સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ, ભાગ– ૯ : ઘડપણ (શારીરિક અને માનસિક)

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      અડસઠ વરસના આ ખોળિયામાં મશીનરી જૂની થઈ છે. ક્યાંક ચડચડાટી, બોલે છે; ક્યાંક શ્વાસની ધમણ હાંફે છે. દબાણ વધી જાય છે. ચાલતાં ચાર વાર અટકવું પડે છે – બેસવાની જગ્યા શોધવી પડે છે. દાદરા ચઢતાં કે ઉતરતાં એક પગ પર જ વજન લેવાની કાળજી રાખવી પડે છે; અને સહેજ ચૂક્યો તો ઘુંટણે સોજા આવી જાય છે. સહેજ વજન ઊંચકાઈ જાય તો અંગૂઠો મચકોડાઈ જાય છે. ક્યારેક કમર ઝલાઈ જાય છે; તો ક્યારેક ખભા. રાતે ઉંઘ આવતી નથી; અને દહાડે ગમે ત્યારે આંખો ઘેરાઈ જાય છે. કાને ઓછું સંભળાય છે; ચશ્માં ચઢાવ્યા વિના વંચાતું નથી. વિગેરે… વિગેરે..

      ઘડપણની જમાનાજૂની વ્યથાઓ.

      અને મનની હાલત તો એનાથીય નાજૂક છે. સહેજમાં માઠું લાગી જાય છે. નાની નાની વાતો ભૂલી જવાય છે. અને કોઈક સહેજ જ  વાંકું બોલે તો ક્યાંય સુધી  ભુલાતું નથી! પોતાના વિચાર અને મન્તવ્યની વિરુદ્ધ કોઈ કહે, તો ચર્ચાનો કેડો મેલાતો નથી.

‘હવે ગલઢા થયા.’ એ ખયાલ આથમતો જ નથી!

      ઘણી બધી ગનાનની વાત્યું વાંચી, સાંભળી, વિડિયો જોયા, ગલઢાઓ હારે ચર્ચાઓ  કરી. પણ.. કશું જીવનમાં ઉતરતું નથી.

‘બની આઝાદ’ના લેખો લખ્યા – પણ આઝાદી ન મળી.
‘અંતરની વાણી’ લખી; પણ પ્રગટી નહીં.

     કશો ઈલાજ?

     થોડો પ્રકાશ ‘એખાર્ટ ટોલ’ની ‘આજની ઘડી રળિયામણી’ – ‘Power of Now’ વાંચતાં પડ્યો.  દાદા ભગવાનની પ્રતિક્રમણની વાતને અમલમાં મૂકતાં બહુ રાહત થઈ. પણ આ તો બધું માનસિક.

    શરીરના ઘસાયેલા પૂર્જાઓનું શું? આંખનો લેન્સ કાઢી ‘નેત્રમણિ’ મૂકાવ્યો અને કાને કર્ણનાં કુંડળ જેવાં હિયરિંગ એડ ચઢાવ્યાં. દાંતના નર્વ કપાવી ઉપર કેપ્યું ચઢાવી. પણ ચઈડ ચઈડ બોલતાં ઘૂંટણનું શું? શ્વાસ ભરાઈ જાય તે ફેફસાં બદલાતાં હશે?! અને પ્રેશરની ગોળીઓ ક્યાં સુધી લીધા કરવાની?

     અમદાવાદ ગયો ત્યારે ભત્રીજી કૌમુદીએ ‘આર્ટ ઓફ લિવિંગ’ની વાત કરી. એ વળી શું નવતર છે, એ જાણવા એના ક્લાસ ભર્યા- પણ કુતૂહલ સંતોષવા પૂરતા જ. અડાલજ જઈ જૂના મિત્ર રામભાઈના પ્રતાપે, દિપકભાઈ સાથે જાહેરમાં ગોઠડી પણ કરી. પરમ મિત્ર શરદ ભાઈએ ઓશોવાણી આગળ ધરી, અને શ્વાસની કસરતો પણ શિખવાડી.

પણ અમલીકરણમાં મીંડું.

     પણ આ બધી નીરાશામાં આશાનું એક કિરણ ૮મી જુલાઈએ પડ્યું. અહીં અરવિનમાં ‘આર્ટ ઓફ લિવિંગ’નો રિપીટર કોર્સ થતો હતો; એમાં જિંદગીમાં પહેલી વખત રિપીટર બન્યો! એનો એકડો ફરી ઘૂંટ્યો. આવી દરેક તાલીમ વખતે લેવાતો સંકલ્પ પણ કર્યો,” આ તાલીમ ચાલુ રાખીશ.”

અને આ શું?

न भूतो न भविष्यति॥
જેવું કાંઈક થઈ ગયું.

       ત્રણ દિવસની તાલીમ પછી રોજ પ્રેક્ટિસ ચાલુ રહી! ખાસી ૪૫ મિનીટ, અને તેય આજ દિન લગણ.

કેવી પ્રેક્ટિસ?

 • સૂક્ષ્મ યોગ અને યોગાસનો – જુદી જુદી ૩૮ રીતે. – ૨૫થી ૩૦ મિનીટ
 • પ્રાણાયમ – ત્રણ જુદી જુદી રીતે , દરેક છ થી આઠ વખત
 • ભર્સ્તિકા પ્રાણાયમ – વીસ વીસના ત્રણ રાઉન્ડ
 • ઊંડા શ્વાસ લઈ, ૐ કાર ઉચ્ચાર – ત્રણ વખત.
 • સુદર્શન ક્રિયા( સોsહમ મંત્ર સાથે)- ધીમી(૨૦), મધ્યમ(૪૦), અને ઝડપી(૪૦)ના બે રાઉન્ડ
 • શબાસનમાં શ્વાસ નિરીક્ષણ સાથે ધ્યાન.
 • જમણે પડખે ફરીને કેવળ આરામ.

અને સાથે ઉમેરાયાં …

 • દિવસમાં ત્રણ વખત એખાર્ટ ટોલનું પ્રેક્ષાધ્યાન.
  • સવારે આંખ ઉઘડે ત્યારે
  • બપોરે જમ્યા બાદ વામકુક્ષી શરૂ કરતાં
  • રાત્રે સૂતાં પહેલાં.
 • હાઈડ્રો થેરાપી – બને તેટલું વધારે પાણી પીવું. એમાં તો પાણીની શીશીઓ ભરાવા માંડી અને એનું અવલોકન પણ લખાઈ ગયું!
 • ફળ બિલકુલ ખાતો ન હતો, તેની જગ્યાએ દિવસમાં ત્રણેક વખત ફળ ખાવાનાં ચાલુ કર્યા.
 • ચામાં અઢી ચમચી ખાંડ વગર ચાલતું ન હતું; એની જગ્યાએ એક જ ચમચી થઈ ગઈ. અને બપોરની ચા તો બંધ જ થઈ ગઈ.
 • કૂકી, ચોકલેટ વિ. ઘરમાં રાખવાનું જ બંધ કરી દીધું.
 • અધ્યાત્મ અને જીવન પ્રેરક સાહિત્યનું રોજ વાંચન.
 • રાતે સૂતા પહેલાં ‘પ્રતિક્રમણ’ – દસ મિનીટ
 • સતત ‘ હું શુદ્ધાત્મા છું.’ – એ ભાવનું રટણ.

શા ફાયદા થયા આ એક મહિનાની સાધનાથી?

 • બી.પી.ની ગોળી રોજ બેને બદલે એક જ કરી શક્યો. કદી પ્રેશર ૧૩૦થી ઉપર જતું નથી.
 • ઘુંટણનો દુખાવો લગભગ ગાયબ. પલાંઠી વાળીને બેસવામાંય દુખાવો થતો હતો; તેની જગ્યાએ પૂરી એક મિનીટ વજ્રાસનમાં બેસી શકાય છે.
 • ચાલતાં થાક લાગતો નથી; થાપા દુખતા હતા, તે બંધ થઈ ગયું.
 • બપોરની વામકુક્ષી બે કલાકની જગ્યાએ માત્ર ૧૦ મિનીટ જ– થ્રી ઈડિયટના વાઈરસ ની ‘પાવર નેપ’!
 • રાત્રે સરસ મીઠી, ઘસઘસાટ ઉંઘ. ઊઠતાં જ અજીબો ગરીબ ‘ધારા પ્રવાહ’ થી સભર વિપશ્યના ધ્યાન.
 • ગુસ્સો, અકળામણ, ચિંતા, અધીરતા લગભગ ગાયબ. કદી ન અનુભવી હોય એવી મોકળાશ અને શાંતિ.
 • બ્લોગની જાહેરાત કરવાની વૃત્તિ નિર્મૂળ થઈ ગઈ.
 • સરસ મજાની વાત…
  • વલીદા અમારે ઘેર પધારવાના છે. આવા મહેમાનોની આગતા-સ્વાગતાની  તૈયારીઓ મોટે ભાગે આદત અને આવડતના જોરે, મારી પત્ની જ્યોતિ સંભાળતી આવી છે. આ લખ્યું એ દિવસે આ જણે ત્રણ ખૂટતી ચીજો એને સૂચવી.
   અને એના આશ્ચર્ય સાથેના ઉદ્‍ગાર,” આ વળી તમને ક્યાંથી સૂઝ્યું? આનો તો મને પણ ખ્યાલ ન હતો.”
   વાહ, રે! મેં વાહ! મારું ભૂલકણાપણું પણ ઓસરવા માંડ્યાના એંધાણ…સાઠે ગયેલી થોડી પાછી આવી!!

બોલો આને કહેશો ને? અફલાતૂન તબીબ?

પણ કોણ છે એ તબીબ?

ઘણા બધા ..

ગોએન્કાજી, શ્રી. શ્રીરવિશંકર, દાદા ભગવાન, નીરૂમા, દિપકભાઈ, ઓશો, એખાર્ટ ટોલ,

અને

         પથપ્રદર્શકો  શ્રી. હેમન્ત પંડ્યા, રામભાઈ( બોડીવાલા), કૌમુદી જાની, શરદ શાહ, પ્રજ્ઞાબેન વ્યાસ, પ્રવીણ/ મીનાબેન ઠક્કરનો ખાસ આભાર.

     આ ઉપરાંત ઉત્સાહ વધારનારા અનેક મિત્રો અને અલબત્ત ……..વ્હાલાં કુટુમ્બીજનો તો ખરાં જ.

એ સૌનો આ અદભૂત અને
કદી મૂકવા મન ન થાય તેવા
અનુભવ માટે
હૃદયપૂર્વક આભાર.

——————————————————————————

સંદર્ભ …..
‘ઓશોવાણી’ 
દાદા ભગવાન – અક્રમ વિજ્ઞાન

યુવાનો અને યુવતિઓને…..

એમ ન બને કે,
–  કદાચ આ તબીબી ૬૦+ ની જેમ ૧૬+ કે ૬+ ને પણ રામબાણ પૂરવાર થાય?
–  ૬૦+ બધા થવાના તો છે જ. પણ એ સમો આજીવન ઢૂંકડો જ ન આવે?

એમ પણ બને!

27 responses to “અફલાતૂન તબીબ, ભાગ– ૯ : ઘડપણ (શારીરિક અને માનસિક)

 1. Pingback: ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન « ગદ્યસુર

 2. Chirag ઓગસ્ટ 15, 2011 પર 10:52 એ એમ (am)

  very good, dada. Keep it up. Maybe it will help me in future 😉

 3. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 15, 2011 પર 1:14 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
  જીવન ક્રમમાં થતી ક્રિયાઓ વિગતવાર વર્ણવી છે.
  સાથે જીવનમાં ઉતારવાની અને કર્ટની કિયો દ્વારા શરીરને ચેતનવંતુ બનાવવાના
  ઉપાય ખુબ સરસ બતાવ્યા છે.
  નમસ્કાર.

 4. himanshupatel555 ઓગસ્ટ 15, 2011 પર 10:43 પી એમ(pm)

  સરસ સમજાવ્યું, આભાર.

 5. pragnaju ઓગસ્ટ 16, 2011 પર 7:21 પી એમ(pm)

  ચિ.ભાઈ સુરેશ,
  આદ્ય શંકરાચાર્યે વૃધ્ધનું સુરેખ રેખાચિત્ર દોરતાં પોતાના સુંદર સ્તોત્રમાં ગાયું છે કે,
  અંગં ગલિતં, પલિતં મુંડં, દશનવિહીન જાતં તુંડમ,
  વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડં, તદપિ ન મુંચતિ આશાપિંડમ્.
  જીવનનો એવો સંધ્યાકાળ આવે એનો વાંધો નથી, પરંતુ એ વખતે અનેક પ્રકારની નાનીમોટી આશાઓ મનમાં મહાલતી હોય, વિવિધ વાસનાઓ, લાલસાઓ, તૃષ્ણાઓ તાંડવ-નૃત્ય કરતી હોય, અંતઃકરણમાં અસંતોષની અગ્નિજ્વાળા સળગતી હોય, બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ, મલિન, પથભ્રાંત તથા વિપથગામી હોય, તો એવા કાળને જીવનનો આદર્શ, અભિનંદનીય, આવકારદાયક, કે આશીર્વાદરૂપ અંતઃકાળ ના કહેવાય.
  પછી જીવાતા જીવન પર કાળનો કામચલાઉ પડદો પડી જાય છે. વર્તમાન અભિનય પરિસમાપ્ત થાય તે પહેલાં અફસોસ અથવા વસવસો ના રહે, દ્વેષ કે ડંખ ના રહે, ક્યાંય મમત્વ, રાગ અથવા આસક્તિ ના રહે. અંતરમાં, અણુએ અણુમાં ઊંડો આત્મસંતોષ રહે.
  આજનો સૂર વારંવાર વાંચ્યો
  .આનંદ આનંદ.
  પ્રસન્નતા થઈ.
  સર્વશક્તીમાનને પ્રાર્થના કે ચિત્તમાં ચંદ્રની ચારુતા જેવી ચારુતા કે પ્રસન્નતા ફરી વળે. સમસ્ત પ્રકૃતિ આત્મા સાથે મંગલ મહોત્સવ કરે. સાર્થકતાનો શ્વાસ ભરે…

 6. P U Thakkar ઓગસ્ટ 16, 2011 પર 10:49 પી એમ(pm)

  આભાર સુરેશભાઇ.. તમારૂ મનોમંથન અને તમારા પ્રયોગો ઘણાં બધા માટે પથદર્શક છે.. પણ આ તો સ્કીમ જ એવી છે ને?? ખેર જે સ્કીમ હોય તે..આપણી સ્કીમ તો હોવી જ જોઇએ ને? મારે મુકાબલો છે તું જ સંગે ચાહે તું જીતે કે હું જીતુ-સંત પુનિત..

 7. સુરેશ ઓગસ્ટ 17, 2011 પર 8:08 એ એમ (am)

  eMail from Shri Sharad Shah….

  OSHO on old age

  Download the original attachment
  Question: Why am I always afraid of being Old?

  Osho: LIFE, if rightly lived, if really lived, is never afraid of death. If you have lived your life, you will welcome death. It will come like a rest, like a great sleep. If you have peaked, climaxed in your life, then death is a beautiful rest, a benediction. But if you have not lived, then of course death creates fear. If you have not lived, then certainly death is going to take time from your hands, all future opportunities to live. In the past you have not lived, and there is going to be no future: fear arises. Fear arises not because of death but because of unlived life.

  And because of the fear of death, old age also gives fear, because that is the first step of death. Otherwise old age is also beautiful. It is a ripening of your being, maturity, growth. If you live moment to moment, to all the challenges that life gives, and you use all the opportunities that life opens, and if you dare to adventure into the unknown to which life calls and invites you, then old age is a maturity. Otherwise old age is a disease. Unfortunately many people simply age, they become old, without any maturity corresponding to it. Then old age is a burden.

  You have aged in the body, but your consciousness has remained juvenile. You have aged in your body, but you have not matured in your inner life. The inner light is missing, and death is coming close every day; of course you will tremble and you will be afraid and there will arise great anguish in you. Those who live rightly, they accept old age with a deep welcome, because old age simply says that now they are coming to flower, that they are coming to a fruition, that now they will be able to share whatsoever they have attained.

  Old age is tremendously beautiful, and it should be so because the whole of life moves towards it. It should be the peak. How can the peak be in the beginning? How can the peak be in the middle? But if you think your childhood is your peak, as many people think, then of course your whole life will be a suffering because you have attained your peak — now everything will be a declining, coming down.

  If you think young age is the peak, as many people think, then of course after thirty-five you will become sad, depressed, because every day you will be losing and losing and losing and gaining nothing. The energy will be lost, you will weaken, diseases will enter into your being, and death will start knocking at the door. The home will disappear, and the hospital will appear. How can you be happy? No, but in the East we have never thought that childhood or youth is the peak. The peak waits for the very end.

  And if life flows rightly, by and by you reach higher and higher peaks. Death is the ultimate peak that life attains, the crescendo. But why are we missing life? Why are we aging and not maturing? Somewhere something has gone wrong, somewhere you have been put on a wrong track — somewhere you have agreed to be put on a wrong track. That agreement has to be broken; that contract has to be burned. That’s what I call sannyas: an understanding that up to now I have lived in a wrong way — I have compromised, not lived, really.

  When you were small children you compromised. You sold your being. For nothing. What you have gained is simply nothing, just rubbish. For small things you have lost your soul. You have agreed to be somebody else other than yourself; that is where you missed your path. The mother wanted you to become somebody, the father wanted you to become somebody, the society wanted you to become somebody; and you agreed. By and by you decided not to be yourself and since then you have been pretending to be somebody else.

  You cannot mature because that somebody else cannot mature. It is false. If I wear a mask, the mask cannot mature. It is dead. My face can mature, but not my mask. And only your mask goes on aging. Behind the mask, hiding, you are not growing. You can grow only if you accept yourself — that you are going to be yourself, nobody else. The rosebush has agreed to become an elephant; the elephant has agreed to become a rosebush.

  The eagle is worried, almost consulting a psychiatrist, because she wants to become the dog; and the dog is hospitalized because he wants to fly like an eagle. This is what has happened to humanity. The greatest calamity is to agree to be somebody else: you can never mature. You can never mature like somebody else. You can only mature like you. The “shoulds” have to be dropped, and you have to drop too much concern about what people say. What is their opinion? Who are they? You are here to be yourself.

  You are not here to fulfill somebody else’s expectations; and everybody is trying that. The father may be dead, and you are trying to fulfill a promise you have given to him. And he was trying to fulfill a promise to his own father, and so on and so forth. The foolishness goes to the very beginning. Try to understand, and take courage — and take your life in your own hands. Suddenly you will see an upsurge of energy. The moment you decide, “I am going to be myself and nobody else. Whatsoever the cost, but I am going to be myself,” that very moment you will see a great change. You will feel vital. You will feel energy streaming in you, pulsating.

  Unless that happens, you will be afraid of old age, because how can you avoid seeing the fact that you are wasting time and not living and old age is coming and then you will not be able to live? How can you avoid seeing the fact that death is waiting there and every day it comes closer and closer and closer, and you have not lived yet? You are bound to be in deep anguish. So if you ask me what to do, I will suggest the basic thing.

  Osho on Old Age – Beauty of Old Age, Freedom of Old Age, Wisdom of Old Age

  Question: I would appreciate your talking a little about the Phenomenon of old age.

  Osho: Everybody here is sooner or later bound to become old. We have to understand the beauty of old age, and we have to understand the freedom of old age. We have to understand the wisdom of old age; we have to understand its tremendous detachment from all foolish things that go on in the lives of people who are still young.
  Old age gives you a height. If this height can be joined with meditation, you will rather feel miserable — why did you waste your youth? Why have your parents destroyed your childhood?

  Why was meditation not given to you as the first gift the day you were born? But whenever you get it, it is still not too late. Even just a few moments before your death, if you can get the meaning of your being, your life has not been wastage. Old age in the East has been immensely respected for the simple reason that in the past it was thought almost a shameless act — when your children are getting married, when your children are giving birth to children… and you are still infatuated, you are still in the bondage of biology?

  You should rise; this is time to leave the ground for other fools to play football. At the most you can be a referee, but not a player. I loved one cartoon in a Dutch magazine. It was strange, because it all consists of world presidents, prime ministers, great leaders, dictators, kings — I am the only person in that group who is nobody. And I am the first — unfortunately Ronald Reagan is the last. They have called it a football team, and I am the referee. I was happy, very happy.

  I would have sued that newspaper if I was part of the football team, but to be a referee is a totally different matter — let the fools play! But it is a great insight: I am nobody, I do not count in any way, I have no power… Whoever made the cartoon must have great insight. Unless you can accept everything that life brings you with gratefulness, you are missing the point.

  Childhood was beautiful; youth has its own flowers, old age has its own peaks of consciousness. But the trouble is that childhood comes on its own, youth comes on its own; for old age you have to be very creative. Old age is your own creation: it can be a misery, it can be a celebration; it can be simply despair, and it can also be a dance. It all depends how deeply ready you are to accept existence, whatsoever it brings. One day it will bring death too — accept it with gratitude.

 8. સુરેશ ઓગસ્ટ 17, 2011 પર 8:18 એ એમ (am)

  O Heavenly Father, I will extol Thy glory, the beauties of Thy paradise within us. May I live in the garden of soul-happiness and noble thoughts and be filled with the aroma of Thy love evermore.
  O Spirit, make my soul Thy temple, but make my heart Thy beloved home where Thou wouldst dwell with me in ease and everlasting understanding.
  Wilt Thou not open Thy lips of silence and whisper constant guiding thoughts to my soul?
  Beloved Lord, teach me to feel that Thou art the sole activating power, and that in recognition of Thee as the Doer lies the value of all my life’s experiences. Teach me to behold Thee as the only Friend, helping and encouraging me through my earthly friends.
  Heavenly Father, from today I will strive to know Thee; I will make the effort to cultivate Thy friendship. All my duties will be performed with the thought that I am realizing Thee through them, and thus am pleasing Thee.
  Life is a struggle for joy all along the way. May I fight to win the battle on the very spot where I now am.
  When fear or anger or any kind of suffering comes to me, I will view it as a spectator. I will separate myself from my experiences. At all costs I will endeavor to retain my peace and happiness. Beloved Father, I realize that praise does not make me any better, nor blame worse. I am what I am before my conscience and Thee. I shall travel on, doing good to all and seeking ever to please Thee, for thus shall I find my only true happiness.
  – P U Thakkar

 9. Sharad Shah ઓગસ્ટ 17, 2011 પર 8:33 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  “ઘણી બધી ગનાનની વાત્યું વાંચી, સાંભળી, વિડિયો જોયા, ગલઢાઓ હારે ચર્ચાઓ કરી. પણ.. કશું જીવનમાં ઉતરતું નથી.”
  લગભગ બધાની હાલત આવી જ છે. તમે નિખાલસતા પૂર્વક સ્વીકાર કરો છે અને ઘણા બધાને આ વાત સ્વીકારવામાં નાનપ લાગે છે એટલો જ ફેર છે. આપણે ગીતા વાંચીએ, બાઈબલ વાંચીએ કે ધમ્મપદ વાંચીએ કે દાદાવાણી સાંભળીએ કે ઓશો વાણી સાંભળીએ પણ આપણે હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ. બુધ્ધ પુરુષોને વાંચીએ કે સાંભળીએ ત્યારે ઘડીભર સારું લાગે, કદાચ ભ્રમણા પણ ઉભી થાય અને એમ લાગે કે હવે બધી ખબર પડી ગઈ અને જીવન જીવવાની જડીબુટી હાથમાં આવી ગઈ. પણ જેવાં સામે કોઈ પરિસ્થિતિ આવીને ઉભી રહે ત્યારે વાંચેલી, સાંભળેલી વાતો ક્ષણભરમાં બાષ્પિભવન થઈ ઉડી જાય છે અને આપણે પાછા અસલીયત પર આવી એ જ ક્રોધ કે ભય કે લોભના વમળમાં આપણી જાતને ફસાયેલા જોઈએ છીએ. અને પીડાથી પાછા ભરાઈ જઈએ છીએ. આનો ઈલા જ શું એ સમજાતું નથી.
  થોડું શૂરાતન ચડે ત્યારે વળી પાછા થોડા દિવસો ધ્યાન, કે ભ્રસ્ત્રિકા પ્રાણાયમ કે સુદર્શન ક્રિયા કે પ્રતિક્રમણ કે અન્ય કોઈ વિધિ કરી લઈએ, વળી થોડો સમય જે તે વિધિની અસર શરીર પર કે મન પર થોડી ઘણી થાય અને વળી પાછા હતા ત્યાં અને ત્યાં.આપણી હાલત પેલા અસાધ્ય રોગના દર્દી જેવી હોય છે. પહેલાં એલોપથી થી ઉપચાર કરીએ પણ એલોપથીનો ઇલાજ કર્યા પછી ખબર પડે કે આતો બકરું કાઢતા ઉંટ પેઠું છે અને એલોપથીની ગોળીઓની સાઈડ ઈફેક્ટને કારણે થોડા સમય સારું લાગ્યા પછી બીજા રોગો ઘુસી ગયા, પછી કોઈ કહે હોમિયોપેથી અજમાવી જુઓ મારા કાકાને તેનાથી બહુ સારુ થઈ ગયું એટલે વળી હોમિયોપેથી શરુ કરીએ, તેનાથી પણ સારું ન થાય એટલે વળી આયુર્વેદ કે નેચરોપથી કે કોઈ અન્ય પેથીના રવાડે ચડતાં ચડતા એક દિવસ ચિતા પર ચડી જઈએ. આમ જેવી હાલત તનના રોગીની છે તેવી જ હાલત મનના રોગીની છે. આપણે બધા આવા મનના રોગીઑ છીએ. કોઈને એકરોગ છે તો બીજાને બીજો. તના રોગ તો ઓળખવા કદાચ સહેલાં છે અને તેના ડોકટરો પણ ગલીએ ગલીએ મળી જાય છે પણ મનના રોગોનુ એવું નથી. મનના રોગોને ઓળખવા માટે પહેલાં મનને ઓળખવું પડે છે. મનના રોગોને ઓળખવા પડે છે. ત્યારપછી મનની પાર ગયેલા એવાં મનોચિકિત્સકોને(ગુરુને) ઓળખવા પડે છે અને આપણી પ્રકૃતિને અનુરુપ યોગ્ય લાગતા ગુરુ પાસે ઇલાજ કરાવવો પડે છે. અને રોગ વધુ વકરી ગયો હોય તો ઓપરેશન કરાવવું પડે છે. (કહેવાતા મનોચિકિત્સકો ૯૯.૯૯% પોતેજ મનના રોગીઓ હોય છે, એટલે હું એની વાત નથી કરતો)
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ.

 10. Sharad Shah ઓગસ્ટ 18, 2011 પર 6:43 એ એમ (am)

  કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
  કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

  કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
  જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

  છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
  ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

  ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
  જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

  -દલપતરામ કવિ

 11. dhavalrajgeera ઓગસ્ટ 20, 2011 પર 4:38 પી એમ(pm)

  એમ પણ બને!…..
  અંગં ગલિતં, પલિતં મુંડં,
  દશનવિહીન જાતં તુંડમ,
  વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડં,
  તદપિ ન મુંચતિ આશાપિંડમ્.
  So, Start with ” સોsહમ મંત્ર”.
  સાથે Each breath with
  સતત ‘ હું શુદ્ધાત્મા છું.’ – એ ભાવનું રટણ.

 12. readsetu ઓગસ્ટ 25, 2011 પર 9:40 એ એમ (am)

  આ બધા તબીબોનો થોડો ઝાઝો પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય છે. આ ઉપરાંતના બે-ચાર પણ ખરા.. મારું તારણ એ જ છે કે બધાના રસ્તા થોડાક જુદા હશે પણ મંઝિલ એક જ છે. આપણને ફાવે ને ભાવે એવા એકને પકડીએ અને સંપૂર્ણપણે આચરણમાં મુકીએ (કેમ કે સાંભળવું,, ક્લાસ ભરવા એ બધું આચરણની ગેરંટી નથી આપતું) તો ન્યાલ જ ન્યાલ !! નહીં ?

  એક રસ્તાને પકડ્યો છે, હજી આચરણ અલપઝ્લપ થાય છે.. નિયમિત કરવાની ભરચક ઇચ્છાઓ (!) લઇને રોજ ઊઠું છું….. ‘કાલથી ચોક્કસ’ સાથે સૂઇ જાઉં છું. હજી બાંધછોડનું સ્તર છૂટતું નથી…

  લતા

 13. readsetu ઓગસ્ટ 25, 2011 પર 9:41 એ એમ (am)

  આ બધા તબીબોનો થોડો ઝાઝો પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય છે. આ ઉપરાંતના બે-ચાર પણ ખરા.. મારું તારણ એ જ છે કે બધાના રસ્તા થોડાક જુદા હશે પણ મંઝિલ એક જ છે. આપણને ફાવે ને ભાવે એવા એકને પકડીએ અને સંપૂર્ણપણે આચરણમાં મુકીએ (કેમ કે સાંભળવું,, ક્લાસ ભરવા એ બધું આચરણની ગેરંટી નથી આપતું) તો ન્યાલ જ ન્યાલ !! નહીં ?
  એક રસ્તાને પકડ્યો છે, હજી આચરણ અલપઝ્લપ થાય છે.. નિયમિત કરવાની ભરચક ઇચ્છાઓ (!) લઇને રોજ ઊઠું છું….. ‘કાલથી ચોક્કસ’ સાથે સૂઇ જાઉં છું. હજી બાંધછોડનું સ્તર છૂટતું નથી…
  લતા

 14. Atul Jani (Agantuk) સપ્ટેમ્બર 1, 2011 પર 11:14 એ એમ (am)

  આચરણમાં મુકાયેલ થોડુંક સત્કાર્ય કલાકો ના કલાકો સુધી કરેલ વાતો કરતાં અનેક ગણું ચઢીયાતું છે. જેમણે અનુભવ કર્યો તે મૌન થઈ ગયા છે.

  કોઈક કોઈક બોલે તો તે બીજાના લાભાર્થે અને ફરી પાછા ચૂપ.

 15. Pingback: બે મહિના પછી – અફલાતૂન તબીબી « ગદ્યસુર

 16. વિનોદ વિહાર સપ્ટેમ્બર 15, 2011 પર 2:56 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈ ,

  જે ધ્યેય પકડ્યું હોય એને વળગી રહી આગળ વધવાની તમારી ધીરજ અને ખંત અભિનંદનીય છે. બાકી ગુજરાતીઓ આરંભે શુરા કહેવાય છે !તમારા તબીબો ઉપર શ્રદ્ધા રાખીને જે કઈ કરવા જેવું હોય તે કરવાથી તમને દેખીતો ફાયદો થયો અને ઉમરને નાથવાના તમારા પ્રયત્નો સફળ થયા એથી બીજાઓને જરૂર પ્રેરણા મળશે.
  ” Age is a question of mind over matter. If you don’t mind, it does not
  matter.”–Satchel Paige

  Vinod R. Patel
  vinodvihar75.wordpress.com

 17. dhavalrajgeera સપ્ટેમ્બર 16, 2011 પર 3:56 પી એમ(pm)

  Age has some time to deal with body.
  But, mind can be over matter
  One who keeps the game going but remains obsurver is our invisible spirit who is free from this old age pain and suffering.
  અંગં ગલિતં, પલિતં મુંડં, દશનવિહીન જાતં તુંડમ,
  વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડં, તદપિ ન મુંચતિ આશાપિંડમ્.
  So live with no wish – desire,
  Start with ” સોsહમ મંત્ર”.
  સાથે Each breath with Pranayam….
  સતત ‘ હું શુદ્ધાત્મા છું.’ – એ ભાવનું રટણ.
  Rajendra Trivedi, M.D.
  http://www.yogaeast,net

 18. thakorbhai maganbhai patel સપ્ટેમ્બર 21, 2011 પર 10:16 એ એમ (am)

  આપની દિનચર્યા જાણવી હતી..!

 19. pravina સપ્ટેમ્બર 23, 2011 પર 9:41 એ એમ (am)

  There is only one life to live. No matter what is the age. That is just the numbers. Descipline is required at any age.
  Live and let live. Be healthy.Be happy. Pick your own way.

  “JAAN HAI TO JAHAN HAI’

 20. aataawaani ડિસેમ્બર 3, 2011 પર 11:18 પી એમ(pm)

  સુરેશભાઈ
  તમને ખરા જવા મર્દ કહેવાય કેમકે તમે અનેક પ્રકારની vitambanaothi ઘેરએલા હતા તમે એમાંથી છૂટવાની શોધમાં રહ્યા ડરીને ભાગ્યા નહિ અને પછી પરમેશ્વરે પ્રેરણા આપી જુદા જુદા માર્ગદર્શક અને પુસ્તકોના પરિચયમાં આવ્યા અને ધીરજ ખોયા વગર જે તમને સત્ય લાગ્યું અને તમે અમલમાં મુક્યું અને તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર થયો તમારી જગ્યાએ કોઈ ધીરજ ખોયો હોય તો ભંગાય ગયોહોય અને પથારીમાં હોય અને પડખું ફેરવવામાં પણ કોકની મદદ લેવી પડતી હોય
  તમે મને આ તમારો અનુભવ વાંચી જવા કહ્યું એ ઘણું સારું કર્યું લિ.તમારા પાસેથી વધુને વધુ શીખવા માંગતા આતા

 21. Vipul Desai ડિસેમ્બર 27, 2011 પર 10:39 એ એમ (am)

  દવા,યોગ,કસરત વગેરે તો શરીરને જેવો રોગ જેવી જરૂરિયાત તે પ્રમાણે લેવી પડે/કરવું પડે પરંતુ સાથે સાથે દુઆ ખુબ જ મહત્વની છે. આ ઉપરાંત તમારું મન ખુબ જ મહત્વનું છે.
  “જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મુર્દાખાક ક્યાં જીયા કરતે હો!”

 22. Pingback: તમારા કેટલા? | હાસ્ય દરબાર

 23. Pingback: આર્ટ ઓફ લિવિન્ગ આશ્રમ – વાસદ « ગદ્યસુર

 24. nabhakashdeep ફેબ્રુવારી 10, 2013 પર 5:59 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ

  મન અને તનને સાજાતાજા રાખવા ચર્ચાયેલા આ ઔષધો સાચે જ ગુણકારી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 25. Pingback: બની આઝાદ – યોગાસન | ગદ્યસુર

 26. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 27. nilam doshi માર્ચ 9, 2021 પર 2:18 એ એમ (am)

  અમલ કરવા જેવું.
  ખૂબ સરસ,દાદા..
  શતમ જીવમ શરદમ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: