સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એકલવીર હવે નથી.

નેટમિત્ર શ્રી અરવિંદ અડાલજા ( જામનગર) હવે આપણી સાથે નથી.

Arvind_adalaja_1

       ઘરભંગ થયા પછી અરવિંદ ભાઈ એકલા રહેતા હતા.  એમને હું કારણસર જ ‘એકલવીર’ કહેતો. સમાજનાં દૂષણો સામે એમના બ્લોગ પર આક્રોશ / પ્રકોપ પ્રગટ થયા જ કરતો.  ૨૦ ઓક્ટોબર – ૨૦૧૮ ના રોજ તેમણે દેહ છોડ્યો.

અહીં વિગતમાં એ દુઃખદ સમાચાર વાંચો….

      અરવિંદભાઈ સાથે નેટ -સંગત ઘણા વર્ષ રહી, એટલું જ નહીં –  ૨૦૧૧ માં તેમને મળવાનો લ્હાવો પણ મળેલો. એમની સાથેની મુલાકાતનો એક અંશ….

       વહેલી સવારે હું જામનગરના બસ સ્ટેન્ડ પરથી, એ એકલવીરના ‘વિસામો’ ફ્લેટ પર પહોંચી ગયો છું. એમના મહેમાનો માટેના રૂમમાં ટુવાલ, નેપકિન અને નવો નક્કોર સાબુ મારે માટે ગોઠવીને તૈયાર રાખેલાં છે.

     ચહેરો, હાથ-પગ ધોઈ, બસની રાત્રિ-મુસાફરીના થાકને તિલાંજલિ આપી; હું એમની સાથે રસોડામાં ગપસપ કરવા પહોંચી જાઉં છું. એકલવીર અમારા બે માટે ચા બનાવી રહ્યા છે. ઘરનો ખૂણે ખૂણો વ્યવસ્થિત જણાય છે. કશે કશું  અવ્યવસ્થિત નથી – બધું ચોક્ખું ચણાક. મારા આવવાની ખબર હોવા છતાં, એકલા પુરુષને માટે આ વ્યવસ્થિતતા ઊડીને આંખે વળગે તેટલી અસામાન્ય છે!

 એ મુલાકાતનો આખો અહેવાલ અહીં …

Adalaja_3

ત્રણ બ્લોગરો

      અરવિંદભાઈ હવે નથી, એમ મનને મનાવવાનું બહુ દુષ્કર છે. ખેર! પ્રભુ એમના આત્માને ચિર શાંતિ બક્ષે એવી પ્રાર્થના કરી આપણે વિરમીએ.

નેટ મિત્ર શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ એમનો પરિચય અહીં….

4 responses to “એકલવીર હવે નથી.

 1. અક્ષયપાત્ર/Axaypatra ઓક્ટોબર 22, 2018 પર 9:32 પી એમ(pm)

  ભગવાન એમના આત્માને પરમ શાંતી અર્પે તેવી પ્રાર્થના.

 2. gujmom ઓક્ટોબર 22, 2018 પર 9:48 પી એમ(pm)

  ખૂબ દુઃખદ સમાચાર… આપની જામનગર મુલાકાત વખતે એમને મળવાનું થયેલ…અને આજે આ સમાચાર પણ આપના માધ્યમથી મળ્યા. ૐ શાંતિ… ડો.મૌલિક શાહ (જામનગર)

 3. Vinod R. Patel ઓક્ટોબર 22, 2018 પર 10:37 પી એમ(pm)

  સ્વ. અરવીન્દભાઈને હાર્દિક ભાવાંજલી….

 4. નિરવ ઓક્ટોબર 23, 2018 પર 12:22 એ એમ (am)

  ઓહ! મારે ઘણીવાર તેમના બ્લોગ પર વાંચવાનું થતું પણ છેલ્લા ઘણા સમયથી તેમના લેખ અને રીબ્લોગ વંચાતા નહીં !

  ૐ શાંતિ શાંતિ .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: