સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે.  ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

પણ સઘળું નકર્યા અંધકારમાં.

માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે  એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ  નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો  નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી  ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર?

આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર  સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.

આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના?

લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.

એ છે – આપણું શરીર!

લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?

પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને  એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે! )

અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા!  એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા.

જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

———————————————————————————————

માનવ મનની વૃત્તિઓ વિશે મૌલિક ચિંતન વાંચો –

માનવ વૃત્તિઓ (વિચાર અને અધુરપ)

માનવ વૃત્તિઓ ( સ્વપ્નો અને ઝબકાર)

40 responses to “અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

 1. pragnaju મે 21, 2010 પર 10:43 એ એમ (am)

  “સતત અંધકારમાં ભટકતો…”

  ખમી ખાય ઘેરૂં તમસ એજ પામે
  અમસ્તી કદી ચકચકિત ક્ષણ મળે નહીં !

 2. dhavalrajgeera મે 21, 2010 પર 11:06 એ એમ (am)

  आख होने परभी अन्धकार जीवनमै महसुस होता है.

  मगर जीवन मै जब आत्मज्ञान होता ए तब दिप प्रगट हो जाता है.

  ” प्रज्वालितो ज्ञानमय प्रदिप.”

  राजेन्द्र त्रिवेदी

 3. pravina Avinash મે 21, 2010 પર 5:31 પી એમ(pm)

  This is very true. Creator is so great, If BODY is not covered with skin can you imagine what could have happened.
  That is one of the reason when we do YOGA
  we have to keep eyes close and travel with breath inside.

 4. સુરેશ મે 24, 2010 પર 5:05 પી એમ(pm)

  સુરેશભાઈ,

  સાહિત્યમાં આ ટેકનિકને Anti Climax (વિપરિત પરાકાષ્ઠા) કહેવામાં આવે છે. પ્રારંભિક અધ્યાહાર વાતનું રહસ્યોદઘાટન થતાં વાંચક અકથ્ય આનંદમાં ઝૂમી ઊઠે એ તો આ ટેકનિકનો જાદુ છે.

  આ જાદુ તો કદાચ કોઈપણ સર્જક માટે સહજ હોઈ શકે, પણ આગળ જતાં આપે જે ફિલસુફીની ચર્ચા કરી છે, જે સિદ્ધહસ્ત સર્જક જ કરી શકે અને જે આપે કરી બતાવ્યું છે. ધન્યવાદ તો ભાવાત્મક બાબત હોઈ ‘કોટિ કોટિ’ જેવાં સંખ્યાત્મક વિશેષણો તો શું લગાવું, પણ એટલું જ માત્ર કહીશ કે ‘ખૂબ ખૂબ ધન્યવાદ!’. રસળતી, રમતી, પ્રવાહી આપની ભાવપ્રાગટ્ય શૈલી આ આર્ટિકલમાં બેનમૂન બની રહી.

  ઘણા સમય પહેલાં ક્યાંક હિંદીમાં મનને ગલગલિયાં કરાવે તેવી શૃંગારરસ-સભર એવી ગદ્યરચના વાંચેલી અને છેવટે કોથળામાંથી બિલાડું નીકળે તેમ પેલા ચાલાક લેખકે ‘ઠંડી’ની વાત લાવી દીધી હતી કે જેનાથી બચવા પેલો ઉદ્યાનનો કોઈક ખૂણો પકડે તો ત્યાં પણ પેલી પીછો કરતી કરતી પેલાને ચસચસતું એવું આલિંગન દઈ જાય કે પેલો હેરાન રહી જાય!

  એટલે જ તો વિવેચકોએ કવિ (સાહિત્યકાર)ની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિ કરતાં અનેક દલીલો પૈકીની એક એવી દલીલ દ્વારા ચઢિયાતી બતાવી છે કે બ્રહ્માની સૃષ્ટિમાં તો ખટરસ (છ જ રસ છે!), પણ કવિની સૃષ્ટિમાં તો નવ રસ છે.

  માફી ચાહું છું કે બે ભાગમાં વિસ્તરેલી ‘માનવવૃત્તિઓ’ની આપની મીમાંસાને મારી આ મર્યાદિત કોમેન્ટમાં ન્યાય આપી શકતો નથી.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  • સુરેશ મે 24, 2010 પર 5:11 પી એમ(pm)

   વલીભાઈ
   તમે આ લેખ માટે આપેલી કોમે ન્ટ બીજેથી અહીં કોપી /પેસ્ટ કરી દીધી.
   તમારી પ્રશંસાને લાયક હું નથી. કદાચ હું જ આ આંધળો રાજા છું. મારી અંદર રહેલા અસદ તત્વ પરનું આ અવલોકન છે.
   પણ આ એક માત્ર સત્ય નથી. સત્યને અનેક પાસાં હોય છે. એમાંનું આ એક છે.

 5. Pingback: ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન « ગદ્યસુર

 6. Sharad Shah ઓગસ્ટ 18, 2011 પર 6:27 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  કવિવર દલપતરામની કવિતા છે
  પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
  ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
  બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
  કદી સારી બૂરી ન વેચે વિવેકે.

  ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
  ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
  લીધી સુખડી હાટથી આપી આટો,
  ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

  ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
  સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
  હશે ચોરને શાહનો ન્યાય એકે,
  નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

  ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
  ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
  કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
  તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

  ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
  “નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
  ન માની કશી વાત તે શિષ્ય જયારે,
  ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

  રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
  બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
  પછીથી થયા તેહના હાલ કેવા,
  કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

  તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
  તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
  માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
  શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

  “એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
  રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
  વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
  ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

  કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
  ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
  ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
  એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

  પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
  આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
  “મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
  પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

  મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
  શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
  ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
  એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

  ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
  શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
  જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
  બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

  શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
  ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
  જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
  આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

  ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
  અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
  ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
  રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

  બસ આ અંધેરી નગરી બીજી કોઈ નહીં પણ આપણું મનોશરીર(મન,બુધ્ધી, ચિત્ત અને અહંકાર) જ છે. જેનો રાજા બની બેઠો છે તે છે આપણું મન()જેને ગંડુ રાજા કહ્યો છે. જ્યાં સુધી અસલી માલિક(ચૈતન્ય સત્તા) સુતો છ ત્યાં સુધી વિવેક પ્રગટતો નથી અને બધા નિર્ણયો અરાજકતામાં વધારો કરનાર નીવડે છે.ગંડુરાજાને ખબર નથી કોનુ મુલ્ય કેટલું છે બધી વસ્તુ એક જ ભાવે વેચાય તેમજ આપણા ભિતર જે ગંડુ રાજા(મન) છે તેને પણ ખબર નથી પડતી કે કઈ વસ્તુનુ કેટલું મુલ્ય છે. ચાર કોડી કમાવામા તે સમગ્ર જીવન વેડફી નાંખે કે શેરબજાર ગબ્ડે તો જીવ બાળી મુકે. એને ખબર જ નથી કે જીવનનું મુલ્ય શું છે કે જીવનું મુલ્ય શું છે. આ આપણા સૌની કહાની છે. આ અંધેરી પુરી બિજે ક્યાંય નહી આપણી ભિતર જ છે અને આપણને ખબર નથી. તમે ભિતર ઝાંખવાનો થોડો પ્રયાસ કર્યો તો ખબર પડી પણ મોટાભાગના લોકોને ક્યારેય ખબર જ પડતી નથી.
  ષેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ

 7. Pingback: ખેલ પિસ્તાળીસ મિનિટનો « ગદ્યસુર

 8. La' Kant સપ્ટેમ્બર 1, 2012 પર 2:10 એ એમ (am)

  [ આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના? લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.
  એ છે – આપણું શરીર! લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?
  પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી.]

  વર્ષો પહેલાં એક ઈંગ્લીશ ડોક્યુમેન્ટરી જોયાનું સ્મરણમાં …ઊભરી આવ્યું…એક ધમધોકાર ચાલતી ફેક્ટરી જાણે…” “એનેટોમી” અંગે વિગતે સમજાવાયું હતો…પણ મૂળ મુદ્દાની વાત તે <<>> તેનો તાગ જા ના પામી શકાયને..! તેનું ખૂ બજ અટપટું રચનાવાળું અને કામ કરતુ વ્યવસ્થિત તંત્ર…
  હકીકતમાં ” દાદા ભગવાન નું ” સૂ ત્ર પણ યાદ આવે:<<>> સ્વીકારીએ શ્રદ્ધાપૂર્વક તો ,
  ભીતર જાગતા અનેક પ્રશ્નોના સમાધાન થાય !
  હવે તો, અનેક પ્રકારના સંશોધનો…તારણો… મળી આવે છે આ કોમ્પ્યુટરની દુનિયામાં !!! પણ,” આ પ્રાણ-તત્ત્વ ” .વિષે….છેલ્લો .૦૧% સસ્પેન્સ -રહસ્ય તો કાયમ જ છે ને? અને રહેવાનો જ છે..
  સતત પ્રયત્નો અને શોધ-તલાશ તો નિરંતર ચાલવાને જ… સુત્ર મને સૂઝે છે!
  -લા’કાન્ત / ૧-૯-૧૨

 9. La' Kant સપ્ટેમ્બર 1, 2012 પર 2:12 એ એમ (am)

  ઉપર કરેલી કોમેન્ટસમાં. ડબલ બ્રેકેટમાં ‘મન’ વાંચવું .

 10. La' Kant સપ્ટેમ્બર 1, 2012 પર 2:14 એ એમ (am)

  ” બધ્ધું જ વ્યવસ્થિત જ છે ‘ દા દા ભગવાન નું સૂત્ર …

 11. Pingback: ગળફો – એક અવલોકન « ગદ્યસુર

 12. Pingback: રાક્ષસી યંત્રો « વેબગુર્જરીવેબગુર્જરી

 13. Pingback: મન | સૂરસાધના

 14. Pingback: ચંદનનું ઉપવન | સૂરસાધના

 15. pravinshastri ડિસેમ્બર 5, 2014 પર 9:20 પી એમ(pm)

  ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

  પણ સઘળું નકર્યા અંધકારમાં.
  આટલે સુધી વાંચ્યા પછી મને આપણા દેહનો વિચાર જ આવ્યો અને આપનું તત્વચિંતન એ દિશામાં જ આગળ વધ્યું. ખરેખર ઉત્તમ લેખ. આ ઉપરાંત ખૂબ જ વિદ્વતાભર્યા પ્રતિભાવો.

 16. aataawaani ડિસેમ્બર 11, 2014 પર 7:21 પી એમ(pm)

  અંધારું આવ્યા વિના અનુભવ્યા વિના અજવાળાની કીમત નથી હોતી દુ :ખ વગર સુખની કીમત નથી સમજાતી
  ભલો તો ભલે જીવે ભૂંડા તું પણ જિં
  જો ભૂંડા ન હોત જગતમાં તો ભલા સ્મ્ભારત કિં

 17. aataawaani માર્ચ 27, 2015 પર 12:51 પી એમ(pm)

  બહુ ઊંડાણ પૂર્વક હું અધ્યાત્મવાદ સમજી શકું એટલી શક્તિ શાળી બુદ્ધિ મારામાં નથી . હું ફક્ત એટલુજ સમજી શકું છું કે જ્યાં સુધી ચેતનવંતુ શરીર છે ત્યાં સુધી મન . બુદ્ધિ .રાગ દ્વેષ હુંપદ મિત્ર શત્રુ ડહાપણ ચતુરાય છે અને શરીર ઠંડુ પડ્યું। અચેતન થયું એટલે બધું આપો આપ નષ્ટ થઇ જાય છે .જો પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા હોઈએ (હું તો દૃઢ પણે સ્વીકારું છું , )તો તેને જે શરીર ચાલુ રાખવાની રચના કરી છે . વ્યાજબી અને સચોટ છે શ્વાસ , હ્રદય નિયમિત ચાલે છે .મગજ પોતાનું કામ કર્યે જાય છે , મુખમાં ગએલો ખોરાક બદામ કે એવો કઠણ ખાદ્ય પદાર્થ હોય છે . એનું લોહીમાં રૂપાંતર કરીને શરીરના દરેક ભાગમાં પહોંચાડે છે . પછી આપણે જાતે એમાં સુધારો કરવાનું ડહાપણ શા માટે કરવું જોઈએ? . ગુહ્યેન્દ્રી( પુરુષની )ની ઉપરની ચામડીને કાપીને દુર કરવાની ક્રિયા પાંચ હજાર વરસ પહેલેથી યહુદીઓએ શરુ કરી છે . પણ આજ્દીની ઘડી સુધી પરમેશ્વરે લોકોનું માનીને કોઈ બાળકને ચામડી કાપેલું જન્માવ્યું નથી .

  • સુરેશ માર્ચ 27, 2015 પર 2:22 પી એમ(pm)

   આતા,
   આ લેખમાં ક્યાંય પરમેશ્વરનો ઉલ્લેખ જોવા મળ્યો? એ માન્યતાનો કશોય આધાર રાખવાની જરૂર નથી.
   પરલોકની પણ અહીં વાત નથી. આપણા જીવનમાં જ આપણું મન જે ડખા ઊભા કરે છે; એના દર્દની આ વ્યથા – કથા છે !
   કોઈ આપણને માનથી બોલાવે તે આપણને ગમે છે;અને કોઈ ઉપેક્ષા કરે તે ગમતું નથી. અને આવું આપણે બીજા માટે તો કરતા જ રહીએ છીએ! આ બધા ડખા આપણને ગમતા નથી; અને મન પેદા કરે એ પણ ગમતું નથી. માટે જ જરૂર છે, એ ડખાઓની ઉપરવટ થવાની. એ થઈ શકે એમ છે…..

   જરૂર છે – આપણા મનને કાબુમાં રાખવાની. એના ગુલામ નહીં બનવાની; પણ એને આપણા ગુલામ બનાવવાની.
   તો જ આપણે સાચા રાજા બની શકીએ. હાલમાં તો મનના ગુલામ જ છંઈ !

   • aataawaani માર્ચ 27, 2015 પર 9:41 પી એમ(pm)

    પ્રિય સુરેશભાઈ
    મનના ગુલામ ન થવું જોઈએ એ વાત તમારી મને પસંદ છે .પણ મનને દબાવીને એની સામે દાદાગીરી કરીને હું એની ગુલામીની જંજીર તોડી શકું એમ નથી . મનને સમજાવીને એને નમૃતા પૂર્વક વિનંતી કરીને ગુલામ માંથી તેનો રાજા બનીજવા માગું છું .

 18. Pingback: અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

 19. aataawaani માર્ચ 28, 2015 પર 11:46 એ એમ (am)

  પ્રિય સુરેશ ભાઈ
  આવી દંભી ઢોંગી સ્ત્રીઓને અપમાન જેવું લાગતુજ ન હોય એવી સ્ત્રીઓ સાથે નો મારો વર્તાવ એના અપમાન જેવું ન કહેવાય મેં જાજુ લખ્યું નથી . પણ એ હવે તમને કહી દેવું પડે છે . એ ધુણતી ધુણતી પાછા પગે ચાલતી ચાલતી ગુરુજીની પથારી ઉપર સુઈ ગઈ અને મને એના ઉપર ચડી જવા બાબત મને વિવશ કર્યો . ખરેખરતો આવી ઢોંગી સ્ત્રી ઉપર હું ચડ્યો એ એણે મારું અપમાન કર્યું કહેવાય .
  હું સ્ત્રીઓ પ્રત્યે સન્માનની દૃષ્ટિથી જોનારો પુરુષ છું .
  સ્ત્રીઓ પ્રત્યેનો મારો લગાવ એની સાથે મજાક મશ્કરી (દેશી સ્ત્રીઓ સાથે નહી ) કરવી મને ગમે છે અને સ્ત્રીઓને પણ મારો આવો વર્તાવ ગમે છે .અને આવા કારણો સર હું આનંદથી તંદુરસ્તી ભર્યું ઘડપણ વિતાવી રહ્યો છું . સ્ત્રીઓને ન ગમે એવો મારો વર્તાવ મને બાળી ને ભસ્મ કરી નાખે .
  હું હાથ જોડીને નમૃતા પૂર્વક કહું છું કે નિખાલસ , નિ:સ્વાર્થ , વિષય વાસના રહિત નો છોકરીયો સાથેનો મારો વર્તાવ હોય છે . મને એના પ્રત્યેનો પ્રેમ મારી પોત્રી જેવો હોય છે .આવી વર્તણુક હું છોડી દઉં તો મારું જીવન નીરસ થઇ જાય એમ છે . હું અધમ માણસ નથી . રુસ્તમી સાથેનો મારો વર્તાવ તમે વાંચ્યો છે . હું એ વખતે ભર જુવાન હતો .

 20. aataawaani માર્ચ 28, 2015 પર 9:13 પી એમ(pm)

  suresh bhaai tmaaru bolyu ane chaalyu maaf thaij jtu hoy chhe .

 21. Pingback: આધ્યાત્મિકતા … ઈ-મૅઈલ અને તેના ઉત્તરો | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 22. inkandipoetry ઓગસ્ટ 3, 2015 પર 4:06 એ એમ (am)

  આપનું ચિંતન અને ગધ્ય લેખન શૈલીની હું ફેન છું.

  “બે ગોખલાઓમાંથી નાનકડા કિરણ પ્રવેશે છે. ” ખરેખર આંખો એ અનુભૂતી ને પંખો બક્ષે છે. શરીર રૂપી કોટડીમાં પણ એક દિવડી પરમ ચેતનાની જરૂર જ્યોતીર્માન છે, અને આ અંધારી ઓરડીમાં ઉઠતી સંવેદનાઓ અને ક્રિયા પ્રતિક્રિયાઓ એ દિવડીની જેટલી સમીપે એટલો એની ઉપર ઉજાસ અને જેટલી એ પરમાંશથી વિમુખતા એટલી વિચાર અને કર્મો ઉપર અંધારાની છાયા। બધો ફરક અહી જ પડે છે કે કોણ પોતાના આત્મામાં સ્થિત પરમાત્માના અંશથી નિકટતા કેળવીને અને કોણ દુરી રાખીને જીવન કર્મ કરે છે. “તમાસો મા જ્યોતિર્ગમય” નો ભાવ સ્વયં આત્મસાત કરવા મથતા રહીએ।
  શરદભાઈ શાહ નો ખાસ આભાર। કવિવરની આ કવિતા ઘણા વર્ષે ફરી વાંચવા મળી…

 23. Pingback: મનને સમજો | સૂરસાધના

 24. Anila Patel ઓગસ્ટ 3, 2015 પર 9:47 એ એમ (am)

  Manaj manushyanam karanam bandhan mokshyo:|– evu upanishadma vachyu chhe–e aapana aa lekh mate bandh besatu lage chhe.

 25. Pingback: અહં વિશે અહં! | સૂરસાધના

 26. Pingback: સચ્ચા જૂઠા | સૂરસાધના

 27. Pingback: અહંકાર | સૂરસાધના

 28. Pingback: મન | સૂરસાધના

 29. Pingback: નાનું મન, મોટું મન | સૂરસાધના

 30. Pingback: મનની શક્તિ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: