સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પોતું – એક લઘુકથા

સુશીલા માંદી પડી. સવારની ચા અને નાસ્તો નરેશને બનાવવો પડ્યો. બાબલાએ નાસ્તો કરતાં દુધ ઢોળ્યું. નરેશે બડબડતાં બાબલાને એક ઠોકી દીધી અને પોતું કરી, રસોડાના ખુણામાં પોતું ઉશેટી દીધું. ગઈ કાલની વધેલી ખીચડી વઘારી , એને જ લન્ચ માટે પેક કરી; બાબલાને નીશાળે ઉતારી, કડવા મને નરેશ ઓફીસ ગયો.

સાંજે ઓફીસેથી પાછાં આવી, ખાવાનું બનાવવાની તરખડ કરવાને બદલે બાબલાને લઈ, હોટલમાં જમી આવ્યો. સાથે સુશીલા માટે સુપ પણ લેતો આવ્યો.

ભીનું, વાસ મારતું, પોતું હજુ ખુણામાં ડુસકાં ખાતું પડ્યું હતું. થોડીક કીડીઓ પણ એની ઉપર સળવળાટ કરતી આનંદમાં મ્હાલતી હતી.

બીજા દીવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સીન્કમાં પોતું ધોઈ, નીચોવી, બાલ્કનીની પાળી પર સુકવી દીધું.

નરેશના ઓફીસ જવાના સમયે કડકડતું પોતું સુર્યના તડકામાં ઉંડો વીચાર કરતું હતું.

****

વાચકોને એક પ્રશ્ન-

પોતું શો વીચાર કરતું હતું?

36 responses to “પોતું – એક લઘુકથા

 1. sunil shah નવેમ્બર 13, 2009 પર 9:09 એ એમ (am)

  લઘુકથા ગમી ગઈ..
  તમારો પ્રશ્ન વિચાર માંગી લે તેવો છે.
  કદાચ પોતું એમ વિચારતું હશે..‘ સ્ત્રીઓના કામ આ પુરૂષો ન જ કરી શકે…!’

 2. Rajni Gohil નવેમ્બર 13, 2009 પર 9:58 એ એમ (am)

  પોતું વિચારતું હશે કે એક દિવસ તો કીડીઓના આનંમાં તે ભાગીદાર બની શક્યુ! Positive Thinking.

 3. કાસીમ અબ્બાસ નવેમ્બર 13, 2009 પર 11:04 એ એમ (am)

  પોતું વિચારતું હતું કે “પોત પોતાનું કામ પોત પોતાને જ શોભે.”

  કાસીમ અબ્બાસ

 4. Chirag નવેમ્બર 13, 2009 પર 11:09 એ એમ (am)

  સીદીભાઈને સીદકાં વ્હાલા!!!
  😉

  મજાકને બાજુ પર મુકી દઈએ તો એ વીચારતું હશે કે “મને એકદી’ માટે થોડુંક તો વ્હાલ કરી દેવું હતું, ભલા માણસ…”

 5. hardeep pathak નવેમ્બર 13, 2009 પર 11:26 એ એમ (am)

  potu vichartu hatu ke, saru thayu ke sushila saji thayi gayi. bhagwan fari ene mandi na pade jethi hu aaj na jevuj fresh rahi shaku.

 6. pragnaju નવેમ્બર 13, 2009 પર 11:38 એ એમ (am)

  પોતું શો વીચાર કરતું હતું?
  રસોડાનું પોતું પણ જાણતું હતું કે એક તો માંદુ છે અને મારી અગત્યતા તથા રસોડા અંગે આટલો પણ ખ્યાલ નથી!ઘરના સભ્યોની તંદુરસ્તીનો આધાર રસોડા પર નિર્ભર હોય છે એટલા માટે રસોડામાં સફાઈનો ખાસ ખ્યાલ રાખવામાં આવે તે ઈચ્છનીય છે. સફાઈ કરવામાં સુવિધા રહે તે માટે સિન્કની નીચેના ભાગમાં બે ખાના બનાવવા જોઈએ. આમ પણ સિન્કની નીચેનો ભાગ ભીનો અને ભેજવાળો રહેતો હોય છે. મોટા ભાગે આપણે ગંદા વાસણોને સિન્કમાં મૂકતા હોઈએ છીએ. હાથ ધોવામાં પણ સિન્કના નળનો ઉપયોગ વારંવાર કરવાથી તે ભીનો રહે છે એટલા માટે સ્ટીલની બોડી ધરાવતું અને ઊંડુ હોય તેવું સિન્ક પસંદ કરવું જોઈએ જેથી તેમાં વધારે વાસણો રહી શકે.
  જો વાસણ તરત ઘસવાના ના હોય તો સિન્કમાં પડેલાં વાસણો ગંદા લાગશે. સિન્કની નીચેના ખાનામાં જાળીવાળું બાસ્કેટ મૂકી રાખી તેમાં વાસણો ભરવાની આદત રાખવી જોઈએ. સિન્કના નીચેના ખાનામાં સાબુ, ડિટર્જન્ટ, સ્ક્રબ્સ, કચરાપેટી, સાવરણી, પોતું વગેરે રાખશો. જેથી રસોડામાં ગંદકી થાય તો તરત જ તેને સાફ કરી શકાય.
  હાં પણ અહીં તો અંગ્રેજીમા ખાસ કહેવું પડે!
  Reduce the risk: Clean your kitchen counters and sink with an antibacterial product after preparing or cleansing food, especially raw fruits and vegetables, which carry lots of potential pathogens like salmonella, campylobacter and E. coli. Wash your hands as well with warm, soapy water for 20 seconds (long enough to sing “Happy Birthday”). Sanitize sponges by running them through the dishwasher’s drying cycle, which will kill 99.9 percent of bacteria on them. As for the sink, clean it twice a week with a solution of one tablespoon of chlorine bleach and one quart of water. Scrub the basin, the pour solution down the drain.

 7. NARENDRA JAGTAP નવેમ્બર 13, 2009 પર 11:43 એ એમ (am)

  પોતું એમ વિચારી ને બબડે છે કે દૂધ ઢોળ્યુ તો બાબલાએ,દૂધ લુસી ને મને ફંગોળ્યુ કેમ ? અને મને ધોયુ નહી એટલે કીડીઓ તો મને ખાઇ ગઇ ..એતો ઠીક પણ છેક બીજા દીવસે સુશીલાએ મને ગુસ્સામાં સીંક મા ધોયું..પછાડી..પછાડીને..અને ગરમ લાય બાલ્કની ની પાળ પર મને તડ્કે સુકવ્યુ હજી પણ મારી ચામડી તરડાય છે …હું આટ્લુ ઉપયોગી છતાં મારી આ વલે ? માણસ જાત કેમ આવી ??

 8. Ullas Oza નવેમ્બર 13, 2009 પર 11:55 એ એમ (am)

  સુઘડતા કોને નથી ગમતી ? ઍક પોતુ, જે સફાઈનુ કામ કરે છે તેને પોતાને પણ સાફ રહેવુ છે.
  પોતુ પણ કહે છે, જે તમને સફાઈમા મદદ કરે છે તેનુ થોડુ તો ધ્યાન રાખો !!

 9. Vinod Patel નવેમ્બર 13, 2009 પર 12:16 પી એમ(pm)

  Naresh was angry and poor potu became victim of his anger.Potu must be thinking from the corner of the kitchen that anger spreads dirty smell in house like me.
  Sureshbhai, what is your answer and which answer of the reader you liked most?

 10. Ramesh Patel નવેમ્બર 13, 2009 પર 12:47 પી એમ(pm)

  to adjust when daily routine is changed,
  is also not so smoother.If mentally prepared
  ,it helps a lot.

  Ramesh Patel(Aakashdeep)

 11. Vipn નવેમ્બર 13, 2009 પર 2:56 પી એમ(pm)

  Potu was thinking:
  Sushila is really my beloved Sakhi. I was sick together with her . And now, both of us are normal. Oh God, thank you.

 12. Dhwani Trivedi નવેમ્બર 13, 2009 પર 5:10 પી એમ(pm)

  Potu was thinking –
  All my life I thought my job was so low and I was treated so badly. I had to be the cleaner after everyone’s mess, then get cleaned and hung for another day’s hard work. But then Sushila fell sick. All this time I never realized what I meant to her and how much she took care of me. Thank you Naresh for letting me see a bad day because now I appreciate Sushila so much more. Thank you Sushila for making me worthy of the task of keeping your family clean and healthy. Thank you for taking care of me by always keeping me clean and letting me sunbathe everyday. I never would have realized how great of a life I have laid out for me if this incident didn’t happen with me.

 13. neetakotecha નવેમ્બર 13, 2009 પર 8:29 પી એમ(pm)

  e prarthana kartu hashe he prabhu aaaj pachi naresh jeva koi purush na hath ma amari nat ma thi koine na javu pade…

 14. Dr. Chandravadan Mistry નવેમ્બર 13, 2009 પર 9:53 પી એમ(pm)

  Potu vichare ke……
  Gharni-malkin je mane premthi rakhe Chhe tem aa Ghrana-malik (Saheb) kyaare mane prem karashe?…..Aavo vichaar hoy shake !….pan jyaare potue Gulamija sahan kari hoy tyaare eni vichaardhaara ja bandh thai gai hoy…To potu kaai pana vichaar karya vagar sui jashe ke nindare swapanamaa hoy shake !
  This is my IMAGINATION only…as I am NOT that POTU!>>>Chandravadan.
  http://www.chandrapukar.wordpress.com
  DR. CHANDRAVADAN MISTRY

 15. Bhajman Nanavaty નવેમ્બર 14, 2009 પર 1:09 એ એમ (am)

  દુનિયામાં સહુ પોતાનો વિચાર કરવામાંથી ઊંચા આવે તો “પોતાં”નો વિચાર કરેને ?
  પણ તમારો આગ્રહ છે તો — “પોતાં”નો વિચાર કલ્પીએ.
  “નરેશના મનમાં મારી અને સુશીલાની સરખી જ કિંમત છે.બન્નેનું સ્થાન એક જ છે-ખૂણો.”

 16. અરવિંદ નવેમ્બર 14, 2009 પર 3:24 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  પોતાએ વિચાર્યું કે સારું થયું સુશીલા ગૃહિણી બીજે જ દિવસે સારી થઈ ગઈ નહિતો આ પુરૂષ જાતનો ભરો સો નહિ ક્યાંક શોગ લાવવાનું વિચારશે તો એતો મને અને સુશીલાને પણ પડતા મૂકી રોજે રોજ નવું પોતું અને નવી સુશી-………….. લાવી જલસા કરશે અને અમે બંને ખૂણામાં પડ્યા રહેશું. ચાલો ઈશ્વરે અમારા બંનેની પ્રાર્થના સાંભળી અને બચી ગયા નહિ તો હું ( પોતું ) તો અવશ્ય દેશ નિકાલ થઈ જાત ! અર્થાત બહાર ગારબેચ-કચરા-ભેગું કરી દેત !

  સ-સ્નેહ
  અરવિદ

 17. Dr. Rajesh Parikh નવેમ્બર 14, 2009 પર 7:14 એ એમ (am)

  I have read such short story with interest and follow up comments first time. I enjoyed the both and making people to think on such subjects. An unusal and novel thoughts were observed and read. Now I am on the start to think how useful this excercise is? At least to keep the mind active and alzeimer away.
  Congratulations for such hobby for an engineer!

 18. Capt. Narendra નવેમ્બર 14, 2009 પર 8:28 એ એમ (am)

  પોતું વિચારતું હતું, “બીજું પોતું કોણ ધોશે?”

 19. nilsm doshi નવેમ્બર 14, 2009 પર 11:38 એ એમ (am)

  but what is dada thinking abt potu ? i am intersted to know that..

 20. Pingback: પોતું – એક વિશ્લેષણ « ગદ્યસુર

 21. Arpan Bhatt નવેમ્બર 15, 2009 પર 3:37 એ એમ (am)

  potu vichaartu hashe ke kala maathaa naa manavi ne samjavavoo ae kharekhar lodhanaa chanaa chawavaa jevu kaam chhe.
  aastuuu………………

 22. પ્રવિણ કે.શ્રીમાળી નવેમ્બર 15, 2009 પર 4:01 એ એમ (am)

  ‘પોતું’ એ જ વિચારતું હશે કે હું સફાઈ કરવાનું કામ કરું છું, અને તે સફાઈ થઈ જતાં ગંદુ થાવ, ત્યારે સ્ત્રીઓ તેણી પણ સફાઈ કરે. પરંતુ એક દિવસ માટે તે પુરૂષના હાથમાં જતાં પુરૂષ તેનું કામ પતી જતાં તેને કચરાની જેમ એકતરફ ધકેલી દઈને તેની તરફ દુર્લક્ષ સેવે છે. સફાઈ કરનાર ‘પોતું’ ની સફાઈ થતી નથી, છેવટે સ્ત્રીના હાથમાં બીજા દિવસે આવતાં તેની સફાઈ કરે, તેથી સ્ત્રીની ઘરના કામમાં જે ચીવટ છે, દેખરેખ છે તે અહીં ઉજાગર થતી દેખાય છે. અને સફાઈ જેનાથી કરી તેની સફાઈ પણ કરવી જોઈએ નહીં તો તે સફાઈ શું કામની? જયાં વાસ મારતું ‘પોતું’ પડયું હોય તેટલો ભાગ તો ગંદો જ કહેવાય ને?!

 23. MANAV PATEL નવેમ્બર 15, 2009 પર 10:57 એ એમ (am)

  I M AGREE WITH Mr. NAREDRA JAGTAP , GOOD THINKING .
  MANAV

 24. Maheshchandra Naik નવેમ્બર 19, 2009 પર 6:24 પી એમ(pm)

  POTUNI PAN EK DUNIYA HOY CHE!!!!!!!!!!!!!Thanks, Shri Sureshbhai,

 25. siddharth j tripathi નવેમ્બર 20, 2009 પર 2:22 એ એમ (am)

  potu vichar tu hashe kash hun Nareshbhai nu man pan swachha kari shakatu hot to? ghar ni saghali javabdari matra sushilanij chhe ? naa ,roj ghar na tamam kam sathe sahuna swasthya ni pan sushila kalji le chhe tem aavi padel mushkeli ma nareshbhai ni pan faraj etalij bani rahe chhe.

 26. pravin નવેમ્બર 22, 2009 પર 5:54 એ એમ (am)

  potu vicharatu hase kyare Dadaji mane joi ne mara vishe laghu katha lakhe…

 27. charmi gajjar માર્ચ 17, 2010 પર 5:07 એ એમ (am)

  potu vicharatu hase ke hu gandu hatu ne a susila na hot too
  ha ve mane machhar ane chiti pan nahi chatake. gar to women thi ja shobhe chh.

 28. Pingback: પોતું – એક અવલોકન | ગદ્યસુર

 29. La' Kant'Kant જૂન 15, 2011 પર 7:45 એ એમ (am)

  Evun PUSHPAABEN BOILAA….ONI SAAHEB
  Baaki, aasspaasman je chetan -tattvanaa samandar umate chhe …tene jheelvaanee kshamataa…to ‘PRACTICE’ thee kelvaatee hoy chhe ne?’SENSITIVITY SATEJ HOY TO AVAA AVLOKANO/OBSERVATIONs thai jaay to thai jaay!!!
  aabhaar SONI SAAHEB!

 30. La' Kant'Kant જૂન 15, 2011 પર 7:48 એ એમ (am)

  Gharanu maanas =GRUHINEE JO SICK HOY TO ‘POTA” NO kon vichaar kare bhalaa?
  aavun Amaara Shreemateejee[PUSHPAABEN] boilaajee!!!

 31. harnishjani52012 જાન્યુઆરી 28, 2016 પર 3:09 પી એમ(pm)

  પોતું વિચારતું હશે કે પડું કે ન પડું.ળ

 32. Pingback: પોતું – એક પ્રશ્નાવલોકન, સુરેશ જાની | "બેઠક" Bethak

 33. સુરેશ જૂન 21, 2020 પર 12:11 પી એમ(pm)

  વોટ્સ એપ પરથી મળેલ બે નવા વિચાર –

  મારી હાલત પણ ગંગા નદી જેવી જ છે.
  સાફ સુથરી (પવિત્ર) ગંગામાં લોકો ડુબકી મારીને પોતાના પાપ ઘોવે છે .તેમ આખા ઘરની ગંદકી મારાથી સાફ થાય છે.
  સંતો ગંગામાં ડુબકી મારે એટલે હું ગંગા પાછી સાફ સુથરી(પવિત્ર) થઇ જાવ છું.તેમ સંત રૂપ નારી મને પાછી સાફ સુથરી(પવિત્ર) કરે છે.
  અહિં ” પોતું” સુશીલાને સંત સાથે સરખાવે છે.
  રશ્મિ સંપટ.
  —–
  જે ઘરને હું મારા દેહથી સાફ રાખું છું..
  એને જ તમે જો સાફ રાખવાની દરકાર નહીં રાખો તો ગંધાઈ ઉઠીશ..
  વીરેન્દ્ર ડોલસિયા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: