આમ તો એ કર્તાભાવથી અળગા રહેવાનો અભ્યાસ કરી રહ્યા છે; અને મિત્રભાવે એમ અળગા રહેવાની સલાહ પણ આપતા જ રહે છે. પણ તેમણે પણ ‘કંઈક’ રાંધ્યું છે – એ હકીકત છે! સાહિત્યરચનાને રસોઈ સાથે સરખાવવાનું તો આ ભોજન-રસિક જણ જ કરી શકે; પણ સાહિત્યમાં મનગમતી ઉપમાઓ આપવાની છૂટ હોવાના સબબે એ ‘કંઈક’કર્તા મારી આ ચેષ્ઠાને ક્ષમ્ય ગણશે, એવી આશા જરૂર છે.
અગાઉ નક્કી કર્યા મુજબ એ ‘કંઈક’કર્તાને અમદાવાદ સ્ટેશને લેવા જવાનું હતું; ત્યાં આ અવળચંડા જણને સૂઝ્યું કે, ‘એમને મારી ‘આવાહંક’ કળાનો પરિચય કે પરચો આપ્યો હોય તો કેવું?’ તેમને મુંબાઈ ફોન કર્યો અને ‘આશ નીરાશ ભઈ.’
એમણે આ મહાન અમદાવાદી સ્કૂટર ચાલકને સારથી બનાવવાની તક ગુમાવી!
આમ અમે સ્ટેશને મળવાને બદલે વલીદાના દીકરા મહંમદભાઈના ઘેર પહેલી વાર મળ્યા. નેટ અને ફોન મિત્રતા સાક્ષાત્કારમાં પરિણમી.
એમનું નામ તો દરેક હિન્દુને સલામ કરતા કરી દે એવું છે; પણ એમનો ઈમેલિયા પરિવેશ ગુજરાતના એક મહાન સાક્ષરની યાદ તરત અપાવી દે છે.
લો! વાતમાં વધારે મોયણ નાંખ્યા વિના જણાવી જ દઉં – અથવા એ ‘કંઈક’કર્તાનો દિદાર જ બતાવી દઉં.

શ્રી. લક્ષ્મીકાન્ત ઠક્કર – લા’કાન્ત

અને એ ‘કંઈક’ આ રહ્યું.
હું તો જાણે છું-
પુષ્કળ પ્રકાશનો પૂંજ પૂંજ,
તેજવર્તુળ વ્યાપ છું.
શૂન્યનો અનંત વિસ્તાર છું,
ચોફેર ચળકતી ચેતનાનો ચાપ છું.
મારી અંતરયાત્રાબા સાથી મિત્રોમાંના એક શ્રી. લક્ષ્મીકાન્તભાઈ ‘સરસ્વતીકાન્ત’ વધારે છે. માત્ર બાવન વરસની ઉમ્મરે – અડધે રસ્તે – એમણે વ્યાવસાયિક કારકિર્દી છોડી દીધી. તે બાદ સાહિત્ય સાધના અને અંતરયાત્રા એમના મુકામ કે રસ્તા રહ્યા છે. સ્વ. સુરેશ દલાલના ચાહક તો છે જ; પણ આ સુરેશના પણ પ્રિય મિત્ર બની ગયા છે. અનેક બ્લોગરોને એમના પ્રતિભાવોએ બળ પુરું પાડ્યું છે.
વલીદા અને એમના પુત્રો અકબરભાઈ અને મહંમદભાઈ સાથે ચાર પાંચ કલાકની ગોષ્ટિનો રંગ અને સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ તો હજી ઉતર્યો પણ ન હતો અને મારા ઘેર સાંજની મિજલસ ગોઠવાઈ ગઈ.

સુરેશ જાની, લા’કાન્ત, વલીભાઈ મુસા અને પાછળ ઊભેલા શ્રી. અકબર મુસા
એના સહ કલાકાર હતા – ‘પ્રભુશ્રીના આશિષ’ની વર્ષા વરસાવતા – શ્રી. શરદ શાહ.
મોટા ભાગે અધ્યાત્મ રંગના ગુલાલ લહેરાવતાં લહેરાવતાં, રાતના અગિયાર ક્યાં વાગી ગયા તેની તો અમને ત્રણેયને સૂધ બૂધ જ ન રહી. એ સહવાસનું એક ફળ – ‘ગદ્યસૂર’ પર ફરીથી સક્રીય બનવાની આ બાળચેષ્ટા.
બીજે દિવસે ત્રીજા અંકમાં વયોવૃદ્ધ સાક્ષર શ્રી. કનુભાઈ જાની અને એમના જમાઈ અને આ યુગના ગુજરાતી ઋષિકવિ શ્રી. રાજેન્દ્ર શુકલ સાથે સંગતે આ મુલાકાતને છેવટનો સોનેરી ઓપ આપી દીધો.
આ સાહિત્ય અને અધ્યાત્મ સફર આટોપી જ્યારે લા’કાન્ત શરીરનો કાયાકલ્પ કરાવવા વડોદરા ખાતેના નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર જવા રવાના થયા; ત્યારે મારી આ વખતની દેશયાત્રામાં ન ભુલાય એવું પ્રકરણ રચાઈ ગયું તો હતું જ; પણ એક સન્નિષ્ઠ મિત્ર પ્રાપ્ત કરવાનો તૃપ્તિ સભર ઓડકાર પણ ઉમેરાયો હતો.
Like this:
Like Loading...
Related
“वेद: शिव: शिवो वेद:” –
शुक्ल यजुर्वेद में रुद्राष्टाध्यायी के रूप में भगवान शिव का विशद वर्णन है.
रुद्राभिषेक करते समय इसी का पाठ करते हैं. इसके शान्त्यध्याय में सर्वत्र मित्रता
भरी दृष्टि से देखने की भावना एवं कामना अखिल विश्व का कल्याण करने वाली है.
ॐ दृते द्रिउंह मा मित्रस्य मा चक्षुसा सर्वाणि भूतानि समीक्षन्ताम ।
मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे। मित्रस्य चक्षुषा समीक्षामहे ।।
मित्रता एवं सौहार्द्रता की वृद्धि करना भारतीय संविधान का भी एक प्रमुख उद्देश्य है
जो इसके प्रस्तावना में ही इंगित किया गया है.
અંકલ, કુશળ હશો; આપની ભારત મુલાકાત, ઠક્કર સાહેબ, વલીકાકા, શ્રી કવિ રાજેન્દ્ર શુક્લા, વગેરેની આવી ગોષ્ઠિઓ; અહા , કેટલી લોભામણી વાતો જાણવા મળી!! મુનિરા (ધારું છું, યાદ તો હશે ….)
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
બસ ૨૦૧૨ માં સર્વ્તીના ઉપાસક મિત્રો અને એમના કુટુંબી જનોની મહેમાન ગતિ માણી ને સાહિત્યિક ચચાઓ કરી.
વાહ મેં તો જાણ્યું કે જુનાગઢ સોમનાથ ને માધવપુર પણ મ્હાલી આવ્યા.
૨૦૧૩ ના નુતન વર્ષાભિનંદન
જાની ….[ અલબત અલા’ગ્રાંડ અદાકાર “રાજકુમાર”ના અવાઝમાં સ્તો!]
Sureshbhai….
Jay Ho….
સૌ પ્રથમ આજે તમારો , ‘ઈ-મેલ’ જોયો… સવાર સુધરી ગઈ , તાત્કાલિક પ્રતિભાવમાં મનમાં આવેલો શબ્દ
” સૌહાર્દતા” પ્રગ્નાજુના હિન્દી-સંસ્કૃત ‘રીસ્પોન્સમાં દેખાયો…( તેમના પ્રતિભાવો “કંઈક” અલગ ” હટકે હોતા હોય છે!અભ્યાસ અને શાશ્ત્રોક્ત વિદ્વતા અને બહોળા વાંચનની સાહેદી પૂરે છે. મન…અંતરતમ પુલકિત….પ્રસન્ન …
તમે મારી સહી પહેચાન સુષ્ઠુ શબ્દોમાં અત્યંત પ્રેમ…અને સ્નેહ પૂર્વક કરાવી …આ મારા જીવનની એક નોંધપાત્ર…ઘટના[ઇવેન્ટ] છે!
“એક સન્નિષ્ઠ મિત્ર પ્રાપ્ત કરવાનો તૃપ્તિ સભર ઓડકાર પણ ઉમેરાયો હતો.” તમારા લેખમાં અંતમાં વપરાયેલા શબ્દો…..શું કહું?આ તો લગભગ મારી અંતર-પ્રતીતિનો જે એહસાસ મને અનુભવાયો હતો તેનો અનુવાદ જ ….આભાર…યાર …દોસ્ત !
વયોવૃદ્ધ સાક્ષર શ્રી. કનુભાઈ જાની અને એમના જમાઈ અને આ યુગના ગુજરાતી ઋષિકવિ શ્રી. રાજેન્દ્ર શુકલ સાથે સંગ….સાહિત્ય-ગોષ્ઠી પણ મારા માટે એક ગર્વાન્વિત થવાની લહાવો જ છે…
તેમની ગઝલો-કવિતાઓ..લખાણોની મ્હાણ દિલથી કરવાની હજી બાકી છે.ઝવેરચંદ મેઘાણીની જીવનકથા
[ ૬૦૦+પાનાનો ગ્રંથ,જે કનુભાઈ જાનીએ અ પ્યોતે] પણ વાંચવો બાકી છે.તમે તેમાં નિમિત્ત પણ…ક્યાંક પહેલા ભેગા થયા હઈશશુંને? એ માટે પણ તમારો ઋણી….
“વિનોબા આશ્રમ,ગોત્રી ખાતે નિસર્ગોપચાર કરાવી તેથી તબિયત સુધરી..વજન ૫ કિલો ઘટ્યું…હવે હળવાશ મેહસૂસ થાય છે.વધુ સારું લાગે છે.પરહેજ અને કસરત હાલ તો ચાલુ જ છે…આમેય મને ફાવે છે.. આ પાંચમો સર્વશ્રેઠ અનુભવ હતો.
એટલે , હવે, એકલો[પુષ્પા વગર ] ૧૨ દિવસત્રીજીવાર. “કેરાલા ટૂર” માટે આજે નીકળીશ…૧૪-૧-૧૩ના પાછો …પછી નિરાંતે “કોમ્યુનીકેશન” થશે ઓકે?
એક અતિજૂના [૧૯૬૬]મલયાલી લકવાગ્રસ્ત મિત્ર કે.રામચંદ્રન પિલ્લાઈ ( જે મારા કરતા ૧૮ દિવસ નાનો છે છતા મને નાનાભાઈની જેમ ઘણો સાચવ્યો છે..).ને મળવા જઈશ, પછી ‘પ્લેઝર ટૂર ‘માટે મારા પેલા જૈન “બાપૂ”મિત્ર[ રમેશ પ્રાણલાલ શાહ “કમલ” જેણે મને ” આધ્યાત્મનો એકડો ઘૂટાવ્યો…તેના ગ્રુપ સાથે પાંચ-છ ઠેકાણે બે-બે દિવસનો મુકામ કરતા ફરીશું..(…)
-લા’કાન્ત “કંઈક” / ૨-૧-૧૩
About these ads
અમુક સ્થળોનો જે મહિમા છે તે સાચે જ મૂલ્યવાન છે, તેની ધુરા સંભાળતા સંતોની સેવામાં સહયોગીઓ,
સોનામાં સુગંધ જેવા છે, શ્રી શરદભાઈ જેવા તત્ત્વચિંતકો થકી ફેલાતો આ ઉજાશ કલ્યાણકારી હોય જ.
શ્રી સુરેશભાઈની સાથે જાણે ઉપવન ખીલ્યું, સાચે જ આ અહેવાલ મન ધરાય એવા ભાવથી વંચાયો અને વિચારાયો.
સુંદર અને સુયશી.
રમેશ પટેલ(આકાશદીપ)
યાત્રા, શબ્દયાત્રા અને ચિત્રયાત્રા સાથે પ્રક્ઋતિયાત્રાની મઝા કઇ ઔરજ હોય. પ્રક્ઋતિયાત્રાતો સહ્રુદયી મિત્ર સાથેજ માણી શકાય અને પાછા સર્જક પછીતો શાની મણા રહે?
લક્ષ્મીકાન્તભાઈની મહેમાનગતીનો અમને લ્હાવો મળ્યો તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. સાંજ/રાતની ગોષ્ઠિમાં હાજર નહી રહી શક્યાનો અફસોસ મહેસુસ કરું છું. તે વખતે મારો ભત્રીજો અને તેનું કુટુંબ કેનેડા પરત જતાં હોઈ મારે/અમારે તેમને See off કરવા જવું પડ્યું હતું.
“વલીદા અને એમના પુત્રો અકબરભાઈ અને મહંમદભાઈ સાથે ચાર પાંચ કલાકની ગોષ્ટિનો રંગ અને સ્વાદિષ્ટ રસોઈનો સ્વાદ તો હજી ઉતર્યો પણ ન હતો અને મારા ઘેર સાંજની મિજલસ ગોઠવાઈ ગઈ.”..[સુજા]..
” લક્ષ્મીકાન્તભાઈની મહેમાનગતીનો અમને લ્હાવો મળ્યો તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ.”[ વલિદા.].
અલબત્ત, હુંજ એ સદભાગી શખ્સ છું, જે વલીભાઈ મૂસાનો ઉલ્લેખ કરવાનું ચૂક્યો…ખરેજ શુક્રગુજાર છું,તેમના પૂરા પરિવારની આવભગત અને સરસ સ્વાદિષ્ટ ભોજન,જે અમે સહુએ દિલથી માણ્યું .તદુપરાંત, જાણે ગયા કો’ક જન્મોના અતિપરિચિત [કોઈ ને કોઈ રીતે સંબંધાયેલા જીવ] છીએ એવો આંતરિક ભાવ મેહસૂસ કરી શકાયા .
-લા’કાન્ત / ૨૧-૧-૧૩ ,૧૬:૪૦પી .એમ..
Pingback: હવે તે નથી | સૂરસાધના
એમના આત્માની પરમગતિ માટે પ્રાર્થના ! 🙏