "CHAMAN" ફેબ્રુવારી 15, 2010 પર 12:53 પી એમ(pm)

    Sureshbhai,
    Good thought.
    You could have added one draw back of stealing things that I faced recently.

  4. Chirag ફેબ્રુવારી 15, 2010 પર 12:56 પી એમ(pm)

    નેટ એ બહુ જ ક્રાંતીકારી સશક્ત માધ્યમ છે. માહીતીનો ધોધ જે હાથવગો (આંગળીવગો) થઈ ગયો છે તે અદભુત છે. એમાં આ મેઈડ ઈન ઈંડીયા પણ આવી ગયું: http://www.notionink.in/

  5. Ramesh Patel ફેબ્રુવારી 15, 2010 પર 1:21 પી એમ(pm)

    શ્રી સુરેશભાઈએ કલ આજ ઔર કલને

    હૃદય સ્પર્શી રીતે રજૂ કર્યો.

    એ જીંદગીની એક લાગણી સભર મજા હતી.

    આજની વેબ ક્રાન્તિએ માનવની વિચાર યાત્રાથી

    ઘેર ઘેર તીર્થ ઊભા કર્યા છે,પણ સારા નરસાનો ભેદ

    પારખવો પણ એટલો જ જરૂરી છે.

    Ramesha Patel(Aakashdeep)

  6. અક્ષયપાત્ર ફેબ્રુવારી 15, 2010 પર 1:48 પી એમ(pm)

    સુરેશભાઈ,
    ખરેખર તો આ નામ મિત્ર નિલમ દોશીએ આપ્યુ છે. બ્લોગ પણ એણે જ શરૂ કરી આપ્યો. (આપ જાણો છો કે તેનો પોતાનો પરમ સમીપે નામનો સરસ બ્લોગ છે) મારી એ કોલેજકાળની પ્રેમાળ મિત્ર પરંતુ પરણ્યા પછી અમે અમારા જીવનમાં ખોવાઈ ગયેલા કે વર્ષો બાદ મળ્યા અને મિત્રતા દ્રઢ જ હતી તેથી ટકી રહી હતી. તેણે આપેલ આ નામ ગમ્યુ એટલે મેં સ્વીકાર્યુ અને ગમવાનું કારણ એ જ કે જે હૃદયમાંથી અવિરત અને અખંડિત પ્રેમ વહે તે હ્રદય અક્ષયપાત્ર બની દૈવી તત્વની નજીકનું સ્થાન લઈ શકે છે. એટલી ઊંચી તો મારી લાયકાત નથી પણ વિચારોની બાબતમાં મન પણ અક્ષયપાત્ર જેવુ જ છે. આ અવિરત ચાલતા વિચારોને શુધ્ધ કરી ક્યાંક ઠાલવી શકાય તો પણ પેલું દૈવી તત્વ કદાચ થોડું પ્રકાશે અને હૃદય છેવટે અક્ષયપાત્ર નહી તો સુપાત્ર તો થશે એટલી આશા થકી નિરાશાઓ સામે લડવાનું બળ મળી રહે છે. આપના બ્લોગ પર અભિવ્યક્તિની તકો આપવા બદલ અંતરનો આભાર

  7. Capt. Narendra ફેબ્રુવારી 15, 2010 પર 1:57 પી એમ(pm)

    સુરેશભાઇ,
    અહીં તમે એક અદ્ભૂત ઉર્મિ જગાડી! વાહ! યાદગિરીને નોંધતી નોટબુક અને નોટબુક તથા તેમાંના કાવ્યોની સ્મૃતી એવા સુંદર પ્રદેશમાં લઇ જાય છે તેનો અનુભવ તમારી આ પોસ્ટમાં થયો. આભાર અને અભિનંદન – અભિનંદન એટલા માટે કે તમે અહીં એક નવો ચીલો પાડ્યો છે.

    અહીં શ્રી. કાસમભાઇએ જે કવિતા વિશે લખ્યું છે તે અંગ્રેજ કવિ રૉબર્ટ સધીની છે. આ કાવ્ય મારા ગુરૂ સ્વ. અરૂણકાન્ત દિવેટિયાએ શીખવ્યું હતું તે હજી યાદ રહ્યું છે.
    જ્યારે રૉબર્ટ સધીએ દૃષ્ટિ ગુમાવી અને તેમના પ્રિયજન સમા પુસ્તકોનો સહવાસ ખોયો, તેની વ્યથા વ્યક્ત કરવા આ કાવ્ય લખ્યું હતું. આપણા મિત્રોને તેનો પરિચય કરાવવા અહીં ઉતારૂં છું:

    My Days Among the Dead are Passed
    by Robert Southey

    My days among the Dead are passed;
    Around me I behold,
    Where’er these casual eyes are cast,
    The mighty minds of old:
    My never-failing friends are they,
    With whom I converse day by day.

    With them I take delight in weal,
    And seek relief in woe;
    And while I understand and feel
    How much to them I owe,
    My cheeks have often been bedewed
    With tears of thoughtful gratitude.

    My thoughts are with the Dead; with them
    I live in long-past years,
    Their virtues love, their faults condemn,
    Partake their hopes and fears;
    And from their lessons seek and find
    Instruction with an humble mind.

    My hopes are with the Dead; anon
    My place with them will be,
    And I with them shall travel on
    Through all Futurity;
    Yet leaving here a name, I trust,
    That will not perish in the dust.

  8. Dr. Chandravadan Mistry ફેબ્રુવારી 15, 2010 પર 2:49 પી એમ(pm)

    Sureshbhai,,Your Post had generated several comments including that of Rekhaben….the main subject of the ” unbelievable changes ” that the Internet had been able to bring to this Modern World are the REALITY of this World…..but I still think that the “traditional writing ” will not vanish TOTALLY. This is just my feeling….I may be wrong but only the TIME will tell the STORY !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )

    http://www.chandrapukar.wordpress.com
    Sureshbhai…Inviting YOU & your READERS to my Blog Chandrapukar for SUVICHARO !

  9. સુરેશ જાની ફેબ્રુવારી 15, 2010 પર 3:29 પી એમ(pm)

    શું સમયની સાથે રહે છે, અને શું નહીં ..
    એ તો ભાવીના ગર્ભમાં સુષુપ્ત છે.

    સ્લેટ હો કે, નોટ …
    ડાયરી હો કે બ્લોગ ..

    એ દેશ હો કે..
    આ દેશ હો

    સ્વદેશ હો કે..
    પરદેશ હો

    આ પણ મને ગમે છે..
    એ પણ મને ગમે છે..

    ભાવ જ સર્વોપરી છે.
    સદા , સર્વ મંગળ ભાવને પ્રસારીએ . માનવતાને નવા અને દીવ્ય શીખરે પહોંચાડીએ ..
    અસ્તુ ..

  10. atuljaniagantuk ફેબ્રુવારી 15, 2010 પર 4:16 પી એમ(pm)

    નોટબુકની દુનિયાથી નેટની દુનિયા સુધીની મજાની સફર કરાવી આપી.

    અક્ષયપાત્ર નામ ઉપર વિચાર કરતા બે વિચાર આવ્યા.

    ૧. ખરેખર આ અક્ષયપાત્ર છે ? પહેલી નજરે તો એમ જ લાગે કે હા આમાં તો જેટલું ભરવું હોય તેટલું ભરાય અને જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ એટલે જરૂર આ અક્ષયપાત્ર જ છે. બીજી બાજુ એમ થાય કે WordPress માત્ર એક જ દિવસ પોતાનું સર્વર બંધ કરે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ આખુંયે પાત્ર ખાલીખમ.

    (જીવનની દોરી ખેંચાય એટલે અત્યારે જે આ શરીર એક અક્ષયપાત્ર જેવું લાગે છે તે શું ખાલીખમ નથી જતુ?)

    ૨. જે સરળતાથી આપણે આ સુવિધાઓ માણીએ છીએ તેની પાછ્ળ કેટકેટલા લોકો અને સિસ્ટમ કામ કરી રહી છે. જેમ કે કોમ્પ્યૂટર, મોડેમ, નેટવર્ક, નેટવર્કના ટાવરો, જુદી જુદી કંપનીઓ, વર્ડપ્રેસ, બ્લોગસ્પોટ વગેરે જેવા માધ્યમો. કે જે આ બધી સીસ્ટમને ધબકતી રાખે છે.

    (જો નેટને ચલાવવા માટે આટઆટલી સીસ્ટમો અને આટઆટલી શક્તિઓએ એકત્રીત થવું પડતું હોય, તો આ વિરાટ સૃષ્ટિ આટલી બધી સરસ રીતે ચાલી રહી છે તેને ચલાવવા માટે તેની પાછળ કોઈ વ્યવસ્થિત શક્તિ નહીં હોય?)

  11. Rajul ફેબ્રુવારી 16, 2010 પર 12:04 એ એમ (am)

    સ્લેટ મા અને નેટમા એક સામ્યતા.
    બંન્નેમાં ભૂસી શકાય. પણ..
    નેટ પર આજીવન રાખી શકાય.પણ..
    સ્લેટમાં શક્યતા ઓછી.
    નેટ એટલે નેટ તેની કોઇ સરખામણી નથી.

  12. ASHWEEN PARIKH ફેબ્રુવારી 16, 2010 પર 2:11 એ એમ (am)

    Net may be lifelong unless a great server crash would wipe it off. Including backups…..

    Then, only server useful would be our duramatter. Till a stroke or death wipes it out….

    Nothing is permanent and yet,

    Net is certainly a great storehouse of data in all forms….

  13. Ullas Oza ફેબ્રુવારી 16, 2010 પર 5:27 એ એમ (am)

    સ્લેટ થી નોટ / ડાયરી અને આજે નેટ ! માનવ જીવનની માનવો દ્વારા પ્રગતિ થતી આવી છે. નોટ કે ડાયરી ફક્ત કુટુંબીને કામ આવતી હતી પણ આ નેટ / બ્લોગ આખી માનવજાત માટે ઉપલબ્ધ છે.
    “વસુધૈવ કુટુમ્બકમ” ની વાતો જૂના જમાનામા થતી હતી તે નેટના માધ્યમથી આજે સિદ્ધ થતી લાગે છે. આ કરોળિયાના જાળા (WWW) ઍ તો કમાલ કરી દીધી છે – “અક્ષયપાત્ર” સર્વને મુબારક !

  14. Dilip Gajjar ફેબ્રુવારી 16, 2010 પર 7:58 એ એમ (am)

    ખુબ સુન્દર..બ્લોગ વિષે..અક્ષયપાત્ર ની મુલાકાત લેવી જોઇશે..મફત ખરુ પણ હેતુ સારો છે હોટલમાં પ્રવશનો કઈ ચાર્જ નથી.. એક પ્લેટફોર્મ પર બધા આવી શકે…મારા જેવાએ ગીત કે વિડીયો રજુ કરવા હોય તો પછી તેના ભાવનું લીસ્ટ છે..મફત ઉત્તેજન માટે છે આગળ જતાં દામ ચૂકવી શકાય મફતિયા વૃત્તિ સારી નહિ..હવા માટે માણસ કે જે તે દેશ ચાર્જ ન કરે તે સારું મફતમાં મળે છે ને… તો સારું…પાણી ને ખોરાક માણસે નક્કી કર્યુ કે અમે લોકો સુધી પહોચાડીશું તો ચાર્જ લગાવ્યો..ઠીક છે..વિક્રય અને મૂલ્યમાં ફરક છે તે વેચાય નહિ વહેચાય..મફત છીછરો હલકો તુચ્છ શબ્દ લાગે છે માનવ પાત્ર હોય તો મળી રહે કર્મ કરે તો ધન પણ મળી રહે પણ ધન પાછળથી મળે તેમ..મારા એક ભણેલ ગણેલ મિત્રને મેં બ્લોગ શરુ કરી દીધો.જેઓ આધ્યાત્મિક વિચારો અન્ગ્રેજીમાં લખે..બોલે ગુજરાતી..પણ ખુબ ડરે છે કે આમ નહી હોય કઈ દાળમાં કાળૂ હશે અને પછી પૈસા હશે…મફતિયાવૃત્તિ અને કંજુસાઈ વૃત્ત્તિ બન્ને ખરાબ..કોઇ મોટા લેખકે નીશૂલ્ક લોગ ધરાવતા ને મફતિયા કહી ખુબ અપમાન કરેલું ત્યારે મારે આગળ આવી તેમને સાથ આપવો પડેલો..જો કે હવે બ્લોગ વિશ્વને પણ આપણી ગુજરાતી ભાષાને યતકીચીંત રીતે રક્ષવામાં અહાયક નીવડ્યા તેવું સ્થાન મળ્યું છે ખરું….

  15. dhavalrajgeera ફેબ્રુવારી 16, 2010 પર 8:45 એ એમ (am)

    બ્લોગ મફત!

    જીવન પણ અમુલ્ય.

    સદુઉપયોગ કે દુરુપયોગ કરવો એ આપણા જ હાથમા છે.

    જીવનની યાત્રાને છેલ્લા ૫૧ વર્ષથી ડાયરીમા નોધી છે મારા માટે.

    આનન્દ માટે.

    હવે આ ક્મ્પુટર પર પ્રમુખ ટાઈપ પેડ મલ્યુ તો …

    મફત

    ના ના અમુલ્ય –

    ગુજરાતી ટાઈપ કરતા બ્લોગમા

    બીજાના કે મારા બ્લોગમા મુકુ છુ.

    સર્વના માટે…આનદ માટે.

    થેન્ક્સ ટુ ઈન્ટર્નેટ.

    રાજેન્દ્ર ત્રિવેદી

    http://www.bpaindia.org

  16. siddharth j tripathi ફેબ્રુવારી 16, 2010 પર 10:58 એ એમ (am)

    Vichar vyakt thay shabd thaki , shabd rachay
    Akshar thaki . Akshar ane Akshay shu Amar vichar tarto mukyo chhe Jani saheb 100 100
    Salam.

  17. Jagadish Christian ફેબ્રુવારી 16, 2010 પર 12:20 પી એમ(pm)

    નોટ થી નેટ સુધીની સફરનું સુંદર આલેખન. જુની નોટ હજુ પણ યાદ આવે છે અને એમાંથી ઘણું બધું હવે નેટ પર ઠલવાઈ રહ્યું છે.

  18. arvind ફેબ્રુવારી 18, 2010 પર 1:25 એ એમ (am)

    સુરેશભાઈ
    સ્લેટથી નોટ અને નોટથી નેટની યાત્રા ખરેખર રોચક બની રહી ! આપે અગાઉના છેક બાળપણથી માંડી આજ દિવસ સુધીની મીઠી યાદો તાજી કરાવી ! શાળાના અને કોલેજના દિવસોમાં નોટબૂક એક મોટો સહારો હતો અને બાદ માત્ર સ્મરણમાં રહેલી વાતો-વિચારો ક્યારે ક મનોમન વાગોળતા રહી આજે નેટે સરસ વિકલ્પ આપ્યો સંસ્મરણો સાથે વિચારોને પણ વાચા આપીશકાતા માત્ર નિજાનંદમાં મસ્ત રહેતા આજે અનેક સાથે શેર થઈ શકે છે અને અન્યના વિચારો મનોભાવો જાણી પણ શકાય અને પ્રતિભાવો પણ આપી શકાય લાંબા સમય સુધી જાળવી/સાચવી પણ શકાય તેવી આ વર્ડ્પ્રેસની અમૂલ્ય સેવા થકી શક્ય બન્યું છે ! નવી ટેકનોલોજીએ આમુલ અને સમૂળુ પરિવર્તન સ્લેટથી શરૂ થયેલું તે છેક નેટ સુધી શક્ય બનાવ્યું અને હજુ કયાં સુધી આવનારા દિવસોમાં પહોંચાડશે તે તો સમય જ કહેશે ! નિત નવા અંવેષણ અને સંશોધનને ખરા અર્થમાં અક્ષયપાત્ર સમજવા રહ્યા !

    સ-સ્નેહ
    અરવિંદ

  19. nilam doshi ફેબ્રુવારી 18, 2010 પર 4:10 એ એમ (am)

    સ્લેટથી નોટ અને નોટથી નેટ..

    એક રોમાંચક સફર…

    દિલનું..લાગણીઓનું… મૈત્રીનું અક્ષયપાત્ર કદી ન ખૂટે એ ભાવના સાથે…

  20. Pingback: માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા « ગદ્યસુર

  21. Hemant ફેબ્રુવારી 21, 2010 પર 9:14 એ એમ (am)

    મૈ પણ માર વિચાર મારા આ ઍક બ્લોગ પર ગુજરાતી મા જાહેર કરિયા છે. બસ તમારા બધા નો સાથ ઈછુ છુ. સ્ટૉક-માર્કેટ માટે નહી, પણ બધા માટે છે.

    • સુરેશ જાની ફેબ્રુવારી 21, 2010 પર 9:50 એ એમ (am)

      હેમન્ત બાપુ! બધા શેર તો વેચી સાટીને પરદેશ ભેળો થઈ જ્યો સું!પણ તમારા વાચકોને શીખડાવો કે, આપણી ભાષાના ભાવ આકાશ પહોંચે એટલા કરે.
      લે વેચ કરીને ખણખણતા, મુંબાઈગરાની પોટલી જરૂર બાંધે; પણ શેર ગાઈને ગુજરાતીના શેરને શેર કરે !!

      • Hemant ફેબ્રુવારી 21, 2010 પર 10:41 પી એમ(pm)

        મારા ખ્યાલ થી તમે હમણા લંડન મા હસો, હૂ હાજી ભારત મા, તો તમે વિચાર કરી સકો, મે તો મારા બ્લોગ ઉપર, ઍક બીજાની સહિતા દિલ ખોલી ની માંગી છે. ને ઍવુ નથી કે હૂ શરે મા ફુલ ટાઈમ કરૂ છુ, મે તો ખાલી ઍક નાની ૬૦૦૦૦ જેવી નાની રકમ ઇનવેસ્ટ કરી છે. ને મે તો ભવિષ્યા મા થનારી મોંગવારી ના હિસાબે બધાને ચૈઈતા છે. ને મે તો ખાલી ઍક બીજાની મદદ થી, બધા કેવીરિતે ઉપર આવી સકે ઍનો સાદો રસ્તો બતાઈવો છે. બાકિનો નિર્ણાઈ તો તમારો છે.

  22. Ch@ndr@ ફેબ્રુવારી 21, 2010 પર 10:04 એ એમ (am)

    khubaj sundar ,,,,wanchi ne aanand thayo
    Ch@ndr@

  23. Ashok ફેબ્રુવારી 22, 2010 પર 4:00 એ એમ (am)

    akshaypatra gujarati bhasha mate akshaypatra bani raheshe…..