સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – સરીતા : ભાગ – 3

ભાગ -1    :       ભાગ -2  

     અને મારા મુળમાં જવાના એ લક્ષ્યની પ્રાપ્તી માટે હું પ્રયાણ આદરું છું. પણ હવે ક્યાં હું પાછી વળી શકું તેમ જ છું? મારી નીયતી મને વધુ ને વધુ નીચે લઈ જઈ રહી છે. મારો જીવનપથ એટલે – સતત વીનીપાત, સતત અધોગમન.

   અને મારા જેવા જ અનુભવવાળી બીજી લોકમાતાઓ, આ જીવનપથમાં મને સાથ આપવા દોડતી આવીને મળે છે. અમે સુખ દુખની વાતો કરીને એકબીજામાં મળી જઈએ છીએ; એકરુપ બની જઈએ છીએ.

   પણ પાછા ફરવાનું મારા નસીબમાં ક્યાં છે? હું ફરી ઝરણાં નથી થઈ શકતી. પ્રસવકાળની નજીક આવી પહોંચેલી નારીની જેમ મારો પટ હવે વીશાળ બની ગયો છે. મારી ગતી હવે સાવ મંથર બની ગઈ છે. મારામાં ભળેલાં બધાં તત્વો હવે છુટાં પડતાં જાય છે. પ્રસવતાં જાય છે. બધો કાદવ, બધી મલીનતા, નીચે ને નીચે બેસતાં જાય છે. અને એ નીચે કેલાયેલો પંક મારા પટને છીન્ન-વીચ્છીન્ન કરી નાંખે છે. હું અનેક ફાંટાંઓમાં વહેંચાઈ જાઉં છું. સદ્યપ્રસુતાના ચીમળાયેલા પેટની જેમ.

   અને મારા એ ત્રીકોણીય પ્રદેશમાં સૌથી વધુ હરીયાળી મહાલે છે. એ ફળદ્રુપ પ્રદેશ મારી સૌથી મોટી દેણ બની રહે છે. મારો ફરીથી નીર્મળ બનેલો દેહ ગજગતીએ આ નવા ભવીતવ્યને અનુભવવા આગળ વધે છે – આગળ ને આગળ – જ્યાં ચરણ અટકે ત્યાં સુધી.

   અને એક નવો જ રવ, એક નુતન નીનાદ, હળુ હળુ, જાગતો જાય છે. કદી ન નીહાળ્યો હોય તેવો, એક પ્રચંડ જળરાશી દુરથી પોતાનો નજારો ખડો કરે છે. અને એ અગાધ અને ઘુઘવાટ કરતા દરીયાને જોઈ હું ડરી જાઉં છું. આટલી બધી સરીતાઓ? આટલું બધું પાણી? આ જ મારો સ્રોત? આની જ હું દીકરી? કે પછી ઓલ્યા આભને અડતા ગીરીવરની? કે પછી આ મારો કંથ, મારો સ્વામી? મારી મતી મુંઝાઈ જાય છે. આ અસમંજસમાં હું સાવ તર્કહીન, વીચારવીહીન બની જાઉં છું.

   અને એ વીચારશુન્યતામાં આંધળુકીયાં કરીને, મારા આ નવા ભવીતવ્યને, શરણાગતીની ભાવનાથી હું સ્વીકારી લઉં છું. મારા સમગ્ર હોવાપણાને સમેટી લઈને હું એ મહોદધીમાં સમાઈ જાઉં છું; એની સાથે એકાકાર બની જાઉં છું. એના તરંગે તરંગમાં, એનાં ઉછળતાં મોજાંઓમાં, ઐક્યના એ પરમ આનંદની ત્રુપ્તીની ભાવસમાધીમાં હું લીન બની જાઉં છું.

   એના ઉછાળે ઉછાળે મારું સમગ્ર હોવાપણું ઓગળી જાય છે. એ હું છું કે, હું એ છે? કશો દ્વૈત હવે સંભવીત જ નથી. બધું એકાકાર. અગણીત કણોમાંનો પ્રત્યેક કણ, અનંત નાદબ્રહ્મ અને અવીરત રાસમાં રમમાણ બની જાય છે – અનંતનો રાસ – યુગથી ચાલી આવતો રાસ. પ્રચંડ ઘુઘવાટ. હીલ્લોળે હીલ્લોળા.

કેવળ આનંદ,
કેવળ ચૈતન્ય,
કેવળ સત્ય.
કેવળ પરબ્રહ્મ.
 

    અને ત્યાં જ એક પુરાતન સ્મૃતી જાગ્રુત થાય છે. મારા જન્મની વેળાની સ્મૃતી. હું તો આ ઉદધીમાંથી ઉભરી આવેલું એક બીંદુ માત્ર તો હતી. એક સાવ નાનકડું બીંદુ. ક્યાં એ અકળ-જળ- રાશી અને ક્યાં હું?

રેલાઈ આવતી છો ને, બધી ખારાશ પૃથ્વીની,
ઉદધિને ઉરથી ઊઠશે,મીઠી કો’ એક વાદળી.

    મહાકાળનો તોફાની વાયરો મને ક્યાંનો ક્યાં ખેંચી ગયો? મેઘમલ્હારનો એક પ્રચંડ કડાકો; તડીતની તોળાયેલી તાતી તલવાર, અને મારો પ્રસવ એ ગીરીવરની એ ટોચ ઉપર.

   ફરી જન્મ, ફરી મૃત્યુ. ફરી એ જ બધી ઘટમાળ. સતત ચાલતો આ જીવનનો ચરખો; અને તેમાં ઘડાતાં, વીકસતાં, પીસાતાં, આથડતાં, પ્રસવતાં અનેક જીવન.

    હું કોણ? બીંદુ? વાદળ? સરીતા? સમુદ્ર?

    ના ના. હું જ તો એ સમગ્ર જીવન.

   કે પછી હું કશું જ નહીં? બધો એક ખેલ? એક ચીરંતન ચાલતું સ્વપ્ન? એક ભ્રમ? એકમાત્ર વાસ્તવીકતા ઓલ્યો અકળ, અમાપ, જીવનજળરાશી? કે એ પણ કશું નહીં? બધું કેવળ શુન્ય? બધો આભાસ?

…………….

  અને……..

જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથીક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મુળ શું છે?

એ પરીણામ શું છે?

————

ૐ તત સત્

23 responses to “જીવન – સરીતા : ભાગ – 3

 1. Chirag Patel જુલાઇ 29, 2008 પર 11:41 એ એમ (am)

  વાહ દાદા! ૐ તત સત. વધુ શું લખું?

 2. pragnaju જુલાઇ 29, 2008 પર 2:28 પી એમ(pm)

  ” એના ઉછાળે ઉછાળે મારું સમગ્ર હોવાપણું ઓગળી જાય છે. એ હું છું કે, હું એ છે? કશો દ્વૈત હવે સંભવીત જ નથી. બધું એકાકાર. અગણીત કણોમાંનો પ્રત્યેક કણ, અનંત નાદબ્રહ્મ અને અવીરત રાસમાં રમમાણ બની જાય છે – અનંતનો રાસ – યુગથી ચાલી આવતો રાસ. પ્રચંડ ઘુઘવાટ. હીલ્લોળે હીલ્લોળા.
  કેવળ આનંદ,
  કેવળ ચૈતન્ય,
  કેવળ સત્ય.
  કેવળ પરબ્રહ્મ.”..
  આ જ તેનો અ ણ સા ર
  ૐ તત સત્

 3. સુરેશ જાની જુલાઇ 30, 2008 પર 8:11 એ એમ (am)

  A very nice passage of Shri Arvind Ghosh –
  —————————————————–

  Everything becomes. Nothing is made.
  Everything is brought out of latency.
  Nothing is broughr into existance.
  Only that which was can be;
  Not that which was not.
  And that which is, can not perish.
  It can only lose itself.
  All is eternal in the eternal spirit.

 4. Mehul જુલાઇ 30, 2008 પર 11:31 એ એમ (am)

  ખુબજ સરસ! એક જ બેઠકે ત્રણે ભાગ વાંચી નાખ્યા. પાણીના અણુઓનુ આ સદીઓ જુનુ મંથન ચક્ર – એમા ક્યા સર્જન અને ક્યા વીનાશ?

  છેલ્લા ભાગમાત ઉપનીષદોની વાતોને સાવ સરળ રીતે રજુ કરી આપી!! ખુબ મજા આવી…

 5. Maheshchandra Naik જુલાઇ 30, 2008 પર 11:59 એ એમ (am)

  RELAI AVTI CHHONE, BADHI KHARASH PRUTHVINI,
  UDHADHINE URTHI UTHASE MITHI KO EK VADALI.
  This is enough Shri Sureshbhai, to convey our feelings, GREAT SANMVEDAN!!!!!!!!!!!!!!!!

 6. Rajendra M.Trivedi,M.D. જુલાઇ 30, 2008 પર 9:44 પી એમ(pm)

  The true wisdom in time of life!
  Live every breath with this knowledge!

 7. jugalkishor જુલાઇ 31, 2008 પર 3:29 એ એમ (am)

  બહુ જ મજાનું; મનહર, મનભર.

 8. Rekha Sindhal જુલાઇ 31, 2008 પર 5:01 એ એમ (am)

  વાંચવાથી આનંદ થયો. ઘણું સુંદર.

 9. Mahendra Vadgama જુલાઇ 31, 2008 પર 11:50 પી એમ(pm)

  Gajab
  Tarif karu kya unki jisne kalpna ko rubru karaya…………..Thank you …….
  Mahendra Vadgama

 10. Lata Hirani ઓગસ્ટ 1, 2008 પર 10:23 એ એમ (am)

  whatever we write… it is always in serch of ourself…

  nice thoughts….

 11. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 17, 2008 પર 10:14 એ એમ (am)

  Read three Vibhago..enjoyed the story of SARITA ( River )…At the conclusion, your thoughts & my posted SUVICHAR become ONE. THANKS for the LINKS ! To the other readers of your site & this 3 posts , my invitation to read the CHANDRASUVICHAR post of Nov 16th 2008 at>>>
  http://www.chandrapukar.wordpress.com

 12. Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -3 « ગદ્યસુર

 13. Pingback: એક વાર સમુદ્રે નદીને પૂછ્યું | સૂરસાધના

 14. Pingback: રણમાં વસંત – જીવન ભાગ … ૧૨ | સૂરસાધના

 15. Anila Patel સપ્ટેમ્બર 8, 2016 પર 10:33 એ એમ (am)

  Saritani aatmkatha tenaj shbdoma sabhalvani maja avi, avu saras varnan bhagyej vachav male.Nadina utsah, umamg ane vyatha, hatasha manav jivananI antaryatra sathe kwtal susangat chhe. Kavi Shree Umashankar joshinu ‘Nadi ‘kavy yad avi gayu.–“Nadi dode sode bhad bhad bale dungar vano “

 16. Pingback: ભુલો અને માફ કરો | સૂરસાધના

 17. Pingback: નદી એક પાછી ચડી છે પહાડે – ગઝલાવલોકન | સૂરસાધના

 18. Pingback: રાખ | સૂરસાધના

 19. Pingback: "બેઠક" Bethak

 20. Pingback: જીવન – સરીતા, ભાગ – 1 | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: