સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બાથરૂમની ડોલ – એક અવલોકન

        રોજ એ ડોલ તરફ નજર જાય, અને એના બહારના નીચેના ભાગમાં અને અંદર ઉપરના ભાગમાં જામેલી છારી તરત નજરે ચઢે. દરેક વખતે ડોલ વપરાય, ત્યારે વપરાશ પછી ચોંટેલું પાણી સૂકાય. પાણી તો ઊડી જાય; પણ પાણીની અંદર રહેલો ક્ષાર જામતો જ જાય. વરસ પહેલાં આ ડોલ સાફ કરી હતી. અત્યારે દેખાતી છારી એક વરસની જમાવટ છે.

ડોલ પર બાઝેલી છારી- નજીકથી

          વાસણો સાફ કરવાના સાબુથી ડોલ સાફ કરવા કોશિશ કરી. પણ એ છારી તો એમની એમ જ રહી. બ્લીચ માટેનું દ્રાવણ પણ વાપરી જોયું; પણ કશો ફરક જ નહીં.

         અને યાદ આવ્યું. ગઈ સાલ ખરબચડી સપાટીવાળું સ્પોન્જ વાપર્યું હતું. તે લઈ આવ્યો અને ઘસવા માંડ્યું. ધીમે ધીમે છારી નીકળતી ગઈ. પાણીથી ડોલ ધોઈ. થોડીક છારી બાકી રહી હતી. ફરી વખત આ જ ઉપચાર અને ડોલ નવા જેવી થઈ ગઈ- ચકચકાટ.

ડોલ સાફ કર્યા બાદ - નજીકથી

     આપણાં મન પણ આ ડોલ જેવાં જ છે ને? સમયના વહેણ સાથે અનેક અનુભવો યાદદાસ્તમાં સંઘરાતા જાય છે. સમય તો વહેતા પવનની જેમ ગાયબ થતો રહે છે. પણ એ અનુભવોના આધારે આપણી પ્રકૃતિ ઘડાતી જાય છે; જડબેસલાક બની રહે છે. પેલી છારીની માફક, એ વજ્રલેપ બની જાય છે. સંજોગો સામે આપણી પ્રતિક્રિયાઓ, પ્રતિભાવો બધાં આ છારી જેવાં હોય છે. અમૂક જ રંગ, અને એય મોટે ભાગે ગંદો, ગોબરો.

     એને દૂર કરવા કોઈ ચીલાચાલુ ઈલાજ કામમાં નથી આવતો. એને તો પ્રચંડ પુરુષાર્થ વડે જડમૂળમાંથી ઘસીને કાઢી નાંખવો પડે છે.

અને એમ કરીએ તો,
એ ડોલની જેમ
મન પણ ચકચકિત બની જાય. 

4 responses to “બાથરૂમની ડોલ – એક અવલોકન

 1. Ramesh Patel ઓગસ્ટ 31, 2011 પર 5:23 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  રોજીંદી વાતોનું આપનું અવલોકન બાદ મનનીય વિચાર વિમર્શ , એક ઊંચાઈએ સ્થાપિત કરી દે છે.
  જાણે નવલી બોધકથાઓ..શ્રીસુરેશભાઈની કલમે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Atul Jani (Agantuk) સપ્ટેમ્બર 1, 2011 પર 6:15 એ એમ (am)

  ડોલ રોજ રોજ સાફ નથી થતી એટલે આટલો કચરો જામી જાય છે. ઘણો ભગીરથ પ્રયાસ કરવો પડે છે તે કચરો કાઢવા. એટલે ભગવદ ગીતાના છઠ્ઠા અભ્યાસમાં રોજ રોજ ધ્યાન કરવા ઉપર ભાર મુક્યો. પ્રમાદ અને આળસને લીધે એક દિવસ ચૂકાઈ જાય પછી તો અંત:કરણ પર કચરાના થર ના થર બાઝતા જાય.

  અલબત્ત જાગ્યા ત્યારથી સવાર.

 3. Pingback: ખાલીખમ « ગદ્યસુર

 4. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) સપ્ટેમ્બર 23, 2011 પર 4:09 એ એમ (am)

  અનુભવોના આધારે આપણી પ્રકૃતિ ઘડાતી જાય છે; જડબેસલાક બની રહે છે. પેલી છારીની માફક, એ વજ્રલેપ બની જાય છે. સંજોગો સામે આપણી પ્રતિક્રિયાઓ, પ્રતિભાવો બધાં આ છારી જેવાં હોય છે. અમૂક જ રંગ, અને એય મોટે ભાગે ગંદો, ગોબરો. એને દૂર કરવા કોઈ ચીલાચાલુ ઈલાજ કામમાં નથી આવતો. એને તો પ્રચંડ પુરુષાર્થ વડે જડમૂળમાંથી ઘસીને કાઢી નાંખવો પડે છે. ….. so very true… Rightly said.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: