સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગુગમ- એક શક્યતા

કેમ ટાઇપ કરવામાં કાંઈ ભૂલ થઈ લાગે છે?
ના, નેટ સર્ફરને બહુ જાણીતા ગૂગલ મહારાજની આ વાત નથી! કે પછી ગુવાર ગમની પણ આ વાત નથી.
આ એક નવી સંસ્થાના, એક બાળકના, જન્મની કલ્પનાના સમાચાર છે.

॥ ગુજરાતી ગરિમા મંચ  ॥

      આ કાલ્પનિક  બાળક આજે તારીખ ૫, માર્ચ – ૨૦૧૦ ના રોજ જન્મેલું જાહેર થયું છે. બરાબર મારી જ જન્મ તારીખે. આ એનું  પ્રારંભિક નામ છે. શાળાએ જતાં, ઊછરવાની શરૂઆત કરતાં પહેલાં,  ગુજરાતી સમાજને તેનું નામ બદલવાની છૂટ છે!

     આ નવી સંસ્થા મારા મનની પેદાશ છે. તે મારી માનસપુત્રી છે. ‘માતૃભાષાની ચિંતા વિશે ચિંતા’ – એ લેખને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદની ( 1084 મુલાકાતીઓ, 136 પ્રતિભાવ ) આ નિપજ છે.

તે ભણી ગણીને પુખ્ત ઉમ્મરે નામ કાઢે તેવી આશા મને સ્વાભાવિક છે.
એના ઉછેર માટે ૧.૦ લાખ રૂપિયાની જોગવાઈ આ સાથે હું કરું છું.

આ જોગવાઈ એટલા માટે કરી રાખી છે કે, વાચકોને ખાતરી થાય કે, આ ખાલી તુક્કો કે વાણીવિલાસ નથી. ગુજરાતી ભાષાની ગરિમા એક નવી ઊંચાઈ પર પહોંચે, તેવું નક્કર કામ થાય તે માટે અંતરની દાઝથી આ વિચાર નીપજયો છે. નેટ ઉપર અને અન્યત્ર વાંચેલી ‘ગુજરાતી બચાવો’ અંગેની ચર્ચાઓ વાંચ્યા બાદ, અને તેમાં સક્રિય ભાગ લીધા બાદ, અનેક મનોમંથન પછી, એક કલ્પનાએ આકાર લીધો  છે.

એ કલ્પનાનું નામ છે – ગુગમ

ગુજરાતી ભાષા મરવા પડી છે, લુપ્ત થવાની અણી પર છે : એ માન્યતા ખોટી છે.

કારણકે,

 • લાખોમાં ફેલાવો ધરાવતાં, ઘણી સારી સંખ્યામાં ગુજરાતી  દૈનિકો છે.
 • હજારોમાં ફેલાવો ધરાવતાં નામાંકિત ગુજરાતી સામાયિકો પણ ઘણી સારી સંખ્યામાં છે.
 • ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા પરિષદ, ગુજરાતી વિશ્વકોષ સંસ્થા, ગુજરાતી લેક્સિકોન જેવી સંસ્થાઓ ગુજરાતી ભાષાની માવજત ઘણા વર્ષોથી કરી રહી છે.
 • સેંકડોની સંખ્યામાં ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગો અસ્તિત્વ ધરાવતાં થયા છે.
 • અને સૌથી વધારે અગત્યની વાત – છ કરોડ લોકો ગુજરાતીમાં વિચારે છે; એમને ગુજરાતીમાં સપનાં આવે છે: દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ.

જે ચિંતા સૌને છે તે,

 • બોલાતી ગુજરાતી બદલાઈ રહી છે; તે અગે છે.
 • તેનું લેખિત  સ્વરૂપ બદલાઈ રહ્યું છે; અરાકતા ફેલાયેલી છે – તે અગે છે.
 • અંગ્રેજી શબ્દોના, અંગ્રેજી શિક્ષણના વધતા જતા પ્રભાવને કારણે છે.
 • ગુજરાતમાં જ તેની કિમત  ‘શું શાં પૈસા ચાર’ થઈ ગઈ છે; તે માટે છે.

ઘણા મનોમથન બાદ હું એવા નિર્ણય પર પહોચ્યો છું કે,

આવી ચિંતા કરવાનો પણ કશો જ અર્થ નથી!

કારણકે, બદલાવની આ પ્રક્રિયા કુદરતી છે. સમયના બદલાતાં વહેણની સાથે; સતત બદલાતા જતા આર્થિક, રાજકીય અને સામાજિક મૂલ્યોના પરિબળે; અને જ્યારે આખું વિશ્વ એક ગામડાં જેવું બની ચૂક્યું છે – ત્યારે વૈશ્વિક ઘટનાઓ સાથે તાલ મિલાવતાં; બદલાવ તો થવાનો જ. તેને કોઈ અટકાવી ન શકે, કોઈ તે પ્રવાહને ફાંટી ન શકે – એ બદલાવ ગમતીલો હોય કે ન હોય તો પણ.

આદિમ માનવોની ચિચિયારીઓ, લોથલ અને ધોળા વીરામાં બોલાતી, લખાતી અને હજુ ન ઊકેલાઈ શકાયેલી  ભાષા, વૈદિક ભાષા, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દલપત/ નર્મદના કાળની ગુજરાતી, પંડિત અને ગાંધી યુગની ગુજરાતી અને અત્યારે બોલાતી ગુજરાતી – આપણી ભાષા સતત બદલાતી રહી છે.

અરે, બોસ! ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, સૌરાષ્ટ્ર, ચરોતર, મહેસાણા કે સૂરતમાં; આદિવાસીઓમાં, ખારવાઓમાં, વણકરોમાં, હરિજનોમાં, અમેરિકા, આફ્રિકા કે અખાતી દેશોમાં – એ જુદી  જુદી રીતે બોલાય છે! આવતીકાલે કદાચ એનું સ્વરૂપ સાવ કાંઈક જુદું જ હોઈ શકે છે.

આર્થિક વિકાસના રસ્તે અભૂતપૂર્વ પ્રગતિ કરેલ દેશના અને આર્થિક દોડમાં આગળ રહેલા આપણા રાજયના લોકો અંગ્રેજીનો બિનવિકલ્પ સહારો લઈ રહ્યા છે. મધ્યમ વર્ગનો એક સામાન્ય ગુજરાતી તેના જાગૃત સમયના મોટા ભાગમાં અંગ્રેજી વાપરે છે. અરે! રસ્તા પરનો, રેકડી હાંકતો મજૂર પણ ચા, બીડીની દુકાને જઈ, બે ફૂંક મારવા ‘માચિસનું બાકસ’ માંગે છે – દિવાસળીનું ખોખું નહીં !

તો પછી ગુગમ શા માટે?

કારણકે, કશું કર્યા વિના, ખાલી ચર્ચાઓ કર્યે રાખવાનું ઠીક નથી લાગતું. ખાલી લાગણીવેડા કે, ઝનૂનનો પણ કશો અર્થ નથી. વળી સરકાર કશું કરતી નથી; શિક્ષણપ્રથા ખાડે ગઈ છે; શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો, ભાષા શાસ્ત્રીઓ કશું કરતા નથી – એમ બળાપો કાઢવાથી પરિસ્થિતી લગીરે બદલાવાની નથી.

પણ ગુજરાતની જનતા ખમીરવાન છે. ગુજરાતી ભાયડો અને ગુણિયયલ ગુજરાતણ કશેથી પાછા પડે તેવાં નથી. એમણે સદીઓથી દરિયો ખેડેલો છે; અને આખી દુનિયામાં વસેલાં છે. આ મારો સામાન્ય ગુજરાતી માણસમાં અતૂટ વિશ્વાસ છે.

આ જોઈ લો –
ગુજરાતી ગીતોનો ‘રણકાર’ ક્યાં ક્યાં સંભળાય છે ?
તે જોવા અહીં ‘ ક્લિક’ કરો

આપણને સૌને આપણી ભાષા વહાલી છે. તળ ગુજરાતમાં તો આ અંગે ઘણી જાગૃતિ આવી છે. પરદેશમાં રહેતા અમારા જેવા લોકોને પણ આ બદલાવ ગમતો તો નથી જ. વતન ઝુરાપો વેઠતા ગુજરાતીઓ ઘણી મોટી સંખ્યામાં વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા છે. એમને ગુજરાતી ભાષા માટે પેટમાં બળે છે. એમનાં સંતાનો કમ સે કમ ગુજરાતી સમજે, એના સાંસ્કૃતિક વારસાને જીવતો રાખે એવી એમની આરજૂ છે. ગુજરાતીની ગરિમા ન વિસારાય; એની ઉપેક્ષા ન થાય તો બસ! આ જ અંતરની ભાવનાથી ગુગમનો વિચાર જન્મ્યો છે.

ચાલો લાગણીવેડા છોડી, કામની વાત કરું –

જે કોઈ સંસ્થા કે સંસ્થાઓ
ભેગાં મળીને આ વિચારને ઊપાડી લે;
નક્કર યોજના બનાવે;
તે માટે જરૂરી તંત્ર ઊભું કરે;

તેમને ઉપરોક્ત ચેક સુપ્રત કરવામાં આવશે.

એટલું જ નહીં.

મારા મિત્રો, સંબંધીઓની પાસેથી
આવું અનુદાન મેળવવા પણ હું તૈયાર રહીશ.

શરત એટલી કે,

ગુગમના છત્ર નીચે, નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે; એ માટે નક્કર આયોજન કરવામાં આવે –

  1. ગુજરાતી ભાષા પ્રવીણતા પરીક્ષા –  ત્રણ સ્તરમાં
   – ૧) પ્રારંભિક( ચોથા ધોરણની સમકક્ષ ) ,  ૨) માધ્યમિક ( આઠમાં ધોરણની સમકક્ષ) ૨) વિશારદ( બારમા ધોરણની સમકક્ષ)- ત્રણેમાં અભ્યાસક્રમ સરકારી ધારાધોરણ કરતાં ઠીક ઠીક ઊંચો હોવો જોઈએ.

 

  1. ગુજરાતી શિક્ષક પ્રવીણતા પરીક્ષા-  ગુજરાતી શિક્ષણનું સ્તર સુધરે તે માટે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા ( સાહિત્ય, ભાષા શાસ્ત્ર અને શિક્ષણ અગે જાણકારીની કસોટી) –  બે સ્તરમાં. આમાં પણ અભ્યાસક્રમ તેની સમકક્ષ સરકારી ધોરણ કરતાં ઘણો ઊંચો હોવો જોઈએ.
   1) પ્રાથમિક 2) માધ્યમિક

 

  1. ગુજરાતી સાહિત્ય સર્જન માટેના પારિતોષિકો ( માત્ર સામાન્ય માણસ માટે) : વાર્ષિક હરીફાઇ, અને વિજેતાઓનું  જાહેર સન્માન-
   ૧) વાર્તા ૨) કવિતા ૩) નિબંધ

 

 1. ગુજરાતી વારસા જતન
  – ગુજરાતમાં ઠેર ઠેર જીવી ગયેલી ગુજરાતી પ્રતિભાઓની યાદનો સંગ્રહ અને જતન – ગુજરાતના દરેક મોટા શહેરમાં, તેની આજુબાજુના વિસ્તારમાં જીવી ગયેલી નામી, અનામી વ્યક્તિઓ, જેમણે ગુજરાતનું કે સ્થાનિક જગ્યામાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું હોય;  તેમની યાદ તાજી કરી આપતાં, અને પ્રજાને એવા જીવન જીવી જવાની પ્રેરણા આપતાં સ્મારકો, માહિતી વિ. – દરેક શહેરમાં આવું એક સ્થળ વિકસાવવામાં આવે જ્યા સામૂહિક રીતે આવા સંગ્રહ પ્રદર્શિત કરી શકાય.
  –  ગુજરાતમાં ઠેર ઠેર, જાહેર સ્થળોએ,  વિના મૂલ્યે, ધાર્મિક કથાઓના મોડલ પર, લોકપ્રિય લેખકોનાં પ્રવચનોનું  ( ખાસ કરીને હાસ્યલેખકોનાં) આયોજન.

મારો નાનકડો ફાળો આ પુણ્યકાર્યમાં પાશેરામાં પહેલી પૂણી બરાબર પણ નથી. પણ દેશ વિદેશમાં હરણફાળ ભરી રહેલી, ‘ ગુજરાતી મહાજાતિ’ માટે દસ કરોડ રૂપિયા કે, તેથી વધારે રકમ આ કામ માટે ભેગી કરવી; એ બહુ મોટી વાત નથી. મને શ્રદ્ધા છે કે, ગુજરાતની નામી સંસ્થાઓ, ખમતીધર વ્યક્તિઓ, અમીરો, સાહિત્ય અને કલા રસિકો, આ બીડું જરૂર ઝડપી લેશે; અને આ કલ્પનાના બાળકનો વાસ્તવિક પ્રસવ કરાવશે. જો પ્રજા ઉમળકાથી આ કામ ઊપાડી લે તો, ગુજરાત સરકાર પણ હુંફાળો અને મજબૂત હાથ લાંબો કરવા સક્ષમ અને વ્યવહારુ છે જ – કરશે જ.

મારા કુટુમ્બ, મિત્રો અને મારા પોતાના માટે શુભ એવા આજના દિવસે આ સંકલ્પ જાહેર કર્યો છે. એને પૂરો પાડવાની આ ટહેલમાં સાથ પૂરાવશો તો આનંદ થશે જ; પણ વધારે અગત્યની વાત એ છે કે,

ગુજરાતી ગરિમા જરૂર પોરસાશે.

107 responses to “ગુગમ- એક શક્યતા

 1. chand માર્ચ 5, 2010 પર 3:10 એ એમ (am)

  MAJA AVI TAMATI SAHITYA PRATYENI LAGANI JOYNE .HU TAMARI SATHE CHHU.

 2. વિનય ખત્રી માર્ચ 5, 2010 પર 3:34 એ એમ (am)

  ૧. જન્મદિન મુબારક. મેની મેની હેપ્પી રીટર્ન્સ ઑફ ધ ડે!
  ૨. ‘ઊંજા’ જોડણી કે ‘સુ.જા.’ જોડણીને ફગાવીને સર્વ સ્વીકૃત સાર્થ જોડણીમાં લખવાનું રાખ્યું છે તે ગમ્યું.
  ૩. ગુગમનો વિચાર ગમ્યો અને ચેરીટી બિગિન્સ એટ હોમના ન્યાયે તમારું યોગદાન જાહેર કર્યું તે ગમ્યું.

 3. Gandabhai Vallabh માર્ચ 5, 2010 પર 3:39 એ એમ (am)

  ॥ ગુજરાતી ગરિમા મંચ ॥
  સરસ, ઉત્તમ વીચાર. અભીનંદન.

 4. Shailya Shah માર્ચ 5, 2010 પર 3:43 એ એમ (am)

  પૂજ્ય સુરેશદાદા,

  આપની લાગણી જાણીને ખુબ આનંદ નો અનુભવ થયો.

  આપ જાણો જ છો કે “ધબકાર” પરિવારે આ કાર્યનો શુભારંભ લગભગ ૩ વર્ષ પહેલા જ કરી દીધો છે.

  અને અમને નડતી તકલીફો વિષે પણ આપ જ્ઞાત છો જ .

  તેમ છતાય ધબકારે તેની અવિરત પ્રગતિ ચાલુ રાખી છે. બસ આપ જેવા વડીલો નો સાથ અને આશીર્વાદ મળે તો આ પરિવાર માતૃભાષા માટે ઘણું બધું કરવા તૈયાર છે.

  તે અંગે આપણે સાથે મળીને શું કરી શકીએ એ બાબતે shailyashah @ yahoo .com પર email કરશો તો ઘણો આનંદ થશે.

  સાદર પ્રણામ.
  શૈલ્ય

  • સુરેશ જાની માર્ચ 5, 2010 પર 8:28 એ એમ (am)

   હું પણ ધબકારનો એક બિન કાર્યક્ષમ (!) સભ્ય છું . ધબાકાર અને આવી કલા રસિકોની સંસ્થાઓને સૂચન –
   કેવળ નિજાનંદથી એક ડગલું આગળ મૂકી, જાહેર જનતા માટે વિનામૂલ્યે એક કાર્યકરમ રાખી જુઓ. એકદમ લો બજેટનો –
   સાહિત્ય/ કલા રસિક પાર્ટી પ્લોટ વાળો એક જણ વિનામૂલ્યે એની જગ્યા આપે; મ્યુઝીક અને સાઉ ન્ડ સિસ્ટમ વાળા, એક ફદિયું પણ લીધા વિના એમનાં સાધનો આપે; અને કલાકારો મહેનતાણું કે બક્ષિસ લીધા વિના પીરસે.
   અને જુઓ .. 2000 કે 3000 લોકો તુટી પડશે !

   આમ જ રઈશ મનિયાર, વિનોદ ભટ્ટ , તારક મહેતાની જાહેર હાસ્ય કથા રાખી જુઓ .
   ટીવી અને સિનેમાને ભુલાવી દે એટલી ગરદી જામશે .
   ગુજરાતી ગરિમા પોરસાશે .

 5. maulik shah માર્ચ 5, 2010 પર 3:46 એ એમ (am)

  ભાષા બચાવવાની વાત કરનાર ઘણા જોયા પણ charity begins at home ને આત્મસાત કરીને ખરું ચિંતન કરવા માટે આપ અભિનંદન ના પાત્ર છો.

  મને લાગે છે કે વાતમાં વજન ઘણુ છે. કદાચ માત્ર પરિક્ષા જ નહીં પણ મનોરંજનના માધ્યમમાં ગુજરાતી ભાષા લાવવી જરુરી છે. આપણા બાળકો કદાચ ગુજરાતી સિવાય અન્ય ભાષા વધુ જાણતા હોય તો તેનુ એક કારણ મનોરંજક માધ્યમોમાં હિન્દી અને અંગ્રેજી નો વ્યાપક પ્રયોગ છે. મને નથી યાદ કે કોઈ જાણીતી ગુજરાતી ફિલ્મ – કાર્ટૂન – કે સારી ડોક્યુમેંટરી પણ આપણે જોઈ હોય.થોડા જૂજ સંગીતકારોને બાદ કરતા સારુ ગણગણવાનુ મન થાય તેવુ નવુ ગુજરાતી ગીત વર્ષે બે વાર માંડ સાંભળવા મળે છે. સારુ સાહિત્ય છે પણ વાંચન કલા ઘટતી જાય છે. આ એક માનવ સ્વભાવ સાથે જોડાયેલી વાત છે. જેને સમય અને યુગ સાથે સંબંધ છે. ગુજરાતી પ્રજાનો મલ્ટીપ્લેક્સ પ્રેમ દર શનિ રવિ જોઈ શકાય છે પણ શું પુસ્તકાલય માં તે જોવા મળે ૵ મને લાગે છે તેના કારણોમાં ઉંડા ઉતરવાને બદલે એ માધ્યમનો ઉપયોગ કરી લોકોના મન સુધી પહોંચે તેવું ગુજરાતી મનોરંજન સર્જવુ જરુરી છે. આ કદાચ સિનિયર લોકોને બહુ ગમે તેવી વાત ન હોય પણ એ કદાચ વાસ્તવિકતા છે અને ગુજરાતી ભાષાનુ મોર્ડન માર્કેટિંગ કરવુ જરુરી છે. … !!!

  • સુરેશ જાની માર્ચ 5, 2010 પર 8:31 એ એમ (am)

   શૈલ્ય શાહને આપેલો જવાબ જુઓ . રાજકોટમાં તમે આવો પ્રયોગ કરી જુઓ. સફળ ના થાય તો જ નવાઈ.

   આપણે સૌએ સાથે મળી આ જાગૃતિ લાવવાની છે.
   ટોળું હશે તો, સરકાર દોડતી આવી જશે !!

 6. jjkishor માર્ચ 5, 2010 પર 4:07 એ એમ (am)

  ખરા સમયનું,
  ખરાખરીનું,
  ખરા હૃદયનું

  ને

  ખરે જ
  ખરી દીશાનું પગલું !!

  ભામાશાએ ભીડ પડી ત્યારે
  ને
  સુજાનીએ આગોતરી
  સેવા કરી છે.

  ગુજરાતી /ઓ જીવે છે !!

 7. kantibhai Vachhani માર્ચ 5, 2010 પર 4:40 એ એમ (am)

  પૂજ્ય સુરેશ કાકા

  આપનો વિચાર એકદમ સુંદર છે, અભિનંદન…..

  કાંતિ વાછાણી

 8. Ullas Oza માર્ચ 5, 2010 પર 4:45 એ એમ (am)

  સુરેશભાઈ, જન્મદિન મુબારક.
  ગુજરાતીને બચાવવા આપે પહેલ કરી છે તે માટે શુભેચ્છા.
  ગુજરાતીઓને પોતાની માતૃભાષા માટે ગર્વ હશે ત્યાં સુધી કોઈ ચિંતા નથી.
  આવતી / આગલી પેઢીને ગુજરાતીમા રસ લેવા શું કરવુ તે વિચારવા જેવુ છે. આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ભણવાનો / ભણાવવાનો ઍટલો બોજો હોય છે કે પ્રવિણતા પરીક્ષા માટે કેટલા તૈયાર થશે ઍ ઍક પ્રશ્ન છે.
  અહીં ભારતમા ગુજરાતી પુસ્તકમેળા પણ યોજાય છે પરંતુ પુસ્તક ખરીદવાવાળા કેટલા ? પ્રકાશકો ઘણા નારાજ થાય છે.
  ગુજરાતના ઉત્સવો – સન્ક્રાન્ત, નવરાત્રિ વિ. મા ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય છે. આવા ઉત્સવો અને લગ્ન વિ. જેવા સામાજીક પ્રસંગો / મેળાવાડા વખતે ગુજરાતી ભાષાનો જ ઉપયોગ થાય તો નવી પેઢીમા પણ ગુજરાતી પ્રત્યે ગૌરવ જરૂર થાય.
  આ માટે દેશ કે વિદેશમા વસતા દરેક ગુજરાતીનો સાથ અને સહકાર જરૂરી છે.

 9. S.M.Malaviya માર્ચ 5, 2010 પર 4:54 એ એમ (am)

  Worthy thought, aggressive approach and good beginning must give positive result.

 10. Ashok માર્ચ 5, 2010 પર 4:57 એ એમ (am)

  પુજ્ય દાદાશ્રી, અભિનંદન… ગુગમ ની શરૂઆત કરવા બદલ…..

  જન્મદિન નિમિતે આપને ખુબ ખુબ વધાઇ….

  અશોક કૈલા સબરસ

 11. PatelPopatbhai માર્ચ 5, 2010 પર 5:37 એ એમ (am)

  Shree Jani Saheb

  Janamdin ABHINANDAN

 12. નટવર મહેતા માર્ચ 5, 2010 પર 6:02 એ એમ (am)

  ઘણી ખમ્મા દાદાજીને!

  જન્મદિવસની ખુબ ખુબ શુભકામના!

  ગૌરવશાળી ગુજરાતીના આપ એક જાગૃત સપુત છો. ગુજરાતી ભાષા કદી ય ગુજરી શકે નહિં!

  હા, એનું સંવર્ધન થાય એ જરૂરી છે. આમાં આપ અને મા. વિજયભાઈ શાહનું કાર્ય દર્શનિય છે. ખાસ કરીને હ્યુસ્ટન સાહિત્ય સરિતાના નિર જે રીતે ખળખળ વહેતા રહે છે અને એમની પ્રવત્તિ પાંગરતી રહે છે એ સરાહનિય છે.

  આપે તો આપનું અનુદાન પણ જાહેર કરી એક મિસાલ સ્થાપી છે. જ્યારે કોઈ આવી સંસ્થા સ્થાપવાની વાતો થાય ત્યારે સારૂં લાગે.

  અહિં એક નમ્ર સુચન કરવાની ઈચ્છા થાય છે. અમેરિકામાં વસતા ગુજરાતી ફક્ત દશ ડોલર(Only $$ 10)નું અનુદાન આપે તો ય સારા એવું ભંડોળ ભેગું થઈ જાય. એ જ રીતે યુકે, આફ્રિકા અને અન્ય દેશો વિચારી શકે. રકમ નાની હોય અને એમાં ભાગ લેનારા વધુ હોય એ જરૂરી છે. જેથી બહુજન સમાવી શકાય. અને ગજવે ભાર ન લાગે.

  જો કોઈએ વધુ અનુદાન કરવું હોય તો આવકાર્ય છે.

  ‘ગુગમ’નો જન્મ થઈ ચુક્યો છે. એના સંવર્ધનની અને વિકાસ માટે શુભેચ્છા!

 13. ચીરાગ માર્ચ 5, 2010 પર 7:09 એ એમ (am)

  દાદા, જન્મદીનની હાર્દીક શુભેચ્છા સ્વીકારશો.

  ગુગમને નોન-પ્રોફીટ સંસ્થા તરીકે અમેરીકામાં રજીસ્ટર કરવામાં હું મદદ કરીશ. ભારત, ઈંગ્લેંડ વગેરે દેશોમાં આપણા બ્લૉગબન્ધુઓ મદદ કરી શકે. એની વેબ-સાઈટ હું હૉસ્ટ કરી શકીશ. પે-પાલ દ્વારા આપણે દુનીયાભરમાંથી દાન લઈ શકીશું. મારા તરફથી હાલ 151$ આપવા માંગુ છું.

  જય હો…

 14. atuljaniagantuk માર્ચ 5, 2010 પર 7:25 એ એમ (am)

  દાદા,

  જન્મદિવસના વધામણા.

  પ્રચંડ ઈચ્છાશક્તિ સામે કશું જ ટકી શકતું નથી. આપના આ શુભ સંકલ્પને હું ગોવાળીયાની લાકડી જેવો ટેકો જાહેર કરુ છું.

 15. डॉ. निशीथ ध्रुव માર્ચ 5, 2010 પર 8:26 એ એમ (am)

  उदात्त आशय जोडे सन्निष्ठ पुरुषार्थ भळे त्यारे बधा समारम्भो सफळताने वरे. अतुल जानीनी वातथी मन प्रसन्न थई गयुं. परीक्षाओनो विचार सारो छे पण पधु ताती जरूर छे लोकोने गुजरातीमां लखता-वांचता करवानी जेथी सादी अभिव्यक्तिओने लिखित स्वरूपमां मुकी शके अने छापां-सामयिको वगेरे सहेलाईथी वांची शके. आ बधामां एक सज्जने ऊंजा(खरेखर तो ऊंझा) जोडणीनो जराक व्यङ्ग्यमां उल्लेख कर्यो तेथी जणावुं छुं के નિપજ, ઊકેલાઈ, પરિસ્થિતી, ઊપાડી, સુપ્રત, હરીફાઇ जेवी अनेक जोडणीओ सार्थ कोश मुजबनी नथी – ए तो નીપજ, ઉકેલાઈ, પરિસ્થિતિ, ઉપાડી, સુપરત, હરીફાઈ एवी होवी जोईए! खेर – ए ज दर्शावे छे के विचारोनुं महत्त्व झाझेरुं छे – जोडणीनुं नहि. अतुलभाई – आगे बढ़ो! कारवाँ बढ़ता जाएगा!

 16. સુનીલ શાહ માર્ચ 5, 2010 પર 8:29 એ એમ (am)

  મુ.સુરેશકાકા…જન્મદિનની હૃદયથી શુભેચ્છાઓ. ગુગમ વિશેનો વિચાર ખૂબ સમયસરનો અને જરૂરી છે..તમે સૌને જગાડવા માટે કરેલી શરૂઆતને ચોક્કસ બહોળો પ્રતિસાદ સાંપડશે.

 17. Rajni Gohil માર્ચ 5, 2010 પર 9:02 એ એમ (am)

  ક્રિયા (આચરણ) વગરનું જ્ઞાન વ્યર્થ છે; જ્ઞાન વગરની ક્રિયા અવિવેકી છે. (Knowledge without action is useless; action without knowledge is foolish. …Sai Baba

  ખૂબજ ઉમદા અને સમયસરના વિચાર અને તે દિશામાં આચરણ બદલ સુરેશભઇ માટે અભિનંદન શબ્દ પણ ટૂંકો પડે છે. એમણે અપનાવેલું હકારાત્મક વલણ સૌથી વધુ અગત્યનું અને મહત્વનું છે.

  Are great things ever done smoothly? Time, patience, and indomitable will must show.

  “Arise, awake ! And stop not till the goal is reached!” Swami Vivekanand

  What we think, we become. All that we are, arises with our thoughts. With our thoughts, we make the world.

  Your worst enemy cannot harm you as much as your own unguarded thoughts…………….. Bhagvan Budhdha.

  आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः । Let noble thoughts come to us from every side.
  અંગ્રેજી કે બીજી ભાષા નો વાંધો ન હોઇ શકે. પણ તે ગુજરાતી ભાષાના ભોગે તો હરગીજ નહીં.

  આ હિસાબે ગુજરાતી ભાષા મરવા પડી છે, લુપ્ત થવાની અણી પર છે આવું વિચારવું પણ પાપ ગણાય.
  સુરેશભઇના વિચારો અને આચારોને જરૂર સફળતા મળશે જ એમાં શંકાને સ્થાન નથી. સહુથી વધારે ગુજરાતીઓને સુરેશભઇનો સંદેશો પહોંચે એ પણ યોગ્ય દિશામા લીધેલું અગત્યનું પગલું છે.
  Wishing you all the Best.

 18. Harnish Jani માર્ચ 5, 2010 પર 9:23 એ એમ (am)

  દાદા-જન્મદિન મુબારક.
  તમારી ગુજરાતી બચાવોની વાતો સરસ અને બહુ જ આશાવાદી છે.
  પરંતુ વાસ્તવિકતાથી સેંકડો ગાઉ દૂર છે-
  આપણે વ્ય્વસ્થિત રીતે ગુજરાતીને મારવા બેઠા છીએ. વાતો બધાએ કરવી છે.પૈસાકોઇ કાઢવા તૈયાર નથી-મંદીરોમાં કરોડો ચઢાવાશે- મલિકા સેરાવતનો નાચ જોવા લોકો હજારો ખર્ચશે- કવિ સમ્મેલનના કવિઓને કે લેખકોને પાંચ પૈસા પણ મળતા નથી-અને જો કોઇ ભૂલથી એકાદ પૈસો આપે તો તે પણ લેખક કે કવિની માનહાની પછી જ. પાંચ કરોડ ગુજરાતીઓની વસ્તીવાળા ગુજરાતમાં-ગુજરાતી લેખકોના બસો -પાચસો પુસ્તકો વેચાય તે તો ચમત્કાર ગણાય. ગુજરાતી ભાષાના શિક્ષણ અને પરીક્ષાની વાતો-મૃગજળ સમાન છે-પરીક્ષા કોણ લેવાનું છે ને કોણ આપવાનું છે?-અમદાવાદમાં જ ગુજરાતી બોલનારા કેટલા યુવક યુવતીઓ આજે મળે છે? અને ત્યાં પણ ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં ૫૦ માણસ પણ નથી હોતા.પાંચ રૂપિયાની ટિકીટ રાખો તો એ પણ ન આવે.-એના કરતાં મદારીના ખેલમાં વધુ લોકો જોયા છે. એક સમાચાર વાંચ્યા-ગુજરાતમાં આ વરસે ૪૩ શાળાઓ ખોલવાની છે.૪૦ અંગ્રેજી મિડીયમ અને ૩ ગુજરાતી મિડીયમ.-એટલે વીસ ત્રીસ વરસ પછી ગામડાંઓમાંથી પણ ઉઠામણું.
  આપણાં વડિલો મર્યા ત્યારે નવી પેઢી ગુજરાતીઓની હતી- આજે અમેરિકા કે ગુજરાતના વ્રુદ્ધો કહી શકશે કે અમારા પછીની પેઢી મુન્શી- મેઘાણી-બક્ષી-રાય કે જોષીને વાંચશે? એ તો તેમને માટે લાસ્ટ નેઇમ બની જશે
  આપણે ઇચ્છીએ કે તમારા જેવા ઉત્સાહી વડિલો કાંઇ કરી બતાવે-વાતો તો મેં આખી જીંદગી સાંભળી છે- તમારા ઉત્સાહને સલામ આખરે કોઇકે તો શરુઆત કરવી પડશે ને! અને હા, ચિરાગ પટેલ જેવા સેંકડો ચિરાગ પ્રગટે.

 19. Chiman Patel "CHAMAN" માર્ચ 5, 2010 પર 9:31 એ એમ (am)

  Dear Sureshbhai,

  First, my congratulation to you on the sparkling idea on your birthday. Happy and healthy birth day too.
  Second, I like you approch-put in practice before preaching.
  Third, you have seeded a new seed (idea) in the fertile ground of Gujarati world.
  Now, leave it to us to nurish it with water(weather), fertilizer(wealth) & weapons(for harvesting it piecefully).
  GOOD LUCK TO ALL OF US!

 20. dhavalrajgeera માર્ચ 5, 2010 પર 9:36 એ એમ (am)

  Bhai Suresh,

  “જન્મદિનની શુભેચ્છા.”

  ગુજરાતીઓને પોતાની માતૃભાષા માટે ગર્વ હશે ત્યાં સુધી કોઈ ચિંતા નથી”

  Like all living You are born on every inspiration .
  Keep ગુગમ going of gujarati…….

  Rajendra Trivedi,M.D.

  http://www.bpaindia.org

 21. rajnikant shah માર્ચ 5, 2010 પર 9:47 એ એમ (am)

  yes. a good idea. but how to generate the awareness ??
  i think middle aged can take initiative .

 22. Dr. Chandravadan Mistry માર્ચ 5, 2010 પર 9:56 એ એમ (am)

  Dear SJ or SB or Sureshbhai…It’s your Birthday & I wish you HAPPY BIRTHDAY !
  Your idea of GUGAM is very nice….new ideas can ONLY make the CHANGE possible ! I hope this is well received & implemented…I will be following on this,
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  I will revisit this Post to read the suggestions of others via their Comments !

 23. Mukur Shah માર્ચ 5, 2010 પર 10:01 એ એમ (am)

  I think, “Exam approach” may not be that effective in increasing usage of Gujarati language. We should aim the kids – the future – for long lasting effect. Appealing Baal sahitya in Gujarati is a must to make the young ones have a go at Gujarati language. Unless they get good stuff – simple,creative,fun- their interest in language can not be thought of.

 24. Bhupesh Patani માર્ચ 5, 2010 પર 10:02 એ એમ (am)

  Happy Birthday !
  I made a search & found that Gujarati live in all the countries of the world ! One of the Gujarati is selling “Khaman Dhokala” at North Canada near polar region ! So every Gujarati is an enterpreneur in real sense. I am dreaming for an international radio station in Gujarati & should broadcast them with so powerful waves that it’s voice can reach at all the corners of the world. Secondly I dream of an International Gujarati Institution which should provide free helpful information for jobs available in different countries and make available business opportunities information to all Gujaraties. These organized activities should be carried out on philanthopic basis for the development of Gujarati community.

 25. narendrajagtap માર્ચ 5, 2010 પર 10:15 એ એમ (am)

  જન્મદિવસની શુભકામના,અને ખુબ જ સરસ વિચાર આપે રજુ કર્યો તે સરાહનિય છે….આડ્કતરી રીતે અમે પાલનપુરમાં શબ્દ સાધના પરિવાર દ્વારા આપના સ્વપ્ન ને ઉજાગર કરવાનું બીડું છેલ્લા 4 વર્ષથી ઉપાડેલું જ છે આપ જેવા વડિલોના આશિષ થી બધુ સાર્થક થશે તેવી અપેક્ષાએ કાર્યદક્ષ છીએ.

 26. Capt. Narendra માર્ચ 5, 2010 પર 11:03 એ એમ (am)

  જન્મદિવસના પ્રસંગે નુતન અભિયાન – બન્ને માટે અભિનંદન. ગુગમંની સફળતા માટે મારી શુભેચ્છાઓ સ્વીકારશો. મારા તરફથી શક્ય એટલો સહકાર જરૂર આપીશ. ગુગમંનું બંધારણ, ચૅરીટી રજીસ્ટ્રેશન, બોર્ડ અૉફ ટ્રસ્ટીઝની નીમણૂંક વહેલી તકે થઇ જતાં ભાવસમર્પણનો નર્મદા પ્રવાહ શરૂ થઇ જશે એવી મને શ્રદ્ધા છે.

  ફરી એક વાર અભિનંદન.

 27. ધરણીધર ઠાકોર્ માર્ચ 5, 2010 પર 11:14 એ એમ (am)

  પુજ્ય જાની સાહેબ

  જન્મ દિવસ મુબારક.

  ગુગમ ની શરુઆત ઉમરાથી થાય તોજ ઓટલે પહોઁચે એવી મારી માન્યતા છે.

 28. Dhiren Avashia માર્ચ 5, 2010 પર 11:25 એ એમ (am)

  Hearty congratulation on you Birth Day as well as giving birth to “GUGAM”….Like the idea very much…Feel free if I could be of any use….

 29. Hema માર્ચ 5, 2010 પર 11:26 એ એમ (am)

  janmdin mubark..abhinandan GUGAM mate.

  maru nam yadi ma lakhi lejo

  aabhar sathe

 30. વિજય ધારીઆ, શિકાગો (યુ.એસ.એ) માર્ચ 5, 2010 પર 12:10 પી એમ(pm)

  શ્રીસુરેશભાઈ જાનીને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છા તેમજ ‘ગુગમ’ની ઝુંબેશ સફળ નિવડે એવી શુભેચ્છા.

  આ વિષયના સંદર્ભમાં આપણી ભાષાના સુપ્રસિધ્ધ લેખકો શ્રીસુરેશ દલાલ અને શ્રીગુણવંત શાહના બે લેખો આ સાથે મૂક્યા છે. જેમણે ન વાંચ્યા હોય તેમને વાંચવા ગમશે. આશા છે દરેક ગુજરાતી આ વિષે વિચારે પોતાનાથી બનતું કરી છૂટે.

  ભાષાની ભેળપૂરી
  અંગ્રેજી મને ગમે છે. ગુજરાતી મારું સારસર્વસ્વ છે. ગુજરાતી મારી માતા છે. ગુજરાતી મારું ઘર છે. અંગ્રેજી મારી ઓફિસ છે. ગુજરાતી મારું પ્રવેશદ્વાર છે. અંગ્રેજી મારી બારી છે. મુશ્કેલી એ છે કે આપણે અંગ્રેજીને ગેટ વે ઓફ ઈન્ડીઆ બનાવી દીધી છે. પ્રત્યેક ભાષાને એનું પોતાનું રૂપ અને માધુર્ય હોય છે. પ્રત્યેક ભાષાને એની વિશિષ્ટતા અને એનું વ્યક્તિત્વ હોય છે. કોઈ ભાષા સારી કે ખરાબ હોતી જ નથી. પ્રત્યેક ભાષાને એનું નાદસ્વરૂપ અને એનું અર્થસ્વરૂપ છે. વાંધો અંગ્રેજી સામે નથી, અંગ્રેજીના આક્રમણ સામે છે. અંગ્રેજો ગયા પછી આપણે નવા પ્રકારની ગુલામી સ્વીકારી લીધી છે. આપણે અંગ્રેજીના મોહતાજ થઈ ગયા. માતાને અને માતૃભાષાને લાત મારી.
  ગુજરાતીઓ એમ માને છે કે અંગ્રેજી બોલવાથી વટ પડે, સમાજમાં મોભો ગણાય. ખાંડવીના વાટા વળતા હોય એવી સ્ટાઈલમાં અંગ્રેજી આપણે ઝીંકીએ છીએ, કોઈને આંજી નાખવાની વૃત્તિ હોય છે. પરિણામ એ આવે છે કે અંગ્રેજી સારું નથી અને ગુજરાતી ખરાબ થતું જાય છે. એક પત્રકારે કહ્યું હતું એમ આપણે અંગ્રેજી–ગુજરાતીની ભેળપૂરી કરીએ છીએ અને ‘ગુજરેજી’ નામની ભાષા ઉપજાવીએ છીએ. મા–બાપ અભણ હોય છતાં પણ એમના છોકરાં અંગ્રેજીમાં બોલતા હોય એનું ગૌરવ છે. બકોરપટેલ દૂર થતા ગયા અને જેક એન્ડ જિલ આવતા ગયા. રામાયણની વાત પણ આ રીતે થવા માંડી…રામા લીવ્ડ ઈન એ ફોરેસ્ટ. કૃષ્ણની વાત આ રીતે થાય છે. ક્રિષ્નાનો રંગ તો ડાર્ક હતો. એને બટર બહુ ભાવે. ફ્રિજ ખોલબંધ કરે અને બટર લઈ લે. બૉલથી રમ્યા જ કરે. એક દિવસ બૉલ રીવરમા પડ્યો. તે નાગની વાઈફે પછી બૉલને અને લોર્ડ ક્રિષ્નાને બચાવી લીધા… રામા લીવ્ડ ઈન એ ફોરેસ્ટ.
  અંગ્રેજી બોલવાનો આપણને મોહ છે…આવડે કે ન આવડે તોય. એક બહેન બદરીનાથ ગયા હતાં. મને કહે કે ત્યાં બહુ ટેબ્લેટસ્ પડી. પછી ખબર પડી કે એ ટ્રબલ્સને ટેબ્લેટસ્ કહેતાં હતાં. એક બહેને એવું કહ્યું કે ગઈ નાઈટે પાર્ટી હતી. એટલે હૉલ ડે કિચનમાં હતી. એક વખતે મારે અમદાવાદ, વિશ્વકોષના ઉદ્ ઘાટનમાં જવાનું હતું. એક ભાઈએ મને પૂછ્યું કે તમે શા માટે જાઓ છો? મેં કહ્યું વિશ્વકોશ માટે, એમણે સામો સવાલ પૂછ્યો ‘એટલે!’ મેં કહ્યું એન્સાઈક્લોપીડીઆ માટે. મને કહે કે આમ ‘ગુજરાતીમાં કહેતા હો તો. આપણે સ્ટુડન્ટસને બદલે સ્ટુડન્ટસો કહીએ છીએ. બેંચિઝને બદલે બેંચો અને લેડીઝને બદલે લેડીઝો કહીએ છીએ. અંગ્રેજી ઉપર ગુજરાતીનો ઢોળ ચઢાવીએ છીએ. છોકરાનું છોકરાઓ, બાંકડાનું બાંકડાઓ એમ. આપણે ત્યાં માનવતા શબ્દ છે. તો બધે જ ‘તા’ શબ્દ લગાડી દઈએ છીએ. આજે મને નર્વસતા બહુ લાગે છે. કોન્વેન્ટ કલ્ચરમાં ભણતા છોકરાઓ આડેધડ બાફતા હોય છે. ધરપકડને બદલે ધરપ–કડ કહેતા હોય છે. કોન ગલી ગયો શ્યામ એવા ગીતમાં એ લોકો એમ સમજે છે કે કોણ ગળી ગયો શ્યામ? ભાખરી સુક્કી છે એવી એક દિવસ વાત થઈ હતી અને સુક્કી અને સુખીનો ભેદ સમજાવ્યો તોપણ એ છોકરાએ કહ્યું કે ભાખરી ઈઝ હેપી. એક જણે કહ્યું કે ઝંપલાવ્યું શબ્દ અંગ્રેજી લાગે છે, કારણ કે જમ્પ પરથી આવ્યો છે. એક બહેને કહ્યું કે અંબામાતામાં માતા શું કામ? અંબા શબ્દમાં બા તો છે જ.
  વાંક છોકરાઓનો નથી. વાંક આપણો જ છે. આપણે ત્યાં લાયન્સ અને રોટરીમાં પણ બોલાતું અંગ્રેજી સાંભળ્યું છે. તમને દૂધે ધોઈને પૈસા પાછા આપીશ, એનું અંગ્રેજી સાભળ્યું હતું, આઈ શેલ વૉશ યોર મની ઈન મિલ્ક એન્ડ રિટર્ન યુ બેક. રિટર્ન હોય પછી બેકની જરૂર છે ખરી? કરુણા તો એ છે કે ગુજરાતી શ્રોતા હોય તોપણ અંગ્રેજીમાં બોલાય છે. ગુજરાતી ભાષાની ઉન્નતિની વાત હોય તો પણ અંગ્રેજી કહે છે, ગુજરાતી લેગ્વેજ માટે વી મસ્ટ ડુ સમથીંગ. કેટલાક તૈયાર સિક્કાઓ છે જે સમજણ અણસમજણથી વપરાતા હોય છે. હાઉ ઈન્ટરેસ્ટિંગ, વન્ડરફુલ, ઓકે, રાઈટ, હાઉ નાઈસ. એક બહેનને કોઈકે કહ્યું કે છગનબાપા મરી ગયા તો કહે હાઉ ઈન્ટરેસ્ટિંગ.
  હું તો એટલું સમજું છું કે સંસ્કૃત મારું ભોંયતળિયું છે. મહારાષ્ટ્રમાં રહું છુ અને મરાઠી મારી અગાશી છે. અંગ્રેજી મારા ડ્રોઈંગરૂમની ભાષા છે અને ગુજરાતી મારા શયનખંડની ભાષા છે. ગુજરાતી મારી ધરતી છે. માણસને ગૌરવ હોવું જોઈએ કે પોતે પોતાની માતૃભાષામાં વિચારે.
  અને એનો ક્યારેય અનાદર ન કરે. ગરબોને ગારબો કહેવાથી આપણે સ્માર્ટ લાગતા હોઈએ એવું માનવાને કારણ નથી. આપણી સ્થિતિ અત્યારે આવી છેઃ
  અમે ચક્કરને સર્કલ મારશું રે લોલ
  અમે સરકલને ચક્કર મારશું રે લોલ
  અમે સદ્ધર ગુજરાતી અદ્ધર અંગ્રેજીમાં
  મોટી મોટી વાતોને ફાડશું રે લોલ.
  લેખકઃ સુરેશ દલાલ
  ઝલક–વિશેષમાંથી સાભાર

  ગુજરાતી ભાષા બકરી બેં

  કેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિંદીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ જેવા કાઠીયાવાડી શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિંદીમાં ઉતારવા પ્રયત્ન કરી જોજો. સુરત બાજુ સ્ત્રીઓ છોકરાને ‘ભોંયનાખ્યા’ કહીને ગાળ દે છે. આ શબ્દપ્રયોગ અનુવાદથી પર છે. આપણી સ્ત્રીઓ વાતવાતમાં કોઈને ‘મૂઆ’ કહે છે. તેના જેવો અર્થ ‘ભોંયનાખ્યા’નો થાય છે. ‘મૂઆ’ ગાળમાં ઉગ્રતાની માત્રા વધે અને જો સામેવાળો વધુ પડતો દુષ્ટ હોય કે મરવાપાત્ર હોય તો સ્ત્રીઓ એને ‘ફાટી મૂઆ’ કહીને ભાંડે છે. જેની માતાએ સવાશેર સૂંઠ ખાધી હોય તે ‘ફાટી મૂઆ’ શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિંદીમાં ઢાળી બતાવે.
  આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાવ અને વળી ભારતમાં બધાં રાજ્યોમાં ઘૂમી વળો, પરંતુ પોતાની માતૃભાષા પ્રત્યેના ગૌરવનો અભાવ તમને ગુજરાત જેટલો ક્યાંય નહીં જડે. સુખી ગુજરાતીઓના કૂતરાઓ પણ અંગ્રેજી માધ્યમમાં જ પ્રત્યાયન કરી શકે છે. ગુજરાતી બોલતાં નથી ફાવતું એમ કહીને અંગ્રેજીમિશ્ર ગુજરાતી બોલનારું કોન્વેન્ટ ક્લચર સુખી ગુજરાતી પરિવારોમાં પાંગરી રહ્યું છે. આવા પરિવારોનાં નાનડીયાં મને સુખવૈભવથી છલકાતા અનાથાશ્રમનાં ફરજંદો જેવાં દીસે છે. આવા પરિવારોમાં બારીક નજરે દેખાતો સંબંધવિચ્છેદ (alienation) ઝટ ધ્યાનમાં નથી આવતો. બાપુજીમાંથી પપ્પા અને પપ્પામાંથી Dad બનેલાઓને ખ્યાલ પણ નથી આવતો કે પોતે શું ગુમાવી ચુક્યા છે.
  કોન્વેન્ટ કલ્ચરમાં ઝબોળાઈને ગુજરાતી બોલવામાં નાનમ અનુભવતા, ખોટું ભળસેળીયું ગુજરાતી બોલવામાં ગૌરવ અનુભવતા અને માટીના મહેકતા સાદનું સૌંદર્ય ગુમાવી ચૂકેલા દુર્વિદગ્ધ ગુજરાતી પરિવારોને અંગ્રેજ કવિ કિટ્સનું વિધાન અર્પણ કરું છું. કહે છેઃ
  ‘શિક્ષણનું અંગ્રેજી માધ્યમ
  એ ભારત પરની બ્રિટનની
  મોટામાં મોટી બૂરાઈ હતી.
  એણે ગૌરવવંતી પ્રજાને રંગલા–જાંગલા જેવી
  આત્મગૌરવવિહોણી બનાવી દીધી.’
  જો ગુજરાતીઓ આજથી નહીં જાગે તો ગુજરાતી પ્રકાશકોની દુકાનો આવતા દાયકાઓમાં ક્યાં તો પસ્તીભંડાર કે પછી વિડિઓકેસેટ લાઈબ્રેરીઓ બની જશે. ગુજરાતી ભાષા જાણે આમરણ ઉપવાસ પર ઉતરી છે અને ગુજરાતીઓ નસકોરાં બોલાવે છે. ગુજરાતી ભાષા ધીરે ધીરે મરી રહી હોય એવી લાગણી છેક બિનપાયાદાર નથી. કોઈ પણ પ્રજાની અસ્મિતા માતૃભાષાના ધાવણ પામ્યા વગર ન જળવાઈ શકે. ગુજરાતી ભાષા બકરી બેં જેવી સ્થિતિમાં હોય તો ગુજરાતીઓ કદી સિંહ જેવા ગૌરવશાળી ન હોઈ શકે. માણસ એની ભાષા થકી પ્રગટ થતો હોય છે. ઉચ્ચ શિક્ષણમાં પણ માધ્યમ તરીકે ગુજરાતી જ હોય એવો દઢ આગ્રહ રાખનાર સ્વ.મગનભાઈ પ્ર. દેસાઈનું સ્મરણ થાય છે. ગુજરાતના ભદ્ર વર્ગની એમણે ઘણી ગાળ ખાધી પણ તેઓ એકના બે ન થયા. તેઓ અંગ્રેજીના વિરોધી ન હતા. એમનું અંગ્રેજી અંગ્રેજીના ચુસ્ત હિમાયતીઓ કરતાં અનેકઘણું સારું હતું. અંગ્રેજીનો વિરોધ ન હતો; અંગ્રેજી દ્વારા ભણવાનો વિરોધ હતો.
  શેખાદમ આબુવાલાને જ્યારે ખબર પડી ગઈ કે પોતે માત્ર થોડાક દિવસોના જ મહેમાન છે ત્યારે એક દિવસ ઓચિંતા વલસાડ પહોંચી ગયા, ત્યાં સરકીટ હાઉસમાંથી એમણે આચાર્ય રમેશ દેસાઈને ફોન કરી બોલાવી લીધા. બન્ને મિત્રો ખૂબ ભેટ્યા અને ખૂબ રડ્યા. પછી તો કલાકો સુધી વાતો થતી રહી જેમાંની એક વાત આ હતી.
  શેખાદમ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન વચ્ચે મુલાકાત થયેલી એ વાત ઝાઝી જાણીતી નથી. આઈન્સ્ટાઈન જ્યાં રહેતા હતા તે જ નગરમાં પહોંચેલા શેખાદમે આઈન્સ્ટાઈનને ફોન જોડીને થોડોક સમય ફાળવવા વિનંતી કરી. આઈન્સ્ટાઈન પાસે સમય ન હતો પરંતુ શેખાદમે આગ્રહ કર્યો ત્યારે મહાન વિજ્ઞાનીએ રસ્તો કાઢ્યો અને ક્હ્યું; સારું તમે ઘરની પ્રાર્થનામાં જોડાઈ શકો છો.
  શેખાદમ આપેલા સમયે પહોંચી ગયા અને પરિવારની પ્રાર્થનામાં સામેલ થયા. પ્રાર્થનાને અંતે કોઈ એક પુસ્તકમાંથી થોડુંક વાંચવાનો રિવાજ હશે એટલે આઈન્સ્ટાઈને વાંચવાનું શરુ કર્યું. મહાત્મા ગાંધીની આત્મકથામાંથી તેઓએ બે–ત્રણ ફકરાં અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યા. આ વાત કર્યા પછી શેખાદમે રમેશ દેસાઈને કહ્યું; ઝાઝી વાતો ન થઈ શકી પરંતુ એક વાત હું ભૂલી શકું તેમ નથી. અમદાવાદના નવજીવન પ્રકાશન તરફથી થયેલા એ અંગ્રેજી પુસ્તકના પુંઠા પર રિવાજ મુજબ logoના વર્તુળમાં ગુજરાતીમાં જ ‘નવજીવન’ લખેલું તે વાંચીને એક ગુજરાતી તરીકે હું અંદરથી હરખાયેલો.
  આ પ્રસંગ અંગ્રેજી માધ્યમની નિશાળમાં જ પોતાના બાળકો ભણે એવા ફેશનેબલ રિવાજના ભમ્મરીયા કૂવામાં હોંશે હોંશે ઝંપલાવનારાં નાદાન માતાપિતાને અર્પણ કરું છું. આમ કરવામાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી કે નથી એમાં સંકુચિત ગુજરાતીવાદી આક્રમકતા. સંકુચિતતા બીજા બધાને પાલવે; ગુજરાતીને નહીં. અંગ્રેજી ભણવું અને ખૂબ સારી રીતે ભણવું, પરંતુ માધ્યમ તો માતૃભાષાનું જ યોગ્ય ગણાય. અંગ્રેજી ભણવું એક વાત છે અને અંગ્રેજી દ્વારા ભણવું એ સાવ જુદી વાત છે. ગુજરાતી માધ્યમની શાળામાં ઉત્તમ ગુજરાતી સાથે ઉત્તમ અંગ્રેજી ભણવાની જોગવાઈ થવી જોઈએ. આમાં અંગ્રેજીનો વિરોધ ક્યાં રહ્યો ?
  એક જમાનો હતો જ્યારે મુંબઈના ગુજરાતીઓ અશુધ્ધ મરાઠી જાણતા અને મહારાષ્ટ્રીઓ અશુધ્ધ ગુજરાતી બોલી જાણતા. હવે થોડી પ્રગતિ થઈ છે. હવે અહીંના ગુજરાતીઓ અશુધ્ધ ગુજરાતી બોલે છે અને મહારાષ્ટ્રીઓ અશુધ્ધ મરાઠી બોલે છે. વળી બન્ને પ્રજાઓ સરખી ક્ષમતા સાથે લગભગ ખોટું અંગ્રેજી ખાસી ઝડપથી બોલી જાણે છે. નહી ત્રણમાં, નહીં તેરમાં અને નહીં છપ્પનના મેળમાં ! પરદેશી ભાષાઓમાં આપણને અંગ્રેજી તરફ પક્ષપાત હોય તે ક્ષમ્ય છે. આપણું કોલોનીઅલ માઈન્ડ અંગ્રેજી તરફ ઢળે તેમાં ઈતિહાસનો વાંક છે, આપણો નથી. બાકી નગરોની કેટલીક નિશાળોમાં અંગ્રેજી ઉપરાંત રશિયન, ફ્રેન્ચ અને સ્પેનીશ શીખવા માટેની સગવડ હોવી જોઈએ.
  માતૃભાષા આપણી આંખ છે. એ આંખ વધારે સારું જોઈ શકે એ માટે અન્ય ભાષાના શ્રેષ્ઠતમ ચશ્માંની મદદ લેવી જોઈએ. ટપાલી તો કોરો પોસ્ટકાર્ડ પણ યોગ્ય સરનામે પહોંચાડી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન થાય છે પરંતુ પ્રત્યાયનનું વસ્તુ (content) માણસની સમજણમાં ઊતરે તો જ પ્રત્યાયન કામનું. શિક્ષક વિદ્યાર્થીઓને ગુરુત્વાકર્ષણ વિશે ભણાવી રહ્યા છે. ‘ગુરુત્વાકર્ષણ’ એક સંકલ્પના (concept) છે; માત્ર માહિતીનું પાર્સલ નથી. માહિતી ગોખી શકાય, યાદ રાખી શકાય અને જરુર પડે ત્યારે ઓકી પણ શકાય. સંકલ્પનાનો સંબંધ સમજણ સાથે છે અને સમજણ પામવામાં માતૃભાષા જ વધારે ખપ લાગે. પાઉડરના દૂધનો વિરોધ નથી, પરંતુ પાઉડરના દૂધને માતાના ધાવણ કરતાંય વધારે આદર મળે તેનો વિરોધ જરુર છે. કોઈ અંગ્રેજી બચ્ચાને ગુજરાતી દ્વારા ભણાવી જોજો. મોંએ ફીણ આવી જશે.
  મુંબઈના માળાઓમાં રહેતાં લાખો ગુજરાતી પંખીઓનાં કોન્વેન્ટગામી બચ્ચાંઓ હ્રસ્વ અને દીર્ઘ વચ્ચેનો તફાવત ભૂલી ગયાં છે. તેઓ હવે હ્ર, ષ, જ્ઞ, ૠ અને ક્ષ લખવામાં ભારે મુશ્કેલી અનુભવે છે. ગુજરાતી ભણાવનારા શિક્ષકોને સાર્થ જોડણીકોશ વાપરતાં આવડતું નથી. અનુસ્વારની તો વાત જ ન કરશો. એક જમાનામાં કવિ સુન્દરમે અનુસ્વારના નિયમોને વણી લેતું સુંદર કાવ્ય લખેલું. ગુજરાતના અખબારોમાં પ્રુફ સુધારનારાઓ મૂળ લખાણમાં લેખકે સમજપૂર્વક અનુસ્વાર ન મૂક્યું હોય એવી જગ્યાએ પણ અનુસ્વાર ઉમેરીને પોતાની મૌલિકતા માથે મારે છે.
  શુધ્ધ ગુજરાતીમાં પાંચ વાક્યો બોલનારો યુવાન ક્યાંક ભેટી જાય ત્યારે દિવસ સુધરી ગયો હોય એવી લાગણી થાય છે. એ વળી ખરું અંગ્રેજી બોલે ત્યારે લાગે કે ભવ સુધરી ગયો. મને ગુજરાતી બોલતાં ફાવતું નથી, એમ કહીને સાવ ખોટું અંગ્રેજી બોલનારને લાફો મારવાનું મન થાય છે.
  મુંબઈના ગુજરાતીઓને ખાસ ભલામણ છે. તમારા નાનડિયાને સુરેશ દલાલ કે હરિન્દ્ર દવે કે અનિલ જોષી કે રમેશ પારેખની કવિતાઓનો ચસકો લગાડો. કવિતા ન પચે તો ગીતોનું ઘેલું લગાડો. આમ કરવામાં ક્યાંક થોડી અકવિતા ઘૂસી જાય તો તેની દરકાર ન કરશો. સર્વનાશે સમુત્પન્ને અર્ધ ત્યજતિ પંડિતઃ આગ લાગે ત્યારે બંબાવાળાઓ ટ્રાફિકના બધા જ નિયમો પાળતા નથી. બહુ વાયડા થવામાં ગુજરાતી સપૂચું છૂટી જશે અને પોતાના જ છોકરાં પરાયાંપરાયાં જણાશે. આ પરાયાપણાનું રસાયણશાસ્ત્ર સમજી રાખવા જેવું છે.
  અંગ્રેજી માધ્યમમાં ભણનારાં ગુજરાતી બાળકો નરસિંહ મહેતાના કાવ્ય ‘નાગદમન’થી વંચિત રહ્યાં અને વળી Wordsworthના કાવ્ય ‘The Daffodils’નું સૌંદર્ય પણ ન પામ્યાં. કલાપીની ‘ગ્રામ્ય માતા’ ન ભણ્યાં તે તો ઠીક પરંતુ Thomas Hardyની ‘Weathers’ની સૌંદર્યાનુભૂતિ પણ ન પામ્યાં. તેઓ પ્રેમાનંદ કે મેઘાણીને ન પામ્યાં અને વળી Walt Whitmanથી પણ અનભિજ્ઞ રહી ગયાં. બિચારાં ન ઘરના રહ્યાં, ન ઘાટના. નાદાન માતાપિતાને આ બધું કોણ સમજાવે ? વિચારવાની ટેવ છૂટી જાય પછી તો પોપટની માફક ‘થેંક્યુ’, ‘ઓકે’ અને ‘સોરી’ બોલનારો ગગો પણ સ્માર્ટ લાગે છે.
  સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એર કંડીશનર જેવી કે પછી રીફીલ વગરની રૂપાળી બૉલ પેન જેવી લાગે છે.

  લેખકઃ ગુણવંત શાહ
  સુરેશ દલાલ સંપાદિત ટહુકો–ગુણવંત વિશેષમાંથી સાભાર

 31. bharat joshi માર્ચ 5, 2010 પર 12:40 પી એમ(pm)

  જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ,
  આ સાથે મારી ગમતી હિના પારેખની સુંદર રચના આપના માટે:

  આજે તારો જન્મદિન છે
  શુભેચ્છાઓ સ્વભાવે મૂંગી જ હોય,
  એમ હું માનું છું.
  પણ શબ્દો કદીક જીવતા થઈ,
  ચમકી ઊઠે તો મારા આ શબ્દો ખપમાં લાગશે.
  આ અદભુત જીવનનું સઘળું આશ્ચર્ય,
  વિરાટ આનંદની અનુપમ ક્ષણો,
  તને આવનારા દિવસોમાં સાંપડે
  તું ઈચ્છે એટલું સુખ મળે તને.
  મનગમતા માણસોના અવાજથી
  તારા દિવસો ગુંજતા રહે.
  તારી સાથે થોડાંક સ્વજન હશે જ
  એમાં મારું નામ ઉમેરીશ?
  હું તારી સાથે જ હતી
  આ ક્ષણે પણ છું અને રહીશ.

  -ભરત જોશી
  (આ નામ છે “ગુગમ”)

 32. bharat joshi માર્ચ 5, 2010 પર 1:01 પી એમ(pm)

  જયશ્રીક્રિશ્ન, જે સ્વામિનારાયણ, જૈ ગોપાલ, જય જિનેન્દ્ર, સત શ્રી અકાલ , સલામ માલેકુમ, જય યોગેશ્વર,
  જય ગુરુદેવ, જે……,જે……….,જે……….. જય……. આજ થી એક આહવાન દરેક ગુજરાતી માટે કોઇ પણ
  સંપ્રદાય નો ગુજરાતી બોલશે “જય ગુગમ……..”

 33. Vinod R. Patel માર્ચ 5, 2010 પર 1:07 પી એમ(pm)

  Dear Sureshbhai,
  Happy Birth Day to you and to GUGAM-GUJARATI GARIMA MANCH- your brainchild born on your birthday !
  You have very nicely laid out the progamme for saving and developing Gujarati language and also putting your substatial money to start with for Gugam to acieve your set goals.
  You deserve all compliments for your noble idea and action.
  The comments of Shri Harnish Jani are very correct and timely to understand what are real facts of to day.But it should not disappoint us in any way .It should be the reason for the real actions for all right minded Gujaratis like Shri Sureshbhai for right actions in the spirit of utmost cooperation to achieve the set goals to save the prestige of Gujarati language and Sahitya,the future of which should be more prouder than its past. As per me, the old generation loves Gujarati but the new generation born in foreign countries hardly care about Gujarati and even can’t speak or understand it. Even they speak in English while talking with family members. Something should be done for this.It should be given priority in the agenda of GUGAM.

 34. B.G.Jhaveri માર્ચ 5, 2010 પર 1:22 પી એમ(pm)

  Congratulations! GUGAM Pragatyu.Ghana ghana Ovarana.
  Jay jay Garavi Gujarat,
  Jay jay Garavi Gujarati.[Bhasha]
  Jyan jyan Vashe Ek Gujarati tyan tyan sada kaal Gujarat.

 35. Vinod R. Patel માર્ચ 5, 2010 પર 1:30 પી એમ(pm)

  I would have loved to write my comments in Gujarati as many other friends have done but I have yet not learnt to write in Gujarati lipi and hence reluctantly I had to express my views in English.

 36. ડૉ.મહેશ રાવલ માર્ચ 5, 2010 પર 1:48 પી એમ(pm)

  દાદા જન્મદિન મુબારક.
  આખી વાતના સંદર્ભમાં શ્રી વિજયભાઈ ધારીઆએ આપેલ લેખ-માહિતી “કાફી”થઈ પડે એવું છે અને શ્રી હરનિશભાઈએ જે આક્રોશમય લાગણી રજુ કરી એય આમ તો વ્યાજબી જ છે….
  સરવાળે,સમય પાકી ગયો છે ગુજરાતીને માતૃભાષા ગણનાર તમામ ગુજરાતીઓએ એક થઈ આ વિષયમાં કંઈક નક્કર અભિગમ સાથે આગળ આવવાનો.

 37. jyotsna માર્ચ 5, 2010 પર 2:03 પી એમ(pm)

  happy birthday,surashbhai ame tamari sathe chhe.

 38. A.V.John માર્ચ 5, 2010 પર 2:35 પી એમ(pm)

  Respected Jani Saheb,

  Happy birthday and best wishes

 39. Bhupendrasinh Raol માર્ચ 5, 2010 પર 3:14 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ,
  જન્મદિવસ ઉપર શુભ કામનાઓ.
  અમારા એક વૃદ્ધ માજીની ખબર કાઢવા ગયેલો,કહે ભાઈ કાર્યકારામ કઢાવ્યો છે.મને સમાજ ના પડી,બાજુમાં ઉભેલા કજિન કહે કાર્ડીઓગ્રામ ની વાત કરે છે.હવે એનું ગુજરાતીજ ના હોય તો શું કરવાનું?ખેર જૂની મ્હને,તમ્હને જેવી ગુજરાતી પણ કોને યાદ છે?ગુજરાતી બચાવવા નીકળેલા સાક્ષરો આ અસલ ગુજરાતી ને બચાવવાની વાત કેમ નથી કરતા?પરિવર્તન તો સ્વીકારવુંજ રહ્યું.”ગુગમ ની જય હો”..

 40. Peter Jadav માર્ચ 5, 2010 પર 8:46 પી એમ(pm)

  Many Happy Returns of the Day.
  Excellent idea.

 41. Ramesh Patel માર્ચ 5, 2010 પર 11:02 પી એમ(pm)

  આદરણીય શ્રી સુરેશભાઈ,

  જન્મ દિને માતૃભાષા માટે આવા સુહૃદયી વિચારથી

  વાવેલ બીજ વૃક્ષ બની ગુજરાતીને મ્હેંકતી રાખે,

  તેવી શુભેચ્છા.આપના માર્ગ દર્શન પ્રમાણે

  સમર્પિત ભાવનાવાળા ઝરણા રુપે મળતા રહે

  અને સરિતા થાય એવી શુભેચ્છા અને સહયોગ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 42. Kaushik Purani માર્ચ 6, 2010 પર 12:50 એ એમ (am)

  Excellent Idea.Many many Happy Returns of Birthday.I wish this project an absolute GRAND-SUCCESS.

 43. રાજની ટાંક માર્ચ 6, 2010 પર 1:11 એ એમ (am)

  “જન્મદિવસ મુબારક”

  ખરેખર અદ્‍ભુત વિચાર સુરેશકાકા..

 44. શૈલ્ય શાહ માર્ચ 6, 2010 પર 2:13 એ એમ (am)

  પૂજ્ય સુરેશદાદા,

  થોડી વાતોની સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે મને..

  “ધબકાર ” માત્ર નિજાનંદ માટેની સંસ્થા નથી. એનો એક ઉદ્દેશ છે. ગુજરાતી સાહિત્ય અને સંગીત સાથે સંકળાયેલા નવા કલાકારો ને એક મંચ પૂરો પાડવો.

  નવી પેઢી માતૃભાષા પ્રત્યે આદર ધરાવતી થાય … અને ગુજરાતી હોવાનું સૌને ગૌરવ થાય.

  ધબકાર દર બે થી ત્રણ મહીને એક કાર્યક્રમ કરે છે અને એને માણવા આવનાર પાસેથી એક પૈસો પણ લેવામાં આવતો નથી. સતત ૩ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ જ છે…..

  સાઉન્ડ સીસ્ટમ , હોલ વગેરેનો જે કોઈ પણ ખર્ચો થાય છે તે અંદરો અંદર વહેચી લઈએ છીએ, અમે કોઈની પણ પાસે કોઈ જ અપેક્ષા નથી રાખતા. ધબકારમાં પ્રસ્તુત થતા કલાકારો પણ કોઈ પ્રકારના મહેનતાણાની અપેક્ષા રાખતા નથી. ઉપરથી તેઓ ખર્ચો વહેચવામાં ભાગીદાર બને છે. બાકી કોઈ સાઉન્ડ સીસ્ટમ , હોલ વગેરે… વગર ભાડે મળશે એ અપેક્ષા જરા વધુ પડતી છે.

  બસ ગુજરાતી ભાષાનાં વૈભવને માણવા આવો એટલી જ અમારી અપેક્ષા હોય છે.

  અમારો પ્રયત્ન નવા કલાકારો આવે તેનો હોય છે. કારણકે જો નીવડેલા ધુરંધર લોકોને જ મંચ સોપવામાં આવે તો નવી પેઢીને પોતાની કળા રજુ કરવાની તક કેમ મળશે ?
  કેવી રીતે તેમનો રસ જળવાઈ રહેશે ?

  માફ કરશો, પણ મારા અનુભવ મુજબ આપની પોસ્ટ ઉપર ચર્ચા વિચારણા કરનાર ઘણા મળશે પણ નક્કર પગલા ભરવા કેટલા આગળ આવશે તે એક યક્ષ પ્રશ્ન છે.

  શુભ કાર્યની શરૂઆત ઘરથી જ થાય, એ બાબત ધ્યાનમા રાખી આપે શરુ કરેલું અભિયાન ખરેખર અભિનંદનને પાત્ર છે.

  શુભમ ભવતુ …

  શૈલ્ય શાહ

 45. ’પ્રમથ’ માર્ચ 6, 2010 પર 3:25 એ એમ (am)

  સૉફ્ટવેયરમાં પડેલો છું તો ત્યાંની વાત કરી શકું.
  કોઈને ખબર છે કે આટલાં સૉફ઼્ટવેયરમાં નવી ડિક્શનરી કઈ રીતે ઉમેરાય? જો હોય તો હું થોડા એન્જિનિયર લગાડી ગુજરાતીનો કોશ ચાલુ કરાવી શકું:
  ૧. ઓપન-ઓફિસ
  ૨. બ્લૉગસ્પોટ
  ૩. વર્ડપ્રેસ
  ૪. ઝીમ્બ્રા
  અને આ સસ્તે પતશે તેમ લાગે છે. એક વાર આપણી ભાષા કોમ્પ્યુટરના આધારે સારી લખાવા મંડી તો લાલ લીટીઓ ભાષાના શિક્ષકો ન તાણે તેટલી કોમ્પ્યુટર તાણશે! પછી જો થાય!

  • Kalpesh માર્ચ 6, 2010 પર 8:36 એ એમ (am)

   કાશ ઊંઝાજોડણીના પ્રચારકોમાં થોડીક સામાન્ય બુદ્ધિ અને થોડોક સાઈન્ટિફિક અભિગમ કેળવાય. ઊંઝાના પ્રચારમાં લાખો રૂપિયા વર્થની મૂડી અને માનવ કલાક બગાડી અને જોડા ખાવા કરતા આવું કામ એ લોકો શું કામ હાથ પર નહીં લેતા હોય્? વિશાલ મોણપરા અને કાર્તિક મિસ્ત્રી જેવા તરવરિયા જુવાનોને ગુજરાતી સ્પેલ ચેકરના ફન્કશનલ નમૂના આપી દીધા છે. એને આગળ વધારવાનું, ઓફિસ જેવા જાણીતા કોમર્શિયલ સોફ્ટ્વેરમાં ઈન્ટિગ્રેટ કરવાનું, પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક ડિક્ષનરી બનાવવાનું કામ હાથ પર લેવાની જરૂર છે.

   ગુજરાતી લેક્ષિકોનનું ઑનલાઇન સરસ સ્પેલચેકર (જે હાલમાં ચાલતું નથી)

   http://www.gujaratilexicon.com/gl_online_spellcheck.php

   પ્રમુખ ટાઈપપેડ અને અક્ષર સ્પેલચેકર

   http://service.vishalon.net/pramukhtypepad.htm

   ગુગલ ટ્રાન્સલિટરેશન

   http://www.google.com/transliterate/

 46. sneha માર્ચ 6, 2010 પર 4:17 એ એમ (am)

  સૌ પ્રથમ તો દાદા…એક નક્કર પગલું લેવા માટે તમને મારા અંતઃકરણપૂર્વક્ના અભિનંદન.બહુ ખુશી થઈ આ ચેકવાળી વાત અને ગુગમના જન્મદીન ની વાત જાણીને.હવે આ જ રીતે મેં ગુજરાતમાં ગુજરાતી ભાષાને ફરજીયાત વિષય તરીકે ચાલુ રાખવા માટે નેટ મિત્રો પાસેથી પ્રતિભાવો મંગાવેલા.પણ કદાચ ત્યાં કોઈ જ રૂપિયાની વાતો નહોતી એટ્લે કદાચ સમ ખાવા પૂરતી એક કોમેન્ટ પણ નથી આવી.!!!!(જો કે એ ટોપિક ચાલુ કર્યોઇ ત્યારે માતૃભાષાના પ્રેમને લઈને બહુ બધી કોમેન્ટ અને ઈમેઈલ અને ફોન પણ આવેલાં) નવાઈ લાગે છે.આને શું કહેવાય એ તો હું બહુ નાની છુ દાદા..મારી કાચી સમજણમાં આ વાતનો મતલબ નથી ઉતરતો મને.પણ અમે લોકો અહી ગુજરાતમાં જે ગુજરાતીઓને તકલીફ પડે છે એનું હુબહુ વર્ણન કર્યુ છે.અહી, એક ભિખારી જેવો વર્તાવ કરાય છે.જે બહુ જ કડવું સત્ય છે.વિનામૂલ્યે ધબકારના પ્રોગ્રામો રાખીએ છીએ તો પણ ઓડીયન્સ નથી મળતું અને સાઉન્ડ સિસ્ટમ કે હોલના ખર્ચા ખીસામાંથી કાઢ્વા પડે છે.જાતઅનુભવ છે..બહુ કડવા એટલે કદાચ કોઈ કડવી વાત લાગે તો માફ કરજો પણ આ બધી ચર્ચાઓના અંતે આપણે કમાણી માટે જેમ અંગ્રેજી અનિવાર્ય સ્વીકારી લીધુ છે તેમ જ થોડા સમયમાં..”ગુજરાતી ભાષાની શી જરુર છે? કોણ ખોટો સમય બગાડે એની દીર્ઘ ઈ કે રસ્વ ઉ ની જોડણીઓના ચકકરમાં પડીને..એ એટીટ્યુડ પણ સ્વીકારી જ લઈશું.”માફ કરજો..અમુક શબ્દો હું રોજ બરોજ અંગ્રેજીમાં જ બોલું છું તો એના પર ધ્યાન ના આપતા એ પણ સ્વીકારી જ લેજો ઉદાર ગુજરાતી બનીને..જેમ સદાકાળથી આપણે ઉદાર રહ્યાં જ છીએ એમ જ..બાકી આ રહયો મારો લેખ..
  http://akshitarak.wordpress.com/2010/02/23/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%81%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80%e0%aa%93/

  પણ કોઈએ કોઈ જ સાથ આપવાની તૈયારી હજૂ સુધી તો નથી જ બતાવી મને..હવે તો મારો રસ પણ ઓછો થઈ રહયો એમ થાય છે.નકામો સમય વેડફું છું એવું લાગે છે …બાકી તમે બહુ જ સારો રસ્તો પકડ્યો છે દાદા..પ્લીઝ ચાલુ રાખજો..મારાથી બનતી મદદ કરવા હું હંમેશા તત્પર છું.આ મારુ ઈમેઈલ છે sneha_het@yahoo.co.in..મને ફક્ત જાણ કરશો.

 47. Ullas Oza માર્ચ 6, 2010 પર 4:48 એ એમ (am)

  આપના વિચારો અને ગુગમના પ્રસ્તાવે ગુજરાતીઓને કેવા જાગતા કરી દીધા ઍ પ્રતિભાવો પરથી જાણી શકાય છે.
  શૈલ્યની વાત સાચી છે. ગુજરાતીને આગળ વધારવા માટે નવી પેઢીને તેમા રસ લેતી કરવી પડશે. ધબકાર આવી પ્રવૃત્તિ કરે છે તે જાણી આનંદ અને અભિનંદન. “ધબકાર” નુ કાર્યક્ષેત્ર ક્યાં છે તે જણાવશો.
  ગુગમ ની શરૂઆત થઈ છે ઍટલે લોકોના સહકારથી પરિણામ સારુ આવશે જ.

 48. સુરેશ માર્ચ 6, 2010 પર 7:10 એ એમ (am)

  શ્રી અશોક કૈલા – ( રાજકોટ ) તરફથી મળેલ ઈમેલ –
  અમે પણ વાર્ષિક રૂ.1,00,000 ના હિસાબે આ ઝુંબેશ ચાલુ કરી છે. જોઇએ કે ક્યાં સુધી પહોંચશું. અમે નવોદિત લેખકો ના પુસ્તકો નાની સંખ્યામાં ખરીદી હરિફાઇ માં ભાગ લેનાર ને આપવાનું વિચાર્યુ છે. આ માટે આપ શું વિચારો છે તે જણાવવા તેમજ બીજા કોઇ પણ સુચન આપવા વિનંતી.
  આપના સહકારમાં હર હમેશ તત્પર
  અશોક કૈલા
  http://www.sabrasgujarati.com/
  આવી અનેક પ્રવૃત્તિઓ જ ગુગમ છે ..
  શહેરે શહેરે સબરસ પ્રગટો… શુભમ ભવતુ .

 49. Kirtikant Purohit માર્ચ 6, 2010 પર 9:28 એ એમ (am)

  વડીલ આપને જન્મદિન મુબારક.ગુગમ સરસ વિચાર છે અને અભિપ્રાયો પ્રોત્સાહક છે. ગુજરાતીતા પરત આવવી જ જોઇએ.

 50. BHARAT B SHUKLA, NEW YORK, USA. માર્ચ 6, 2010 પર 2:38 પી એમ(pm)

  MANNAIYA JANI SAHEB
  GUJARAT GARIMA MANCH (GUGAM) NE JANMA DIVAS MATE HARDIK ABHINANDAN AND KHUB KHUB ABHAR JANISAHEBNO KE JEO SATAT VARSHOTHI GUJARAT AND GUJARATI BHASHA MATE VADHU SARI RITE BOLI SHAKAY, SAMJI SHAKAY ANE NAVI BAL PEDHI MA VIKAS PAME TE MATE PRAYATNA KARI RAHYA CHHE. GUJARATI BHASHA NI AGATYATA JYARE BALAKO HOI ANE MOTA THATA HOI TYARE JANAY CHHE. GUJARATI BHASHA NI VIKAS SATHE SAYUNKTA KUTUMB NI BHAVNA PAN SATHE VIKAS PAMSHE ANE BALAKO SAYUNKTA KUTUMB MA RAHESHE TO GUJARATI BHSHA SATHE GUJARATI VATAVARAN TAIYAR THASHE. AMERICA, ENGLAND ANE BIJA DESHO MA RAHETA GUJARATIO GUJARATI VATAVARAN CHALU RAHE TE MATE JUDI JUDI SANSTHAO SATHE JODAY CHHE JEM KE SWADHYAY PARIVAR, SWAMINARAYAN SANSTHAN, JAIN SANGH, PATEL SAMAJ, VAGERE. AVI SANSTHO SATHE JODAINE GUJARATI SANSKRUTI CHALU RAKHVANO PRAYATNA KARE CHHE.
  GUGAM PAN EK EVI SANSTHA BANE KE JYA GUJARATIO BHEGA THAY ANE TEMNI NAVI PEDHI GUJARATI MA BOLE, SAMJE, VICHARE ANE BHASHA ANE SANSKRUTI NO KHUB VIKAS PAME.
  AME GUJARATMA RAHETA HATA TYARE GUJARATI BHASHA MATE VICHARTA NA HATA PARANTU AMERICA MA AVYA PACHHI TENI AGATYATA KHUBAJ SAMJAY CHHE ANE TENA VIKAS MATE JE KAIN KARVU HOI TE MATE KARVA TAIYAR CHHIE.
  GUGAM KHUBAJ SARAS RITE VIKAS PAME TEVI AMARA KUTUMBIJANONI SHUBHECHHA.

 51. સુરેશ જાની માર્ચ 6, 2010 પર 9:22 પી એમ(pm)

  એક બહુ જ જરૂરી સ્પષ્ટતા.
  ————————————
  ગુગમનો વિચાર હું લાવ્યો છું. એનું પોત અને એનો વ્યાપ એટલો મોટો બની શકે તેમ છે કે, એ મંચ બનાવવાની મારી તાકાત નથી. માત્ર તન. મન, ધનથી એની સેવા કરવા મન છે .
  ગુગમને ગુજરાતી પ્રજાએ જ પ્રસાવવાનું છે.
  આ વિચારની વાહ વાહ નથી ખપતી. એને ખમતીધર અને યોગ્ય નેતૃત્વની જરૂર છે. આ વિચાર સામ્પ્રત ગુજરાતી પ્રતિભાઓ સુધી પહોંચે. એમના મનમાં આ વાત વસે; એ માટે સૌ પ્રયત્ન કરે. દરેક બ્લોગર અને બ્લોગ વાચક પોતાના જાણીતા સાહિત્યકારો. શિક્ષણશાસ્ત્રીઓને આ માટે તૈયાર કરે … તો કામ બને

 52. atul ashvinkumar vyas માર્ચ 6, 2010 પર 10:31 પી એમ(pm)

  Sureshbhai

  Rome was not built in a day,good beginning is half done,

  As compared to last year daily I see many Gujarati Mails in mailbax this itself is an indication of love for Gujarati language.

  My Father and grand father had contributed significantly in Gujarati literature .To day in 2010 story ‘Danial’ written in 1941 in his book ‘Ketki na Pushpo’ appreciated by Dhumketu at that time seems approprite to to day’s society.

  Keep it up best luck.

  atul

  • સુરેશ જાની માર્ચ 7, 2010 પર 1:19 એ એમ (am)

   અતુલભાઈ
   તમારી વાતે કાકાની અને ઈ ન્દીરાકાકીની યાદ તાજી કરાવી દીધી. આંખે ઝળઝળીયાં આવી ગયાં. તે બન્નેનો સાહિત્યપ્રેમ સાચી ગુજરાતીતાનું પ્રતિક હતી.
   ગુજરાતીની એ ગરિમા ફરીથી સ્થાપિત કરવાના અભરખા છે.

 53. amar માર્ચ 7, 2010 પર 3:17 એ એમ (am)

  મારે ફક્ત એક જ પ્રશ્ન પૂછવો છે કે આપણે ગુજરાતી બ્લોગ જગત એવો શબ્દ શા માટે વાપરીએ છીઍ???? હીન્દી બ્લોગ જગતમાં જેમ चिट्ठाजगत શબ્દ વાપરવામાં આવે છે એવો કોઇ શબ્દ આપણે ગુજરાતીમાં ન ઉપયોગમાં લઇ શકીઍ????

  • સુરેશ જાની માર્ચ 7, 2010 પર 8:44 એ એમ (am)

   અંગ્રેજી તકનીકી શબ્દોનું ગુજરાતીકરણ કે સંસ્કૃતિકરણ કરીને બનાવેલી વિજ્ઞાનની , ગણિતની, ભૂગોળની ચોપડીઓ ભણી, વ્યવસાયમાં બીજા રાજ્યોના સાવ સામાન્ય યુવાનોને દોડમાં આગળ નીકળેલા જોઈ હતાશ બનેલી મારી પેઢીને આવા રૂપાંતરમાં સહેજ પણ રસ નથી.
   નવી પેઢીને તો બોસ! બિલકુલ નથી જ .
   ——-
   બીડીની દુકાને જઈ, બે ફૂંક મારવા ‘માચિસનું બાકસ’ માંગતા મજૂર સુધી માતૃભાષાની ગરિમા ઉજાગર કરવાની મારી આરજૂ છે. એમાં તમે ‘ ધબકાર’ પૂરો , એવી નમ્ર વિનંતી છે. ધબકાર જેવા, અખિલ સુતરીયાના માર્ગદર્શન જેવા પ્રયત્નો ફૂલે , ફાલે .. ગામે ગામ મહોરે ….. બસ એટલી જ તમન્ના છે.

 54. PATEL POPATBHAI માર્ચ 8, 2010 પર 1:37 એ એમ (am)

  Shree Jani Shaheb

  ” GUJARATI BHASH ”

  140 Abhipray maj Agalu Barnu Bandh Karyun. Have Mare Pachhli Bari mathi j
  Aavye J Chhutko ne !!!!

  GUJARATI Bhasha SAMRUDHDH To Chhe j 140 Abhivykti Ae ( Vadhare Malat ) Samrudhdhi Vadhari, Ke Nahin ?

  Aapna Jeva Pach-Pachchis Gujarati, Sanjog Vasat Gujarat Bahar Jay-Jashe,
  Jyan Jay Tyan ni Bhash Shivavi Bolvi
  Pade, Tyan ni Bahumati Vachche Rahi Kam Karvu Hoy TO…

  Chhatan Pan Be Gujarati O Maliye To Gujarati Man J Vahevar Kariae Chhiae.

  BACHAVVANU Chhe Gujarati SANSKAR-Ghar man Khava-Piva man, Raheni-Karni Man,Vyavhar -Vartan man
  Var-Tahevare, Prasango, Rit-Rivaj-Vastro
  Vaparva man. Ae J Rite Balkona Uchher Man.
  Shree Ramesh Patel na Kavya “KHUSHI”
  Dadi man Gavdave Garba, Dada Jodave Hath ne Bolave RAM-RAM !!!

  Mare To Malay – Chainiz Bhasha Sharu man GALO thi Shikhvi Padi Hati, Tame badh Angregi Vala Marathi Vadhare Nashibdar Nathi ?? Aam Chhatan Hun Jode Tamara Bhadha Jode GUJARATI
  Blog na Bankda Upar Dur to Dru Pan Betho Chhun Ne ????

  XXXXXXXXXXXXXXX

  ” SARTH ” Chhe ” PARTH”
  Rheshe J… ..

  ” BHAGVDO MANDAL”
  Kem Bhulay!!!

 55. PATEL POPATBHAI માર્ચ 8, 2010 પર 1:53 એ એમ (am)

  Mitro

  BHASH ” A ” Lakhvo Rahi Gayo Chhe “BHASHA ” Vanchava Vinanti .

 56. PATEL POPATBHAI માર્ચ 8, 2010 પર 1:58 એ એમ (am)

  Mitro

  Ghani Badhi Bhulo Chhe, Roman Lipi Favti Nathi. Aeni Aa Nishani Chhe.

  Arth Na Anarth Thava Sambhav Kharo.

 57. arvind adalja માર્ચ 8, 2010 પર 2:03 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ଒
  ત્રણ દિવસ થયા બહાર હતો છતાં, આપનો 5 માર્ચનો લેખ વાંચવા ખૂબ જ આતુર હતો, તેથી ઘેર પરત આવતા પહેલું કામ તે વાંચવાનું કર્યું. આપનું સુચન ગુજરાતી ગરિમા મંચ કે તેવી જ કોઈ નામ ધારી સંસ્થા કે તંત્ર સ્થાપવા સુચન કર્યું છે તે મારી દ્રષ્ટિએ ખૂબજ સમયસરનું છે કારણ કે થોડા દિવસો થયા સમ્રગ ગુજરાતમાં અને મોટે ભાગના વિદેશમાં વસેલા ગુજરાતીઓ આ વિષે એક યા બીજા પ્રકારની ચર્ચામાં વ્યસત થયા છે અને ભલે આ મુદે મત-મતાંતર ધરાવતા હોય પણ એક વાત નિશ્ચિત રીતે જોઈ શકાય છે કે જેઓએ આ વિષય ઉપર ગુજરાતીઓનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો છે તે 100% સફળ થયા છે. મને યાદ નથી કે ક્યારે ય આટલા વિષાળ ફલક ઉપર ગુજરાતી બચાવો/મહિમા કરો તેવી ચર્ચાઓ થઈ હોય્. શક્ય છે કે કોઈ નાના મોટા પ્રસંગે, ખૂણ્રે-ખાચરે ચર્ચાઓ મર્યાદિત જુથમાં થતી રહી હશે ! આ વિષે આપના સહિત સર્વશ્રી કિરણ ત્રિવેદી, ગુણવંત શાહ, મોહમ્મ્દ માંકડ, ઉર્વીશ કોઠારી અને અન્યો ને અભિનંદન ઘટે છે કે આપ સર્વેના વિધાયક પ્રયત્નોને કારણે સમગ્ર ગુજરાત સહિત વિશ્વસ્તરે ચર્ચામાં અનેક લોકો જોડાયા અને પોતાના મંતવ્યો બ્લોગ ઉપર અને અન્ય માધ્યમો દ્વારા રજૂ કરતા થયા !
  આપના સુચને મને અગાઉના સમયમાં જ્યારે હિન્દીનું પ્રાધાન્ય વધારવાના સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાયા હતા ત્યારે હિન્દીની પરીક્ષાઓ લેવામાં આવતી જેવી કે પ્રારંભિક, પ્રવેશ, પરિચય અને કોવિદ અને હિન્દુસ્તાની માટે પહલી, દૂસરી, તીસરી અને વિનિત હતી. લગભગ તેવું જ સુચન આપનું છે.
  સુરેશભાઈ આ માટે કોઈ તંત્ર સ્થાપવું પડે જેમાં સંનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, પ્રામાણિક, નિખાલસ અને પોતાના અંગત પૂર્વગ્રહો અને ગ્રંથિઓથી વેગળા, ઉપરાંત આ વિશિષ્ટ હેતુની પૂર્ણ સમજ અને તે માટે સમર્પિત અને પ્રતિબધ્ધ વ્યક્તિઓની અને સાથોસાથ રાજકારણીઓ/સત્તાધીશોથી જોજનો દૂર રહે તેવી વ્યકતિઓની શોધ કરવી રહી.
  આપે સુચવેલ પરીક્ષાઓ સૌ પ્રથમ શિક્ષકોએ પણ આપવાની રહે અને ગુજરાતી ભાષાની પ્રવીણતા પ્રાપ્ત કરી રહ્યા બાદ જ વિધ્યાર્થીઓને તૈયાર કરી પરીક્ષા લઈ શકાય. અને આ હેતુ માટે શાળાઓ કે અન્ય વ્યવસ્થા ઉભી કરવી પડે કે જ્યાં ગુજરાતી ભાષા સરસ રીતે શીખવવામાં આવતી હોય !
  આપના બ્લોગ ઉપર “ભાષાની ચિંતાની ચિંતા” ઉપરના લેખમાં મેં એક સુચન કરેલુ, કે આવી પ્રવૃતિ આરંભ કરવા માટે પ્રાયોગિક ધોરણે 2-3 શાળાઓ કોઈ પણ શહેરમાં, ઉપરાંત 3-4 તાલુકાના મથકોમાં શરુ કરવી જોઈએ અને આ શાળામાં અભ્યાસ/શિક્ષણ માટેનું માધ્યમ્ માતૃભાષા અર્થાત ગુજરાતી હોય, પરંતુ સાથો સાથ અંગ્રેજી પણ શીખવવામાં આવતું હોય ! શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતીની પ્રધાનતા સાથે અંગ્રેજી પણ પૂરતી ગંભીરતાથી શીખવવાની રહે જેથી આજના મોટા ભાગના ગુજરાતીઓમાં ઘર કરી ગયેલી માનસિકતા કે જો બાળક અંગ્રેજી નહિ શીખે તો ચાલી રહેલી સ્પર્ધામાં પાછળ રહી જશે તે દૂર કરવી જ રહી અને નહિ તો કોઈ પણ યોજનાની સફળતા પ્રશ્નાર્થ ઉભો કરશે.
  અગાઉ ઉપર લખ્યું તેવા ગુણો ધરાવતા શિક્ષકો અને સંચાલકોની શોધ કરવી અલબત્ત મુશ્કેલ જરૂર છે પણ અસંભવ નથી જ નથી. હા કદાચ શિક્ષકોને હાલમાં મળતા વેતનથી વધારે આપવું પડે તો તે માટે જ્યારે એક મીશન લઈ પ્રવૃતિ શરૂ કરી રહ્યા હોઈએ ત્યારે એટલી તૈયારી સંસ્થાએ દાખવવી પડે !
  સમગ્ર ગુજરાતીઓ ઉપર આ નવી શાળાઓના શિક્ષણ- શિસ્ત, વાતાવરણને પ્રભાવિત કરનારું બની રહેવું જોઈએ, કે જેથી બીજા શહેરો અને તાલુકાઓમાંથી આવી શાળાઓ ઉભી કરવા માંગણીઓ આવવા લાગે અથવા જૂની અસ્તિત્વ ધરાવતી શાળાઓની માંગ આ પ્રકારનું શિક્ષણ તેમની શાળાઓમાં શરૂ કરવા સ્પર્ધા થવી જોઈએ.
  આપણાં સૌનો અનુભવ છે, કે મીશનરી શાળાઓના શિસ્ત અને શિક્ષણ પ્રભાવિત કરનારા હોય છે અને જેથી મોટા ભાગના લોકો બાળકના પ્રવેશ માટે મોટી રકમ દાનમાં આપતા પણ અચકાતા નથી. ગુજરાતી માધ્યમની શાળાઓનું સ્તર/કક્ષા તેથી ઉપર ઉઠવી જ રહી અને તો જ તે સૌને પ્રભાવિત કરી પ્રવેશ માટે આકર્ષી શકવા સમર્થ બનશે ! મારા મતે શિક્ષકો અને વિધ્યાર્થીઓ મેળવવા તે પાયાની અને મૂળભુત વાત ગણાય જો તે જ પૂરતી સંખ્યામાં ના મળે તો તમામ પ્રયાસો નિષ્ફળ જવાની સંભાવના રહે !
  આપણે સૌ યોજનાઓ તો વિચારીએ/બનાવતા રહીએ પણ સો વાતની એક વાત સૌ પ્રથમ આવા મીશનરી સ્પિરિટ વાળા અને, સર્વોચ્ચ સ્થાને બેસાડી શકાય તેવા, મૂલ્યનિષ્ઠ, પ્રમાણિક, નિખાલસ હેતુ/ધ્યેય પ્રત્યે સમર્પિત અને પ્રતિબધ્ધ વ્યક્તિઓ શોધવા કયા પ્રકારની કસરત કરવી તે મારી દ્રષ્ટિએ યક્ષ પ્રશ્ન બની રહે છે. આપે આ હેતુ/ધ્યેય સિધ્ધ કરવા એક લાખ રૂપિયા જેટલી રકમ ફાળવવાની જાહેરાત કરી તે આપની આ માટેની પ્રતિબધ્ધતા અને ગંભીરતા સ્પષ્ટ રીતે સાબિત કરે છે. અને તે માટે, આપને ખૂબ ખૂબ ધન્યવાદ ! હંુ આપના મત સાથે 100% સહમત છું કે આ કોઈ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી. આ હિમાલય જેવું જબર જસ્ત અને ભગીરથ કામ હોવા છતાં, માત્ર નાણાંને કારણે આ કાર્ય ક્યારે ય અટકશે નહિ તેવી મને શ્રધ્ધા ગરવા ગુજરાતીઓમાં છે. અત્રે યાદ આપું તો અસ્થાને નહિ ગણાય આપના બ્લોગ ઉપર આવી શાળાઓ શરૂ કરવા માટે મે મારાં એક માસના પેંશન જેટલી અર્થાત રૂપિયા 12000/– બાર હજાર ફાળવવાની તૈયારી બતાવેલી જે અહિ ફરીને દોહરાવું છું. આ સાથે મારા પ્રતિભાવના પ્રત્યુત્તરમાં મુ.વ્ શ્રી દયાશંકર જોષીએ પણ 12001/- બાર હજાર એક ડોલર ફાળવવાની તૈયારી બતાવેલ્. ટૂંકમા નાણાંની અછત આ સુંદર પ્રવૃતિને આગળ વધતી કે દિવસો દિવસ વિકાસ કરતી નહિ અટકાવી શકે કે કોઈ અવરોધ નહિ આવે તેવો મને વિશ્વાસ છે.અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

 58. arvind adalja માર્ચ 8, 2010 પર 11:42 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ
  ઉપરોકત પ્રતિભાવની સાથે જ મારાં થોડા વધારે વિચારો અહિં રજૂ કરું છું આશા છે કે આપને પસંદ પડશે.
  સ-સ્નેહ
  અરવિંદ

  આ ઉપરાંત આપે જે સામાન્ય વ્યક્તિ ગુજરાતી વાર્તા કે કવિતા કે કોઈ અન્ય વિષય ઉપર લેખો લખે તો તેવાઓને પારિતોષિક આપવા વગેરે ચોક્કસ પણે ઉમદા વિચાર છે. ઉપરાંત અનેક અંગ્રેજી શબ્દો અને અન્ય ભાષાના શબ્દો આપણી ભાષામાં રોજ બરોજ વપરાતા થઈ ગયા છે તેવા તમામ શબ્દોનો ઉદારતાથી ગુજરાતી શબ્દ કોશમાં સમાવેશ કરવો રહ્યો. અનેક ટેકનીકલ, એંજીનીયરીંગ, મેડીકલ, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, સ્પેસટેક્નોલોજી, ઓટોમોબાઈલ, ઈજનેરી, ન્યુક્લીયર, યુધ્ધશાસ્ત્ર, મરીન, જનીન વિજ્ઞાન વગેરે ના શબ્દોના પર્યાય ગુજરાતીમાં પ્રાપ્ત નથી તો તેવા શબ્દોને પણ ગુજરાતી ભાષામાં જેમની તેમ સમાવી લેવા રહે ! ગુજરાતીમાં અનેક વિષયના સંદર્ભ ગ્રંથો પણ મળતા નથી. મને યાદ છે અમે કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે ગુજરાત યુનિવર્સિટિએ અર્થશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, લોજીક, ફીલોસોફી, મનોવિજ્ઞાન ઉપરાંત કાયદાના પુસ્તકો મેડીકલના અને બીજી ફેકલ્ટીના પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવા તે સમયના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રોફેસરોને આ વિશિષ્ટ કામગીરી સોંપેલી અને ઘણાં વિષયના પુસ્તકો ઉપલબ્ધ બનાવેલા. બાદ કોઈ અકળ કારણોસર આ પ્રવૃતિ કાં તો ધેમી પડી ગઈ અથવા સદંતર બંધ થઈ ગઈ જે પુનઃ ચાલુ કરવાની રહે અને માત્ર અંગ્રેજી પુસ્તકોના જ અનુવાદ પુરતી મર્યાદિત નહિ રાખતા અન્ય ભાષા જેવી કે ફ્રેંચ, રશિયન, જર્મની, સ્પેનીશ અને હવે તો ચાઈનીશ વગેરે ભાષાના પુસ્તકોના અનુવાદ કરવાના રહે કે જેથી ગુજરાતના બાળકોને સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ છેલ્લામાં છેલ્લા પુસ્તકો સંદર્ભ માટે મળી રહે ! જેથી ગુજરાતી માધ્યમ રાખતા કોઈ પણ બાળક હિચકિચાટ ના અનુભવે અને પોતાનામાં રહેલી ટેલંટ બહાર લાવી શકવા સમર્થ બને !
  જુદા જુદા .દેશોમાંથી જ્ઞાન મેળવતા આપણી ભાષા વધુ સમૃધ્ધ બનતી રહેશે અને તેનું બળ અને ગુણવત્તા પણ વધતી રેહેશે. પરાવલંબી નહિ પણ પરસ્પર આધાર રાખવો તે આજના સમયની માંગ છે. સર્જનાત્મકતા, પ્રત્યાયન, અને સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે માટે માતૃભાષા આવશ્યક છે. ખરેખર તો દેશ-વિદેશની વિધ્યા/જ્ઞાનને માતૃભાષામાં સમાવવાના પ્રયત્નો ગંભીરતા પૂર્વક અને એક પ્રતિબધ્ધ્તા અર્થાત એક ધ્યેય( commitment ) તરીકે સ્વીકારવું જોઈએ. આ બાબતનો અભાવ જ માતૃભાષાને બદ્લે અંગ્રેજી માધ્યમ સ્વીકારવાની કદાચ મા-બાપો બાળકોને ફરજ પાડી રહ્યા છે એટલું જ નહિ પરંતુ ગુજરાતીઓ લઘુતાગ્રંથી પણ આથી જ અનુભવી રહ્યા હોય તેવો સંભવ છે.

 59. સુરેશ જાની માર્ચ 9, 2010 પર 8:30 એ એમ (am)

  અરવિંદભાઈ,
  તમારી ભાવનાને સો સલામ . પણ, સામાન્ય માણસ માટે સૌથી અગત્યની વાત છે – જીવન સંઘર્ષ. કોઈ ભાષાપ્રેમ આ માટે ચાલવાનો નથી.
  આઝાદી પછી આવેલા ગુજરાતીકરણના માઠાં ફળ આપણી પેઢીએ, બહુ કડવી રીતે ભોગવેલાં છે.
  બંગાળી કે મદ્રાસી લોકોને પોતાની ભાષા માટે પ્રેમ છે જ. એમાં શિક્ષણનું માધ્યમ બાધારૂપ નથી.
  આથી ગુજરાતી ગરિમાનો વ્યાપ સાંસ્કૃતિક અને ઘર અને સમાજના સામાન્ય વ્યવહારમાં ઊજાગર થાય , તે જ ગુગમનો ધ્યેય હોવો જોઈએ.
  એ સિવાયની બધી ચેષ્ઠાઓ અવ્યવહારૂ અને ઝનુની નિવડ્શે, એમ મારું માનવું છે.

 60. PATEL POPATBHAI માર્ચ 9, 2010 પર 8:31 પી એમ(pm)

  Mananiya Shree Adalja Saheb

  Shree Jani Saheb Ane Bija Badhana Blog Upar Sauna ABHIPRAYO Sathe Tamara Abhiprayo pan Vanchto Houn Chhu.
  96 Taka Kyarek 99 Taka Tamari Sathe Sahmat Hovn Chhun. Aaje 100 Taka Sahmat Chhu,

  ” Koi Pan Bhasa na Saran Pustko (Gnan/Vidya ) na Gujarati Anuvad Jethi Aapna Balako Vishva- Gnanthi Vanchit na Rahe. ” Biji Sanskrutio man Pan Ghani Babato Shikhva Yogya Hoy Chhe. Tamara Mul Bhav Sathe Sampurna Sahamat.

  ” Vishva-Manav ” Banva Gujarati Panu Sachavava Sathe Vishvaman Kain Pan Nau-Junu Saru hoy Te Sahaj Svikartan Pan Shikhvu Rahyun.

  Pardeshman Vasta Balako Tyan na Madhyam man Bhanvu Rahyun. Aapni Gujarati Bhasha,Rit-Rivaj Shikhavavni Javadari,Kutumboni Ane Gujarati SAMAJ ni Chhe.

  ” GUGAM ” Ghani Madadrup Thashe J.

  XXXXXXXXXXXXXX

  Bhai Shri Vijaybhai
  Banne Lekh Badal Aabhar. R.K. Daraiya
  Jode Koi Sambandh Kharo Ke ???

 61. Bakula Parikh માર્ચ 11, 2010 પર 12:06 એ એમ (am)

  I am happy to know that you have taken initiative to not only to save Gujarati language but to bring Gujarati language in its best form to all the gujaratis staying around the world. It was not that gujaratis left their land to go and settle to far places by choice but it was the vast opportunitis took them there and as the time passed they settled their and the next generation grew up in a different culture. Their education and brought up was in a different culture and language and they thought /dreamt in a different language. The time passed and the values of original cultue and language was forgotten. I know people staying away from home crave not only for gujarati food but also for books and music.
  They shop for traditional items for decorating their house to give a gujarati look. The young generation who is brought up and educated in other parts if the world are first required to study the language to understand the richness of our languare in a different way we learn here. Moreover they don’t have time and patience hence lets develop some course – specially in the primary stage they understand language and start using it on their own instead of complusion that you have to speak gujarati.. like our English medium school do that students have to speak in English only and then they speak all rotten english and the beauty of languate is gone.
  I appretiate the initiate and wish you sucees in your efforts and am willing to be a part of your activities

 62. Shivani માર્ચ 11, 2010 પર 12:35 એ એમ (am)

  I’m proud to be gujarati so if i can do anything for gujarati it will be my duty as i gujarati as a single person if i can do anything plz giude me i’m ready to do my duty

 63. vallabh bhakta માર્ચ 11, 2010 પર 1:12 એ એમ (am)

  સુરેશભાઇ
  આપના વિચારો માટે અભિનદન
  આશા રાખુ છુ કે સૌ પ્રતિભાવો આપનાર વ્યક્તિઅઓ બસ આટલુ કરે તો પણ ઘણુ છે
  આનદપરાના શબ્દો ફેરવિને કહુ કે
  ચાલો સાથે મળી ગુજરાતિના વારસ બની જઇએ
  શરત બસ એટલી કે સૌ આપણે ગુજરાતીમા વાતો કરીએ વલ્લભ ભક્ત

 64. શૈલ્ય શાહ માર્ચ 11, 2010 પર 2:08 એ એમ (am)

  મિત્રો આપ સૌ ના પ્રતિભાવો વાંચી ને ખુબ જ આનંદ થાય છે કે હજુ આપણામાંથી ગુજરાતીપણું મરી નથી પરવાર્યું.
  આપ સૌ ને “ધબકાર ” માં જોડવા નિમંત્રણ છે.
  જે કોઈ મિત્રો અમદાવાદમાં રહેતા હોય તેમને માટે ખુશખબર એ છે કે તેઓ “ધબકાર” નાં કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકશે અને આપણી ભાષાની ગરિમા જાળવવાનું જે ભગીરથ કાર્ય અમે શરુ કર્યું છે તેમાં પણ આપ સહભાગી હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકશે
  તે માટે આને dhabkar . com પર જઈને એક પરિચય પત્ર ભરવાનું છે.
  આપ પરિચય પત્ર ભરી ને submit કરશો એટલે આપનું નામ અમારા databse માં આવી જશે અને ધબકારની બધી પ્રવૃતિની માહિતી આપને મળતી રહેશે, અથવાતો આપનું નામ , સરનામું અને સંપર્ક ફોન નંબર (mobile ) dhabkar @ gmail .com પર email કરી દેશો તો પણ ચાલશે. .
  “ધબકાર” માં જોડવા માટે કોઈ જ પ્રકારની ફી રાખવામાં નથી આવી.
  આભાર ,
  શૈલ્ય શાહ

  • સુરેશ જાની માર્ચ 11, 2010 પર 5:08 એ એમ (am)

   પ્રિય શૈલ્ય ભાઈ,
   ‘ ધબકાર’ ના વ્યવસ્થાપક મંડળ માટે એક સૂચન –
   ધબકારનો વ્યાપ ‘ ગુગમ’ ની કલ્પના સાકાર કરવા વધારી શકાય? ગુગમ માટેની મારી પરિકલ્પના તમે સૌ ચર્ચો અને આ શક્યતા ચકાસી જુઓ. જો આમ થશે , તો મને બહૂ જ આનંદ થશે . કારણકે. મારો એ વિશ્વાસ છે કે, ‘ ગુગમ’ ને ધબકાર જેવી સંસ્થાઓ જ મૂર્તિમંત કરી શકશે.
   મારા તરફથી તન,મન , ધનનો પૂરો સહકાર મળવાની ખાતરી રાખજો.

 65. નિમિષા શર્મા માર્ચ 11, 2010 પર 10:14 એ એમ (am)

  દાદાશ્રી ખરેખર ખુબ જ સારો વિચાર..

 66. dhavalrajgeera માર્ચ 11, 2010 પર 12:07 પી એમ(pm)

  Dear Bhai Suresh and પ્રિય શૈલ્ય ભાઈ,

  ધબકારનો વ્યાપ ‘ ગુગમ’ ની કલ્પના સાકાર કરવા વધારી શકાય.
  ગુગમ માટેની કલ્પના તમે સૌ ચર્ચો અને આ શક્યતા ચકાસી જુઓ.
  જો આમ થશે , તો બહૂ જ આનંદ થશે .
  Rajendra Trivedi

  http://www.bpaindia.org

 67. શૈલ્ય શાહ માર્ચ 11, 2010 પર 12:58 પી એમ(pm)

  પૂજ્ય સુરેશદાદ અને રાજેન્દ્રકાકા,

  ધબકારનો વ્યાપ ‘ ગુગમ’ ની કલ્પના સાકાર કરવા ચોક્કસ વધારી શકાય. “ધબકાર” આ પ્રવૃત્તિ માટે હંમેશા તૈયાર છે.

  આ દિશા નો એક પ્રયત્ન હમણાં જ અમે કર્યો હતો . “ધબકાર” ની ગાંધીનગર શાખા દ્વારા ત્યાંની એક કોલેજ માં ગુજરાતી સુગમ સંગીત ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીને નવાઈ લાગશે કે આખો હોલ ખીચો ખીચ ભરેલો હતો. અને લગભગ ૨૦ – ૨૫ જેટલા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ એ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ભાંગફોડિયા સંગીત ના સમયમાં યુવા દર્શકો ને ગુજરાતી ગીત ગુન- ગુનાવતા સંભાળવા એ પણ એક લહાવો હતો.

  જો આ દીશામાં વધુ પ્રયત્નો કરીએ તો ચોક્કસ નક્કર પરિણામ મળી શકે એમ છે.

  શૈલ્ય શાહ

  • સુરેશ જાની માર્ચ 11, 2010 પર 4:02 પી એમ(pm)

   મારી પોતાની સાહિત્યયાત્રાની શરુઆત ક્યાંથી થઈ?
   ડલાસમાં સોલી કાપડીયાના ગીતોના કાર્યક્રમથી !!
   તમે એકદમ સાચા રસ્તે છો.
   હવે કવિતા/ વાર્તા/ નિબંધ હરિફાઈઓ શરુ કરો. મારા તરફથી પહેલા વર્ષ માટે 12,000 રૂ. ઈનામ જાહેર કરું છું = દરેક વિભાગમાં 4,000 /-
   સાહિત્યકારોને વિનામૂલ્યે નિર્ણાયક થવા કબૂલાવો- મા ગુર્જરીની સેવામાં ..

 68. sneha માર્ચ 13, 2010 પર 7:58 એ એમ (am)

  સુરેશદાદા.આમ તો બંનેની મંઝિલ એક જ છે..ગુજરાતીભાષા..માતૃભાષા પ્રત્યેનો પ્રેમ..તો મને લાગે છે કે જો ગુગમ અને ધબકાર સાથે રહે,અને આવા બીજા લોકો પણ જોડાય તો સાચે એક નવો ચીલો પાડી શકાય.આ પ્રયોગ સફળ રહે એવી પ્રભુ-પ્રાર્થના.

  • સુરેશ જાની માર્ચ 13, 2010 પર 8:44 એ એમ (am)

   ‘ ગુગમ’ એ કલ્પના છે – કોઈ સંસ્થાનું નામ નથી. મારા જેવા અમેરિકામાં રહ્યે રહ્યે આવી પ્રવેત્તિઓને ટેકો , સહકાર , નાણાંકીય મદદ પૂ રી પાડી શકીએ.
   ભાષાપ્રેમ વિકસાવવા ગીત/ સંગીત જરૂર પહેલાં પગથીયાં છે; પણ સામાન્ય લોકોને ગુજરાતીમાં લખતા કરી શકીએ, તો સામાન્ય માણસ પણ ભાષાનું ગૌરવ કરતો થાય, બધા થોડા જ ગાઈ શકે છે ; પણ પોતાના વિચારો તો વ્યક્ત કરી શકે ને?
   જે મહાન ક્રાન્તિ બ્લોગોએ આણી છે; તે જન સમુદાય સૂધી લઈ જઈએ, તો ગુજરાતી ગરિમા પોરસાય ; એમ હું માનું છું.
   ધવકાર આવો પણ એક પ્રયત્ન કરે તો?

 69. sneha માર્ચ 13, 2010 પર 8:06 એ એમ (am)

  ઉપર શૈલ્યભાઈએ જે હરિફાઈની વાત કરી એ મં પણ માણેલી.તમે માની ના શકો એટલી હદના સુંદર મજાના અલગ અલગ અવાજો અમને ત્યાં સાંભળવા મળ્યા.ધબકારના આ પ્રયત્નોથી એમાંથી એક પણ જણ જો હીરાની જેમ ચમકીને બહાર આવે તો પણ ભયો ભયો.ગુજરાતી સંગીત જો આમ જ લોક-જીભે ગવાતું રહે એનાથી વધુ સુંદર શું હોઈ શકે?હજુ આજે પણ ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં” કે”તારી આંખનો અફીણી” કે ” માડી તારું કંકું ખર્યુ” જેવા ગીતો લોકોના એટ્લાં જ માનીતા છે.બસ આપણે હવે એવા વધુ ને વધુ ગીતો લખીને સંગીતબધ્ધ કરીને લોકોને પીરસવાના રહ્યાં.

 70. mihir parikh માર્ચ 14, 2010 પર 4:23 એ એમ (am)

  gr8. keep it up, the idea is to promote & survive the matrubhasha.
  sorry, cant type in gujarati
  I am proud to be a gujarati
  I offer my services by tan, man and dhan
  regards

 71. "માનવ" માર્ચ 14, 2010 પર 5:02 એ એમ (am)

  ગુજરાતી ગરિમા મંચ

  ગુરાતીઓના વિચારોનું વંટોળ….

  વાહ !

  ખુબ જ સરસ છે.

  “માનવ”

 72. pragnaju માર્ચ 14, 2010 પર 1:09 પી એમ(pm)

  ખુબ સરસ

  અભિનંદન

 73. Gulabbhai&Ushaben Jani માર્ચ 15, 2010 પર 10:14 એ એમ (am)

  Dear Sureshbhai,
  I regularly read your article etc.Congratulations for launching GUGAM. We are running Sister Nivedita Educational Complex,in Rajkot since 1968.We both were Professor of Economics at Collegebut Inspired by Swami Atmasthanand,President of Ramkrishna Mission we have resigned from that post and started a small School .Now it is a prominent institution of

  gujarat.We have gujarati medium and yet we got the Best of Gujarat Award from Government of Gujarat.We are trying our best to nurture Gujarati laguage.We have a special program named Sister Nivedita School on Wheels,serving 18000 students of rural area covering three district,Rajkot,Suredranagar and Jamnagar.
  Your effort to pramote Gujarati language is praiseworthy.
  Congratulations again for your effort.

 74. Arpan Bhatt માર્ચ 17, 2010 પર 2:26 એ એમ (am)

  Respected Sureshbhai,
  Kindly accept our heartiest greetings on your very pecial birthday.
  May God showers his choiciest blessings on you.

  Arpan & Parivaar

 75. nilam doshi માર્ચ 19, 2010 પર 5:27 એ એમ (am)

  આપને આ અંગે અલગ મે ઇલ કરેલ છે. આપની ભાવનાને સલામ સાથે..

 76. Pinki માર્ચ 25, 2010 પર 8:49 એ એમ (am)

  Waah… ! khub saras vichar !

  and belated Happy Birthday !!

 77. Kapil Dave માર્ચ 25, 2010 પર 12:11 પી એમ(pm)

  wah wah

  tamara vicharo ne lakho salam

  are…..!!!!!!! jannm divas ni khub khub chubhechha

  khubaj saras vichar che

 78. Kapil Dave માર્ચ 25, 2010 પર 12:27 પી એમ(pm)

  hu ghana samay pachi blog ni duniyama hajri aapva aavyo chu ane aavyo ke tarat tamari aa jaherat joy ne ghano aanand thayo che……

  tamara vicharo ne lakho salaam

 79. dhavalrajgeera માર્ચ 28, 2010 પર 7:36 પી એમ(pm)

  સુરેશ જાની ‘ ગુગમ’ એ કલ્પના છે – કોઈ સંસ્થાનું નામ નથી. ભાષાપ્રેમ વિકસાવવા ગીત, સંગીત જરૂર પહેલાં પગથીયાં છે; પણ સામાન્ય લોકોને ગુજરાતીમાં લખતા કરી શકીએ, તો સામાન્ય માણસ પણ ભાષાનું ગૌરવ કરતો થાય,.
  બધા થોડા જ ગાઈ શકે છે ? પણ પોતાના વિચારો તો વ્યક્ત કરી શકે ને!
  જે મહાન ક્રાન્તિ બ્લોગોએ આણી છે; તે જન સમુદાય સૂધી લઈ જઈએ, તો ગુજરાતી ગરિમા પોસાય.
  ધબકારનો વ્યાપ ‘ ગુગમ’ ની કલ્પના સાકાર કરવા વધારી શકાય.
  ગુગમ માટેની કલ્પના તમે સૌ ચર્ચો અને આ શક્યતા ચકાસી જુઓ.
  જો આમ થશે , તો બહૂ જ આનંદ થશે .
  ચર્ચા ઘણી લાંબી ચાલી. આશા રાખીએ કે ભાષાની સેવા પણ લાંબા કાળ સુધી ચાલુ રહે!

  RAJENDRA TRIVEDI, M.D.
  http://WWW.BPAINDIA.ORG

 80. pragnajuvyas એપ્રિલ 1, 2010 પર 7:58 એ એમ (am)

  જન્મદિન મુબારક
  શુભ વિચાર મુબારક
  વિચાર પરિણામ લક્ષી બને માટે

  ઉતાવળ રાખવી પડશે

 81. hemant doshi એપ્રિલ 2, 2010 પર 9:17 એ એમ (am)

  it real good. keep it up.
  hemant doshi.

 82. સુરેશ જાની એપ્રિલ 28, 2011 પર 8:01 એ એમ (am)

  ગુગમ ..નો એક પ્રશંસનીય કાર્યક્રમ . યોજનારાઓને હરખની અંગત વધામણી
  ———————-

  એપ્રિલ 27, 2011

  મહોદયશ્રી,

  સાદર પ્રણામ.

  આપણા રાષ્ટ્રીય શાયર, સમર્થ સાહિત્યકાર તેમ જ સુખ્યાત સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીના જીવનમાં 28 એપ્રિલ 1930નો દિવસ ઘણો મહત્ત્વનો હતો. ધંધુકાની ભરી અદાલતમાં, મૅજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને, મેઘાણીએ દેશભક્તિનાં 15 શૌર્યગીતોના પોતાના સંગ્રહ ‘સિંધુડો’માંથી `હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ (`છેલ્લી પ્રાર્થના’) ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત મેદની તથા મૅજિસ્ટ્રેટ સહિત સહુની આંખો આંસુભીની થઈ. મેઘાણીને 2 વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રખાયા.

  આ ઘટનાની તે વખતનાં સ્વાતંત્ર્ય-સંગ્રામ પર ભારે મોટી અસર પડી હતી. મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમના આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટીશ સરકાર પણ ચોંકી ગઈ હતી.

  `સ્વર્ણિમ ગુજરાત’ અંતર્ગત આગામી 28 એપ્રિલ 2011 ને ગુરુવારે ઝવેરચંદ મેઘાણીની `શૌર્યભૂમિ’ – ધંધુકા ખાતે આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ પ્રસંગના એક્યાશીમા પર્વે ગુજરાત સરકાર દ્વારા નીચે દર્શાવેલ વિવિધ કાર્યક્ર્મોનું આયોજન થઈ રહ્યું છે.

  (1) ફાટક પાસે આવેલ જિલ્લા પંચાયતનું હાલનું રેસ્ટ-હાઉસ જે ત્યારે ‘ડાક બંગલા’ તરીકે ઓળખાતું અને જેમાં વિશેષ અદાલત ઊભી કરાઈ હતી, તે ઐતિહાસિક સ્થળે આ પ્રસંગને નિરૂપતા કાયમી પ્રદર્શનનું લોકાર્પણ. આ પ્રાંગણમાં આજે પણ અડીખમ ઊભેલ જે ઐતિહાસિક લીંબડા નીચે બેસીને તે વખતના મૅજિસ્ટ્રેટ ઇસાણીએ બે વર્ષની સજા ફરમાવતા ચુકાદાની ટાઈપ થયેલી નકલ મેઘાણીને આપી હતી તેને પણ કાયમી સ્મૃતિ તરીકે જળવાશે.

  (2) મૂળ આવૃત્તિનાં 15 ગીતોમાં વધુ 11 શૌર્ય, સ્વાતંત્ર્ય-સંગ્રામનાં તેમ જ ગાંધી ગીતો ઉમેરાઈને એક્યાશીમા પર્વે પ્રગટ થતા ‘સિંધુડો’ની સંવર્ધિત આવૃતિનું વિમોચન..

  (3) ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત પદો-લોકગીતો-ભજનોની રસપૂર્ણ રજૂઆત : મેઘાણી વંદના

  તારીખ અને સમય : 28 એપ્રિલ 2011 (ગુરુવાર), રાત્રે 8.30 વાગે
  સ્થળ : મહાત્મા જીનની સામે, કોલેજ રોડ, ધંધુકા
  કલાકારો : પદ્મશ્રી દિવાળીબેન ભીલ, અભેસિંહ રાઠોડ, મીનાબેન પટેલ અને ઉદયબાપુ
  `અભિનય સમ્રાટ’ પદ્મશ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આ ઐતિહાસિક પ્રસંગનું રસદર્શન કરાવશે.

  શ્રી દિલિપભાઇ સંઘાણી (મંત્રી – કૃષિ, પશુપાલન, મત્‍સ્‍ય, ગૌપાલન, જેલ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો), શ્રી પ્રેદીપસિંહ જાડેજા (રાજ્ય મંત્રી – કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો), શ્રી ઈશ્વરસિંહ પટેલ (રાજ્ય મંત્રી – સહકાર, રમત-ગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ) , શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (ઉપાધ્યક્ષશ્રી – આયોજન પંચ) , શ્રી આઈ. કે. જાડેજા (કાર્યવાહક અધ્યક્ષશ્રી – `સ્વર્ણિમ ગુજરાત’) , શ્રી પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદ – રાજ્યસભા) , બાબુભાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય – દસ્કોઈ) , શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી (ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડનાં ચેરમેન), શ્રી વી. એસ. ગઢવી IAS (GMDCનાં MD) , શ્રી જયાબેન શાહ (ગાંધીવાદી અને પૂર્વ-સાંસદ) , શ્રી ભરતભાઈ પંડ્યા (પૂર્વ ધારાસભ્યશ્રી) , શ્રી પી. કે. લહેરી retd. IAS (પૂર્વ મુખ્ય સચિવ) આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.

  આ પ્રસંગે પધારવા આપને ખાસ ભાવભર્યુ આમંત્રણ છે.

  આપ કુશળ.

  પિનાકી નાનકભાઈ મેઘાણી
  [ ઝવેરચંદ મેઘાણીનો પૌત્ર]

  PINAKI MEGHANI

 83. Chirag એપ્રિલ 28, 2011 પર 9:19 એ એમ (am)

  ॥ ગુજરાતી ગરિમા મંચ ॥ અભીનંદન. || ઝવેરચંદ મેઘાણી || અભીનંદન.

 84. Pingback: ગુગમ- એક શક્યતા (via ગદ્યસુર) | vishalua

 85. Pingback: ‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૧ , મારો પ્રતિભાવ « ગદ્યસુર

 86. Pingback: ‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૨; મારો પ્રતિભાવ « ગદ્યસુર

 87. Pingback: માતૃભાષા અભિયાન – એક સરસ શરૂઆત | ગુજરાતી પ્રતિભા પરિચય

 88. Pingback: માતૃભાષા અભિયાન – એક સરસ શરૂઆત | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: