આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરો અને PDF પુસ્તિકા ડાઉનલોડ કરો.
અત્યાર સુધીના બધા નુસખાઓ(!) માં જાત સાથે વધુ ને વધુ સમય ગાળવાનું કેન્દ્રસ્થાને છે. એકલા હોઈએ ત્યારે તો આમ અભ્યાસથી કરી શકીએ; અને એ ભાવ વધારે સમય સુધી લંબાતો પણ જાય. પણ આપણે સદા એકલા નથી રહી શકતા. કુટુમ્બમાં, કામ કરવાના સ્થળે, સમાજમાં આમ બધે આપણે અન્ય વ્યક્તિઓના સમ્પર્કમાં આવીએ છીએ. અને ત્યારે જ આપણા અહંકારની કસોટી થઈ જાય છે.
જ્યાં સુધી આપણો કર્તાભાવ, માન માટેની આપણી અપેક્ષાઓ વિ. ઊંડા મૂળ ઘાલીને આપણા વ્યક્તિત્વમાં રહેલાં હોય છે; ત્યાં સુધી અન્ય રીતોથી મક્કમ કરેલો – વર્તમાનમાં જીવવાનો આપણો નિર્ધાર – મોટા ભાગે ડગી જતો હોય છે. આપણે જાણ્યે અજાણ્યે નકારાત્મક પ્રતિક્રિયા કરી દેતા હોઈએ છીએ; અથવા મનમાં પૂર્વગ્રહ, માન ઘવાયાની લાગણી, વેરભાવના વિ. વિચારોની ગાંઠ વાળી દઈએ છીએ. આપણા મનની આ નબળાઈ આપણને જીવન ભર નડતી રહે છે.
નિજ દોષ દર્શન આ માટેનું એક નીવડેલું સાધન છે. મૂળ જૈન દર્શનમાંથી પ્રગટેલી આ પદ્ધતિ પર દાદા ભગવાને સૌથી વધારે ભાર મૂક્યો છે. તેમના ઉપદેશોને તેઓ ‘ અક્રમ વિજ્ઞાન’ તરીકે ઓળખાવે છે. એ અંગે માહિતી આપવા માટે આ જગ્યા સાંકડી જ પડે. પણ ટૂંકમાં એનો આખો આધાર આ પાંચ પ્રતિજ્ઞાઓના પાલન ઉપર છે.
- રિલેટિવ વ્યુ પોઈન્ટથી હું “…….” છું. ( પોતાનું નામ )
- રિયલ વ્યુ પોઈન્ટથી હું “શુદ્ધાત્મા” છું.
- જગત ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે.
- ફાઈલોનો સમભાવે નિકાલ કરવો.
[ ફાઈલો એટલે આપણા વ્યવહારમાં આવતી વ્યક્તિઓ – ૧ નં – પોતે, ૨ નં – પતિ / પત્ની ૩ નં – પુત્ર/પુત્રી ; વિ.
- શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરાવવી.
‘ सोsहम् ‘ નો અહીં પર્યાય છે – ‘ હું શુદ્ધાત્મા છું.’
પોતાની જાતની ઓળખ ‘શુદ્ધાત્મા’ તરીકે વારંવાર દોહરાવતી વખતે, એના સ્વરૂપ વિશે આ જ ભાવ …
હું અવિનાશી છું.
હું અવ્યય છું.
હું સૂક્ષ્મ છું.
હું કેવળ નિર્વિકલ્પ વીતરાગી જ્ઞાન માત્ર છું
હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું.
—
હું શુદ્ધાત્મા છું.
આપણા આ મૂળ હોવાપણાંને સતત ઉજાગર રાખવા માટે, પોતાના મહોરાંના દોષની આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરતા રહેવું -એ આ પદ્ધતિની પાયાની ક્રિયા છે – જે દરરોજ ‘સામાયિક’ સમયે કરવાની હોય છે. સાદી ભાષામાં – દિવસ દરમિયાન, આપણાં વાણી અને વર્તન દ્વારા અન્ય વ્યક્તિઓનું મન દૂભવ્યું હોય/ એમને આપણે કનડ્યા હોઈએ; અથવા એમના વાણી કે વર્તન દ્વારા આપણું માન ઘવાયું હોય કે આપણા મહોરાંને કનડગત થઈ હોય; એ સઘળી ઘટનાઓને યાદ કરવાની( આલોચના); એની જવાબદારી આપણી જ છે – એમ ભાવ રાખી; એ માટે જે તે વ્યક્તિની ક્ષમા માંગવાની ( પ્રતિક્રમણ)અને છેલ્લે આમ ભવિષ્યમાં ન થાય તે માટે શક્તિ મળે તેની પ્રાર્થના (પ્રત્યાખ્યાન) કરવાનાં હોય છે.
પહેલી નજરે આપણને એમ લાગે કે, આ રીત આપણામાં લઘુતાભાવ પેદા કરે. પણ આમ પોતાના જ દોષ જોવા અને માફી માંગવા માટે અનહદ આંતરિક બળ જરૂરી હોય છે; જે આ અભ્યાસથી એ કેળવાતું જાય છે. જેમ જેમ આ અભ્યાસ સાધ્ય થતો જાય; તેમ તેમ સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ સ્તરે થતા ડખાઓ માટે પણ આ ક્રિયા કરવાની ક્ષમતા કેળવાતી જાય છે. કેવળ સામાયિક કાળમાં જ નહીં; પણ જીવનમાં સતત આ ક્રિયા કરવાની, આ ભાવ સેવતા રહેવાની ક્ષમતા પણ આવતી જાય છે.
આ પદ્ધતિના અનુશાસનથી જે માનસિક હળવાશ અનુભવી શકાય છે; તે અદ્વિતીય છે. આવા અભિગમ અને આવી જાગરૂકતાથી વ્યક્તિ વ્યક્તિના વ્યવહારોમાં આમૂલ પરિવર્તનોઅનુભવી શકાય છે.
વિશેષ માહિતી ‘દાદા ભગવાન’ ફાઉન્ડેશનની આ વેબ સાઈટ પરથી…

દાદા ભગવાન પરિવારના સંત્સંગના
ઘણા બધા વિડિયો માટે ઉપરના ચિત્ર પર ક્લિક કરો
થોડીક બહુ જ અગત્યની વાત .
- સત્સંગમાં હાજર રહી; સામાન્ય માણસોના રોજબરોજના જીવનને સ્પર્શતી બાબતોના વિડિયો જોઈ, આ વિશે પ્રારંભિક જાણકારી લેવી.
- ત્યાર બાદ પૂર્ણ સભાનતાથી જ્ઞાનવિધિ શિબીરમાં જ્ઞાન લેવું અને તેનો અભ્યાસ અને અમલીકરણ કરવું. સતત પ્રેક્ટિસ કરવાથી ધીમે ધીમે પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) કરવાની શક્તિ વધતી જશે.
- આ ક્રિયા કરતાં સતત એ ભાવ વાગોળ્યા કરો કે, ‘ હું શુદ્ધાત્મા છું.’
- સૌથી વધારે અગત્યની અને કદી ન ભૂલવાની નથી એવી, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર, પૂર્વ શરત એ કે,
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
————————
એક નક્કર અનુભવ આ રહ્યો
આમ કદી બનતું ન હતું – હવે વારંવાર બને છે.
આભાર ‘દાદા ભગવાન’
અને
આભાર ‘નિજ દોષ દર્શન’
——————————————————–
વધુ આવતા અંકે….
Like this:
Like Loading...
Related
Introspection નું તો ઘણું મહત્વ છે. ‘હું શુધ્ધાત્મા છું’ એમાં સુક્ષ્મ અહમ નો સમાવેશ ગણી શકાય ? (સામાન્ય માણસ માટે, સિધ્ધ પુરુષો માટે નહીં). ભગવાન ગૌતમ બુધ્ધના દ્વારા સુચવાયેલી ‘વિપશ્યના’ માં સાક્ષીભાવ વિકસિત થાય છે. એથી ‘હું’ પણ એક ત્રાહિત વ્યક્તિ બની જાય છે. શોપીગ કાર્ટના અનુભવમાં મનમાં ઉઠેલ ભાવો એ ‘અન્ય’ ના થઈ જાય છે અને તેથી ‘અનિત્ય’ બને છે.
“ બુરા જો દેખન મે ચલા, બુરા ના મિલ્યા કોય,
જો મન ખોજા આપના મુઝ સે બુરા ના કોય”.
Pingback: ટેકો – « BestBonding - in Relationship
અથડામણ
સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક છે. દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ આપણને એ ભુલ સમજતા રોકે છે.
પહેલા તો એ સમજવાની જરૂર છે કે આપણે અથડામણનો એક હિસ્સો છીએ. આપણે એનો વિરોધ કરીએ છીએ એટલે જ અથડામણ ઊભી થઈ છે. જો એની વાતથી તમને કોઈ જાતનું નુકશાન ન થવાનું હોય, તો એની વાત તોડી પાડવા તમને કોઈ જ ફરજ પાડતું નથી. તમે એ તમારી મરજીથી કરો છો. તમે વિરોધ કરો એ ઈરાદાથી કદાચ સામાવાળાએ એ વાત કરી પણ ન હોય. હા કદાચ એની વાત ભૂલ ભરેલી હોય, તો એકવાર તમે એનું ધ્યાન દોરી શકો, પણ એ ન માને તો એને વટનો સવાલ બનાવવાનું જરૂરી નથી. એ તમારી વાત ન માને તો તમને ગુસ્સો આવે કે તિરસ્કાર આવે એવી લાગણી એણે તમારામા નાખી નથી, એ તો તમારામા પહેલેથી છે, એટલે બહાર આવે છે.
અથડામણની શરૂઆત તમે સામાવાળા પાસેથી શું આશા રાખો છો એના ઉપર અવલંબે છે. તમારા મનમાં એ વ્યક્તિ માટે અભાવ હોય તો એની સાચી વાત પણ તમને સારી નહિં લાગે. એની વાતનો તમારો પ્રતિભાવ પણ નકારાત્મક હશે. તે સમયનું તમારૂં વર્તન પણ સારૂં નહિં હોય. આમ કરવું જરૂરી નથી, તે ક્ષણે જો એણે સારી વાત કરી હોય તો તેના વખાણ કરવામાં કંઈપણ ખોટું નથી. આમ કરવાથી મોટાભાગની અથડામણો ટાળી શકાય છે.
જ્યારે અથણામણ થાય છે ત્યારે તમને પણ માનસિક પીડા થાય છે, ક્યારેક એ માનસિક અને શારિરીક રોગમાં પણ પરિણમે. આના વધુ નહિં તો અર્ધા જવાબદાર તમે પોતે છો. તમે ભાગ ન લો તો અથડામણ થવી શક્ય જ નથી. તમે ધારો તો થયેલી અથણામણનો પણ અંત લાવી શકો છો. પહેલા તમે મનથી નક્કી કરો કે તમને અથડામણ ખતમ કરવી છે કે નહિં.
વિચારોનું સંકલન-પી.કે.દાવડા
Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના
Pingback: ગઝલનું એક સરનામું | સૂરસાધના
Pingback: સામે નથી કોઈ – ગઝલાવલોકન | સૂરસાધના