આજે પાર્કમાં ફરવા ગયો હતો; ત્યાં બે મશરૂમ નજરે ચઢી ગયા. ઊડીને આંખે વળગે તેવા હતા. જમીન પર ઝાડના સડી રહેલાં છોડિયાંનું મલ્ચ પાથરેલું હતું. એની ઉપર એ બે મશરૂમ એકબીજાની સાવ નજીક, પ્રેમી પંખીડાંની જેમ ખડાં હતાં!

રૂપાળું મશરૂમ
એમાંથી એકને ઉખાડીને બારીકીથી નિરીક્ષણ કર્યું. એમની હેરત પમાડી દે તેવી રચના જોઈ મન પ્રસન્ન થઈ ગયું. ઘેર આવી ગુગલ મહારાજનો સહારો લઈ એના વિશે જાણવા પ્રયત્ન કર્યો; અને હમ્મેશ બને છે; તેમ ઢગલાબંધ માહિતી ખડી થઈ ગઈ.
અહીં મશરૂમ વિશે વિશેષ જ્ઞાન આપવા આશય નથી. લો આ બે ત્રણ જગાએથી એ તો તમને મળી જશે.
– 1 – : – 2 – : – 3 –
એને ઊગતું જુઓ

આ તો એનાથીય વધારે રૂપાળું મશરૂમ
પણ વનસ્પતિ કે પ્રાણી જગતમાં જેનો સમાવેશ નથી થતો તેવા; આ ‘ફૂગ’ પ્રકારના, અલ્પ આયુષ્ય વાળા અને સડતી, સેન્દ્રિય ચીજ પર નભતા જીવનું મનોહારી અસ્તિત્વ મન હરી ગયું.
શી એની કુમાશ? એના નાનકડા હોવાપણાંનું કેવું તો સૌંદર્ય? અને એનો નિભાવ – ગંદામાં ગંદી ચીજ પર. સડતી ચીજ પર.
જાણે કે. કાદવમાં કમળ.
જીવન જીવવાની કેવી સરસ મજાની કળા શિખવી ગયું આ મશરૂમ?
એક અંગ્રેજી કવિતા યાદ આવી ગઈ.
It is not growing like a tree
In bulk, doth make man better be;
Or standing long an oak, three-hundred year,
To fall a log at last, dry, bald and sere.
A lily of a day,
Is fairer far in May,
Although it droop and die that night,
It was the plant and flow’r of light.
In small proportions we just beauties see;
And in short measures, life may perfect be.
Like this:
Like Loading...
Related
આપનું મશરૂમ વિશેનું અવલોકન એટલે ગમ્યું કે ઘણી વખત આવી અનેક કુદરતિ સંપતિને આપણે ન ગણ્ય કરતાં હોઈ છે એટલેકે તેની નોંધ લેતા નથી, પરંતુ જ્યારે તે વિષે જાણીએ છીએ ત્યારે તે માટે વિશેસ આનંદ આવે છે..
મશરૂમ ની ઉપયોગીતા પણ ઘણી છે, ખોરાકમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવે છે…
nice one..dada
જ્યારે અમારા રસોડામા ફૂગની વાત નીકળી ત્યારે મારો પ્રશ્ન પ્રશ્ન હતો
ખાઇ શકાય તેવી મૉટી ફૂગ કઈ ?
ગુંચવાય તો ટીપ આપું …
હંમણા મારી બનાવેલ તાજી તમતમતી પીઝા સ્લાઈસ પર ખાઈ ગયા તે!
જવાબ આવડતો હોય તો પણ અમારો મિહીર કહે
” રી અ લી”
સાચી વાત છે. બ્રેડ પર ફૂગ ચઢી હોય તો ફેંકી દઈએ અને પિઝા પર હરખથી ખઈએ !
પણ ફૂગ ફૂગમાંય ફરક હોય ને?
આપના અવલોકનો વિસ્મય કુતુહલતા અને માહિતી ત્રણે ય જગાડે છે. ધન્યવાદ !
ફૂગ પ્રોટીનનો બહુ મોટો સ્ત્રોત છે. તમારુ અવલોકન ગમ્યું. પ્રકૃતિમા રહેલા આ અપમાર્જકોનું બહુ મોટુ ઋણ છે! મનુષ્યોમાં પણ અપમાર્જકો એટલે કે અંત્યજોનો પણ સમાજ મોટો ઋણી છે.