સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું, અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.

માધવ રામાનુજ

( શોભા જોશી ના અવાજમાં અહીં સાંભળો )

આંતરમનની સૃષ્ટિની ઝાંખી કરાવતું આ કાવ્ય મને બહુ જ પ્રિય છે. આપણી આંખ જે પરમ આનંદની અનુભૂતિ કરવા ઝંખતી હોય છે, તે તો મીંચેલી આંખે ય અનુભવી શકાય છે. આવી અનુભૂતિ થાય ત્યારે કેવા ભાવ ઊઠે તેનું આ કાવ્યમાં કવિએ અદ્ ભૂત શબ્દચિત્ર આપ્યું છે.

એ આનંદસાગરમાં ડૂબતા જઇએ અને છતાં તરતા હોઇએ તેમ લાગે. પ્રત્યેક શ્વાસે  હરખની એવી છોળો ઊઠે કે જાણે મરજીવાને મુઠ્ઠીમાં મોતી મળી ગયા હોય. ચેતનાના બધા દ્વાર ખૂલતા જ જાય, ખૂલતા જ જાય; કોઇ આગળો કે કોઇ તાળું ન રહે. આપણી જાત, આપણા હોવાપણા, આપણા સમગ્ર અસ્તિત્વ સાથે એવા ઓતપ્રોત થઇએ કે, કોઇ ભેદ ન  રહે. સાવ એકાકાર થઇ જઇએ.

જીવવાની આવી જો એક જ ક્ષણ મળી જાય તો પછી તેને કદી પાછી ન વાળીએ.

આ છે અંતરની વાણીનો વૈભવ, આ છે તેની અભિવ્યક્તિ.

અને…

‘હું’ ફૂટે એનું મસ્ત ચિત્રકૂ… butter

16 responses to “અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

  1. Neela Kadakia માર્ચ 6, 2007 પર 11:07 પી એમ(pm)

    ખૂબ સુંદર અનુભૂતિ થઈ મુરબ્બી.

  2. કસુંબલ રંગનો વૈભવ માર્ચ 27, 2007 પર 6:25 એ એમ (am)

    saras abhivyakati bindu ko pa lenge to sindhu ko pana mushakil nahi………….

  3. Chirag Patel માર્ચ 30, 2007 પર 3:15 પી એમ(pm)

    મારી એક મિત્ર છે, એ માધવ રામાનુજજીને અંગતરૂપે ઓળખે છે અને એમને સાહિત્યની ચર્ચાઓ પણ અવારનવાર થાય છે. આ કવિતા માધવજીને પણ અત્યંત પ્રિય છે.

  4. Pingback: માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય

  5. Sheela Sheth મે 29, 2007 પર 8:14 એ એમ (am)

    I heard this song in HASTAKSAR cd by SHYMAL &
    SOUMIL MUNSHI. IT is very nice.
    Sheela Sheth

  6. Pingback: ફ્લડલાઈટનો ચોક – એક અવલોકન « ગદ્યસુર

  7. readsetu એપ્રિલ 3, 2012 પર 5:58 એ એમ (am)

    ‘સળવળતી હોય આંખ જેને જોવાને’

    માધવભાઇની આ કવિતા ખૂબ સરસ છે પણ તેમના ઉપરના શબ્દો સાથે હું સંમત નથી. અંદરનું અજવાળું બાહ્ય ચક્ષુથી તો કદી જોઇ જ ન શકાય. અંદરનું અજવાળું એ જોવાની ચીજ જ નથી, એ માત્ર અનુભૂતિ છે જે કોઇ વિરલાને જ પ્રાપ્ત થાય !!! અંદરના અજવાળા માટે ઝંખનાર બાહ્ય ચક્ષુનો વિચાર પણ કેમ કરી શકે ?
    લતા હિરાણી

  8. સુરેશ એપ્રિલ 3, 2012 પર 8:02 એ એમ (am)

    લતાબેન ,
    કવિને ઉપમા/ રૂપક વિના કેમ ચાલે? અનુભૂતિની અભિવ્યક્તિ જ્ઞાત સાધનોની ઉપમા વડે જ થાય ને?

    સળવળતી આંખ એ અનુભૂતીની છીપી ન શકાય તેવી તરસનો તલસાટ બતાવે છે.
    અને કવિ આમ ન કરે તો ?
    હાલોકન – પહેલું અને છેલ્લું ! –

    પાર્કમાં હાલોકન – પહેલું અને છેલ્લું

  9. Dipak Dholakia એપ્રિલ 3, 2012 પર 11:37 પી એમ(pm)

    માધવ રામાનુજના કાવ્યનો રસાસ્વાદ કરવાની તક આપી તે બદલ આભાર. તમે પોતે જે લખ્યું છેઃ “જેટલો પાવર નાનો, એટલી એ ટોર્ચ સતેજ!” એ કાવ્યના સર્જન અને અનુભૂતિની ઉચ્ચ કક્ષા પર પહોંચે છે. કવિતા અનુભુતિના સ્તરે એટલી સરળતાથી પહોંચાડે છે કે કદાચ શાસ્ત્રો હજારો પાનાં પછી પણ ત્યાં સુધી પહોંચાડી શકતાં નથી.

  10. La' Kant મે 19, 2012 પર 7:50 એ એમ (am)

    સરસ અંતરની અનુભૂતિને વાત. આહ્લ્લાદક ક્ષણો ની સોગાત પામ્યાનો એહસાસ !!!

  11. Pingback: અંદરતો એવું અંધારું અંધારું- એક પેરડી !- શરદ શાહ | હાસ્ય દરબાર

  12. Anila Patel જુલાઇ 11, 2012 પર 10:12 એ એમ (am)

    Kavi sivay antarmanana rahasyo kon ukeli batavi, kavina shabdo etala shaktishali hoy chhe je agamya bhedukelataj nathi balke hrudayne sparshi shashvat bani jay chhe. Kavie antarni anubhooti saras shabdoma vyakt kari chhe.

  13. Laxmikant Thakkar જુલાઇ 12, 2012 પર 3:35 એ એમ (am)

    સુરેશભાઈ ઘણા વખતે… તમારો ઇ-મેલ…આભાર.
    ફરી એક વાર તમે પ્રી ગયા એટલે સમ-અર્થી, અભીવ્યક્તીવાળી વાતો….
    આ સાથે મૂકી છે.ઃ
    સુરેશભાઈ, ઘણા વખતે… તમારો ઇ-મેલ…આભાર.
    ફરી એક વાર તમે પ્રેરણા આપી ગયા, એટલે સમ-અર્થી, અભીવ્યક્તીવાળી વાતો.

    આ સાથે મૂકી છે.ઃ

    અંતર-શોધ….~!

    ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું,

    મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
    અમે તો ઘણું ફર્યા,સઘળામાં ‘એકત્વ’ નીકળ્યું,

    નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું,

    પકડી રાખેલું, છોડવા લાયક, ‘મમત્વ’ નીકળ્યું,
    નડતું ‘તું બધો સમય, અહં નું જડત્વ નીકળ્યું,
    મનમાં ભર્યું’તું કંઈ કેટલું?જુદુંજ રહસ્ય નીકળ્યું
    બીજાની વાત કરતાં, તેમાંથી “સ્વત્વ” નીકળ્યું.
    મન નું વલોણું ચાલ્યું,મન્થનથી તથ્ય નીકળ્યું,
    ‘કઈંક’ની ખણખોદ રંગ લાવી, ને પથ્ય નીકળ્યું.

    2. હું અને એ

    આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
    ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,

    હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો’તો,
    હું આટલો બળકટ બેફામ ક્યારેય નો’તો,
    હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
    હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
    હું કઈંક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,
    હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,
    હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
    હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
    હું જળ-માં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
    હું વહું સમયની સંગસંગ ,અકળ છેક રહું,
    હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!

    હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !
    ==============================================

    તુંજ / “સ્વ” સાથે એક શ્વાસ
    તુંજ મારું વળગણ , તુંજ મારું સમર્પણ,
    તુંજ મારા આદિ-અંત,તુંજ મારું સુદર્પણ,
    તુંજ મારું સર્વસ્વ! મારું બધું કૃષ્ણાર્પણ.
    નિજ કેન્દ્રમાંથી ક્ષણિક ઝબકારા ઝળહળ ખર્યા કરે!
    વિચાર-ચૈતન્ય ઝર્યા કરે!એકાંતના અંધાર સ ર્યા કરે.

    વિચાર આત્મ ચેતનમાં ઓતપ્રોત ભીતર ભર્યા કરે .

    હું ! ને, મારું કેન્દ્ર !

    “એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
    મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
    આ”હું”, “હું છું” ના મોજાં…ધ્વનિ-આંદોલનોના ગેબી નાદ,
    ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
    આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર વળે કરાર,
    ચકરાવે ચઢી ગયો છું આ ગોળ ગોળ ચક્કર ચક્કર વમળ ,
    ઊંડે…ઓર… ઊંડે…આ વમળમાં…વમળ…તેમાં વમળ…,
    અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ ‘નું તળ, જાણે એ સ્થિર પળ.

    ‘…અને પછી, ‘આ’ કે ‘તે’ ?ના વિકલ્પ પણ આગળ પાછળ,
    મનની અંદર બંધાતી રહે, પળ-પળ , ‘હું’,’મારું’ની સાંકળ,
    તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ આકળ ,
    ફૂલો ,રંગો સુગંધો ને શીતળતા, કોમલ કળી પર ઝાકળ,

    કોણ જાણે આ લાંબી જીવન યાત્રા થાશે સફળ કે વિફળ?
    નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
    પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
    -લા’કાન્ત / ૧૨-૭-૧૨
    જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.

  14. Pingback: પ્રવાસની પેટીઓ – એક અવલોકન | સૂરસાધના

  15. Pingback: થર – એક અવલોકન | સૂરસાધના

  16. Pingback: અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?